Love Complicated (9) in Gujarati Love Stories by Parmar Bhavesh books and stories PDF | લવ કોમ્પ્લીકેટેડ (9)

Featured Books
Categories
Share

લવ કોમ્પ્લીકેટેડ (9)

ભાગ- 9


અંતર વધી રહ્યું હતું.

હા, પણ જયારે પારુલ સાથે હોઉં ત્યારે!
એકલો પડું ને તેનો વિચાર ન આવે એવું તો ક્યારેય નહોતું બન્યું.
એમને મારા મન કે દિલ માંથી નિકાળવાનો તો મેં પ્રયાસ પણ કદી નહોતો કર્યો.

હવે મને લાગતું કે હું બે નાવ પર સવાર છું અને બન્ને ની દિશાઓ પણ અલગ અલગ છે.
મારે જલ્દીથી કોઈ નિર્ણય લેવો જ પડે.
સું કરવું, કોને કહેવું, ક્યાં જવું!
કંઈજ સમજમાં નથી આવતું.

પારુલ સારી છોકરી છે, સમજદાર છે, મને આટલો સમય પણ આપ્યો વિચારવા માટે.
એ મારો પ્રશ્ન છે કે હું કોઈ નિર્ણય નથી લઈ શકતો.
હવે એની લાગણીઓ સાથે વધારે રમત ના કરી શકું.
કોઈની સારાઈ નો ફાયદો ના ઉઠાવી શકાય.
પણ હું માધુરી ને નથી ભૂલી શકતો, જેના કારણે આગળ જતાં  પારુલ સાથે હું ન્યાય ન કરી શકું એવું પણ બની શકે. જે હું બિલકુલ નથી ઇચ્છતો.
આજે જ મળી ને બધું સોર્ટઆઉટ કરવું પડશે એમ વિચારી હું પારુલ ને મળ્યો.

પારુલ, મારે તમને એક વાત કહેવી છે.!

તો કહો ને, પારુલ બોલી.

આઈ 'મ સોરી પણ,
જુઓ હું તમારું દિલ નથી દુખાવા માંગતો પણ આજે કહેવું જ પડશે.
તમે ખુબજ સારાં છો, તમને લગ્ન માટે ના કહેવાનું તો કોઈ કારણ જ નથી મારી પાસે.
પણ મને શંકા છે કે જે સ્થાન માધુરી નું છે તે તમને ક્યારેય આપી શકિસ કે નહિ.
પણ હા, એક સારા મિત્રની જેમ હું  જિંદગીભર તમારી સાથે તો રહી જ સકું એટલી તો ખાતરી છે.
પારુલ મારી તરફ જોઈ રહી બસ, કસું જ બોલી નહીં.
તેના મોં પર એક ન સમજી શકાય એવું સ્મિત હતું.

કેમ તમારે કંઈ નથી કહેવું? તેની આંખો માં જોતાં મેં પૂછ્યું.

કહેવું છે, પણ આજે નહીં.
બે દિવસ પછી, આ જ સમયે અહીં જ મળીશું. કહી તે ચાલી નીકળી. હું તેને બધાની જેમ જતાં જોઇ  રહયો,
કંઈજ સમજ ના પડી.
કેમ બે દિવસ!  સું થસે બે દિવસ પછી.!

........

આજે હું તેની રાહ જોતો પાર્કમાં બેઠો છું.
મોટાભાગે તો એ મારી પહેલાં આવી જતી,
મારા મનમાં તો વિચારો નું તાંડવઃ શરૂ થઈ ગયેલું!
કેમ એને બે દિવસ નો સમય માંગ્યો,
આજે આવશે કે નહીં, આવશે તો સું કહેસે!

બહુ રાહ જોવી પડી? સોરી!
એક જરૂરી કામ પતાવવાનું હતું એમાં મોડું થઈ ગયું.
તે આવતાની સાથે બોલી અને મારી નજીક આવી બેસી ગઈ.

કોઈ વાંધો નહીં, મેં કહ્યું.

હા, તો તે દિવસે તમે સું કહેતા હતા, ફરી કહો. મારી સામે એકીટશે જોતાં બોલી.

હું, કહેતો હતો કે......
મને સમજાતું જ નહોતું કે કયાંથી શરૂ કરવું.

તમે બેફિકર બોલી શકો છો, મને ફ્રેન્ડ કહો છો ને તો ફ્રેન્ડ્સ માં સું વિચારવાનું, જે મનમાં હોય તે કહી નાખો. પારુલ મારો હાથ પોતાના હાથમાં લેતાં બોલી.
મને લાગ્યું કે જાણે મને બોલવાની હિંમત મળી ગઈ.

પારુલ એ વાતમાં કોઈ શંકા નથી કે હું તમને એક ખાસ ફ્રેન્ડ સમજું છું.
અને તમારી સાથે લગ્ન પણ કરીશ.
બને ત્યાં સુધી તમારી લાગણીઓ ને માન પણ આપીશ,
હું કોશિશ કરીશ કે તમેં મારા કારણે દુઃખી તો ક્યારેય નહીં  જ થાવ.
પણ માધુરી મારો પહેલો પ્રેમ છે જે હું ક્યારેય નહીં ભૂલી સકું.
એથી મને ડર એ વાતનો છે કે હું તમારી સાથે અન્યાય ન કરી બેસું.
મેં મારું દિલ તેની સામે ખોલી નાખ્યું. જે હતું બધું કહી નાખ્યું.

થોડી વાર શાંતિ પ્રસરી રહી, કોઈ કસું જ ન બોલ્યું. એ મારી સામે જોઈ રહી અને હું તેની સામે,
એના ચહેરા પર એક અકલ્પનિય ભાવ હતો.

બસ કે, હવે કંઈ કહેવાનું બાકી છે? તો કહી દો, આજ પછી તમારી સાથે હું કદાચ આ વિષય પર વાત ન પણ કરું. પારુલ બોલી.
મારાથી કંઇજ ન બોલાયું. બસ તેની સામે જોઈ રહ્યો
તેની આંખોમાં ચમક હતી તો મારી આંખોમાં ભીનાશ.

ઠીક છે તો ચાલો, કહી તે મારો હાથ પકડી ચાલવા લાગી.


*******