?આરતીસોની?
પ્રકરણ : 4
?ત્રિશંકુ?
રાત્રે ક્યારેય વિવેકને બહાર ફરવાની છૂટ નહોતી જ્યારે રિયા છોકરી થઈ નેય રાત્રે મૂવી જોવા જવાનું હોય તો પણ ખચકાય નહીં. બધીજ રીતે મોજશોખમાં અને ફ્રી લાઇફ સ્ટાઇલમાં જીવેલી રિયા લગ્ન પછી કંઈ રીતે એડજેસ્ટ કરશે એની ચિંતા આસિતને રહ્યાં કરતી હતી. એના દિલમાં રિયાનું સ્થાન હજુપણ અકબંધ રાખ્યું હતું.
એક દિવસ વરસાદી માહોલમાં ટહેલતાં ટહેલતાં રિયાના વિચારોમાં ખોવાયેલા આસિતે વિવેકને ફોન કર્યો,
"મસ્ત મજાનો વરસાદી માહોલ છે ચાલ ક્યાંક મસ્ત એકાદી લગાવી આવીએ"
"યાર ના હો.. આપણને આવું બધું ના ફાવે, ને ઘરેથી પરમિશન નથી નહીંતર આવત.. "
"રિયા આવવાની છે, પછી એમ ના કહેતો જણાવ્યું નહીં.."
તને તો ખબર જ છે. જો ઘરમાં ખબર પડે કે મેં ડ્રીન્ક લીધું છે તો તો આવી જ બને મારું."
"તું કાયમ આમ દબાયેલો ક્યાં સુધી રહીશ.? આપણી પણ લાઇફ છે. યાર.. આમ મરતાં મરતાં શું જીવવાનું.. રિયાના શોખનો તો વિચાર કર..!! એ કેટલું અને શું ત્યાગશે..?
એમ કહી ને આસિતે ફોન મૂકી દીધો.
બારમાં આસિત વ્હીસ્કી અને રેડ વાઈનનો ઓર્ડર આપી રાહ જોઈ બેઠો હતો. થોડીવારમાંજ વિવેકની એન્ટ્રી પડી. આશિતને બ્રો કરી ટેબલ પર ગોઠવાઈ ગયો.
"વાઇન કોના માટે?"
"રિયા માટે!"
"રિયા નથી આવતી.. એણે મને ફોન કરીને જણાવ્યું."
ભીતરે તૂમુલ યુદ્ધને સ્પર્શાતા આસિત ભડક્યો,
"તું સ્વામિનારાયણનો ભગત, તારી અપેક્ષા બિલકુલ નહોતી, તું બારમાં આવે.!! પણ એને શું તકલીફ પડી.. એ તો પીવે જ છેને..?"
નાનકડી સીટી મારીને વિવેકે વેઇટરને બોલાવી એક લાર્જ વ્હિસ્કીનો ઓર્ડર આપ્યો..
પેગ ઉપર પેગ લગાવતો આશિત બોલ્યો,
"આપણા ઉપર પણ કોઈ મરતું હોય ને ઓચિંતું એ આવીને કહે, લવ યુ..
પણ ખરેખર આપણાં ક્યાં એવા નસીબ..!!"
"લાગે છે લોહી લવકારા મારે છે.."
બારમાં હાઇચેર પર બેઠેલા આશિતને હવે ભાન રહ્યું નહોતું, એણે બીજા બે પેગ ઓર્ડર કર્યા..
બાર ટેન્ડરે સમજાવતાં કહ્યું, "સોરી સર, બાર ઇઝ ક્લોઝ નાવ.."
આસિતે ગુસ્સે ભરાઈને બારટેન્ડરનો કોલર પકડ્યો, "યુ નો હૂ આઇ એમ.?"
વિવેકે એને સમજાવ્યો.. આસિત તું બહુ ડ્રીન્ક પી ગયો છે. જો બારમાં આ બધી ધમાલ ન કર. એમના બૉડીગાર્ડ રેડી જ ઊભા છે. પાછળ જો."
આસિત બિલકુલ કંટ્રોલ બહાર નીકળી ગયો હતો. વિવેકનાથી સંભાળવો મુશ્કેલ થઈ ગયો હતો.
આસિત બૉડીગાર્ડની પાસે જઈને હાથ મિલાવી બોલ્યો, "હાય બૉડીગાર્ડજી, આ પેલો ઊભો ને એ તારી બીક બતાવે છે. પણ તમને તો ખબર જ છે આપણી જોડે ફાઇટીંગમાં કોઈ ના જીતી શકે. બૉડીગાર્ડનો બાપ આવે કે દાદા આવે. ભલભલાં મૂતરી જાય."
બૉડીગાર્ડ મૂંછમાં મલકાતો ટટ્ટાર જ ઊભો રહ્યો હતો. એટલે આસિત બોલ્યો, "જો વિવેક છે તાકાત.? નથી.. .. આપણને કોઈ ના પહોંચે. ચાલ આપણે નીકળીએ . આપણાં મગજનો પારો છટકશેને તો બાર ઉથલપાથલ થઈ જશે. જલ્દી નીકળો અહીંથી."
"હા.. હા.. ચાલો ચાલો જલ્દી નીકળો.."
વિવેકને એજ જોઈતું હતું.
આસિતને ખભેથી પકડી ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડ્યો. આજે સ્ટેરીંગ એણે સંભાળી લીધું હતું..
એ પછી રોજેરોજ નવી ઘટના ઘટતી રહી..
આશિત મોડે સુધી નસકોરા બોલાવતો સવારે પડી રહ્યો હતો.. રાત્રે એટલું બધું પી ગયો હતો કે ઊઠવું શક્ય નહોતું. અગિયાર વાગ્યા આસપાસ ધડામ્ ધડામ્ દરવાજો ખખડાવ્યો, પછી માંડ લથડીયા ખાતો ખાતો દરવાજો ખોલ્યો. ખોલતાં જ અચંબિત થઈ ઉઠ્યો..
"વિવેક.." બોલી, રિયા વળગી રડવા લાગી. એની ખુશી સમાતી નહોતી. અંદરથી ઉમળકો ભરાઈ ગયો. બધું ઝળહળ ભાસ્યુ.. એ બોલ્યો,
"હા પણ તું રડ નહીં.. હું છું ને.."
"પણ રાત્રે એ તારી સાથે હતોને? થયું શું અચાનક?"
ફુલપ્રુફ પ્લાન સફળ થયાની ખુશી સમાતી નહોતી, કેમકે બાહોમાં રિયા પણ એના પ્લાનનો હિસ્સો હતો.. એના હોઠ પર લાલિમા પથરાઈ ગઈ. પરંતુ આ ક્ષણિક હતું એ એને ક્યાં ખબર હતી..
અને ચોથે દિવસે લજ્જાના સ્યુસાઈડના સમાચાર આવ્યા. સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું..
"હું અને વિવેક છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા સાથે પ્રેમમાં હતા એટલે એના વિના રહી શકું એમ નથી,"
વિવેકના મૌત પાછળ આશિતનો હાથ હોવાના સંકેતની સોય ઈશારો કરતી હતી..
કૉર્ટમાંથી બેલ પર છૂટેલો આશિત પાગલ જેવો થઈ ગયો છે..
ને આજેપણ આશિત વ્હીસ્કી અને રેડ વાઈનનો ઓર્ડર આપી એની રાહમાં બારમાં રિયાના કેફમાં બેસે છે..
"સર વાઇનનો ઓર્ડર દર વખતે તમે આપો છો પણ કોઈ આવતું તો છે નહીં.."
"એક દિવસ તો આવવું જ પડશે ને..? એને પણ.. કમબખ્ત જિંદગીમાં દોખજ એવું પ્રવેશ્યું છે કે, જ્યારથી હું રિયામય બન્યો ત્યારથી મારા રુહાના અસ્તિત્વનો લોપ થતો દેખાય છે.."
-આરતીસોની.. .
-અસ્તુ