Shantamasi in Gujarati Short Stories by Rajendra Solanki books and stories PDF | શાંતામાસી.

Featured Books
Categories
Share

શાંતામાસી.

શાંતામાસી.
હા આજ ફરી શાંતાબેન આવ્યા હતા.આમ તો
શાંતાબેન અમારા કંઈ સગા ન થાય.બાજુવાળા
નરભેરામ ભટ્ટ ના દૂરના બહેન થાય જે શહેર દૂરના
એરિયામાં એના ફેમિલી સાથે રહેતા હતા.

સીંતેર ની આજુબાજુ ઉંમર,બહુ મનમોજી,એ
એમ માનતા કે સગા વહાલાઓ ને પંદરેક દિવસમાં
એકવાર જરૂર મળવું જોઈએ.ઘરના સુખી.દીકરો
વહુ બને નોકરીએ જાય. બને શિક્ષકો એટલે બંને
બપોરે દોઢેક વાગે આવી જાય.

શાંતામાસી સવારે સૌ માટે ગરમાગરમ નાસ્તો
અને ચા પાણી બનાવે.બને પૌત્રો ને તૈયાર કરી
સ્કૂલ કોલેજ મોકલે.સવારે બધું કામ આટોપી ને
દસેક વાગે નવરા થાય.ત્યાર પછી અડધોએક
કલાક પૂજા પાઠ અને જાપ ચાલે.

આડોશ પાડોશ માં પણ એક બે આંટા મારી
આવે.ત્યાર પછી સૌ માટે રસોઈ બનવાનું ચાલુ કરે
હમેંશા તાજામાજા દેખાય.કોઈ ફરિયાદ નહીં.

પાંચેક વર્ષ પહેલાં વિધવા થયેલા શાંતામાસી નું
આ રૂટીન વર્ક હતું.બપોરે સૌ આવી જાય, અને
જમી લે પછી પોતે ફ્રી થાય.ઘરના સભ્યો એના
કામથી પ્રભાવિત હતા,એનું માન રાખતા. બપોર
બાદ સૌ કામ કરે પણ બા ને કશું કરવા ન 'દે.

બાની કોઈ ફરિયાદ નહીં, એતો જાણે સૌ ને
મદદ કરવા તત્પર જ હોય.વહુ ને થોડી થાકેલી
જુવે તો તરત કહે "જા આરામ કર" અને બધું કામ
આટોપી લે.પણ બા નું સૌ ધ્યાન રાખે.એનો પડ્યો
બોલ સૌ ઉપાડી લે.

આ ચારેય જણ વચ્ચે,કોઈવાર છોકરાઓ
બાબતે,કે સામાજીક બાબતે, કે એકબીજાની અપેક્ષા ટેવો બાબતે થોડી ચણભણ થાય તો બા
એવા હળવાશ થી વચ્ચે આવી જાય કે ,તંત ની
વાત ભૂલી સૌ હસવા લાગે.

સમજોને આઠે પહોર આનંદ ની વાત શીખવી
હોય તો શાંતામાસી નું જીવન જોઈ લેવાનું.

અરે,દીકરાને પરણાવી ને વહુ ઘેર લાવેલા બાદ
બીજે દી વહુ જ્યારે નાહી ધોઈ દિવાબત્તી કરી
બાને પગે લાગવા આવી ત્યારે બાએ કહેલું "જો
વહુબેટી મારે એકનો એક દીકરો છે,તેથી આજથી
તું મારી દીકરી,અને હું તારી મા.પણ તું જો વહુ ની
જેમ રહીશ તો હું સાસુપણાં માં કાંઇ બાકી નહીં
છોડું, બોલ.?"

શાંતામાસી એ આ વાત આવેલા મહેમાનો વચ્ચે કહેલી.આ સાંભળી વહુ ઓછપાઈ ગયેલી
પણ તરત તેને ભેટી ને કહેલું "હું તો તારી માં જ
તરીકે રહીશ."

અને આજ પણ વહુ બા ને.બહુ માન આપતી
અને સગાવહાલાઓમાં કહેતી પણ ખરી કે , "મેં
કોઈ પુણ્ય કર્યા હશે કે મને માં ના રૂપ માં સાસુ જી
મળ્યા."

આવા શાંતામાસી ,અમારા પડોશી ભટ્ટભાઈ ને
ઘેર આવે ત્યારે અમારે ઘેર અચૂક આવે.અને" કેમ
છો કેમ નથી "કહેતા જાય. ક્યારેક ચા પીવા પણ રોકાય.
ભટ્ટજી પણ બેન ના વખાણ કરે અને પોતાના
કુટુંબ માં એની સલાહ સુચન લે.

હું અને મારી મિસિસ રાત્રે જમી ને ડેલી બહાર
ઓટલે બેસીએ . ભટ્ટભાઈ અને તેમના પત્ની હીરા
ભાભુ પણ બેસવા આવે.એમ આજ અમે બેઠા 'કે
મેં ભટ્ટભાઈ ને પૂછ્યું, "આજ શાંતાબેન આવેલા?
તો તરત ભટ્ટજી અને હીરાભાભુ બને જોર થી હસી પડ્યા. મારી મિસિસ પણ આવીને હીરાબેન ની બાજુમાં બેઠી,તેને પણ નવાઈ લાગી.

તેણે પૂછ્યું "કેમ હીરાભાભી ,આજ શાંતાબેન
ની વાત કરી તો હસવું આવ્યું."
બને એ માંડ હસવું રોકયું અને હીરાબેને ભટજી
સામે જોયું.ભટજીએ હસીને કહ્યું,"રાજુભાઇ આજ તો મારી બહેને ખૂબ હસાવ્યા."
મેં કહ્યું "એમાં ક્યાં નવું છે બહેન નો સ્વભાવ જ
એવો છે .હસતા હસતા આવે અને સૌ ને હસાવતા જાય."

ત્યારે હીરાબેને કહ્યું"તમારી વાત સાચી, રાજુભઇ એનો સ્વભાવ રમુજી પણ આજ.એવું થયું કે," અને ફરી એ વાત યાદ કરતા એ.હસતા
રહયા.અમે બંને અવઢવ માં હતા. શુ થયું હશે.?

ત્યાં ભટજી એ કહયું "આજ સાંજે બેન આવ્યા,
એકબીજાના ખબરઅંતર પૂછી ચા પાણી નાસ્તો
કર્યો . સૌ આનંદમાં હતા.જતી વખતે અમારો
ટેણીયો આવીને બેનના ખોળામાં બેસી ગયો અને
તોતડી બોલી માં કહ્યું," મોટાફુઈ હું પાસ થઈ ગયો."
"બહેન રાજી થયા, અને વ્હાલ કર્યું.એ ઉભા
થયા અને કહ્યું"ચાલ નરભુ હું નીકળું". અને નાના
ટેણીયા ના હાથમાં કંઈક પૈસા આપવા પાકીટ કાઢ્યું,અને પાંચસો ની નોટ આપવા માંડી.

"મેં ઘણી ના પાડી બેન આટલા ન હોય પણ
એ માને ?ધરાર આપીને ચાલ્યા ગયા." અને ફરી
ભટજી હસવું રોકી શક્યા નહીં અમને બંનેને નવાઈ લાગતી હતી કે આમાં હસવા જેવું શું છે?.

ત્યાં હીરાબેને વાત આગળ વધારતા કહ્યું,"મેં
પણ ઘણી ના પાડી, ભાભી આટલા બધા ન હોય,
પણ એ ના ના કરતા નીકળી ગયા." અને ફરી વાર
બને હાસ્ય રોકી ન શક્યા. અમને અવઢવ માં જોઈ ભટજી એ કહ્યું,.

"થોડીવારે બહેન ની રીક્ષા પાછી આવી.અમે
આવકાર આપ્યો અને વિચાર્યું કે કંઈ ભૂલી ગયા
હશે, કે કંઈ કહેવાનું હશે. તે પણ થોડા ગભરાટમાં
દેખાયા, અને કહયું,"નભુ એક ભૂલ થઈ છે .તારા
નાના ને સો ને બદલે પાંચસો ની નોટ અપાઈ ગઈ
છે.એટલે આવવું પડયું."

"હવે અમે સમજ્યા અને ભોંઠા પડ્યા.તે પણ
ઘડીક ભોંઠા પડ્યા.હીરા એ ઝટ ઉભી થઇ માતાજી ના ગોખલે ઘંટી નીચે દબાવી રાખેલી પાંચસો ની નોટ નલઈ આવી ને બહેન ના હાથમાં આપી,
અને કહ્યું "ભાભી હું તો કહેતી હતી કે આટલા
બધા ન હોય પણ તમે કહ્યું ના મારે દેવાજ છે."


અને એણે હસીને કહ્યું "હું તો મુઈ સો ની નોટ
જ સમજતી હતી.ટેણીયો ક્યાં ? લો આ સો ની
નોટ એને આપજો."
અને અમે ત્રણે ખૂબ હસ્યા.અને અત્યારે આપણે ચારે જણ પણ હસીએ જ છીએ 'ને".
મેં કહ્યું "સાચી વાત
છેવટે તો શાંતાબેન સૌ ને હસાવતા જ ગયા'ને."

--------------------સમાપ્ત----------------