Balpan thi aaj sudhi... in Gujarati Short Stories by Vanraj books and stories PDF | બાળપણ થી આજ સુધી..

The Author
Featured Books
Categories
Share

બાળપણ થી આજ સુધી..

આ કોઈની પણ કોપી કરીને લીધેલા સબ્દો નથી ,આ મારા પોતાના જ અનુભવો છે.

? માફ કરજો મને એ પણ નથી ખબર કે હું મારી વાત ચાલુ ક્યાંથી કરું, પણ જેટલું યાદ આવશે એટલું જરૂર લખી દઈશ.?

પણ વાત મારા બાળપણ થી કરું તો મારું બાળપણ જેટલું મજાં નું હતું ,,! કે એટલી મજા થી ગુજર્યું સે ,,,કે આજ હું એ મહેસૂસ કરું છું તો મારા શરીર માં એક અજીબ સી ફિલિંગ આવી જાય છે.

પણ હું એ ગર્વથી કહી શકું છું કે આવું બાળપણ તો કોઈક ભાગ્યશાળી વ્યક્તિ ને જ મળ્યું હસે ,,,!

મારાં શબ્દો માં બાળપણ ની વ્યાખ્યા ફક્ત એ જ હોઈ શકે " બાળપણ ના મિત્રો અને એમની સાથે મળી ને કરેલા અદ્ભૂત નખરાં, મસ્તી, કરેલા ધિંગણા ઓ અને એ અવનવી રમતો" ?.

એક રીતે કહું તો બાળપણ એ લંગોટિયા દોસ્તારો સિવાય અધુરું જ હોય છે,, પણ મારા ઉપર તો ઉપરવાળા મહેર હતી કેમ કે એટલા મિત્રો હતા મારા કે હું ગણી પણ નથી શકતો. ?


દોસ્તારો પણ એવા કે સાલું મને પણ વટી જાય ,મારા કરતાં પણ વધારે ટેલેન્ટ વાળા મનમોજીલા ....,, પણ કોઈ રમત ની મજા જ સાલું ત્યારે આવે જ્યારે હરિફાઈમાં હરીફો આપણ ને ટક્કર આપે એવા હોય.

અને મજા ની વાત તો એ છે કે મારે તો મારા પરમ મિત્રો ગોતવા નહોતાં જવા પડતા કારણ કે મારે તો ભાઈઓજ એટલા છે.?‍?‍?‍?

અમે કુલ મળીને ૮ ભાઈઓ છીએ . એમાં સગાં ભાઈ તો અમે બે જ છીએ પણ મારા બીજા ૬ ભાઈ સગાં ભાઈઓ કરતા કમ પણ નથી .

આ બધાજ ભાઈઓ માં હું સૌથી વચ્ચે નો ભાઈ ,અને એટલે જ હું એક ત્રાજવાં ના કાંટા નું કામ કરું સું ,,બધા ભાઈઓ ને એક સરખા રાખવાં એ પણ મારી જિમ્મેદારી છે.

એ વખત નો અને અત્યારનો પણ મારો પરમ મીત્ર અને ભાઈ ,મારા કાકાનો દીકરો મિતેશ છે.

આમ તો અમે કોઈ બહુ સુખી કુટુંબ થી પણ નથી ,,,પણ અમારું કુટુંબ એવું કોઈ ગરીબ પણ નથી .

મારું બાળપણ કોઈ શહેર માં વીતેલું નથી !!
કારણ કે હું એક નાનકડા ગામડાં માં થી બિલોંગ કરું છું ..પણ મારાં અનુભવ થી હું કહું તો ગામડાં ના બાળપણ જેટલી મજા શહેર ના બાળપણ માં કોઈજ દિવસ ના આવે .

કારણ કે , શહેર ના બાળપણ માં ફક્ત ભણતર નો ભાર ઓછો કરવા માટે જ બહાર હરવા ફરવા અને રમવા જઈ શકાય ,,,પણ અહીં ગામડાં માં અમારે કોઈજ ભણવાનો ભાર નહોતો ,,,હા દફતર જરૂર ભારે હતું? .

કારણ કે અમને ભણતર માં દબાવ આપવા વાળા લોકો ફક્ત આમને સ્કૂલે જવા સુધીની જ શિખામણ આપતા .?

હું એવો વિદ્યાર્થી હતો કે જે પરીક્ષા ના દિવસે પણ નહોતો વાંચતો ,,,,?. કારણ કે એ ટાઈમે વાંચવાં જાઉં તો મારી કાપલી બનવા નો ટાઈમ બરબાદ થઈ જાય ?.અને પરીક્ષા માં ચોરી ના કરું તો ફેલ થાઉં ,,,પણ ઉપર વાળા ની દયા હતી કે ૧ થી ૧૧ ધોરણ સુધી પરીક્ષા માં ફેલ નથી થયો ,પણ ! એન્ડ માં જ ૧૨ માં ધોરણ માં નાપાસ થવું પડ્યું ,,,,,,,,,ઈનું કારણ આગળ કોઈક વખત લખીશ ...પણ આપણે તો બાળપણ ની વાત ચાલુ હતી ...

તો અમે ભણતર માં તો વિક હતાં કારણ કે કોઈજ કહેવા વાળુ નહોતું કે વાંચો ..

મજા ની વાત તો એ છે કે અમે એ વખતે જેટલી પણ રમતો રમતા એ બધીજ લગભગ સિજનેબલ જ હતી ,, બધીજ રમતો ની અલગ અલગ સિજનો હતો .?.

અમારી રમતો ગણાવું તો...
ગિલી દંડો
ચોર પોલીસ
નવરાત્રી માં ફોટા ની રમત
લખોટી ની રમત
ધૂળ ની ઢગલી ની રમત
લાકડા દાવ
સંતાકૂકડી
ઠીબડા દાવ
ગાડી અને ખટારા ની રમત
આંબલી પીમપડી
અડવા દાવ
ભમરડા ની રમત
લંગડી ની રમત
આંધળો પોપટ
હૉકી ( દેશી સ્ટાઈલ માં )
ક્રિકટ
કબડ્ડી
?????????
અને બીજી આવી કેટલીય રમતો છે જે મને હાલ યાદ પણ નથી આવતી ,,,....
આજ કાલના બાળકો એ અમૂક રમતો ના નામ પણ નહિ સાંભળ્યાં હોય. ?

વાત કરું એ દિવસો ની કે જ્યારે અમે ગીલી દંડો ની રમત રમતા . ,,,, અા રમત અમે સિયાળા ની સવાર માં રમતા . એનો ટાઈમ સવાર ના ૮ વાગે થી સ્કૂલે જવાના ટાઈમ ૧૦ વાગ્યાં સુધી ,,,,અને સાંજે સ્કૂલે થી છૂટી ને ડાયરેક્ટ દફતર દાદીના ખાટલા માં નાખતા અને સીધા તળાવના ગ્રાઉન્ડ માં ...?

અમારું ઘર નો એરિયા તળાવના કિનારાં ની નજીક જ હતો ,,,એટલે અમારું પ્લે ગ્રઉન્ડ પણ તળાવ જ હતું .

અમારો સવારનો રમવાનો ટાઈમ એટલે જ સાચવતો કેમ કે અમે બધા મિત્રો એક સાથે બે નંબર જતા .?,,,,,કેમ કે ઘરે શંડાસ હોવા છતાં અનુમતિ નહોતી ??.....?. ,,, એટલેજ તળાવની પાછળ ખુબજ જંગલ જેવો એરિયા હતો ત્યાં મોસ્ટ ઓફ પબ્લિક બે નંબર માટે ત્યાં જ જતી .

,,,,,,,,,,ઉદારતા રાખી ને કહું છું જે સાચું જ છે ?

પછી અમે બે નંબર પતાવી ને સીધા ગ્રાઉન્ડ માં આવી જતા ,, એ પણ બધાં એક જ ટાઇમ માં?,,,,,,કારણ કે રમત રમતા પહેલા બે ટીમ પડવાની હોય એટલે ,,,,અને જો કોઈ બાકી રહી જાય તો એને કોઈ એણે પાર્ટનર ગોતી ને લાવવાનો રહેશે ,.

પછી અમારી રમત ચાલુ થાય અને હું સારો ખેલાડી હોવાથી લેટ પણ પડું તો બીજા ખેલાડી ને નીકળી ને પણ મને રમત માં એન્ટ્રી મળી જ જાય.

રમત માં મુખ્ય સાધન ફક્ત લાકડા ની મોય અને એક અઢી ફૂટ લાંબો દાંડીઓ...મતલબ માપ નો ધોકો ?. રમત ના નિયમો તો ખૂબ જ વધારે છે એટલે એ બધું છોડી મૂકીએ ,,, આપણી વાત માં આગળ વધીએ ....

બીજી બધી રમતો વિશે ઊંડી માહિતી નહિ આપી શકું પણ મને જેમાં વધારે ઇન્ટ્રેસ્ટ્ હતો એની વાત કરું તો લખોટી ની રમત માં હું એક દમ કાચો હતો તેમ છતાં,,,,! મને એ રમત ખુબજ ગમતી . આ રમત અમે ઉનાળા ના સમય માં રમતા,,,, એ ત્યારે લગભગ સ્કુલ માં થી ઉનાળા નું વેકેશન પણ હોય છે,,,, આ રમત માટે કોઈ મોટું ગ્રાઉન્ડ પણ નહોતું જોઈતું અને પ્રચંડ ગરમી ના લીધે કોઈ સારા ઝાડ નીચે પણ અમે રમી લેતાં .

ઉનાળું વેકેશન હોવાથી બધાજ બપોરે એકદમ ફ્રી જ હોતા ,,,તો અમારા ગામ માં તળાવ ના કિનારે મોમાઈ માતાજી નું મંદિર છે ?,,,અને મંદિર ના ગ્રાઉન્ડ માં ખુબજ મોટો વડ ?સે, હાલ પણ છે,,,,,તો અમે બપોરના ટાઈમ માં એ વડ નીચે રોજ રમવા જતા. અને ત્યાંજ આંબલી પિંપલી ની રમત રમતા. અમે મજા ની વાત તો એ છે કે પેલા ટા ર ઝ ન ની જેમ એક ડાળ થી બીજી ડાળ કૂદતાં.??.,,,,અને ખરેખર એ ટાઈમ ખુબજ મજા આવતી.

વાત કરું સ્કુલ ની તો હું ઈત્તર પ્રવૃત્તિ માં ખુબજ રસ ધરાવતો હતો. અમારી સ્કુલ માં સવાર માં પ્રાર્થના થતી અને એમાં રોજ આંખો બંદ કરવી પડતી? ,,એટલે અને ૩-૪ મિત્રો એ મળી ને વિચાર્યું કે સાલું આનું કઈક કરવું પડશે ,,,,,અને અમે એવું કામ પસંદ કર્યું કે જેથી આંખો બંદ ના કરવી પડે ,,,,,તો એ કામ હતું મુતરડી સાફ કરવાનું ???. અને નાના નાના છોડવાઓ ને પાણી પાવાનું.

ઓકે મારા મિત્રો હજું મારા બાળપણ થી અત્યાર સુધી નો બીજો ભાગ બાકી સે એ થોડા દિવસો માં જ રીલીઝ કરીશ.......

વાંચવાં બદલ ધન્યવાદ ??????

___________||||||||||||||||||||||_______________