કોઈ થાકી પણ જાય છે..
જીવનની અદભૂત રચનાઓ વાંચવા આજે યુટ્યુબ ચેનલ અને મારા પેજ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો
ધન્યવાદ..
કેટલી અદભૂત છે ને આ જીવન પણ લોકો વસ્તુની જેમ માણસનો ઉપયોગ કરી રહ્યા છે,કચરાની જેમ ભગવાનની મસ્તી કરી રહ્યા છે, જોવા વાળા આંધળા બની રહ્યા છે,અને વિરોધ કરનારને સજાઓ મળી રહી છે.
સબંધો પણ ક્યાંક આવી રીતે જ ઉપયોગમાં લેવાય છે, આંધળા બની રહેલ બીજાની લાગણી તોડે છે,અને વિરોધ કરનારને દંડ મળે છે,
માણસની ઓળખ સબંધમાં વિશ્વાસના આધારે થતી હોય છે,
કોઈ છોળીને પાછું આવે છે તો વાંક પોતાના બદલે એનો કાઢવામાં આવે છે,એની લાગણી ને ખોટી સમજીને તેમને ધિક્કારવામાં આવે છે,એને અપમાનિત કરી જવા દેવામાં આવે છે,
કોઈ માણસ એવી રીતે કેમ નથી સમજી શકતું કે કોઈ પોતાનું અપમાન ભૂલી પોતાની તૂટેલી લાગણી લઈ તમારી પાસે આવ્યું છે તો તેમનો દિલથી સ્વીકારવામાં આવે છે, શા માટે તેમની સાથે ગૈર વર્તન કરવામાં આવે છે ?
શા માટે બીજી વખત તેમની લાગણીની મજાકો ઉડાવવામાં આવે છે ?
શા માટે વ્યક્તિનો પ્રેમ એક રમકડાંની ચવીની જેમ વાપરવામાં આવે છે ?
શા માટે જરૂરીયાતની લસરપટ્ટી બનાવવામાં આવે છે?
કોઈ માણસ પોતાનો સંપૂર્ણ દર્દ ભૂલી તમને પહેલા જેવો પ્રેમ કરી શકે છે પહેલા જેવી લાગણી લાવી શકે છે તો કેમ તમે એના માટે પહેલા જેવા ના બની શકો ?
કેમ તમે એની ભૂલો ને યાદ રાખીને તેમની લાગણી સાથે ખિલવાડ કરો ?
ભૂલ એકની તો હોતી નથીને ?
તાળી તો હમેશા બન્ને હાથેથી જ પડેને ?
આજનો વ્યક્તિ કેમ સમજી નથી શક્તો ?
કોઈ થાકી પણ જાય છે.
કોઈ થાકી પણ જાય છે.
કોઈ તમને રડાવી રડાવીને સંપૂર્ણ તોડી નાખે છે ત્યાં કેમ પ્રેમનો વરસાદ કરો છો ?
કોઈ તમારા માટે પોતાનો સમય નથી જોતો તમને પ્રેમ કરે છે તો કેમ ત્યાં નફરતના વૃક્ષને વાવો છો ?
જ્યારે બદલવાનું હતું ત્યારે તમે પ્રેમ વરસાવાનો રાખ્યો,અને જ્યારે કોઈ પ્રેમ કરનાર આવ્યું ત્યારે તમે બદલીને દેખાડો છો.
કોઈ પોતાના હક અને પ્રેમ માટે પાછું આવ્યું છે અને તમે જીવવાના તેજ રીત છીનવી લીધી ?
કોઈ પ્રેમ પામવા તમારી ઉપેક્ષા રાખે છે અને તમે તે જ વસ્તુથી જીવ વગરનો કરી દિધો,
અરે એવું તો ક્યું પાપ છે સાહેબ કે પ્રેમની સઝા તમે એવી રીતે આપો છો.
ક્યારેક તો સમય રાખી વિચારીને સમજો,
કોઈ થાકી પણ જાય છે.
કોઈ થાકી પણ જાય છે.
એક વાત શાંતિથી વિચારજો,
કોઈ બીજા દગો કરીને જાયને તો ત્રીજા લોકો ક્યારેક સાચા હોય છે અને મોકો દેવામાં કઈ વાંધો નથી,
કોઈ વ્યક્તિ પાસે હજારો હોવા છતાં પાછો આવે છે તો એ વ્યક્તિ માટે તમે ખૂબ મહત્વના છો,
અને કોઈ પાસે કોઈ એક આવવાથી તમને ભૂલી જાય છે તો માત્ર સમય પસાર કરવા માટે આવે છે,
કોઈ હજારને મૂકી તમારા પાસે આવ્યો છે તો તેમનો પૂરી આત્માથી સ્વીકાર કરિલોને,
સમજી પણ જાવ હવે,
કોઈ થાકી પણ જાય છે,
કોઈ થાકી પણ જાય છે.
ક્યારેય દિલનું માનતા હોવ ને તો એ દિલને જ પૂછી લેજો કે આ પાછો આવ્યો છે શું કરવું,?
ધોખો ખાધા બાદ પણ જો તમે એને પ્રેમ કર્યો જ હસે તો દિલ પણ કહેશે આ સાચો છે એક વખત મોકો આપી દે.
લાગણીને સમજવા માટે દિલની જરૂર પડે છે આત્માની નહિ,
આત્મા તો માત્ર સાચો જવાબ આપવા માટે હોય છે પણ કોઈ આત્મા રૂપી પ્રેમ આપે છે તો એને સમજવામાં વાર નહિ કરતા કેમ કે યોગ્ય વસ્તુ યોગ્ય સમય સુધી જ નિમિત્ત હોય છે અને યોગ્ય વ્યક્તિ એવો પાસે બીજી વખત આવતો પણ નથી,
લાગણીને ને પ્રેમને સમજી ભરોસો કરી આગળ વધજો આવા સબંધો માં અને સમજવાની કોશિશ કરજો, છોળીને ચાલ્યા ના જતાં,
કેમ કે કોઈ થાકી પણ જાય છે.
કોઈ થાકી પણ જાય છે
લેખક ધવલ રાવલ
૯૧૭૩૫૦૯૨૩૫