The dark secret - part 11 in Gujarati Horror Stories by Pooja books and stories PDF | ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૧

The Author
Featured Books
Categories
Share

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૧

બીજા દિવસ ની સવાર આસ્થા ના માટે ખુબ જ મહત્વ ની હતી. આખી રાત આસ્થા ના મન માં જાત જાત ના વિચારો આવતા રહ્યા પણ સવાર ના જ્યારે તે ઉઠી ત્યારે તેના ચહેરા પર મક્કમતા હતી ને ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે ની હિંમત હતી.
આસ્થા નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. તેણે તેના મમ્મી નો જ એક ફોકૅ પહેર્યો હતો. ગુલાબી રંગ ના ઘુંટણ સુધી ના સિલ્વલેસ ફોકૅ માં આસ્થા સુંદર દેખાય રહી હતી. તેણે ખભા સુધી ના વાળ ખુલ્લા રાખ્યા હતા. તે તૈયાર થઈને મિસિસ સ્મિથ પાસે ગઈ તો તે એક પળ તો તેની સામે જોઈ જ રહૃાા.
તેમણે આસ્થા નો ચહેરો પોતાના હાથ માં લઈને તેના કપાળ પર કિસ કરતા કહ્યું," આજે તું રોઝી જેવી જ લાગે છે. એક પળ માટે તો મને પણ એમ થયું કે મારી સામે રોઝી ઉભી છે."
આસ્થા એ હળવું સ્મિત કર્યું.
મિસિસ સ્મિથ એ ડરતા કહ્યું," પણ તને જોઈને જોસેફ કેવી રીતે રીએકટ કરશે મને તે ચિંતા થાય છે. તે તને રોઝી સમજીને કંઈ વિચિત્ર વર્તન ન કરી લે. તું ખરેખર તેને મળવા માંગે છે ?"
" હા, મને એકવાર તેમને મળવાની ઈચ્છા છે." આસ્થા એ વિનંતી કરતા કહ્યું.
" આપણે પહેલાં ડોક્ટર ની પરમિશન લેવી પડશે પછી તેને મળી શકશું." મિસિસ સ્મિથ એ કહ્યું.
" ઠીક છે " આસ્થા એ કહ્યું. બંને જણા નાસ્તો કરીને મેન્ટલ હોસ્પિટલ જવા નીકળી ગયા.
આસ્થા ના દિલ માં અજીબ બેચેની અને ડર હતો. તે બહાર થી સ્વસ્થ લાગી રહી હતી પણ અંદર થી ખુબ ડરેલી હતી .
આસ્થા પહેલી વખત મેન્ટલ હોસ્પિટલ જઈ રહી હતી. તેની ઉંચી ઉંચી દિવાલો જોઈને આસ્થા ને થોડી ગભરાહટ થવા લાગી.એક મોટો ગેટ ક્રોસ કરીને બંને અંદર દાખલ થયા. અંદર એક તરફ બગીચો હતો. જ્યાં થોડા દર્દી ઓ આંટા મારી રહૃાા હતા. આસ્થા એ મિસિસ સ્મિથ નો હાથ પકડી લીધો. મિસિસ સ્મિથ એ આસ્થા ને આંખો થી જ સધિયારો આપ્યો. મોટું કમ્પાઉન્ડ હતું. ત્યાર પછી હોસ્પિટલ ની બિલ્ડિંગ હતી.
આસ્થા ને મિસિસ સ્મિથ હોસ્પિટલ ની બિલ્ડિંગ માં દાખલ થયા. હોસ્પિટલ મોટી હતી ને તેનું બાંધકામ જુનું હતું.
મેન્ટલ હોસ્પિટલ માં ડો. પ્રશાંત જોસેફ નો કેસ સંભળાતા હતા. તે મોટી વયના માયાળુ અને હોશિયાર ડોક્ટર હતા. તે દરેક માનસિક રોગી ની ખુબ પ્રેમ ને લાગણી થી સારવાર કરતાં હતાં. આસ્થા ને મિસિસ સ્મિથ તેમના કેબિન માં જઈને બેઠા. હોસ્પિટલ નો સ્ટાફ મિસિસ સ્મિથ ને સારી રીતે જાણતો હતો.
ડો પ્રશાંત થોડી જ વારમાં આવવાના હતા. આસ્થા થોડી ડરી ને ગભરાઈ ગઈ હતી.
" ગુડ મોર્નિંગ , સુઝાન " એક પ્રેમાળ ને ઘેરો સ્વર સંભળાયો ને તે સાથે આસ્થા ને મિસિસ સ્મિથ એ પાછળ ફરીને કેબિન ના દરવાજા તરફ જોયું. એક મોટી વયના ઉંચા કદ કાઠી વાળા વ્યક્તિ ત્યાં ઉભા હતા. તેમના ચહેરા પર નિર્દોષ સ્મિત હતું.
" ગુડ મોર્નિંગ , ડોકટર" મિસિસ સ્મિથ એ સ્મિત કરતાં કહ્યું. તેમનું ફર્સ્ટ નેમ સુઝાન હતું.
ડોક્ટર પ્રશાંત કેબિન માં દાખલ થયા. ને પોતાની રિવોલ્વિગ ચેર પર બેસતા બોલ્યા," આ યંગ લેડી કોણ છે ?"
પછી એક ઘડી આસ્થા સામે જોઈને બોલ્યા," લેટ મી ગૅસ. યસ..
તું રોઝી ની દીકરી હશે."
આસ્થા નવાઈ થી તેમની સામે જોઈ રહી.
" હા ડોક્ટર. આ રોઝી ની દીકરી આસ્થા છે." મિસિસ સ્મિથ એ કહ્યું.
" આસ્થા, ડોક્ટર વર્ષો થી જોસેફ નો કેસ સંભાળે છે. તેમને જોસેફ ની હિસ્ટ્રી ખબર છે. એટલે તને તરત ઓળખી ગયા." મિસિસ સ્મિથ એ આસ્થા તરફ જોતા કહ્યું.
આસ્થા એ ડોક્ટર સામે આછું સ્મિત આપ્યું.
" ડોક્ટર , જોસેફ કેમ છે ?" મિસિસ સ્મિથ એ કહ્યું.
" વેલ, તેની કન્ડીશન એવી ને એવી છે. કોઈ સુધારો નથી. મિસિસ ડીસોઝા ને મળ્યા પછી પણ કોઈ સુધારો નથી થયો." ડોક્ટર એ કહ્યું.
" શું હું તેમને મળી શકું ?" આસ્થા એ પુછ્યું ‌.
" મને લાગે છે કે કદાચ તને જોઈને તે કોઈ રિસ્પોન્સ કરે. યુ શુડ મીટ હીમ" ડોક્ટર એ ઉત્સાહ થી કહ્યું.
" ડોક્ટર , આમાં કોઈ રિસ્ક તો નથી ને. મને આસ્થા ની ચિંતા થાય છે. " મિસિસ સ્મિથ એ કહૃાું.
" વેલ, આ જોસેફ પર આધાર રાખે છે. આસ્થા રોઝી ના જેવી જ લાગે છે તો તેને જોઈને જોસેફ કેવી રીતે રીએકટ કરે છે તે કંઈ ન શકાય. કદાચ તેના પર પોઝિટિવ અસર પણ થાય ને નેગેટિવ પણ અસર થઈ શકે છે. જો આસ્થા તૈયાર હોય તો આપણે આ રિસ્ક લઈ શકીએ " ડોક્ટર એ આસ્થા સામે જોતા કહ્યું.
આસ્થા બોલી," હા, હું તૈયાર છું." તેના અવાજ માં દઢતા હતી.
" ઓકે , યંગ લેડી. બટ બી કેરફુલ. જોસેફ નુ વર્તન કંઈ ઘડી એ બદલાય જાય તે કહી ન શકાય." ડોક્ટર એ કહ્યું.
" જી, હું ધ્યાન રાખીશ." આસ્થા એ કહ્યું.
" લેટસ ગો" ડોક્ટર એ કહ્યું.
ત્રણેય જણા ઇન્ડોર પેશન્ટ ના વોર્ડ તરફ ગયા.
" આપણે ઉપર ના ફ્લોર પર જઈએ છીએ. ત્યાં વધારે સેન્સેટિવ દર્દી ને રાખવામાં આવે છે." ડોક્ટર પ્રશાંત એ સમજાવતાં કહ્યું.
ઉપર ના ફ્લોર પર અલગ અલગ રૂમ માં દર્દી ને રાખવામાં આવેલા હતા. બહાર થી રૂમ ને લોક કરવામાં આવ્યું હતું. દરેક રૂમ ના દરવાજા પર કાચ ની વિન્ડો હતી જે બહાર થી ખુલતી હતી. આ વિન્ડો દ્વારા દર્દી ને જોઈ શકાય એમ હતું.
ડોક્ટર પ્રશાંત ને જોઈને એક નર્સ તેમની પાસે આવી. ડોક્ટર બધા દર્દી ની કન્ડીશન વિશે પુછી રહ્યા હતા.
થોડી વાર પછી ડોક્ટર એ કહ્યું," સુઝાન તમે અહીં જ રહો. હું ને આસ્થા જોસેફ ને મળવા જઈએ છીએ."
" ઓકે. બટ બી કેરફુલ ડોક્ટર. આસ્થા ને કંઈ ન થવું જોઈએ." મિસિસ સ્મિથ એ ચિંતા કરતા કહ્યું.
" ડોન્ટ વરી, ગ્રેની" આસ્થા એ સ્મિત કરતાં કહ્યું.
ડોક્ટર ને આસ્થા અંદર વોર્ડ માં દાખલ થયા ને મિસિસ સ્મિથ ત્યાં રાખેલ બેન્ચ પર બેસી ગયા.
અંદર વોર્ડ માં અલગ અલગ રૂમ આવેલા હતા. આસ્થા ને ડોક્ટર અંદર દાખલ થયા તેવો એક સ્ત્રી નો ચીસો પાડવાનો અવાજ આવ્યો. આસ્થા થોડી ડરી ગઈ. ડોક્ટર એ તેને હિંમત આપી.
સામસામે એમ બે હરોળ માં રૂમ આવેલા હતા. આસ્થા ને ડોક્ટર એક પછી એક રૂમ ક્રોસ કરી રહૃાા હતા. ક્યારેક કોઈ નો રડવાનો અવાજ આવતો કે કોઈ નો જોર થી હસવાનો અવાજ આવતો હતો.
આસ્થા આ વાતાવરણ થી ગભરાઈ ગઈ હતી પણ હિંમત રાખીને આગળ વધી રહી હતી. એક દર્દી એ આસ્થા ને પોતાના રૂમ ની વિન્ડો માંથી જોઈને તેની સામે બિભત્સ ચેનચાળા કર્યા. આસ્થા આ જોઈને છળી ઉઠી.
ડોક્ટર એ તેનો હાથ પકડ્યો ને સાંત્વના આપી. બંને અંદર થોડા અંધારા માં આવેલા એક રુમ પાસે જઈને ઉભા રહૃાા.
ડોક્ટર એ કાચ ની વિન્ડો માંથી અંદર જોયું. અંદર એક ખુણામાં એક માણસ ઘુંટણ માં ચહેરો સંતાડી ને બેઠો હતો. તેણે મેન્ટલ હોસ્પિટલ ના દર્દી ને પહેરવાનો પોષાક પહેર્યો હતો.
" જોસેફ, જો તો આજે તને કોણ મળવા આવ્યું છે !!" ડોક્ટર એ લાગણી થી કહ્યું.
" જતાં રહો..મને કોઈ ને મળવું નથી." તેણે ચહેરો ઉંચો કર્યા વગર ગુસ્સામાં કહ્યું.
" એક વાર જો તો ખરા." ડોકટર એ ફરી કહ્યું.
જોસેફ એ કોઈ જવાબ ન આપ્યો.
ડોક્ટર એ આસ્થા ને આંખ થી ઈશારો કર્યો. આસ્થા કાચ ની વિન્ડો પાસે આવી ને બોલી," તમે મને પણ નહીં મળો?"
આસ્થા નો મીઠો અવાજ સાંભળી ને જોસેફ એ માથું ઉંચું કર્યું. તેના ચહેરા પર સફેદ દાઢી હતી ને આંખો માં લાલાશ હતી. એક સમયે હેન્ડસમ લાગતો આ ચહેરો સમય ની થપાટો ખાઈ ખાઈને ઝંખવાઈ ગયો હતો. તેણે એક પળ આસ્થા સામે જોયું. પછી તે વિચિત્ર રીતે હસ્યો ને તેની આંખો માં ગાંડપણ છલકાઈ રહૃાું હતું. તે દોડતો આસ્થા તરફ ધસી આવ્યો.
આસ્થા ડરીને પાછળ ખસી ગઈ.‌ ડોક્ટર એ કહ્યું," આસ્થા, રિલેકસ. તે બહાર નહીં આવી શકે."
જોસેફ એ કાચ ની વિન્ડો પાસે હાથ રાખ્યો ને આસ્થા ને હાથ થી પાસે આવવાનો ઈશારો કર્યો.
આસ્થા એ ડોક્ટર સામે જોયું. ડોક્ટર એ ડોક હલાવી ને હા પાડી.‌
આસ્થા નજીક ગઈ. કાચ ની વિન્ડો માંથી જોસેફ એકીટશે આસ્થા સામે જોઈ રહ્યો. તેની આંખો માં ગાંડપણ ની જગ્યા એ સ્નેહ છલકાઈ રહ્યો હતો. તેણે હાથ થી વિન્ડો ખોલવાનો ઈશારો કર્યો.
આસ્થા એ ડોક્ટર સામે જોયું. ડોક્ટર એ હા પાડી. આસ્થા એ ધ્રુજતા હાથે વિન્ડો ખોલી.
જોસેફ આસ્થા ને ધ્યાન થી જોઈ રહ્યો હતો.
આસ્થા નું ધ્યાન રૂમ ની દિવાલો પર ગયું તો ત્યાં તેણે જોયું કે એક જગ્યાએ રોઝી નું નામ લખેલું હતું. બીજી જગ્યાએ જોકર દોરેલો હતો. તેના ચહેરા પર ચોકડી મારેલી હતી. આસ્થા એકીટશે આ જોઈ રહી હતી.
ત્યાં જોસેફ એ આસ્થા નો હાથ પકડી લીધો. આસ્થા થોડી ડરી ગઈ પણ ડોક્ટર એ તેને શાંત રહેવાનું કહ્યું.
તેણે આસ્થા ના ચહેરા પર હાથ ફેરવ્યો ને આંખો માં જોયું. તેના ચહેરા પર સ્મિત આવ્યું પણ એક પળ માં જ તે અદશ્ય થઈ ગયું. જોસેફ ના ચહેરા પર ક્રોધ ના ભાવ આવી ગયા. તેણે આસ્થા ના હાથ પર ની પકડ મજબૂત કરતા કહ્યું," તું રોઝી નથી.."
તેણે મજબુતાઈ થી આસ્થા ના હાથ પકડી લીધા હતા. આસ્થા ને દર્દ થવા લાગ્યું. જોસેફ એ ચીસો પાડવાની ચાલુ કરી દીધી.
ડોક્ટર એ જલ્દી થી ત્યાં રાખેલ ઈમરજન્સી બટન દબાવ્યું. તે સાથે બે વોર્ડ બોય ને નર્સ આવી ગયા. જોસેફ આસ્થા નો હાથ છોડતો નહોતો. આસ્થા ના હાથ માંથી લોહી નીકળવા લાગ્યુ. તે એક જ વાત કહેતો હતો," તું રોઝી નથી" વોર્ડ બોય એ આસ્થા નો હાથ છોડાવ્યો . પણ જોસેફ ની ચીસો ચાલુ જ રહી. ડોક્ટર રૂમ ખોલીને અંદર દાખલ થયા. વોર્ડ બોય એ જોસેફ ને પકડી રાખ્યો હતો છતાં તે કાબુ માં ન હતો. તેના પર જુનુન સવાર હતું.
આસ્થા હિંમત કરીને બોલી," હું રોઝી ની દીકરી આસ્થા છું " આ સાંભળતા જોસેફ શાંત થઈ ગયો. તે બોલ્યો," આસ્થા.."
" હા " આસ્થા એ કહ્યું. પણ ત્યાં સુધીમાં ડોક્ટર એ ઘેન નું ઇન્જેક્શન જોસેફ ને આપી દીધું. જોસેફ એટલું જ બોલી શક્યો," તે પાછો આવશે. બધા ને મારી નાખશે. " આટલું બોલતાં તે નિદ્રા માં સરી પડ્યો.
ડોક્ટર ને આસ્થા વોર્ડ ની બહાર આવી ગયા. આસ્થા ના હાથ માં લોહી જોઈને મિસિસ સ્મિથ ડરી ગયા. આસ્થા એ નર્સ પાસે હાથ પર પટ્ટી કરાવી ને મિસિસ સ્મિથ ને બધી વાત કરી.
આસ્થા ને મિસિસ સ્મિથ ડોકટર પાસે ગયા. આસ્થા એ કહ્યું," ડોક્ટર, તમને શું લાગે છે ?"
" મને લાગે છે કે તારે હજી એક વાર તેને મળવું જોઈએ " ડોક્ટર એ કહ્યું.
" ડોક્ટર, જોસેફ અંકલ એ મારા પર હુમલો કર્યો તો ગ્રેની એટલે કે મિસિસ ડીસોઝા પર પણ હુમલો કર્યો હતો ?" આસ્થા એ પુછ્યું.
" ના, જોસેફ આમ એકદમ નોર્મલ રહે છે પણ તેને અમુક સમયે ઈમોશનલ એટેક આવે છે ત્યારે તે જુનુની અને હિંસક બની જાય છે. તેના મન પર રોઝી ના ડેથ ની ઉંડી અસર થઈ છે.‌ અને બીજી કોઈ વાત કે ઘટના છે જે તેને અશાંત કરે છે ‌ . પણ તે શું છે તે ખબર નથી " ડોક્ટર એ કહ્યું.
" તમને ખબર છે તેમણે ગ્રેની જોડે શું વાત કરી ?" આસ્થા એ પુછ્યું.
" ના, તે એકલા જ જોસેફ ને મળ્યા હતા. ત્યારે જોસેફ નુ વર્તન એકદમ સામાન્ય હતું." ડોક્ટર એ કહ્યું.

" પણ આસ્થા હવે જોસેફ ને નહીં મળે. જોસેફ એ એકવાર આસ્થા પર હુમલો કર્યો તે ફરી પણ કરી શકે છે." મિસિસ સ્મિથ એ કહ્યું.
" ના સુઝાન, જોસેફ ને જેવી ખબર પડી કે આસ્થા રોઝી ની દીકરી છે. તેમ તેનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. મને લાગે છે કે આસ્થા એ ફરી તેને મળવું જોઈએ." ડોક્ટર એ કહ્યું.
ત્યાં આસ્થા ના ફોન ની રીંગ વાગી. આસ્થા એ જોયું તો મોહિત નો ફોન હતો. આસ્થા એ કહ્યું," એકસકયુઝ મી " તે બાજુ પર ગઈ.
તેણે જેવો ફોન રિસીવ કર્યો તેવો મોહિત નો અવાજ સંભળાયો ," આસ્થા, તું જલ્દી પાછી આવ. ફઈ ની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે."
આ સાંભળી ને આસ્થા ને આધાત લાગ્યો.
********************
તમારા પ્રતિભાવો જરૂર થી આપજો...