બે ડગલાં પાછળ ખસેલ શંકરની જમીન આસમાન જાણે એક થઈ ગયા.
એવું તો શું તેણે જોઈ લીધું હશે ?
જાણવા આગળના ભાગમાં સફર કરીએ.
વારસાગત પ્રેમ - ભાગ ૬
એક પુરુષ ક્યારેય જલ્દી તૂટતો નથી, શાયદ કુદરતી બક્ષિસ છે, સ્ત્રીની સહનશક્તિ અને પુરુષની હિંમત બન્ને અખંડ છે તેનો કોઈ છેડો માપવો મુશ્કેલ છે, આજે એ જ હિંમત ભરેલ શંકર તૂટતો જણાઈ રહ્યો છે. આંખમાંથી આંસુની ધાર અને ધ્રુજારી પરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું હતું કે શંકરને પસ્તાવો થઈ રહ્યો છે પોતાના પર,
પરંતુ શંકર ઉભો થયો આંસુ લૂછયા અને ઝડપથી દરવાજે જઈને ધડામ.... ધડામ... એમ ચારથી પાંચ લાતો પછાડી દરવાજો ઉપરના નકુચા દ્વારા બંધ હશે તેથી ખુલી ગયો, દરવાજાના ખુલતાની સાથે જ રસોડાને અડકીને દીવાલની જમણી બાજુ નંદિની અજાણ્યા પુરુષ સાથે આંખો બંધ કરી યૌવનની એ પળોને માણી રહી હતી,
આવી તરબોળ જીવનની પ્રેમ ભરી સૌગાતની પળોમાં શંકરે
ગુસ્સામાં નંદિનીના વાળ પકડીને ખેંચી એટલે બન્ને સફાળા ભાનમાં આવી ગયા.
શંકર બોલ્યો, " સાલી તને તો હું જોઉં છું, પહેલા તું બોલ મ***
કોણ છે તું?? "
તને ખબરે છે
આ કોણ છે?
હિંમત કેવી રીતે કરી તે?
મારા ઘરમાં ઘૂસવાની..
આમ બે ચાર વાક્યો કહીને શંકર એ પેલા અજાણ્યા વ્યક્તિને ચાર પાંચ લાફા ઝીંકી દીધા સામસામે હવે ગૃહયુદ્ધ થવાનું હોય એમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કારણ કે એ જ ગુસ્સામાં સામેવાળો પેલો વ્યક્તિ પણ લડી લેવા તૈયાર હતો,
તેણે પણ જવાબ આપ્યો,
" હું અને નંદિની એકબીજાના પ્રેમમાં છીએ અને રહીશુ થાય એ કરી લેજે",
એટલું કહી તે ઘરની બહાર નીકળી ગયો.
શંકર પણ તેની પાછળ જઇ કઈક કરવા જતા નંદિની સામે જોયું અને પગ થંભાવી દીધા. કોણ જાણે કયા પાપનો ગુનો ભગવાન તે મને આપ્યો આજે ?
એમ કહી રહેલો શંકર
નંદિની પાસે ગયો,
નફરતની છેલ્લી કક્ષાએ આજે શંકર નંદિની પ્રત્યે જોઈ રહ્યો હતો પરંતુ પોતાના આવેગોને કાબુમાં રાખી શંકર ધીમેથી બોલ્યો, " નંદિની શુ સાચું છે આ બધું?? "
આંસુઓના ડુસકા ભરતી નંદિની બોલી ના શંકર......
ના....
હું ડરી ગઈ હતી,
તે અહીંયા બે દિવસ પહેલા આવ્યો હતો અને મને ધમકી આપીને ગયો હતો કે
તે જેમ કહેશે એમ નહિ કરે તો એ મારા પરિવારને મારી નાખશે એટલે
હું ડરી ગઈ હતી અને તેના વશમાં થઈ ગઈ,
શંકર.....
મેં તને આ વાત કહેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ના કહી શકી.
મને ખબર છે હવે તને મારા પર વિશ્વાસ નથી રહ્યો પણ હું સાચું કહું છું.
નંદિનીનો આવો જવાબ સાંભળી શંકર બેવાક બની ગયો, તેણે શુ વિચાર્યુ ને શુ હતું,
શંકર હજી પણ નંદીનીને માફ કરી શકવાના મૂડમાં નહોતો પણ તેની નિર્દયી આંખો તરફ જોઈને તેનું મન પીગળી ગયું અને આ વાત પર આગળ કઈ પણ બોલ્યા વિના પૂર્ણ વિરામ આપી દીધું, ત્યારપછી પેલો માણસ ક્યારેય દેખાયો નહિ.
આટલી વાત કરી શંકર એ લક્ષ્મણકાકાને કહ્યું, કાકા ભૂલ મારી જ છે મેં જ એ સમયે વિશ્વાસ કરી લીધો આ પીશાચીની પર મને શું ખબર આવી નીકળશે.
લક્ષ્મણકાકાનો પણ શક ઊંડો થવા લાગ્યો અને આશ્વાસન આપતા બોલ્યા, " બેટા ! શંકર ચિંતા ના કરીશ તારી સાથે અન્યાય નહિ થાય અમે છીએ ને તારી સાથે, ન્યાય કરવામાં આવશે અને જેની ભૂલ હશે તેને આકરી સજા પંચાયત દ્વારા કરવામાં આવશે.
શંકરે પણ લક્ષ્મણકાકાના આવા આશ્વાસનને હાકારો આપીને રજા લેવા કહ્યું.
આપના આ લેખકને પ્રતિભાવ તથા સલાહ સુચન માટે જણાવો,
આપનો એક મેસેજ મને ઘણું પ્રોત્સાહિત કરશે.