Aryariddhi - 19 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૧૯

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૧૯

આગળ ના ભાગમાં જોયું કે નિમેશભાઈ રિધ્ધી ના માતાપિતા અને આર્યવર્ધન ના માતાપિતા નો ભૂતકાળ તથા આર્યવર્ધન દ્વારા તેના માતાપિતા અને રિધ્ધી ના માતાપિતા ની હત્યા કરવામાં આવી તે વાત પાર્થ અને મીનાબેન ને જણાવે છે. બીજી બાજુ રિધ્ધી આર્યવર્ધન તરફ આકર્ષાય છે પણ તે આર્યવર્ધન વિશે કઈ જાણતી નહોતી. એટલે તેની ફ્રેન્ડ ક્રિસ્ટલ તેને પોતાની સાથે આર્યવર્ધન ને મળવાનું કહે છે. હવે આગળ...

રિધ્ધી અને ક્રિસ્ટલ એક સાથે આર્યવર્ધન ના રૂમ બાજુ જાય છે. તેના રૂમ નો દરવાજો બંધ હોય છે એટલે ક્રિસ્ટલ દરવાજા પર નોક કરે છે એટલે દરવાજા ખુલી જાય છે. અને તે જોવે છે કે આર્યવર્ધન તેના મિત્ર સાથે બેસી ને તેના લેપટોપ પર કોઈ પ્રોજેકટ ની ચર્ચા કરતો હતો.

દરવાજો ખૂલવા નો અવાજ સાંભળીને તેણે દરવાજા તરફ જોયું કે રિધ્ધી અને ક્રિસ્ટલ ઉભા રહ્યા હતા એટલે તેણે તેના મિત્ર ને બહાર જવા માટે કહ્યું. એટલે રિધ્ધી અને ક્રિસ્ટલ બંને રૂમ માં આવ્યા.

રિધ્ધી ને એમ લાગતું હતું કે તેનું હૃદય અત્યારે ખૂબ જોરથી ધબકી રહ્યું હતું. આર્યવર્ધન અત્યારે નેવી બ્લુ રંગની હાફ રાઉન્ડ ટી શર્ટ અને બ્લેક નાઈટપેન્ટ માં કોઈ રાજકુમાર જેવી પર્સનાલિટી ધરાવતો હતો.

આર્યવર્ધને રિધ્ધી અને ક્રિસ્ટલ બેસવા માટે કહ્યું. થોડી વાર પછી ક્રિસ્ટલે આર્યવર્ધન ને કહ્યું કે મારી ફ્રેન્ડ ને તમારી સાથે કઈક વાત કરવી છે. એટલે આર્યવર્ધને હસી ને કહ્યું બોલો શું વાત કરવી છે.

એટલે ક્રિસ્ટલે રિધ્ધી ને કોણી મારી ને બોલવા માટે ઈશારો કર્યો. પણ રિધ્ધી ને શું બોલવું તે જ સમજાતું નહોતું. થોડી વાર રૂમ માં નીરવ શાંતિ રહી પછી આર્યવર્ધને બોલવા ની શરૂઆત કરી.

આર્યવર્ધન એ રમૂજ સાથે રિધ્ધી ને પૂછ્યું કે તમે ગુજરાતી છો ? રિધ્ધી આ વાત સાંભળી ને હસી પડી. એટલે ક્રિસ્ટલ ને હસવું આવી ગયું. એટલે આર્યવર્ધન ને પણ હસવું આવી ગયું. થોડી વાર સુધી બીજી બધી વાતો કરી.

વાતાવરણ હળવું થયા પછી આર્યવર્ધને રિધ્ધી ને ફરી થી પૂછ્યું કે તમે શું કહેવા ના હતા ? એટલે ફરી થી રિધ્ધી મુંઝાઈ ગઈ થોડી વાર પછી તેણે ધીરેથી કહ્યું કે હું આપની સાથે મિત્રતા કરવા માગું છું.

આર્યવર્ધન રિધ્ધી ની વાત સાંભળી ને ખડખડાટ હસી પડ્યો. પછી તેણે કહ્યું કે આ વાત માં આટલું બધું પરેશાન થવાની જરૂર નથી. હું તમને આજે સાંજે હોટેલ ના ગાર્ડન માં મળીશ.

આમ કહી ને આર્યવર્ધને હાથ મિલાવવા માટે તેનો હાથ લાંબો કર્યો એટલે રિધ્ધી એ પણ તેની સાથે હાથ મિલાવ્યો. પછી તે ક્રિસ્ટલ સાથે ત્યાં થી નીકળી ગઈ અને આર્યવર્ધન પણ તેનું કામ કરવા લાગ્યો. થોડી વાર પછી આર્યવર્ધન ને ફોન ની રીગટોન સંભળાઈ એટલે તેણે પોતાનો ફોન જોયો પણ તેના ફોન પર કોઈ કોલ નહોતો.

એટલે તેની નજર બેડ જોડે રહેલી ખુરશી પર પડી. તે ખુરશી પર રહેલા ફોન માં રિંગ વાગી રહી હતી. એટલે આર્યવર્ધને તે ફોન પકડ્યો ત્યાં સુધી રીગ પૂરી થઈ ગઈ પછી ફોન નું વોલપેપર પર રહેલો ફોટો દેખાયો. એ ફોટો માં રિધ્ધી એક છોકરા સાથે ઉભી હતી.

એ જોઈ ને આર્યવર્ધન સમજી ગયો કે આ ફોન રિધ્ધી નો છે જે તે અહીં ભૂલી ગઈ છે. ત્યાં જ ફરી થી ફોન માં રિંગ વાગી. ફોન માં Sweet Bro નામ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હતું એટલે તેના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ.

પણ તેણે ફોન રિસીવ કાર્યો નહીં અને તરત રીસેપ્શન પર ફોન કરીને રિધ્ધી નો રૂમ નંબર પૂછ્યો. પછી રિધ્ધી નો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને ફોન લઈને રિધ્ધી ના રૂમ તરફ જવા માટે નીકળ્યો.

રિધ્ધી ના રૂમ ના દરવાજા પાસે રૂમ નંબર જોઈને આર્યવર્ધન ઊભો રહી ગયો. દરવાજો નોક કર્યો એટલે થોડી વાર પછી રિધ્ધી એ દરવાજો ખોલ્યો. રિધ્ધી એ ન્હાવા જવાની તૈયારી કરતી હતી એટલે તેણે ફક્ત એક ટુવાલ પોતાના શરીર ફરતે વીંટાળેલો હતો.

આ જોઈ આર્યવર્ધન રિધ્ધી ને તેનો ફોન આપી ને કઈ પણ બોલ્યા વગર ત્યાં થી જતો રહ્યો. રિધ્ધી એ તેનો ફોન ચેક કર્યો ત્યારે તેને ખબર પડી ફોન સ્વીચ ઓફ હતો એટલે ફોન ને ઓન કરી ને બાથરૂમ માં જતી રહી.

બીજી બાજુ આર્યવર્ધને રૂમ આવી ને એક કોલ કર્યો તેના ભાઈ ને. અને પૂછ્યું કે તે લોકો નીકળ્યા છે કે નહિ. સામે થી જવાબ મળ્યો કે તે લોકો નીકળી ગયા છે અને સાંજે અમદાવાદ આવી જશે. પછી ફોન કટ થઈ ગયો એટલે આર્યવર્ધન ના ચહેરા પર ફરી થી એક મુસ્કાન આવી ગઈ.

મિત્રો આ ભાગ ખૂબ નાનો છે. પણ નવા વળાંક ની શરૂઆત થવાની છે એટલે હું થોડી ધીરજ રાખવા માટે વિનંતી કરું છું. અને આ નોવેલ નો આપ પૂરો આનંદ લઇ શકો એ માટે હું આપને વિનંતી કરું છું આપ એકવાર મારી બીજી નોવેલ મેઘના વાંચશો.

આ નોવેલ અંગે આપ આપના અંગત કિંમતી અભિપ્રાય મને whatsapp નંબર 8238332583 પર મને આપી શકો છો.