game of dark secerts: truth and dare - 3 in Gujarati Love Stories by Herat Virendra Udavat books and stories PDF | ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: ટ્રૂથ એન્ડ ડેર - 3

Featured Books
Categories
Share

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: ટ્રૂથ એન્ડ ડેર - 3


ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"
પ્રકરણ ૩: "માસ્ટર સ્ટ્રોક"

વિશાલ નો બધો નશો એક જ સેકન્ડમાં ઉતરી ગયો, "વોટ ધ ફક પાયલ .....! તું શું બોલે છે ,તને ભાન છે એનું?? તને કોંચા ટોરાનો કંઈક વધારે જ પડતો નશો ચડી ગયો હોય એમ લાગે છે..!"
"કોલેજમાં તને એક છોકરી બહુ જ ગમતી હતી જેના માટે તું કંઈ પણ કરી શકવા તૈયાર હતો હવે બાકીની વસ્તુ તું બોલીશ કે હું જ આ વાત પૂરી કરું..!!"
પાયલ બોલી...
અંકિત અને નિકિતા એકસાથે બોલ્યા,
"એવી કઈ છોકરી છે જે તે અમારા થી છુપાઈ વિશાલ....!!?"
વિશાલ બધી બાજુથી ફસાઈ ચૂક્યો હતો,
તેણે બોલવાનું શરૂ કર્યું..,
"સવારે ૮ વાગ્યે કોલેજમાં આવતી એ છોકરીને હું હંમેશા જોતો હતો,
પણ ક્યારેય હિંમત નહોતો કરી શકતો હું એને વાત કરવાની. એની આંખો એની સ્માઈલ દિવસેને દિવસે મને વધારે પાગલ બનાવતા હતા. બસ મારે એ જ વ્યક્તિ મારી લાઈફમાં જોઈતી હતી. એક દિવસ હિંમત કરીને એને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. ફ્રેશ ગુલાબના ફૂલ પણ હું લઈને નીકળ્યો હતો..
પણ અંકિત તારા જોડે એ છોકરીના મેરેજ ફિક્સ થઈ ગયા હતા.
'બ્લડી અરેન્જ મેરેજ'.
ભલે અનાયાસે તો અનાયાસે પણ મારા બધા સપનાઓ પર અંકિત તે ઠોકર મારી હતી એ દિવસે. કેટલાય દિવસોથી બદલો લેવાની ભાવના મારા દિલમાં ઉઠી હતી અને ૨૩ મી મેની રાતે પબમાં મેં જ્યારે નિકિતાને નશામાં ડૂબેલી જોઈ તો વેટરની નજર ચૂક કરીને તેના ડ્રિંકમાં મે રહોપિનોલ નખાવી પણ એનો ફાયદો મે ઉઠાવ્યો નથી, મારો પ્રેમ સાચો હતો લસ્ટ કે વાસના નથી અને એ ફોટા મેં એવા આબાદ રીતે લીધા કે જોનારને એવું લાગે કે બે માણસ વચ્ચે ઘણા ઇન્ટિમેટ રિલેશન છે પણ વાસ્તવમાં એવું કશું જ બન્યું નથી, એન્ડ તારા પૈસા પણ મે સાચવી રાખ્યા છે જે તારા એકાઉન્ટ માં આજે પહોંચી જશે.
પાયલ જોડે મેરેજ પછી મને લાગ્યું કે પ્રેમ પર હક કરવો બહુ જ ખોટું છે મારી ભૂલ થઈ ગઈ.
આઈ એમ સોરી કે મેં તમારા મેરેજ લાઇફ ના ઘણા મહિનાઓ બરબાદ કર્યા અને પાયલ પ્લીઝ તું મને ડાઇવોર્સ ના આપીશ,
તારી જોડે મેરેજ કર્યા પછી મે કરેલી આ ગંભીર ભૂલ મને સમજાઈ છે,
કેટલાય દિવસોથી આ વાત કરવી હતી આજે કોંચા ટૂરાના લીધે આ વાત શક્ય બની......!!"

અંકિત નો ગુસ્સો સાતમા આસમાને હતો અને નશો બધા પર હાવી હતો..
કોંચા ટૂરાની બોટલ અંકિતે હાથમાં લીધી અને ઊભો થયો, બોટલ જોરથી પછાડીને અે તરત વિશાલની તરફ વળ્યો,
"મારી લાઇફ બરબાદ કરીને તું જીવી નહીં શકે...!!!"એમ બોલતા બોલતા અને લથડિયાં ખાતા ખાતા તૂટેલી કાચની બોટલ સાથે તે વિશાલની તરફ જવા ગયો , પણ વિશાલ જોડે પહોંચતા પહેલા જ તે જમીન પર પડ્યો અને બાકીના ત્રણ પણ નશામાં ત્યાં જ ઢળી પડ્યા......!!

બીજા દિવસે સવારે નિષ્પ્રાણ જીવોમાં જાણે જીવ આવ્યો..
"ઉઠ અંકિત, આ બોટલ કેમ તારા હાથમાં છે અને એ પણ તૂટેલી...????"
નિકિતા ધીરે ધીરે બોલી...!
ત્રણે જાણા સફાળા બેઠા થયા..
બધા એકસાથે બોલ્યા,
"કાલે રાતે શું થયું હતું અહીંયા...?"
બધા જ કન્ફેશન કોચા ટૂરાના નશા ઉતરવાની સાથે જ બોટલ ની અંદર દફન થઇ ગયા હતા...!!

"આ શું લાવ્યો તો ભાઈ તું કાલે,?
કશું યાદ નથી આવતું ભાઈ...! જાણે કે કાલની મેમરી જ બધી ડિલિટ થઈ ગઈ હોય તેવુ લાગે છે...
અંકિત બોલ્યો...!

"આપણે કંઈક ગેમ રમવા બેઠા હતા પણ કઈ ગેમ એ યાદ નથી આવતી,કંઈ જ સમજાય નથી રહ્યું અંકિત........!" વિશાલ માથું ખંજવાળતા ખંજવાળતા બોલ્યો...
"અમારે ઘરે જવું જોઈએ હવે, સવાર પડી ગઈ છે....!અંકિત એ કહ્યું ...
ભાઈ આવતી વખતે થોડી ઓછી સ્ટ્રોંગ લાવીશ..!અામ કહી વિશાલે હસતા હસતા અંકિત અને નિકિતાને વિદાય આપી..!!
વિશાલ નિકિતા અને અંકિતને જતા જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે,
"કઈ રીતે આ લોકોને કહું કે મેં જ એમની સાથે બધું ખરાબ કર્યું છે; હિંમત નથી થતી ચાલતી અંકિતને આ વિશે વાત કરવાની..."

જ્યારે કારમાં અંકિત અને નિકિતા બંનેના મગજમાં વિચારો ચાલ્યા કરતા હતા,,
"અંકિતને ક્યારેક ખબર પડશે આ ફોટા વિશે તો શું થશે...? " ઠંડા પવનમાં લહેરાતા પોતાના વાળને બાંધતા નિકિતા વિચારી રહી હતી..

ઉઘતા સૂરજને જોતા જોતા અંકિત વિચારી રહ્યો હતો,
"સાલુ કોણ હશે જેના લીધે નિકિતા મારાથી આટલી દૂર થઈ ગઈ , એ વ્યક્તિને હું છોડીશ નહીં.."

જ્યારે બીજી તરફ આ તમામ લોકોના કન્ફેશન કોઈકે રેકોર્ડ કરી રાખેલા,
અને આ રેકોર્ડિંગ જોતા જોતા એક હાસ્ય ગૂંજી રહ્યુ હતુ...
"કેમ હસે છે આટલું બધું પાયલ?? "
સાવ અજાણ એવા વિશાલે નિર્દોષ ભાવે પૂછ્યું..

"કોમેડી વિડિઓ જોવું છુ, યુ ટ્યુબમાં એટલે વિશાલ,"
પાયલ બોલી, અને મનમાં તેને વિચારો ચાલી રહ્યા હતા,
"ભલે તે મારા પેરેન્ટ્સે લીધેલા દેવાને માફ કરવાની શરતે મારી જોડે બળજબરીથી મેરેજ કર્યા પણ આ રેકોર્ડિંગની મદદથી હું ખાલી ડાયવૉર્સ નહીં પણ "વ્યાજ સહિત ડાયવૉર્સ " લઈશ...
એમ બોલી ફરીથી હસવા લાગી......!!! "


"સુપર્બ સ્ટોરી મિસ્ટર વ્યોમ અવસ્થી...."
ખુશીથી રાગણી એ કીધું,
"ઇન્ડિયાનાં વન ઓફ ધ બેસ્ટ રાઈટર ની વાઈફ હોવાની મને બહુ જ ખુશી છે...!!"
"સ્ટોરી ઈન્ટરેસ્ટિંગ છે પણ તારા જેટલી ઇન્ટરેસ્ટિંગ તો નહીં જ.."
વ્યોમેં કીધું..
"શું તમે પણ, ચલો તમારા માટે કોફી લેતી આવું..!!"
હસતા હસતા રાગીની ગઈ.

એટલામાં અચાનક રાગીની નો ફોન વાઈબ્રેટ થયો, વ્યોમનું ધ્યાન તેના પર પડ્યું.. અજાણ્યો નંબર હતો..તમે
વ્યોમે ફોન ઉપાડ્યો, સામેથી તરત અવાજ આવ્યો, "ડાર્લિંગ આજે તારો રાઇટર ઘરે બીઝી હોય તો સાંજે ડેટ પર જઇશું, આઇલવયુ...!"
ફોન કટ થઈ ગયો..
પાછળથી રાગીની નો અવાજ આવ્યો,
"શું વિચારો છો વ્યોમ .? લો તમારી કોફી..."
વ્યોમેં સ્માઇલ આપી,
"કંઈ નહીં ફક્ત એટલું જ કે આ ' ફિક્શનલ સ્ટોરી' બહુ જલદી સાચી થઈ ગઈ,
લેટ્સ ગો ફોર અ ડેટ ડિયર.. "
અને મનમાં બોલ્યો,
"આપણો ડાયવૉર્સ તો નઈ થવા દઉં ડિયર... "..

ડૉ. હેરત ઉદાવત.