Maut ni Safar - 11 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 11

The Author
Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

મોત ની સફર - 11

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 11

માઈકલ દ્વારા સાહિલ અને એનાં દોસ્તોને લ્યુસી ની ફિલોસોફર સ્ટોન શોધવાની સફર દરમિયાન શું-શું ઘટનાઓ બની એ વિશેની વિતક કહેવાનું ચાલુ હોય છે.. અત્યાર સુધી પાતાળ નાં પાંચ આવરણો ને પાર કરી છઠ્ઠા આવરણમાં મોજુદ મહાકાય સર્પ ને ટનલમાં ફસાવી એ લોકો લાકડાં ની પેટીમાં મોજુદ વસ્તુ કઈ હતી એ જોવાં આગળ વધે છે.. પેટી ખોલતાં જ એ લોકોની નજરે એક પુસ્તક ચડે છે જેની ઉપર લખ્યું હોય છે Codex Gigas.

"હવે તમને લોકોને ખબર ના હોય તો પહેલાં હું આ codex gigas હકીકતમાં છે શું એની સંપૂર્ણ વિગત તમને જણાવી દઉં પછી આગળની સફરની દાસ્તાન કહી સંભળાવું.. "આટલું કહી માઈકલે codex gigas એટલે કે ડેવિલ બાઈબલ જોડે જોડાયેલી સંપૂર્ણ વિગતો વિરાજ અને એનાં દોસ્તો સમક્ષ રજુ કરી.

"36 ઈંચ લંબાઈ, 20 ઈંચ પહોળાઈ અને 8. 7 ઈંચ જાડાઈ ધરાવતી ડેવિલ બાઈબલ વિશ્વની સૌથી મોટી હસ્તલિખિત પુસ્તક છે.. જેનું વજન 75 કિલો જેટલું છે અને આ પુસ્તક કુલ 320 પન્ના ધરાવે છે.. આ પુસ્તક નાં પન્ના ચામડીનાં બનેલાં છે.. જ્યારે એનું કવર લાકડાં અને ચામડાંમાંથી બનેલું છે.. જેની ઉપર લોખંડ નાં બ્લોક પણ મોજુદ છે.. "

"વૈજ્ઞાનિકો દ્વારા પુરવાર થયું છે કે આ પુસ્તક નાં પન્ના જે ચામડીમાંથી બનેલાં છે એ ગધેડાંની ચામડી હતી.. કુલ 160 ગધેડાંની શરીરની ચામડી આ પુસ્તક બનાવવામાં વપરાઈ છે એવું સાયન્ટિફિક રિચર્ચ પરથી પુરવાર થયું છે.. "

"આ પુસ્તક નાં એક પન્ના પર એક ડેવિલ ની પ્રતિકૃતિ મોજુદ છે.. જેનાં માથે શીંગડાં છે અને એની આંખો લાલ છે.. નીચે વળીને બેસેલાં એ ડેવિલ નાં શરીર નાં નીચેનાં ભાગમાં એક આરમેનિયન સિંહ નું ચામડું વીંટાળેલું છે.. જે દર્શાવે છે કે આ ડેવિલ કોઈ રાજવી પરિવારથી સંબંધ ધરાવતો હોવો જોઈએ.. આ ડેવિલની પ્રતિકૃતિ નાં લીધે જ આ પુસ્તક codex gigas ને ડેવિલ બાઈબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. "

"વાત કરીએ આ પુસ્તક કોને અને કઈ રીતે લખ્યું એની તો આજથી લગભગ 700 વર્ષ પહેલાં ચેક રિપબ્લિકની એક મોનેસ્ટ્રી નાં મંક એટલે કે પાદરી હર્મન ધ રેક્યુલ્સ ને રોમન સમ્રાટ દ્વારા કોઈ કારણોસર મૃત્યુદંડ ની સજા ફટકારવામાં આવી.. આ સજાથી બચવા એ મંક દ્વારા પોતાની બધી જ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી એક પુસ્તક લખવાની વાત રાજા સમક્ષ રાખવામાં આવી.. રાજા એ એની આ વાત સ્વીકારી લીધી અને એ મંક ને એને જોઈએ એ વસ્તુઓ આપી એક ઓરડામાં બંધ કરી દેવામાં આવ્યો.. "

"એ મંક દ્વારા બુક લખવાની શરૂવાત તો થઈ પણ એ સમજી ગયો કે એક જ રાતમાં પોતે જેટલું જાણે છે એ બધું જ આવરી લેતી બુક લખવી અશક્ય છે.. એટલે એને નરકનાં રાજકુમાર લ્યુસિફર ની આરાધના કરી.. જેનાં કારણે લ્યુસિફરે જ એક રાતમાં આ પુસ્તક લખી આપ્યું.. પુસ્તક માં મોજુદ ડેવિલ ની પ્રતિકૃતિ પણ લ્યુસિફર નાં માનમાં મુકવામાં આવી એવું ઘણાં લોકોનું માનવું છે.. "

"ત્યારબાદ એ પુસ્તક હસીસ ક્રાંતિ માં હર્મન ધ રેક્યુલર ની મોનેસ્ટ્રી નો અંત થયાં બાદ પ્રાગ શહેરમાં જ રહ્યું.. 16 મી સદીમાં સ્વીડીશ સેનાએ જ્યારે પ્રાગ શહેર પર હુમલો કર્યો એમાં પુષ્કળ ધનદોલત ની સાથે આ રહસ્યમયી કિતાબ પણ એમને મળી આવી. જેને સ્વીડીશ સેના સ્વીડન લઈ જવામાં આવી.. સ્વીડન નાં રાજા રુડોલ્ફ દ્વારા આ પુસ્તક ને વાંચ્યા બાદ એને સ્વીડીશ નેશનલ લાયબ્રેરીમાં રાખવામાં આવી. "

"7 મે 1697 નાં રોજ લાયબ્રેરીમાં આગ લાગી ત્યારે આ પુસ્તક ને બચાવવા એને બારીની બહાર ફેંકવામાં આવી હતી.. આ પુસ્તક સાથે જોડાયેલી આ બધી ઐતિહાસિક વાતો હતી.. પણ અમુક એવી વાતો છે જે સાચેમાં આ પુસ્તક રહસ્યમયી હોવાનું પુરવાર કરે છે. "

"આ પુસ્તકમાં શબ્દો સિવાય ઘણી આકૃતિઓ અને ચિત્રણ પણ મોજુદ છે.. જો કોઈ વ્યક્તિ સતત 5 વર્ષ લખે ત્યારે આટલું બધું લખી શકે અને જો 30 વર્ષ બીજી મહેનત કરે તો આ ચિત્રણ ને અંજામ આપી શકે.. મતલબ કે 35 વર્ષ ઉંમર આ પુસ્તક ની રચના પાછળ વ્યતિત થયાં હોય એ સાયન્ટિસ્ટ પુરવાર કરી ચુક્યાં છે.. "

"પણ એક બીજી એવી વસ્તુ હતી જેને વૈજ્ઞાનિકો ને પણ માથું ખંજવાળતાં કરી મૂક્યાં.. લેટિનમાં લખાયેલાં આ પુસ્તક નું લખાણ એક જ વ્યક્તિનું છે.. અને પ્રથમ પન્નાથી લઈને છેલ્લાં પન્ના સુધી બધું લખાણ એક સરખું છે.. પણ હેન્ડ રાઈટિંગ એક્સપર્ટ નું કહેવું છે કે વ્યક્તિની ઉંમર, મૂડ અને તબિયત નાં લીધે ઘણીવાર એનું લખાણ પણ બદલાતું રહેતું હોય છે.. તો સતત 35 વર્ષ સુધી એકધારું એક સમાન લખવું કોઈ મનુષ્ય માટે તો શક્ય નથી જ.. આ બુકમાં અમુક જગ્યાએ હિબ્રુ નો પણ ઉપયોગ થયો છે અને બોલ્ડ લેટર રંગીન છે. "

"હું અત્યાર સુધી એવું જ માનતો કે સ્વીડન ની રોયલ લાયબ્રેરીમાં મોજુદ ડેવિલ બાઈબલ ની ફક્ત એક જ નકલ છે.. પણ જે વાતો મેં સાંભળી હતી એ વાતો જ્યારે મેં ડેવિલ બાઈબલ ને એ લાકડાંની પેટીમાં જોઈ એટલે સત્ય લાગવા લાગી. ઘણાં લોકોનું માનવું હતું કે લ્યુસિફર દ્વારા આ ડેવિલ બાઈબલ ની બે નકલો તૈયાર કરવામાં આવી હતી.. બીજી નકલ માં ફક્ત 77 પન્ના હતાં અને વજનમાં પણ એ ઘણી હલકી હતી. પણ આ બીજી નકલની અંદર અમુક એવાં મંત્રો હતાં જે આ દુનિયાને તબાહ કરવાનું સામર્થ્ય ધરાવતાં હતાં. એટલે રોમન પાદરીઓ દ્વારા આ પુસ્તક નાં અલગ અલગ હિસ્સા કરી એને જુદી-જુદી જગ્યાએ રાખવામાં આવ્યાં હતાં અને એનાં સુધી કોઈ મનુષ્ય ના પહોંચે એની પણ સગવડ કરવામાં આવી હતી.. "

"અમે ફિલોસોફર સ્ટોન શોધતાં શોધતાં એક એવી જગ્યાએ આવી પહોંચ્યા હતાં જ્યાં અમારી સામે દુનિયાનું એક વણઉકેલાયેલું રહસ્ય મોજુદ હતું.. હું અને લ્યુસી ફાટી આંખે સતત એ પુસ્તક ને તો ક્યારેક એકબીજાને જોવાં લાગ્યાં.. આ પુસ્તક નું શું કરવું એની અમને ખબર નહોતી પડી રહી.. કેમકે આ પણ એક મોટી ખોજ હતી જેને વિશ્વ સમક્ષ રજુ કરીને લ્યુસી મોટી નામના અને પ્રસિદ્ધિ મેળવી શકે એમ હતી. "

"અમે ડેવિલ બાઈબલ નું શું કરીએ એ વિશે ચર્ચા કરીએ એ પહેલાં જ યાના ની બૂમ અમારાં કાને પડી.. અમે યાના ની નજીક જઈને જોયું તો કાર્તિક નાં મોંઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને એનો સમગ્ર દેહ ફિક્કો પડી ગયો હતો.. આ જોઈ લ્યુસી અને મને પણ કાર્તિક ની ચિંતા સતાવવા લાગી. "

"લ્યુસી, જો વધુ સમય કાર્તિક ની હાલત આવી જ રહેશે તો એવું બને કે આપણે એને ખોઈ બેસીએ.. "મેં લ્યુસીની તરફ જોઈને કહ્યું.

"હા માઈકલ, મને પણ એવું જ લાગે છે.. પણ આપણે આને કઈ રીતે બચાવીશું.. ? "લ્યુસીએ ચિંતિત સ્વરે કહ્યું.

"આપણે જેમ બને એમ ફટાફટ આગળ વધીએ.. ફિલોસોફર સ્ટોન મળી જશે તો એની મદદથી આપણે કાર્તિક ને બચાવી શકીશું.. કારણકે તારાં કહ્યાં મુજબ ફિલોસોફર સ્ટોનમાં ઘણી શક્તિઓ મોજુદ છે.. તો શક્ય છે એ શક્તિઓ કાર્તિક ને સાજોસારો કરી દે"મેં સૂચન આપતાં લ્યુસીને કહ્યું.

"હા તો જલ્દી આગળ વધીએ.. "મારુ સૂચન સાંભળી જોશમાં આવી લ્યુસી બોલી.

"મેં લ્યુસીને કહ્યું એ અને યાના કાર્તિક ને આગળ વધવામાં મદદ કરે અને હું એમની આગળ રહીને એમને યોગ્ય રસ્તો બતાવતો રહીશ.. લ્યુસી અને યાના એ કાર્તિક ને ખભેથી ટેકો આપી ઉભો કર્યો એટલે હું ટોર્ચ લઈ એમની આગળ થયો. અમે લોકો આગળ વધવા નીકળી પડ્યાં.. પણ પછી મને કંઈક યાદ આવતાં હું લ્યુસી અને યાના ને આગળ વધવાનું કહી પાછો આવ્યો.. જ્યાં મેં પેલી ટનલ નું મુખ વ્યવસ્થિત ચેક કરી જોયું.. કેમકે હવે એ મહાકાય સાપ બહાર આવી જાય તો અમારું બચવું અશક્ય બની શકે એમ હતું. "

"દોડીને હું લ્યુસી અને યાના ની નજીક આવી પહોંચ્યો. અમે જે રસ્તે આગળ વધી રહ્યાં હતાં એ પાતાળ નું આખરી આવરણ હોવાનું લાગી રહ્યું હતું.. કેમકે અમે જે રસ્તે આગળ વધી રહ્યાં હતાં એની બંને તરફ ખાઈ હતી જેની અંદર લાવા મોજુદ હતો.. હવે કોઈ મોટી મુસીબત આવી જશે તો એનાંથી મુકાબલો કરવો અમારાં માટે શક્ય નહોતો.. કેમકે અમે શારીરિક રીતે બેહદ થાકી ગયાં હતાં અને વધારામાં સાવ નિર્બળ અને બીમાર કાર્તિક પણ અમારાં સહારે હતો.. "

"અમે ત્રણેય વારાફરથી ટેકો આપી કાર્તિક ને આગળ લઈ જઈ તો રહ્યાં હતાં પણ એનાં બચવાનાં ચાન્સ ધીરે ધીરે એની ધીમી થતી ધડકનો ની સાથે ઘટી રહ્યાં હતાં.. છતાં અમને એક એવી આશા તો જરૂર હતી કે ફિલોસોફર સ્ટોન મળી જાય તો અમે કાર્તિક ને જરૂર બચાવી શકીશું.. હવે ફિલોસોફર સ્ટોન ને શોધવું અમારાં માટે એક અભિયાન કરતાં આવશ્યક બની ગયું હતું. "

"આ રસ્તા દરમિયાન અમને અન્ય કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો નહોતો કરવો પડ્યો જે અમારાં માટે સુખદાયક બાબત હતી.. અમે આખરે બંને તરફ લાવા થી ભરાયેલાં રસ્તાને પાર કરી રસ્તાનાં અંત સુધી આવી પહોંચ્યા હતાં.. હવે આગળ એક ખુલ્લો ચોક હતો.. આ ચોકની મધ્યમાં એક બાજ ની પથ્થરની મૂર્તિ હતી.. આ બાજ ની મૂર્તિ ની આગળ એક ચમકતો પથ્થર નજરે પડ્યો.. "

"એ પથ્થર ને જોતાં જ અમે સમજી ગયાં કે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી પણ ફિલોસોફર સ્ટોન જ છે.. લ્યુસી તો રીતસરની દોડીને એ પથ્થર તરફ આગળ વધી. ગુલાબી રંગનો અડધો ફૂટ લંબાઈ અને એટલી જ જાડાઈ ધરાવતો ફિલોસોફર સ્ટોન એક બેનમૂન ડાયમંડ હતો.. જેની સુંદરતા જોતાં જ બનતી હતી. "

"લ્યુસી એ પથ્થર હાથમાં લઈ મારી અને યાના ની તરફ જોઈ હરખાતાં બોલી કે આ સાથે એને પોતાનાં માતા-પિતાનું સપનું પૂરું કરી દીધું, અમે પણ એની ખુશીમાં ખુશ હતાં. હવે એ સ્ટોનની મદદથી કાર્તિકનો પણ જીવ બચી જશે એમ વિચારી અમને ઘણી રાહત થઈ રહી હતી.. હું અને યાના કાર્તિક ને ટેકો આપી લ્યુસીની તરફ આગળ વધ્યાં. "

"કાર્તિક ની આ હાલત જોઈ લ્યુસી પણ બેહદ દુઃખી હતી.. હવે ફિલોસોફર સ્ટોનની મદદથી પોતે કાર્તિક ને પુનઃ હતો એવો કરી દેશે. પણ અચાનક લ્યુસી ની નજર ફિલોસોફર સ્ટોનને જ્યાં રાખવામાં આવ્યો હતો એ પથ્થર પર મોજુદ લખાણ પર પડી.. એમ થતાં જ લ્યુસીનાં ચહેરા પરનાં ભાવ એકાએક બદલાઈ ગયાં.. લ્યુસી ક્યારેક એ લખાણ તરફ જોતી તો ક્યારેક મૃતપાય હાલતમાં પહોંચી ચુકેલાં કાર્તિક ની તરફ.. "

"લ્યુસી એ એવું તે શું વાંચ્યું હતું એ પથ્થર પર કે એ આમ વિચારશુન્ય અવસ્થામાં પહોંચી ગઈ હતી એ જાણવાં હું અને યાના બંને અધીરા બન્યાં હતાં.. મારાંથી આખરે લ્યુસીને પુછાઈ જ ગયું કે એને એવું તે શું વાંચ્યું હતું જેને એને આમ વિચારતી કરી મુકી હતી.. ? "

જેનો જે જવાબ લ્યુસીએ આપ્યો એ સાંભળી અમને પણ જોરદાર આંચકો લાગ્યો.. !!

★★★

વધુ નવાં ભાગમાં.

આ સફર દરમિયાન કાર્તિક જીવિત રહ્યો હતો કે નહીં.. ? લ્યુસીએ શું વાંચ્યું હતું... ? ડેવિલ બાઈબલ આખરે કોની જોડે હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***