4.
ઊટી….(Part - 4)
અખિલેશે પોતાના જીવનમાં ઘણાં તડકા- છાંયડા જોયા, અને તેને સમજાય ગયું કે આ જ જીવનની રીત છે, જેમાં હાર પછી જીત, અને રાત પછી દિવસ અને તેવી જ રીતે દુઃખ પછી સુખ આવે જ છે, પરંતુ મિત્રો કહેવાય છે કે, "ઉપરવાલે કે ઘરમે દેર હે લેકિન અંધેર નહીં હે." એવી જ રીતે અભિષેકે દુઃખ તો ઘણાં જોયા હવે તેના જીવનમાં સુખ આવવાનું હતું, પણ અભિષેક એ બાબતથી તદ્દન અજાણ હતો કે આ સુખ તો માત્ર થોડાક જ સમય પૂરતું જ મર્યાદિત હતું.
મિત્રો ધીમે- ધીમે દિવસો, મહિના, વર્ષો વીતવા લાગ્યાં,અખિલેશે જોત-જોતામાં પોતાનું એન્જીનીયર પૂરું કરી લીધું, આખી કોલેજમાં અખિલેશ એકમાત્ર એવો વિદ્યાર્થી હતો કે જે દર વર્ષે યુનિવર્સિટી ટોપ આવેલ હતો, આથી અખિલેશને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ ભારતની બેસ્ટ સોફ્ટવેર કંપની ડિજિટેકમાં જોબ મળી ગઈ, આથી અખિલેશ પોતાની જાતને ખુબ જ નસીબદાર ગણી રહ્યો હતો, અને કોલેજમાંથી રીલિવ થયાં બાદ એક જ અઠવાડિયામાં તેને ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં હાજર થવાનું હતું. મુંબઈ ખાતે આવેલ હતી.
આખા ચાર વર્ષ દરમિયાન અખિલેશની આંખોમાં પહેલીવાર જ આંસુ આવ્યા હતાં, જ્યારે તે રીલિવિંગ પાર્ટી પુરી કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો, કોલેજમાંથી નીકળતી વખતે જાણે એક જ પળમાં તેણે વિતાવેલા ચારેય વર્ષોની યાદગાર પળો અખિલેશની આંખ સામેથી પસાર થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, કોલેજનું એ કેમ્પસ, કોલેજના એ મિત્રો સાથેની મસ્તી અને મિત્રો સાથે વિતાવેલા એ યાદગાર પળો, કોલેજ કેન્ટીનની ચા જેવી મીઠી યાદો, કોલેજના બધા શિક્ષકો, પોતાના જુનિયરો, વગેરે ખુબ જ યાદ આવી રહ્યું હતું, હવે પોતે આ મિત્રોને ફરી ક્યારે મળશે…? શું તે બધાંથી દુર રહી શકશે…? આવા પ્રશ્નો તેના મનમાં વારંવાર ઉદભવી રહ્યાં હતાં.
એટલીવારમાં અખિલેશ કોલેજના મેઈન ગેઈટ સુધી પહોંચી ગયો, સિક્યુરિટી ગાર્ડે પણ અખિલેશને પોતાના હાથ ઊંચો કરીને જાણે એક પિતા આશીર્વાદ આપતાં હોય તેમ આશીર્વાદ આપ્યા, અખિલેશનાં હાથમાં બે બેગ હતાં, અને ખભે કોલેજ બેગ લટકાવેલ હતી, અખિલેશે હાથમાં રહેલ બેગ જમીન પર મૂકી, અને પાછું વળીને કોલેજ તરફ એક નજર કરી, અને ત્યારબાદ અખિલેશ પોતાના ચહેરા પર રહેલા આંસુઓ લૂછતાં - લૂછતાં ફરી પોતાના રસ્તે ચાલવા લાગ્યો.
"અખિલેશ….! સાંભળો… !" - એક મીઠાસ ભરેલ અવાજ અખિલેશના કાને પડ્યો.
આથી અખિલેશે આશ્ચર્ય સાથે પાછું વળીને જોયું, તો અખિલેશ ને આશ્ચર્ય અને નવાઇનો કોઈ પાર ના રહ્યો કારણ કે પોતાની નજરોની સામે બીજું કોઈ નહીં પરંતુ ખુદ વિશ્વા ઉભી હતી, તેને જોતા એવું લાગી રહ્યું હતું જાણે એ ખુબજ ઝડપથી દોડીને આવી હોય કારણ કે હાંફી રહી હતી, તેના ચહેરા પર પરસેવો વળી ગયેલો હતો.
વિશ્વાને જોઈને અખિલેશનાં મનમાં ઘણાં પ્રશ્નો ઉભા થયાં, તેને થયું કે વિશ્વા અગાવની માફક ફરી પોતાને પ્રપોઝ કરવા માટે આવી હશે, જો તે પોતાના પ્રેમનો પ્રપોઝ પોતાની સામે રાખશે તો શું જવાબ આપશે…? આવા ઘણાં પ્રશ્નો અખિલેશનાં મનમાં ઉદ્દભવ્યા.
"અખિલેશ ! તમે મને મારા કયાં ગુનાહની સજા આપો છો…?" - વિશ્વા હાંફતા - હાંફતા બોલી.
"ગુનોહ ! ના તે કઈ ગુનોહ નહીં કરેલો, અને હું કોણ કે તેને સજા આપી શકું…." - અખિલેશ હળવેકથી બોલ્યો.
"હું ! એ જ કહેવા માગું છું કે મારાથી કોઈ ગુનોહ થઈ ગયેલો હોય અને તમે મને તેની સજા આપી રહ્યા હોય તેવું મને લાગે છે….કારણ કે તમે મને "બાય" કહી શકો એટલી પણ લાયક ના ગણી, મને એવું હતું કે તમે જતી વખતે મને એકવાર તો "બાય" એવું તો એટલીસ્ટ કહેશો જ તે…!"
"ના ! વિશ્વા એવું કંઈ નથી પરંતુ હું થોડીક દોડાદોડી અને ઉતાવળમાં હતો કે હું તને "બાય" એવું કહેવાનું પણ ભૂલી ગયો." - અખિલેશ પોતાનો બચાવ કરતાં - કરતાં બોલ્યો.
"અખિલેશ ! અત્યારે મને ખબર નહીં, કે આ સમય યોગ્ય છે કે નહીં, પરંતુ એ પણ હવે નક્કી જ છે કે આજ પછી ફરી આપણે ક્યારેય મળીશું નહીં, મેં અગાવ મારા મનમાં તમારા પ્રત્યે જે કંઈ લાગણી હતી તે લાગણી જણાવી દીઘેલ હતી, એવું જરૂરી નથી કે તમે જેને પ્રેમ કરો તે તમને મળે જ તે, એ ના મળે તો પણ એ પ્રેમ જ કહેવાય, જો કૃષ્ણને રાધાજી મળી ગયાં હોત તો આજે દુનિયા તેને ક્યારેય યાદ ના કરતી હોત, જે લોકોનો પ્રેમ અધૂરો રહી ગયો છે, એને જ દુનિયા યાદ રાખે છે…." - વિશ્વા જાણે એકદમ સમજુ અને મેચ્યોર થઈ ગઈ હોય તેવી રીતે બોલી રહી હતી.
વિશ્વાનાં એક-એક શબ્દો અખિલેશનાં હૃદયને એક ધારદાર તીરની માફક વીંધી- વીંધી પસાર થઈ રહ્યાં હતાં, વિશ્વાને શું જવાબ આપવો..! તેને જવાબ આપવા માટે અખિલેશ પાસે જાણે શબ્દો ખૂટી ગયાં હોય તેમ નિશબ્દ થઈને ઉભો રહ્યો, અને વિશ્વાના માસૂમ ચહેરા સામે જોતો રહ્યો.
"બાય ધ વે ! કોંગ્રેચ્યુલેશન ફોર ધ ગેટિંગ જોબ ઇન ઇન્ડિયા'સ મોસ્ટ રેપ્યુટેડ સોફ્ટવેર કંપની ડિજિટેક…!" - વિશ્વા મૌન તોડતા - તોડતા બોલી.
"આઈ એમ સોરી ! વિશ્વા પરંતુ દરેક વ્યક્તિની ના નો મતલબ ના નહીં હોતો, મેં તારી પ્રપોઝલનો અસ્વીકાર કર્યો એનો મતલબ એવો નહોતો કે હું સમયે તને પ્રેમ નહોતો કરતો, પરંતુ મારી એ સમયે લાચારી કે મજબૂરી એવી હતી કે હું ધારત તો પણ તારી પ્રપોઝલનો સ્વીકારી કરી શકું એમ ન હતો, અને આજે પણ હું એ જ પરિસ્થિતિમાં છું, પરંતુ હું તને એક પ્રોમિસ આપું છું કે આપણે કાયમિક માટે બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર બનીને રહેશું…!" - પોતાની આંખોના ખુણામાં રહેલા આંસુ લૂછતાં - લૂછતાં અખિલેશ બોલ્યો.
"ઓકે ! થેન્ક યુ વેરી મચ ! અખિલેશ કે તે મને તારી બેસ્ટ ફ્રેન્ડ માટે તો એટલીસ્ટ યોગ્ય ગણી….!"
"હા ! સ્યોર ! આપણે કાયમિક માટે બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેશું..! તારે ભવિષ્યમાં પણ મારી કોઇ જરૂર પડે તો મને યાદ કરજે...આ અખિલેશ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હશે તો પણ તારી મદદ કરવા માટે બધું જ પડતું મૂકીને આવી પહોંચશે…!"
ત્યારબાદ વિશ્વાએ પોતાની બેગમાંથી એક ગિફ્ટ કાઢી અને અખિલેશને આપી અને કહ્યું કે
"અખિલેશ ! મેં કાલે આખી રાત વિચાર્યું કે તેને ગિફ્ટમાં શું આપું….? પછી મેં નક્કી કર્યું કે તેને ગિફ્ટમાં એક ઘડિયાળ આપું કે જે તને તારા સારા અને ખરાબ સમય, અને ખાસ તો તને મારી યાદ અપાવશે….!"
"ઓકે થેંન બાય…!" વિશ્વા બોલી.
"હા ! બાય." - અખિલેશ માત્ર આટલું જ બોલી શક્યો.
ત્યારબાદ બનેવ એકબીજાથી છુટ્ટા પડ્યાં, બનેવની આંખોમાં આંસુઓ હતાં, અખિલેશને કોલેજ સાથે તો અગાવથી જ લાગણી હતી પરંતુ આજે એ જ લાગણીઓમાં જાણે સુનામી આવી હોય તેવા મોટા - મોટા મોજા ઉછલી રહ્યા હતાં. અખિલેશને મનમાં એવું હતું કે વિશ્વા હજી પણ તેને એકવાર બોલાવશે...અથવા બુમ પાડશે… જયારે વિશ્વાને એવું હતું કે અખિલેશ તેને છેલ્લી વખત "વિશ્વા" એવી બુમ પાડશે…..! - આવા વિચાર સાથે બનેવ છુટ્ટા પડ્યાં.
લગભગ બનેવે પંદર - વીસ ડગલાં ચાલ્યા હશે, પરંતુ તે બનેવના કાન જે સાંભળવા માટે આતુર હતાં એવાં કોઈ શબ્દો કે બૂમ સંભળાય નહીં….આથી બનેવે હતાશ થઈને આગળ ચાલવા લાગ્યાં, એવામાં અચાનક જ એકાએક અખિલેશને પાછળથી આવીને વિશ્વાએ હગ કરી લીધું, આથી અખિલેશને ખ્યાલ આવી ગયો કે આ બીજું કોઈ નહીં પરંતુ વિશ્વા જ હશે….આથી અખિલેશ પાછું ફરીને જોયું તો વિશ્વા હતી, આંખમાં આંસુઓ સાથે વિશ્વા રડતા -રડતાં માત્ર એટલું જ બોલી કે…
"આઈ ! રિયલી મિસ યુ અખિલેશ…!"
"આઈ ! મિસ યું ટૂ માય ડિયર ! વિશ્વા…!"
આ શબ્દો સાંભળીને જાણે કોઈ સુકાયેલ સૂકી જમીન પર પ્રેમ રૂપી વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હોય તેવું વિશ્વા અનુભવી રહી હતી, હવે તેને અખિલેશ સાથે કોઈ ફરિયાદ રહી ન હતી, અખિલેશે બોલેલા શબ્દો - ""આઈ ! મિસ યું ટૂ માય ડિયર ! વિશ્વા…!" તેના માટે લાઈફ જીવવા માટે પૂરતા હતાં.
"ઓકે ! અખિલેશ ! ટેક કેર ! એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર ન્યુ લાઈફ" - આટલું બોલી વિશ્વા રડતાં - રડતાં કોલેજ તરફ દોડવા લાગી.
આ બાજુ અખિલેશ પણ વિશ્વા દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી બસ માત્રને માત્ર વિશ્વાને જ નિહાળી રહ્યો હતો, પોતે વિચારી રહ્યો હતો, કે જો પોતાના પર પોતાના પરિવારીની કોઈ જવાબદારી ના હોત તો તે વિશ્વાને પોતાના હૃદયમાં રહેલી લાગણીઓ ચોક્કસથી જણાવી ને જ રહ્યો હોત….એવું નહોતું કે અખિલેશ વિશ્વાને પ્રેમ નહોતો કરતો અખિલેશે વિશ્વાને પહેલીવાર જ જ્યારે રસ્તા પર જોઈ હતી ત્યારથી જ તેને પ્રેમ કરવા લાગ્યો હતો, પરંતુ પોતે વિશ્વાની લાઈફ બરબાદ કરવા માંગતો હતો નહીં, આથી તેણે ક્યારેય પણ પોતાની લાગણી વિશ્વાને જણાવી નહીં…..!
એટલીવારમાં અખિલેશે પોતે બુક કરેલી કાર ત્યાં આવી પહોંચી, જે હોસ્ટેલ પરથી અખિલેશનો સામાન લઈને આવી હતી, અને અખિલેશ તે ગાડીમાં બેસી ગયો, અને ગાડીમાં બેસીને ન્યુઝ પેપર વાંચવા લાગ્યો, અને પોતાનો રડતો ચહેરો એ છાપામાં છુપાવી લીધો…..!
ક્રમશ :
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.
મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com