Prem vasna - 4 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ વાસના - પ્રકરણ - 4

Featured Books
Categories
Share

પ્રેમ વાસના - પ્રકરણ - 4

પ્રેમવાસના

પ્રકરણ-4

વૈભવ અને વૈભવીએ લોખંડનાં ગોળાકાર મોટાં ઝાપાનાં વીકેટ ગેટમાંથી મંદિરનાં પ્રાંગણમાં પ્રવેશ કર્યો. અંદર સામેજ આરામ ખુરશી પર બેઠલાં મોટી સફેદ દાઢીવાળા સંત સમાન મહારાજ બેઠાં હતાં એમને પગે લાગીને આશીર્વાદ લીધાં. વૈભવીએ નમસ્કાર કરીને આશીર્વાદ લીધાં અને અગ્નિભૂષ્ણ મહારાજે આશીર્વાદ તો આપ્યાં એને પરંતુ એની સામે જોવાં લાગ્યાં. તેઓ જાણે વૈભવીને વાંચી રહ્યાં હતાં. તેઓ એકદમજ એમની ખુરશીમાંથી ઉભા થઇ ગયાં અને તુરંત યજ્ઞશાળા તરફ ઝડપથી ગયાં અને હવનકૂંડમાંથી ભસ્મની મૂઠી ભરીને ત્વરિત ગતિએ વૈભવી પાસે આવ્યાં અને વૈભવ અને વૈભવી બંન્નેનાં માથા પર ભસ્મ નાંખી અને ભસ્મનો કપાળે ચાંલ્લો કર્યો.

વૈભવી તો ડઘાઇ ગઇ એનાં હોઠ ફફડવા લાગ્યા એ ફરીથી ભયથી થર થર કાંપવા માંડી એની આંખમાંથી આંસુની ધાર વહેવાં લાગી એણે વૈભવ સામે જોયું. વૈભવીની દયામ્ણી નજરોને જોઇને વૈભવ એકદમ ઢીલો થઇ ગયો એણે મહારાજને પૂછ્યું આપે વૈભવી તરફ કેમ આમ જોયું ? શું થયું તમને શું દેખાયું કેમ અમારાં માથે ભસ્મ નાંખી અને તીલક કર્યું આમ બોલતાં બોલતાં વૈભવ એમનાં પગમાં બેસી ગયો એને એહસાસ થઇ ગયો કે નક્કી મહારાજને કંઇક સંકેત દેખાયો છે. વૈભવી પણ વૈભવની બાજુમાં બેસી ગઇ અને વૈભવનાં ખભે માથું મૂકીને રડવા લાગી.

મહારાજ અગ્નિ ભૂષણે બંન્ને તરફ નજર કરતાં કહ્યું "તમે લોકો ક્યાંથી આવ્યા ? શું કરી આવ્યા છો ? અહીં આવતાં વચ્ચે ક્યાંય રોકાયા છો ? તમારી સાથે કોઇ વરવો અનુભવ થયો છે મહારાજે એક સાથે ઘણાં પ્રશ્નો પૂછી નાંખ્યા. એમનાં શાંત અને પ્રભાવી ચહેરો થોડો તંગ હતો કંઇક વાંચી-જાણી ગયાની રેખાઓ ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

વૈભવે એમની સમક્ષ સ્પષ્ટ મને બધીજ વાત સાચી કહી દીધી. ઇતિથી અંત બધીજ વાત સાંભળ્યા પછી અગ્નિભૂષણ મહારાજની આંખો થોડી મોટી થઇ ધીમે ધીમે લાલ થઇ અને જાણે હમણાં અગ્નિ ઝરશે એવી જણાઈ. વૈભવ અને વૈભવી થોડાં સંકોચ સાથે ગભરાયા મહારાજે એ લોકોની સામે જોયું પછી થોડાં શાંત થયા અને વૈભવની સામે જોઇને બોલ્યાં.

"તે વૈભવ કેમ આવી નાદાની કરી ? તને ખબર છે એ જગ્યા શું છે ? ક્યાંય પણ અજાણી જગ્યાએ તમે લોકો રોકાઈ જાવ અને પ્રણય ફાગ ખેલો ? આજે તમે બચી ગયા છો ? તમે જે જગ્યાએ રોકાયા ત્યાં અનેક વૃક્ષોનું ઝૂંડ છે ખૂબ વિશાળ ઊંચા અને ઘનઘોર વૃક્ષો છે અને એની બરોબર પાછળનાં ભાગમાં ઊંચી ટેકરીએ બનેની વચ્ચે વેરાન સ્મશાન છે. હવે એ સ્મશાનનો ઘણાં સમયચથી ઉપયોગ નથી થતો. છતાં હજી અમુક સમાજનાં લોકો ક્યારેક શબ બાળવા આવે છે અને ઘણાં અઘોરીઓ અને ભૂવાઓ ત્યાં તંત્રમંત્ર અને કાળી ઉપાસ્ના કરવાં આવે છે. ઘણી અતૃપ્ત આત્માઓનો ત્યાં વાસ છે. ઘણાં લોકોને ત્યાં વરવા અનુભવ થયાં છે કોઇકે ત્યાં..... કંઇ નહીં તમે બચી ગયાં છો પણ તમારાં આવવાની સાથેજ મને આ છોકરીનાં પડછાયામાં જાણે કોઇ બીજી છાયા દેખાઇ હું સમજી ગયો અને તુરંતજ અહીં જે માં મહાકાળીનો હવન થાય છે એની ભસ્મ તમને બંન્નેને લગાવી હવે તમે સુરક્ષિત છો.

આ સાંભળીને વૈભવીનો એકદમ ગભરાઇ ગઇ એણે હાથ જોડીને મહારાજને વિનંતી કરી. મારી પાછળ કોઇની છાયા હતી ? મારી રક્ષા કરો હું તો માત્ર વૈભવની સાથે આવી એની અર્ધાગીની બનવાની છું. અમારી રક્ષા કરો મહારાજ હવે તો કઇ નથીને ?

મહારાજે શાંત નજરે વૈભવીને કહ્યું "દીકરી તું હવે સંપૂર્ણ સુરક્ષિત છે નિશ્ચિંત રહો. જાવ તમારો કોઇ વાળ વાંકો નહીં કરી શકે. અંદર મંદરિમાં માં અને મહાદેવ પાસે જાવ અને પ્રાર્થના કરી આશીર્વાદ લઇને આવો. સંપૂર્ણ સુરક્ષિત છો બધાં જ વિચાર વહેમ કાઢી નાંખો જાવ માં તમારી રક્ષા કરશે.

વૈભવ અને વૈભવી મહારાજનો આભાર માની ને બંન્ને જણાં હાથ પકડીને નવી આશાનાં સંચાર સાથે અંદર મંદિરના ગર્ભગૃહમાં ગયાં અને બંન્ને જણાં સાથે બેસીને એકમેકનાં હાથ પરોવી નમસ્કાર કરીને માં સામે પ્રાર્થના કરી રહ્યાં.

વૈભવીએ મનોમન માં ને ખૂબ પ્રાર્થના કરી અને પોતાનું રક્ષણ કરવા આજીજી કરી. તું નારયણી હું નારી હે માં તું જ સબળા હું છું અબળા છતાં હું તારો અંશ છું મારામાં તારી શક્તિ પરોવ જે મારું રક્ષણ કરજે જ્યારે એવો કોઇ સમય આવે મારી સાથે રહેજે હું વૈભવી પણ દુર્ગા બની મારું રક્ષણ કરીશ. મારાં પ્રેમનું રક્ષણ કરીશ. માં મહાદેવ સદાયચ અમારાં પડખે રહેજો. વૈભવી વૈભવ બંન્ને ને સાથે પ્રાર્થના કરીને કહ્યું અમે તમારાં જેવી પાત્રતા ધરાવીએ છીએ અમારી પાત્રતાનું અતૂટ રક્ષણ કરજે તમારાં જેવા અર્ધનારીશ્વર રાખજો. અમારાં પ્રેમ રક્ષણ. કોઇ કાળી બૂરી શક્તિ ક્યારેય અમને અભડાવી ના શકે એવો સંકેત આપો અને સાથે લાવેલાં બધી મીઠાઈ ધરાવી દીધી. બંન્ને જણાં માં-મહાદેવને કરગરી આશીર્વાદ લઇને બહાર આવ્યાં.

વૈભવે વૈભવીને અહીંજ બેસવા કહ્યું અને એ પોતે બહાર મહારાજ પાસે આવ્યો અને એનાં ખીસામાંથી કવર કાઢીને મહારાજનાં ચરણોમાં મૂક્યું. મહારાજે કહ્યું" શું લઇ આવ્યો છું? વૈભવે કહ્યું કંઇ નથી પ્રભુ આતો ફૂલ નહીં ફૂલની પાંખડી છે. માં એ મોકલાવ્યું છે તમને અર્પણ કરવા. આજે અમને એવાં આશીર્વાદ આપો કે બસ કોઇ નડતર નહીં કોઇ દુઃખ નહીં અમે ખૂબ પ્રેમથી સાથે જીવીએ હરીએ ફરીએ અને માં કહે ત્યારે અમારાં રંગેચંગે લગ્ન થાય. માં એજ કીધેલું કે મંદિર મહારાજની નિશ્રામાં જજો અને મારાંથી તમે કહ્યું એવી અતિ તૃચ્છ જગ્યા પર પગ પડ્યાં અને ત્યાં રોકાયાં પણ મહારાજ આપની આજ્ઞા અને મંજૂરી હોયતો અમે મંદિરનાં પાછળનાં ભાગનાં બાગમાં બેસીએ વાતો કરીએ. મહારાજે કહ્યું "તમે હવે નિશ્ચિંત અને ભયમૂક્ત છો તમે આશ્રમની અંદર આરામ કરી શકો છો અને આ છોકરી ખૂબ ગભરાયેલી છે એની કાળજી રાખજે.

વૈભવ મહરાજનાં આશીર્વાદ લઇને વૈભવી પાસે આવ્યો અને કહ્યું ચાલ મહારાજની મંજૂરી છે પાછળ બગીચો અને આશ્રમ છે આપણે ત્યાં જઇએ. વૈભવી વૈભવની સૂચનાને અનુસૂરી અને તેઓ મંદિરની પાછળનાં ભાગમાં રમણીય આશ્રમ તરફ ગયાં. ત્યાં વિશાળ બગીચો હતો ધણાં રંગબેરંગી સુંદર ફૂલો હતાં લીલીછમ લોન અને ફૂલ ફળથી લચકતાં વૃક્ષો હતાં એને વચ્ચે સાવ સાદો છતાં સ્વચ્છ અને આકર્ષક આશ્રમ હતો એમાં કુલ ચાર રૂમ હતાં એક પાછળ કીચન હતું અને સામેથી બાજુ માણસોને રહેવાથી રૂમ અને ટોયલેટ યુનીટ હતું.

એક ગુરુજીનો રૂમ વિશાળ વરન્ડા સાથે અને એને અડીને બાજુમાં બે રૂમ હતાં. એમાંથી એક રૂમ ખુલ્લો હતો ત્યાં કોઇ હોય એવું લાગ્યું એટલે વૈભવ અટક્યો. વૈભવને જોઇને અંદરથી એક સેવક બહાર આવ્યો એણે વૈભવને કહ્યું બાજુનો રૂમ સાફ સુતરો અને સ્વચ્છ તૈયાર આપ લોકો આરામ કરો અને હું ગુરુજી પાસે જઊં છું અંદર જળપ્રબંધ છે અને કઈ જરૃરિયાતની આવશ્યક્તા લાગે મને બૂમ પાડજો મારું નામ મદન છે. વૈભવ તો મહારાજની વ્યવસ્થા પર આફ્રિન પોકારી ગયો. એને થયું. માં એ મહારાજને અગાઉથી કીધેલું કે મારો દીકરો મંદિરે દર્શને આવવાનો છે અને થોડું ત્યાં રોકાશે અને અહીતો પુરી વ્યવસ્થા છે કહેવું પડે. એ એકદમ ખુશ થઇ ગયો., એણે રૂમમાં જઇ નજર કરીતો બધુ બરાબર હતું. એણે વૈભવીને અંદર આવવા કહ્યું વૈભવી એનો થેલો અને વૈભવની બેગ સાથે ઊભી હતી.

વૈભવે જઇને બેગ લીધી અને વૈભવીનો થેલો પોતાનાં ખભે નાંખીને એને વ્હાલથી ક્રેડમાં હાથ નાંખીને અંદર રૂમમાં લઇ આવ્યો. સુઘડ અને સુંદર વ્યવસ્થા જોઇને વૈભવી પણ ખુશ થઇ ગઇ નિશ્ચિંત અને સુરક્ષિત જગ્યા જોઇ બધીજ પીડા અને દુઃખ ભૂલી ગઇ. એણે વૈભવને બારણાની બાજુમાં ખેંચીને વૈભવનાં હોઠ પર ચૂસ્ત ચુંબન આપી દીધું.

વૈભવે કહ્યું એય એક મીનીટ એમ કહીને રૂમનો દરવાજાનો આગરો વાસ્યો અને વૈભવીને પોતાનામાં પરોવી દીધી. વૈભવી આંખો મીંચી ગઇ અને વૈભવને વળગીને પીડામય ક્ષણો ભૂલી રહી. વૈભવી વૈભવને વળગી તો ગઇ પણ એને થયું હજી તો કોઇ બીજું સાથે નથી ને ? એણે વૈભવની સામે જોયું અને એની આંખોમાં આંખ પરોવીને જોઇને બોલી વૈભવ આ રૂમમાં તો આપણે બે જ છીએને ! વૈભવે એને કહ્યું "કેમ હજી આવું પૂછે છે ?

પ્રકરણ -4 સમાપ્ત.

વૈભવી-વૈભવ મંદિરનાં આશ્રમનાં સુરક્ષિત અને સુઘડ રૂમમાં આવી ગયાં એકમેકમાં પરોવાયાં હતાં ઊંડે ઊંડે વૈભવીને ડર હતો જાણે. .... એણે પૂછ્યું વૈભવ આ રૂમમાં તો આપણે બે જ છીએ ને ! વૈભવીને શું થયું હતું હજી એનાં મનમાં શું શંકાઓ થાય છે. આગળ હવે એ શું કરશે ? વાંચો પ્રકરણ-5 - પ્રેમ વાસના

એક બદલો અધૂરી તૃપ્તિનો......