બા બા જલ્દી ચાલો રમાબેન ની તબિયત બગડી છે, પુની દોડા દોડ ગૌરીબા ને બોલવા આવી.
શુ થયું પુની? કેમ બુમો પાડે છે? ચારુબેને પૂછ્યું.
માસી મને લાગે છે કે સમય આવી ગયો છે બાળક ના જન્મ નો.
તો ઉભી શુ છે જલ્દી ચાલ. ગૌરી જલ્દી ચાલ રમાવહુ ને વેણ ઊપડ્યું છે.
ગૌરીબા વહેલા વહેલા ઉભા થઈ ચાલવા લાગ્યા. ચારુ તું રમા પાસે જા હું પસાને બોલવું.
હા ગૌરી જલ્દી કરજે.
કાના ઓ કાના પસાને ફોન કર ને કે જલ્દી આવે. રમાવહુ નો સમય થઈ ગયો છે. ને રાઘવ ને પણ ફોન કર.
હા બા હમણાં જ કરી દઉં, કહેતો કાનો ફોન કરવા દોડ્યો.
પુની શારદાવહુ ને પાણી ગરમ કરવા કહે.
હા બા મેં પાણી મૂકી દીધું છે તમે જલ્દી ભાભી પાસે જાવ, શારદાબેન બોલ્યા.
થોડીવારમાં તો બધા ભેગા થઈ ગયા. રાઘવભાઈ ડોકટર ને પણ લઈ આવી ગયા.
બા રમા.......
રાઘવ તું ચિંતા ના કર સૌ સારાવાના થશે. ભોળાનાથ ને પ્રાર્થના કર.
ડોકટર, ચારુબેન અને પુની રમાબેન પાસે ગયા.
થોડીવાર માં હવેલી નાના બાળકના રડવાના અવાજ થી ગુંજી ઉઠી.
બા રમાભાભી એ સુંદર દીકરી ને જન્મ આપ્યો છે, ડોકટરે બહાર આવી ખુશખબર આપી.
ગૌરીબા ની આંખમાં આંસુ આવી ગયા. પસા બધું બરાબર છે ને?
હા બા બધું બરાબર છે. જાવ જુવો તમારી પૌત્રી ને.
ગૌરીબા અંદર દોડી ગયા.
દીકરી તો રૂપનો કટકો હતી. આખી હવેલીમાં જાણે ઉજાસ થઈ ગયો. જ્યારે રાઘવભાઈ એ પોતાની દીકરી ને હાથ માં ઉઠાવી ત્યારે જાણે એક ડૂસકું હવેલી એ લઈ લીધું. બધા ખૂબ ખુશ હતા. ચારે બાજુ મીઠાઈઓ ની વહેંચણી થવા લાગી. લોકો એ આશીર્વાદનો વરસાદ વરસાવ્યો દીકરી પર.
રાઘવ હવે નામ રાખવાનો સમય થઈ ગયો છે. તું પંડિતજી ને મળી બધું જોઈ લે એટલે નામકરણ ની વિધિ કરી દઈએ.
હા બા હું કાલે જ પંડિતજી ને મળી લઉં છું.
બીજા દિવસે રાઘવભાઈ શિવ મંદિર પંડિતજી ને મળવા ગયા.
ૐ નમઃ શિવાય પંડિતજી.
ઓમ નમઃ શિવાય રાઘવભાઈ. કેમ છે તમારી દીકરી?
આપના આશીર્વાદ થી સરસ છે. હું એની કુંડળી અને નામકરણ ની વિધિ માટે આવ્યો છું.
ચાલો આપણે અંદર બેસીએ. તમે બધું લાવ્યા છો.
હા પંડિતજી.
દીકરી ના જન્મ નો સમય, વાર અને તારીખ લખાવો.
રાઘવભાઈ એ બધી માહિતી આપી.
રાઘવભાઈ દીકરી તો ખૂબ શુભ છે. તમારા કુળ ને ઊંચું લાવશે. ખૂબ તેજસ્વી અને યશસ્વી બનશે. ને રાશિ કુંભ છે. જન્મ પૂર્ણિમા ના દિવસ નો એટલે ચંદ્ર કૃપા એ ભોળાનાથ ની કૃપા ને આશીર્વાદ. પણ રાહુ નું આગમન.....
શુ થયું પંડિતજી? રાહુનું આગમન શુ કરશે?
રાઘવભાઈ સોળમા વર્ષે રાહુ નું આગમન એના જીવન માં ઉથલ પાથલો કરશે. એના જીવનને સંકટ આપશે.
પંડિતજી તો હવે શુ કરીશું?
રાઘવભાઈ આટલા ઉતાવળા ના થશો. સમય ને સમય નું કામ કરવા દો. સમય આવશે એટલે ભોળાનાથ ઉપાય પણ આપશે. અત્યારે તો તમે શિવરાત્રી ના દિવસે નામકરણ કરો.
જેવી આજ્ઞા પંડિતજી. રાઘવભાઈ એ ઘરે આવી ને ગૌરીબા ને વાત કરી. ને નામકરણ ની તૈયારી આરંભી. પેલી સોળ વર્ષ વાળી વાત એમણે કોઈને ના કરી.
ખૂબ ધામધૂમથી નામકરણ ની વિધિ ની તૈયારીઓ કરવામાં આવી. આખું ગામ શણગારવા માં આવ્યું. ગૌરીબા એ યાદ કરીને ગુરુમાં ને તેડાવ્યા. પણ તેઓ ના આવ્યા. એમણે રમણભાઈ સાથે બાળકને પહેરાવવા ગોમતી રત્ન મોકલ્યું.
આજે શિવરાત્રી હતી એટલે શંકરગઢ માં હજારો યાત્રાળુઓ આવ્યા હતા. શિવ મંદિર ની શોભા તો દેખતા જ બનતી હતી. આજે શિવના પરમ ભક્ત ગણાતા અઘોરીઓ પણ આવ્યા હતા. એ અઘોરી પણ આજે આવ્યો હતો જે ગિરનાર થી આવવા નો હતો.
ઘરના બધા શિવ મંદિર ગયા. આજે રાઘવભાઈ ની દીકરી પહેલીવાર શિવ મંદિર મા જતી હતી. ને ત્યા ફોઈએ રાઘવભાઈ ની દીકરી નું શિવની વ્હાલી એટલે શિવાલી એવું નામ રાખ્યું. બધા એ સહર્ષ નામ સ્વીકારી દીધું.
બધા દીકરી ને આશીર્વાદ આપવા આવવા લાગ્યા. ત્યાં પેલો અઘોરી પણ દીકરી ને આશીર્વાદ આપવા આવ્યો. અઘોરી શિવાલી પાસે આવ્યો ને અચાનક જ એક ફૂલ નો હાર અઘોરીના પગ માં આવી પડ્યો. અઘોરી ત્યાં જ રોકાય ગયો ને હાર ને લેવા નીચે નમ્યો. ને ત્યાં શિવાલી નો નાનકડો હાથ અઘોરી ને અડી ગયો. ને અઘોરી ના હાથમાં થી હાર છૂટી ને સીધો શિવાલી ની ઉપર પડ્યો. અઘોરીના શરીર માં એક અદ્દભુત ઉર્જા નો ઉદ્દભવ થયો અને તે એકદમ ડગી ગયો. તે પોતાને સંભાળતો આગળ આવ્યો અને શિવાલી ને આશીર્વાદ આપ્યા. તે સમયે શિવાલી આ અઘોરી ને જોઈ ને હસવા લાગી. અઘોરી તેની સામે હાથ જોડી ને પછી ત્યાં થી ચાલવા લાગ્યો. જયારે આ બધું બનતું હતું ત્યારે પંડિતજી ની નજરે આ બધું નોંધી લીધું.
પૂજા પછી પંડિતજી પેલા અઘોરી પાસે ગયા.
ગુરુજી આપને મળવા પંડિતજી આવ્યા છે, અઘોરી બાબા ને તેમના ચેલા એ સંદેશ આપ્યો.
પંડિતજી અઘોરી મનોમન વિચારવા લાગ્યા. ને હાથ થી ઈશારો કરી મોકલવા કહ્યું.
ૐ નમઃ શિવાય.
ૐ નમઃ શિવાય.
બાબા હું શિવ મંદિરમાં સેવા કરું છું. મેં કાલે તમારો અને શિવાલી નો મેળાપ જોયો. હું એ માટે તમારી સાથે વાત કરવા આવ્યો છું.
શિવાલી કોણ એ નાની દીકરી? શુ વાત કરવી છે એની? અઘોરી એ પૂછ્યું.
બાબા તમે તો અત્યંત જ્ઞાની છો. ભગવાન શિવના સાચા ભક્ત છો. મેં એ દીકરી ની કુંડળી બનાવી છે. એના જીવનમાં ખૂબ મોટું રહસ્ય છે. એના જીવનના સોળમાં વર્ષ માં ખૂબ મોટી ઉથલ પાથલ થવાની છે. એનું જીવન જોખમાં મુકાવાનું છે. કદાચ એનો જીવ પણ......
એવું કઈ નથી થવાનું. એ દીકરી કોઈના ઉદ્ધાર માટે જન્મી છે.
હું જાણું છું, પણ એના નક્ષત્રો એના પૂર્વજન્મ તરફ ઈશારો કરે છે. તમે જ્ઞાની છો જો તમે મદદ કરશો તો હું એની મદદ કરી શકીશ.
હા, એ એના પૂર્વજન્મ નું ઋણ પૂરું કરવા આવી છે. એનો જન્મ પાપના નાશ કરવા માટે થયો છે. સાંભળો,
શિવાલી પૂર્વજન્મ માં દેવગઢ ના સેનાપતિ ભારમલ ની પુત્રી કનકસુંદરી હતી. તે સમયે દેવગઢ પર રાજા ઉંદયસિંહ રાજ કરતા હતા. તે ખૂબ દયાળુ, સાહસી અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. તેમનું રાજ્ય ખૂબ સુખી અને સંપન્ન હતું. તેમના ત્યાં કોઈ ખોટ નહિ હતી. તેમની રાણી ઇન્દુમતી એક સમજદાર અને સાહસી રાણી હતી. લગ્નના આઠ વર્ષ પછી પણ રાજા ને ત્યાં કોઈ સંતાન નહિ હતું. એમણે ખૂબ પૂજા પાઠ, દાન ધર્મ કર્યા પણ કોઈ ફાયદો ના થયો. ત્યારે તે મને કોઈએ અઘોરી પાસે જઈને સંતાન સુખની માંગણી કરવા કહ્યું.
એ સમયમાં અઘોરીઓ ખૂબ પવિત્ર અને તેજસ્વી હતા. તેઓ ભગવાન શિવના ભક્ત હતા. તેમની પાસે તંત્ર મંત્ર ની સિદ્ધિઓ હતી. પણ આ અઘોરીઓ આસાની થી કોઈની મદદ કરતા નહિ. ને સ્વભાવે તેઓ જિદ્દી. કોઈ વાત પકડી લે તો પુરી ના કરે ત્યાં સુધી છોડે નહિ. વળી તેઓ સ્મશાન ના રહેવાસી એટલે રાજા એમની પાસે જતાં થોડો ખચકાયો. પણ રાજગુરુ ના પરામર્શ પછી તે અઘોરી પાસે જવા તૈયાર થઈ ગયો. તે સમયે એક ભૃગુ અઘોરી નું સત ખૂબ હતું. રાજા પોતાની સમસ્યા લઈ ને તેની પાસે ગયા. અઘોરીએ રાજા ની મહાનતા અને ઉદારતા વિષે સાંભળ્યું હતું એટલે એ મદદ કરવા તૈયાર થઈ ગયા. ને એમની વિદ્યા થી રાજકુમારી ચન્દ્રપ્રભા નો જન્મ થયો. ખૂબ સુંદર અને ચપળ હતી રાજ કુમારી. બસ એ અઘોરીના તંત્ર મંત્ર થી જન્મી હતી એટલે તેનામાં ગુસ્સો, તુમાખીપણું વધારે હતું.
રાજકુમારી મોટી થવા લાગી. તેને પોતાની સુંદરતા નું ખૂબ અભિમાન હતું. જેમ જેમ રાજકુમારી મોટી થવા લાગી તેનામાં અવગુણો વધવા લાગ્યા. એ કોઈને માનસન્માન આપતી નહિ. એને જે ફાવે તે જ તે કરતી. એને લોકો ને તડપાવામાં મારવામાં આનંદ આવતો. રાજા એ એને સારા સંસ્કાર અને પરવરીશ મળે એટલે મોટા મોટા વિધ્નો અને ગુરુઓ ની નિમણૂક કરી હતી. રાજકુમારી નું મસ્તિષ્ક ખૂબ તેજ હતું. તે કોઈ પણ વિદ્યા કે જ્ઞાન ઝડપ થી મેળવી લેતી હતી. તેને તંત્ર મંત્ર માં ખૂબ રુચિ હતી અને તે પણ એ શીખવા લાગી. તેને શિકાર નો પણ શોખ હતો. તે તેના પિતા સિવાય કોઈ ના થી ડરતી નહોતી.
બીજી બાજુ સેનાપતિ ભારમલ ની દીકરી કનકસુંદરી મોટી થવા લાગી. તે ખૂબ સુંદર, શુશીલ, સ્વભાવે મૃદુ અને ખૂબ હોંશિયાર હતી. તેના હૃદયમાં બીજા માટે પ્રેમ અને કરુણા હતા. તે હંમેશા બીજા ને મદદ કરવા તૈયાર રહેતી હતી.
બન્ને એક બીજા થી અલગ હતી પણ ભાગ્ય બન્ને ને એકબીજા ની સામે લઈ આવ્યું. એકવાર રાજકુમારી ચન્દ્રપ્રભા પોતાના રસાલા સાથે જંગલમાં શિકાર માટે ગઈ હતી. ત્યાં એક હરણ નો પીછો કરતા કરતા એ વનરૂગી પર્વત પાસે આવી ગઈ. ત્યાં એક પડછંદ અને સ્વરૂપવાન યુવાન ને જોયો. રાજકુમારી તે યુવાન ને જોતા જ તેની પર મોહિત થઈ ગઈ. તે પેલા યુવાન પાસે ગઈ ને તેની ઓળખ પૂછી.
એ યુવાન નું નામ શાઉલ. એ એક તપસ્વી અને ઔષધકાર હતો. એની પાસે કોઈ પણ વસ્તુ ને વર્ષો સુધી જેવી છે તેવી જ રીતે સાચવવાની કલા હતી. તે પોતાના તપના બળે કોઈપણ આત્મા ને બંધી બનાવી શકતો હતો અને તે વિવિધ રોગો નો ઉપચાર કરી શકતો હતો.
જયારે આ વાત ની રાજકુમારીને ખબર પડી તો એને એ વિદ્યા શીખવી હતી. પણ એ શાઉલ ને કહીં ના શકી એટલે એણે શાઉલ ને પોતાના રૂપની જાળમાં ફસાવ્યો. શાઉલ રાજકુમારી વિશે કઈ જાણતો નહિ હતો. ધીરે ધીરે શાઉલ રાજકુમારીના મોહપાસ માં સપડાવા લાગ્યો. ને જ્યારે રાજકુમારીને લાગ્યું કે શાઉલ તેની મોહજાળ માં ફસાઈ ગયો છે ત્યારે એણે વિદ્યા શીખવા માટે શાઉલ ને વિનંતી કરી. શાઉલ પણ રાજકુમારી તરફ ખેંચવા લાગ્યો હતો. એટલે એણે રાજકુમારીને વિદ્યા શીખવવાનું ચાલુ કર્યું.
એકવાર શાઉલ ની ગેરહાજરીમાં રાજકુમારી એ શાઉલ ની આત્માને બંધી બનાવાની વિદ્યાનો પ્રયોગ કરવા લાગી. આ વાત ની જાણ શાઉલ ને થઈ ગઈ કેમકે હજુ સુધી આ વિદ્યા એણે પુરે પુરી રાજકુમારી ને શીખવી નહિ હતી. એ સમયે એણે રાજકુમારીને કઈ કહ્યું નહિ પણ એણે તેના વિશે માહિતી મેળવવા લાગી. ને જ્યારે એને રાજકુમારીની સચ્ચાઈ ખબર પડી ત્યારે એ ખૂબ દુઃખી થઈ ગયો. ને કોઈ ને કશું પણ કહ્યા વગર ત્યાં થી ચાલ્યો ગયો. જ્યારે રાજકુમારીને આ વાત ની જાણ થઈ તો એ ખૂબ ક્રોધિત થઈ ગઈ. એ જાણતી હતી કે શાઉલ નું આવી રીતે જતું રહેવું તેના માટે નુકશાનકારક બની શકે છે. એણે ચારે દિશામાં શાઉલ ની શોધ કરવા લાગી.
દિવસે દિવસે રાજકુમારી ની ક્રૂરતા વધતી જતી હતી. તે પોતાની વિદ્યાના પ્રયોગો માણસો પર કરવા લાગી હતી. જેના લીધે રાજ્યમાં લોકો તેના થી ડરવા લાગ્યા હતા. રાજા ઉંદયસિંહ ને શુ કરવું તે સમજ નહોતી પડતી. એમના રાજગુરુના પરામર્શ થી રાજકુમારીના લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે ચિતોડગઢ પર રાજા ભાનુસેન રાજ્ય કરતા હતા અને તે રાજા ઉંદયસિંહના મિત્ર પણ હતા. રાજા ઉંદયસિંહે રાજકુમારી માટે ભાનુસેન ના દીકરા સમરસેન ની પસંદગી કરી. ને એજ ઈરાદા થી રાજા ઉંદયસિંહ ને પોતાના રાજ્યના વાર્ષિક ઉત્સવમાં આવવા માટે આમંત્રણ પણ મોકલ્યું.
રાજા ભાનુસેન પોતાના પરિવાર સાથે દેવગઢ ઉત્સવમાં હાજરી આપવા આવ્યા. જ્યારે આ વાત ની ખબર રાજકુમારી ચન્દ્રપ્રભા ને થઈ ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ પણ તે પોતાના પિતાને કઈ બોલી શકે તેમ નહિ હતી.
વાર્ષિક ઉત્સવમાં આખું રાજ્ય સામેલ થયું હતું. ત્યારે રાજકુમાર સમરસેન પોતાની મિત્રટોળી સાથે બહાર ફરવા નીકળ્યા. તો બજારમાં ખૂબ દોડધામ મચી હતી. રાજકુમારીની સવારી નો એક ઘોડો ભકડી ગયો હતો અને એણે બજારમાં દોડ ધામ મચાવી હતી. સમરસેન ઘોડા ને કાબુ કરવા માટે મેદાન માં આવી ગયા. ને ઘોડા ને કાબુમાં કરવા તેની નાળ પકડી હતી. પણ ઘોડો તેમને દાદ આપતો નહોતો ને ઘોડો નાળ છોડાવી ભાગ્યો. સમરસેન અને સૈનિકો તેની પાછળ પડ્યા. ત્યાં પાછળ થી એક અવાજ આવ્યો.
ક્રમશ...............