KING - POWER OF EMPIRE - 44 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 44

The Author
Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

KING - POWER OF EMPIRE - 44

( આગળના ભાગમાં જોયું કે પ્રીતિ શૌર્ય ની હકીકત જાણવા બધા પ્રયાસ કરે છે પણ શૌર્ય એ બધા કદમ ફૂંકી ફૂંકીને મૂકયા હતા પણ શૌર્ય એ પ્રીતિ ને આપેલી ગીફટ પ્રીતિ ને કોઈક ની યાદ અપાવી દે છે અને પ્રીતિ બંને હાર્ટ શેપ સ્ટોન ની હકીકત જાણે છે અને શૌર્ય નો અસલી ચહેરો તેની સામે આવે છે પણ આ ચહેરો પ્રીતિ ને ખુશી આપે છે પણ શું પ્રીતિ જે વિચારે એવું જ છે કે પછી આ શૌર્ય ની કોઈ નવી ચાલ હતી) 

રઘુ રિમાન્ડ રૂમમાં બેઠો હતો, તેના ચહેરા પર કોઈ ડર ન હતો, દિગ્વિજયસિંહ રિમાન્ડ રૂમમાં આવે છે અને ની સામે રહેલ ખુરશી પર બેસે છે. 

“વેલકમ ઈન્સ્પેકટર માનવું પડશે મારા વાર થી બચી ગયો તું ” રઘુ એ કહ્યું 

“તારા જેવા મચ્છર ની ઔકાત નથી કે મારો શિકાર કરે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ઈન્સ્પેકટર એ દિવસે તારી કિસ્મત સારી હતી જો મારા હાથમાં એ દિવસે કોઈ એ પથ્થર નો કાંકરો ના માર્યા હોત તો આજ તું અહીં ન હોત ” રઘુ એ કહ્યું 

“શું પથ્થર નો કાંકરો? ” દિગ્વિજય સિંહે આશ્ચર્ય સાથે કહ્યું 

“હા મારું નિશાન બરોબર હતું પણ કોને ખબર અચાનક મારા હાથમાં કોઈક એ એ પથ્થર માર્યા કહેવામાં કાંકરો હતો પણ હથેળી ની આરપાર થઈ ગયો અને મારું નિશાન ચૂકી ગયો ” રઘુ એ પોતાનો ડાબો હાથમાં રહેલો પાટો બતાવતા કહ્યું 

“રઘુ સમય પહેલાં કોઈ ને મોત નથી આવતી એટલે અફસોસ ના કર પણ ચિંતા કર હવે હું તારી શું હાલત કરી ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ઈન્સ્પેકટર તો દેખાય છે એના કરતાં વધારે બેવકૂફ છે ” રઘુ એ કહ્યું 

“મતલબ? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ મતલબ કે એ આ રિમાન્ડ રૂમની બહાર કેમેરા છે અને અંદર પણ મને કંઈપણ થયું તો તમે બધા મુસીબત મા આવી જશો ” રઘુ એ પગ પર પગ ચડાવતા કહ્યું 

“ઓહ બહુ હોશિયાર છો તું માનવું પડશે ” દિગ્વિજય સિંહે ઉભા થતા કહ્યું અને તે રૂમની બહાર જતો રહ્યો. 

થોડીવાર પછી પાટીલ આવ્યો અને રઘુ ને લઈ ગયો અને જેલમાં પુરી દિધો, ચાર કલાક સુધી રઘુ જેલમાં જ રહ્યો, તેને સમજાતું જ ન હતું કે દિગ્વિજયસિંહ આખરે શું કરવા માંગે છે. થોડીવારમાં પાટીલ ફરી આવ્યો અને તેની સાથે ઈન્સ્પેકટર સિંદ્દે પણ હતો, તે રઘુ ને હેડક્વાર્ટર ની બહાર લઇ ગયા અને ત્યાં થી તેઓ પોલીસ હેડક્વાર્ટર ની પાછળ ના ભાગમાં ગયા અને ત્યાં એક દરવાજો હતો તે રઘુ ને તે દરવાજા થી અંદર ગયા અને રઘુ એ જોયું તો એ ફરી રિમાન્ડ રૂમમાં આવી ગયો હતો પણ આ વખતે તે કોઈ બીજા રસ્તે થી અંદર આવ્યા હતા. 

“થેન્કયું રઘુ ” દિગ્વિજય સિંહે રઘુ ને સામે આવતાં કહ્યું 

“કેમ? ” રઘુ એ કહ્યું 

“યાર રઘુ તે જ મને કહ્યું હતું કે રિમાન્ડ રૂમની બહાર કેમેરા છે અને અંદર પણ છે એટલે મેં તને ચાર કલાક પહેલાં જેલમાં મોકલી દીધો જે કેમેરા મા રેકોર્ડ થઈ ગયું છે અને હવે રિમાન્ડ રૂમ ના કેમેરા ખરાબ છે જેની એપ્લિકેશન મે આગળ મોકલાવી આપી છે અને તને આ વખતે પાછળ ના રસ્તા થી લાવ્યા છીએ જયાં કોઈ કેમેરા નથી અને જેલ ની બહાર પણ કોઈ કેમેરા નથી એટલે ઓફિસયલ રેકોર્ડ મુજબ તું હજી જેલમાં છો હવે તારી સાથે અમે કંઈ પણ કરી એ કોઈ અમારું કંઈ પણ નહીં બગાડી શકે ” દિગ્વિજય સિંહે ખુરશી પર બેસતાં કહ્યું 

“ઈન્સ્પેકટર બહુ મોટી ભૂલ કરી રહ્યો છે તું તને નથી ખબર મારી પાછળ કોણ છે ” રઘુ એ ધમકાવતાં કહ્યું 

“સર આ તો આપણ ને ધમકી આપે છે ” ઈન્સ્પેકટર સિંદ્દે એ કહ્યું 

“સિંદ્દે કબૂતર મરતાં પહેલાં થોડું ફડફડાટ કરે છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“તું.... મને...... ” રઘુ એ લથડાતાં કહ્યું 

“હા અમે તને મારવાના છીએ ” પાટીલે એ કહ્યું 

“રઘુ તારી પાસે એક જ રસ્તો છે સરકારી ગવાહ બની જય તો બચી જાય નહીં તો.... ” ઈન્સ્પેકટર સિંદ્દે એ કહ્યું 

“હું સરકારી ગવાહ બની તો પણ મરી અને નહીં બની તો પણ મરી ” રઘુ એ કહ્યું 

“મતલબ? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ઈન્સ્પેકટર એકવાર જે એના માટે કામ કરે છે એ કયારેય એની વિરોધ નથી જઈ શકતો અને જવા ની કોશિશ કરી તો મોત સિવાય કોઈ પણ વિકલ્પ નથી એની પાસે ” રઘુ એ કહ્યું 

“બહુ જોયા છે એની જેવા એકવાર કાનૂન ના હાથ એના સુધી પહોંચી જાય એટલે એ પણ..... ” દિગ્વિજય સિંહે મક્કમતા થી કહ્યું 

“ઈન્સ્પેકટર મારી સલાહ માન કમિશનર ની મોત નો કેસ ભૂલી જા નહીં તો તારી મોત નો કેસ ની તપાસ કરવા કોઈ નહીં બચે ” રઘુ એ કહ્યું 
 
“રઘુ કમિશ્નર અને હુસેન ના મર્ડર કેસને હું ઉકેલી ને રહી ” દિગ્વિજય સિંહે કહ્યું 

“હુસેન નું મડૅર? ” રઘુ આર્શ્ચય સાથે કહ્યું 

“હા હુસેન નું મડૅર તમે લોકો એ જ કર્યું છે ને એની આખી ગેંગ ની ખતમ ” દિગ્વિજય સિંહે કહ્યું 

“અરે હુસેન તો એના માટે કામ કરતો હતો અને તમે લોકો એ જ એન્કાઉન્ટર મા એને માર્યા ” રઘુ એ કહ્યું 

“અમે કોઈ એન્કાઉન્ટર નથી કર્યું ” દિગ્વિજય સિંહે કહ્યું 

“પણ કમિશ્નર તો પૈસા લીધા હતા સુ…….” આટલુ બોલતા જ રઘુ અટકી ગયો 

“કોની પાસે થી લીધા એણે પૈસા? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ઈન્સ્પેકટર મારી વાત માન આ કેસ ભુલી જા હું તો નહીં રહું પણ તમે બધા પણ.... ” રઘુ એ અકળાય ને કહ્યું 

દિગ્વિજય સિંહ રઘુ ને કંઈ પણ કહે તે પહેલાં જ અચાનક રઘુ ને ઝટકો લાગ્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો, દિગ્વિજયસિંહ, સિંદ્દે અને પાટીલ ને તો કંઈ સમજાયું નહીં, સિંદ્દે તરત જ રઘુ ને ચેક કર્યા અને કહ્યું, “સર આ.... તો..... મરી ગયો ”

“શું???? ” દિગ્વિજય સિંહે આશ્ચર્ય સાથે કહ્યું અને તરત જ તેણે રઘુ ની હાથની નસ ની તપાસ કરી પણ તે મરી ચુક્યો હતો. 

“સર રઘુ તો આપણી સામે હતો આમ અચાનક ” પાટીલે એ કહ્યું 

દિગ્વિજય સિંહ રઘુ ના હાથ ને નીચે મૂકવા જઈ રહ્યો હતો ત્યાં જ તેની નજર તેનાં કલાઈ પર પડી તેણે જોયું તો રઘુ ની કલાઈ પર એક ટેટુ હતું, જ્યારે તેણે એ ટેટું જોયું તો દિગ્વિજય સિંહ નું તો મગજ ચકરાવા લાગ્યું કારણ કે રઘુ ની કલાઈ પર ટેટું હતું એ ટેટું જે રહસ્યો ની એવી ગૂંચ ઊભી કરવાનું હતું જેને દિગ્વિજય સિંહ અને શૌર્ય ઉકેલતા ઉકેલતા ઉકેલી જશે. 

રઘુ ની કલાઈ પર ટેટું હતું, “ DEVIL EYE ” જે સ્ક્રેચ લાલ ડાયરી મા હતું એવું જ ટેટું રઘુ ની કલાઈ પર હતું હવે દિગ્વિજય સિંહ ને સમજાતું ન હતું કે આખરે આ બધું થઈ શું રહ્યું છે, તેમણે રઘુ ની બોડી ને ફોરેન્સિક લેબ મા મોકલાવી હવે જયાં સુધી ફોરેન્સિક માંથી  પોસ્ટમોર્ટમ ની રિપોર્ટ ના આવે ત્યાં સુધી રઘુ ની મોત કંઈ રીતે થઈ એ ખબર પડી શકે તેમ ન હતી. 

દિગ્વિજય સિંહ પોતાની કેબિન માં સિગરેટ ના બે પેકેટ ખાલી કરી ચૂક્યો હતો તેને સમજાતું જ ન હતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે, હુસેન ને શૌર્ય એ માર્યા પણ રઘુ એ કોઈક બીજા ના કહેવા પર કમિશ્નર ને માર્યો અને એજ વ્યક્તિ ના કહેવાથી દિગ્વિજય સિંહ ને પણ મારવાનો પ્રયાસ કર્યો પણ દિગ્વિજય સિંહ ને તો કોઈક એ બચાવી લીધો તો હવે આ બચાવનાર કોણ હતો યાર, ઉપરથી કમિશ્નર એ આપેલી લાલ ડાયરી સ્કેચ નું ટેટું રઘુ ના હાથમાં હતું, હવે આખરે લાલ ડાયરી મા લખેલી વાતો હકીકત હતી કે શું? 

અચાનક દિગ્વિજય સિંહ નો ફોન રણકયો અને તેણે ફોન ઉઠાવ્યો જયારે તેણે ફોન મૂકયો ત્યારે તેના ચહેરા પર ચિંતા ની લકીરો ખેંચાઈ આવી હતી કારણકે એ ફોન ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માંથી હતો અને તેમણે એટલું જ કહ્યું કે રઘુ ની મોત હાર્ટ એટેક થી થઈ છે પણ જયારે રઘુ મર્યો ત્યારે દિગ્વિજય સિંહ ત્યાં જ હતો પણ એને હાર્ટ એટેક જેવું તો કંઈ લાગ્યું જ નહીં ,શું ખરેખર રઘુ ની મોત હાર્ટ એટેક થી થઈ હતી? 

હવે બધા ના મગજ ચકરાવા ના છે કારણ કે હવે બધા ની લાઈફ મા ખલનાયક આવવાનો છે, લાલ ડાયરી શૌર્ય ને એની લાઈફ મા એક નવું લક્ષ્ય આપશે, પણ એ પહેલાં પોતાને કિંગ તરીકે આ દુનિયા ની સામે લાવવાનું હતું, શૌર્ય અને કાનજી પટેલ જે મતભેદ અને મનભેદ છે એના દૂર કરવાનો હતાં, શૌર્ય એ માત્ર હુસેન ને માર્યો હતો પણ એ નથી જાણતો કે એણે કોના સામ્રાજય ની ઈંટ પર પ્રહાર કર્યો છે, અજાણતા શૌર્ય એ આ પ્રહાર કર્યા હતો પણ હવે શું થશે એ તો ભવિષ્યમાં ખબર પડશે. એકવાત કહી જ દવ રઘુ ની મોત હાર્ટ એટેક થી નથી થઈ પણ ફોરેન્સિક રિપોર્ટ પણ ખોટી નથી, પણ રઘુ ની મોત નુંં કારણ છે ડેવિલ આઈ અને એ કેવી રીતે એ તમને સીઝન - 2 મા ખબર પડશે. 

હવે શૌર્ય કિંગ તરીકે બધાની સામે આવશે અને કાનજી પટેલ પ્રત્યે જે નફરત છે એ પણ સામે આવશે, શૌર્ય નું અતિત ફરી બધાની સામે આવશે, પણ જયારે શૌર્ય આ લાલ ડાયરી સુધી પહોંચશે ત્યારે તે પોતાના એક અજીજ વ્યક્તિ ને ગુમાવી દેશે. પણ લાલ ડાયરી એક અંત લાવશે અને લાલ ડાયરી જ એક નવો આરંભ કરશે કારણ કે તમે જાણો જ છો, “ અંત જ આરંભ છે ” 

હવે હું બધા રહસ્યો ઉજાગર કરવાનો છું તો બસ થોડી રાહ જોઈ લો બહુ જલ્દી આ સીઝન પુરી થશે અને અંતે એક એવો સવાલ ઉભો કરશે જે તમને સીઝન - 2 વાંચવા માટે મજબૂર કરી દેશે તો બસ રહસ્યો જાણવા વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”