Maro pahelo prem in Gujarati Love Stories by Meghu patel books and stories PDF | મારો પહેલો પ્રેમ

Featured Books
Categories
Share

મારો પહેલો પ્રેમ

મારો પહેલો પ્રેમ
આ દુનિયામાં દરેક વ્યક્તિ ની એક મનપસંદ રમત હોય છે. કોઈ ને ક્રિકેટ, કોઈ ને ક્બડડ્ડી તો કોઈ ને ફૂટબોલ... એ જ રીતે મને શબ્દો થી રમવું એ શોખ છે મારો....
મહેફિલ ની શાન નહીં,
પરિવાર નું સમ્માન બનવું છે
જેને ભુલાવી ના શકે આ દુનિયા
તેવી એક ઓળખાણ બનવું છે
જેના પર કરી શકે દરેક વ્યક્તિ ભરોષો
મારે તેવા માણસ બનવું છે
જે લાગણીઓને સમજાવે શબ્દો થી
તેવા શબ્દો નું એક ઝરણું બનવું છે

આપણા જીવન માં થતી કોઈ પણ ઘટનાં કે કંઈક વાત....
આ બધાં પ્રસંગો માં જે પહેલો પ્રસંગ કે પહેલી ઘટનાં હોય તે પોતાની કંઈક અલગ જ છાપ આપણા હૃદય માં મૂકી જાય છે. ગમે તેટલા દિવસો પછી પણ તેની છાપ એવી જ રહે છે. તમે વિચારી જુવો સૂરજ ની પહેલી કિરણ સાથે તમારી સવાર પડે અને તમે ફ્રેશ થઈ ને હાથ માં દિવસ ની પહેલી કોફી કે ચા નો કપ લઇ ને બાલકની માં ઉભા હોય અને ત્યાં જ અચાનક મેઘરાજા પોતાની પહેલી સવારી સાથે વર્ષાઋતુ નું આગમન કરે અને તમે એના સાક્ષી હોય એમ એક તરફ ઠંડા પવન અને બીજી તરફ કોફી કે ચા નો ગરમ કપ તાજગી માં વધારો કરે અને એ ચોમાસા નો પહેલો વરસાદ જાણે કેટલાય દિવસો થી તરસેલી ધરતી ની તરસ છુપાવી માટીમાં પોતાને ઓગાળી ને માટી ની સુવાસ આપણી ભીતર નાં રોમે રોમ ને આનંદ વિભોર કરી મૂકે છે.

તેવી જ રીતે શાળા કે કૉલેજ નો પહેલો દિવસ કેટલા ઉત્સાહિત થઈ ને નવા નવા સપનાઓ સાથે જીવન ને એક નવા પગથિયાં તરફ લઇ જાય અને ત્યાંથી કયારેય નાં ભૂલી શકાય તેવી અગણિત યાદો આપી ને જાય છે, તો કલ્પના કરી શકો કે પહેલા પ્રેમ ની અનુભૂતિ કેવી હશે ?...કહેવાય છે કે "પ્રેમ ની લાગણી ને શબ્દો માં વર્ણવી શકાતી નથી માત્ર અનુભવી શકાય છે. આમ પ્રેમ ને શબ્દો માં લખી શકાય નહીં" તેમ છતાં આ શબ્દો નાં સાગર માંથી પ્રેમ નાં મોતી શોધીને મારાં પહેલા પ્રેમ ની કહાની લઇ ને તમારી સમક્ષ રજૂ કરવા આવી રહી છું.

"પહેલા પ્રેમ ની પણ એક અલગ જ અદા હોય છે,
પહેલો પ્રેમ કોઈ નસીબદાર પર જ ફિદા હોય છે "
મારાં પહેલા પ્રેમ ની શરૂઆત ક્યાંથી કરવી ? સામાન્ય રીતે લોકો ને તેમનો પહેલો પ્રેમ શાળા કે કોલેજ માં મળી જાય છે પણ મને મારો પહેલો પ્રેમ બાળપણ માં જ મળી ગયો. !! હા ! બાળપણ માં જ અને હા ., બાળપણ થી લઇ ને આજે 21વર્ષ થયા એ મારી સાથે છે અને વિશ્વાસ થી કહી શકું કે આગળ પણ તે મારી સાથે જ રહશે જ
હું પોતાને નસીબદાર માનું છું કે તે મારાં પહેલા પ્રેમ નાં સ્વરૂપે મારી સાથે છે. મારો પહેલો પ્રેમ મારી જેમ જ છે.

કયારેક શાંત, કયારેક ચંચળ
કયારેક સરળ, કયારેક વિચિત્ર
કયારેક જિદ્દી, કયારેક મસ્તીખોર.....
જેટલો simple એટલો જ special..હવે તમે કહેશો આવું તો કઈ હોતું હશે !!
સરળ અને વિશેષ...
હા !!..સાહેબ, મારો પહેલો પ્રેમ આવો જ છે..
Simple અને special
કારણ કે....
અમારા પ્રેમ માં અત્યાર સુધી કોઈ brekup કે patchup નથી થયા. જે આજ કાલ નાં યુવાનો માં સામાન્ય પ્રશ્ન છે. જયારે અમારા સબઁધ માં આ પ્રશ્ન ને ઉકેલવાની જરૂર જ નથી પડી. કારણ કે કયારેક તે મારી વાત માની લે છે અને કયારેક હું એની વાત માની લઉં છું.


આમ તો અમે બંને careless છીએ પણ જયારે વાત એકબીજા ની care કરવાની ત્યારે સૌથી વધારે caring person બનતા વાર નથી લાગતી.
મારાં પહેલા પ્રેમ માં
બંધારણ નથી પણ વ્યવસ્થા છે
સૂચન નથી પણ સમજણ છે
કાયદો નથી પણ અનુશાસન છે
ભય નથી પણ ભરોષો છે
શોષણ નથી પણ પોષણ છે
આગ્રહ નથી પણ આદર છે
સંપર્ક નથી પણ સબઁધ છે
અર્પણ નથી પણ સમર્પણ છે

મારાં જીવન ની દરેક ઊંચ - નીચ માં ચડતી - પડતી માં સુખ-દુઃખ માં તેણે મારો સાથ આપ્યો છે આજે જે કઈ પણ છું તેમની જ બદોલત છું. આ ઝિંદગી જીવવા જેવી લાગે છે કારણ કે તે મારી જિંદગી માં છે. જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઈ જાય તેનું નામ એટલે પહેલો પ્રેમ, અને એક હકીકત છે આ સમગ્ર દુનિયા માં જો તમને કોઈ સાચો અને નિશ્વાર્થ પ્રેમ કરનાર મળી જાય ને તો દોસ્ત સ્વર્ગ ધરતી પર જ છે. પ્રેમ એ પ્રાર્થના કરતા પણ ઉપર ની અવસ્થા છે.
એક સાચો મિત્ર તમને એમ કહેશે કે "હું બધી મુશ્કેલી સાથે છું" પરંતુ જે તમને સાચો પ્રેમ કરશે એ તમને એમ કહેશે કે " તને કોઈ મુશ્કેલી નઈ આવે જ્યાં સુધી હું તારી સાથે છું ".
"શું નામ આપું તારા સબઁધ નું..?જયારે કોઈ સાથે નથી હોતું ત્યારે તું સાથે હોય છે અને જયારે બધું જ હોય છે ત્યારે તારી જ કમી હોય છે ".

આમ મારાં જીવનમાં પણ બધી મુશ્કેલી ને મારાં થી દૂર રાખનાર, મારો પહેલો પ્રેમ એટલે બીજું કોઈ નહીં પણ મારાં પપ્પા છે. અને મારાં મત પ્રમાણે દરેક દીકરી નો પહેલો પ્રેમ એમના પપ્પા જ હોઈ શકે. કારણ કે પપ્પા એટલે એવી બેંક જ્યાં બેલેન્સ નાં હોવા છતાં તમારા સપનાં પૂરા કરવાનો પ્રયત્ન કરે. પ્રેમ તો કોઈ ને પણ થઈ જાય પણ જે વગર કહીયે પ્રેમ જતાવી જાય તે પપ્પા જ હોય. હા બેશક મને મમ્મી માટે માન છે, માં તારા આશીર્વાદ વગર એક ડગલું પણ ભરાય એમ નથી એમ કહીં ને નમો એ બધું જ કહીં દીધું. લડવું, જીતવું અને આપવું મમ્મી પાસે થી જ શીખી છું. આજે અહીં છું તે મમ્મી નાં જ કારણે છું,પણ એક દીકરી માટે એનો પહેલો પ્રેમ એના પિતા જ હોય છે. કારણ કે એને ખબર છે દુનિયામાં આ એક જ પુરુષ છે જે કયારેય તેનો વિશ્વાસ નહીં તોડે અને દરેક મુશ્કેલી માં સાથ આપશે.
મમ્મી માટે તો શબ્દો ઓછા પડે કારણ કે
દરેક કલાકાર પોતાની કૃતિ ને એક નામ આપતો હોય છે પણ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી જે બાળક ને જન્મ આપે છે પણ નામ પિતાનું આપે છે. આમ તો પપ્પા વિશે ઘણું બધું લખાયું છે પણ જયારે એક દીકરી તેના પપ્પા વિશે લખે છે ત્યારે તે વાસ્તવિકતા ની સૌથી નજીક હોય છે, એટલે જ કહેવાય છે કે મધર્સ ડે હોંશે હોંશે ઉજવતા બહુ ઓછા લોકો ને ફાધર્સ ડે યાદ રહે છે. પપ્પા ભલે કયારેક ગુસ્સો કરી દે પણ ચાલવા થી લઈ ને દુનિયાદારી તો પપ્પા જ શીખવે છે. પપ્પા બાળપણ નાં એ મિત્ર છે જેની બાઈક નાં આગળ નાં ભાગે બેસીને દુનિયા જોતાં થયાં છે જેની આંગળીઓ પકડી ને પોતાના પગ પર ચાલતા થયાં છે. પપ્પા એક એવી વ્યક્તિ છે જે વિચારે છે કે મારુ સંતાન મારાં કરતા વધારે સફળ બને.

પિતા એ નથી કે જે ફિલ્મો કે ટીવી માં જોવા મળે છે. પિતા એ છે જે રોજ રાત - દિવસ એક કરીને પરિવાર નું ધ્યાન રાખે અને રોજ બરોજ ની ઘટમાળ માંથી આંખ સામે ઉપસી આવે છે. પપ્પા એમ કહેશે કે આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી પણ એમ નાં કહે કે "બેટા આજે મન ઉદાસ છે ".દીકરી સાથે ઘણી વાતો શેર કરતા પિતા પોતાના દર્દ શેર કરી શકતા નથી. હજારો કામકાજો થી ઘેરાયેલી, પોતાની જિંદગી ની વ્યસ્તતા માંથી થોડો સમય કાઢી ને દીકરી જયારે પિતાને વાળમાં હાથ ફેરવી જગાડે છે ત્યારે પિતાનો દિવસ સુધરી જાય છે અને એ જ પિતા જયારે આખો દિવસ ઓફિસ માંથી કામ કરી ને કે પછી ખેતર માંથી થાકીને કંટાળી ને ઘરે આવે ત્યારે દીકરી નાં એક સ્મિત જોઈ ને આખા દિવસ નો થાક ઉતારી દે છે, અને એટલા માટે જ તો હું દીકરી અને પિતા નાં પ્રેમ ને પહેલો પ્રેમ કહું છું. કારણકે આ બને વ્યક્તિ એક બીજા ને વ્હાલ કરવા માટે નાની નાની તક શોધતા રહે છે.

દુનિયા જીતવા માટે જીવતા પિતા દીકરી નાં પ્રેમ પાસે હારી જાય છે અને જયારે એ જ પ્રેમ એને છોડી ને બીજાના ઘરે જાય ત્યારે દીકરી ની વિદાય વખતે તે મૂળ સ્ત્રોતો ઉખડી જાય છે. દીકરી સાથે સમજણ થી છૂટા પડતા પિતા સલાહકાર બની ને રહી જાય છે. કરોડો ની નુકશાની ખમી જતા પિતા ભાગીદારી નો દગો ખમી સકતા નથી. સાહેબ દીકરી નું રુદન ફેસબુક ની દીવાલ ને ભીંજવતું હોય છે, પણ પિતા નું રુદન એના ઓશિકા નાં કવર ને પલાળતું નથી.
કહેવાય છે કે.......
"મમ્મી ને ચાહતા રહો...
સમજવાની જરૂર નથી "
હું કહું છું કે,
" પપ્પા ને બસ સમજી લો....
આપોઆપ ચાહવા લાગશો. "