Interesting knowledge about stephen hawking in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | તમારી યાદ આવશે, મિસ્ટર હોકિંગ ! (સ્ટિફન હોકિંગ વિશેની રસપ્રદ વાતો)

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

તમારી યાદ આવશે, મિસ્ટર હોકિંગ ! (સ્ટિફન હોકિંગ વિશેની રસપ્રદ વાતો)

"જ્ઞાનનો સૌથી મોટો દુશ્મન અજ્ઞાનતા નથી, પણ હું બધું જાણું છું એવો ભ્રમ હોવો એ જ સૌથી મોટો દુશ્મન છે." - લેખકનું નામ પોતે વિચારો…

(આ વાક્ય વાંચતાની સાથે જ જેણે આ કહેલું છે એની ખબર પડી ગઈ હોય તો અભિનંદન ! અને ખબર ન પડી હોય તો પણ અભિનંદન ! કેમ કે હવે પછી લખેલું વાંચવાની વધુ ઉત્સુકતા રહેશે...)

બધા વાચકોને મારા પ્રણામ. 2018ના વર્ષના હજી 3 મહિના જ થયા છે, પણ આ ગાળામાં જ કેટલાક લોકોના મૃત્યુએ વિશ્વને હચમચાવી નાખ્યું છે. પ્રખ્યાત બ્રિટિશ કોમેડિયન કેન ડૉડ કે હિપ-હોપ સ્ટાર ક્રેગ મેક અથવા આપણા જ દેશના ખ્યાતનામ કલાકારોમાંથી એક એવાં પદ્મશ્રી વિજેતા શ્રીદેવીજી હોય, આ બધાના મૃત્યુથી એમના ચાહકોને પારાવાર દુઃખ થયું છે. કેટલાક લોકો તો હજી એમ માની પણ નથી શક્યા કે આ લોકો આપણી વચ્ચે નથી. પણ ઉપર જે નામ બતાવ્યા એમાંથી કોઈ બહુ પ્રખ્યાત નામ પણ ખૂટતું હોય એવું લાગે છે ને ? હા, હા એ જ વૈજ્ઞાનિક જે કેટલાય વર્ષોથી વ્હીલચેર પર જ બેસીને એક અસાધ્ય બીમારીના માઠા પરિણામો ભોગવી રહ્યા હતા. હા, એ જ બ્રિટિશ વૈજ્ઞાનિક કે જેના બહુ ઉમદા ટી.વી. શો જેમ કે ‘બિગ-બેંગ થિયરી’ ને આપણે બહુ રસપૂર્વક નિહાળી ચૂક્યા છીએ. હા, એ જ સ્ટીફન , સ્ટીફન... સ્ટીફન... સ્ટીફન હોકિંગ !

આપણે જાણીએ છીએ એ મુજબ ચાલુ વર્ષે 14 માર્ચના રોજ તેમનું 76 વર્ષે અવસાન થયું ને લગભગ આખી દુનિયા ગમમાં ડૂબી ગઈ. કેટકેટલાય લોકોએ, સંસ્થાઓએ, દેશોએ આ બદલ દિલગીરી જાહેર કરી.

તેમણે કરેલ બધા મહાન કામોની જે ખબર ક્યાંક ખોવાઈ ગઈ હતી એ ટીવી તેમજ સોશ્યિલ મીડિયાના પરિણામે બધા પાસે પહોંચવા લાગી. લોકોના વોટ્સએપ તેમજ ફેસબૂક માં – ‘R.I.P.Stephen Hawking’ ના ઢગલા થવા માંડ્યા. બધાએ પોતપોતાની રીતે આ બાબતનું દુઃખ જાહેર કર્યું.

જો કે આમાં કોઈ ખોટી વાત નથી, પણ કોઈ વ્યક્તિના સમગ્ર જીવન વિશે જાણ્યા વગર, એમણે કરેલા કાર્યો વિશે માહિતગાર ન હોઈએ તો પછી શોક વ્યક્ત કરવું નિરર્થક છે એવું કેટલાકને થતું હશે. એટલે જ આ અંકમાં એ મહાન વ્યક્તિનો બહુ રસપ્રદ માહિતીરૂપી ‘ખજાનો’ તમારા માટે પ્રસ્તુત છે.

આપણે સૌ લગભગ દિવસમાં ઓછામાં ઓછું એકવાર તો આપણી ઉપર રહેલા વિશાળ આકાશ તરફ નજર નાખીએ જ છીએ. જો મન શાંત હોય ને બીજા વિચારો ઓછા આવતા હોય, તો આ આકાશના તારાઓ કે વિશાળ ચંદ્ર અને સૂર્યને જોઈને અવકાશમાં જવાનું મન બધાને થઈ જ જાય છે. ક્યાંક આપણે આપણી પૃથ્વીથી હજારો (કે લાખો કે કરોડો) પ્રકાશવર્ષ દૂર એવા એકાદ તારાની નજીક પહોંચી શકીએ તો કેવું ! ત્યાંની માટીનો સ્પર્શ કરી શકીએ તો ? ત્યાંથી પલકવારમાં ફરીને પાછા આવી શકીએ તો ? બસ, આવી જ કલ્પનાઓ કોઈ પણ મનુષ્યને થતી હોવી સ્વાભાવિક છે.

આ બધા સ્વપ્નોને પૂરા કરવા ઘણા પરિબળો એકસાથે કામ કરવા જોઈએ એ ચોક્કસ છે.

આ બધા માટે સ્વસ્થ શરીરની તો પ્રથમ આવશ્યકતા છે જ. પણ હવે એવું વિચારો કે તમે તમારી ભરયુવાનીમાં એટલે કે 21-22 વર્ષ આજુબાજુ કોઈ એવા રોગનો શિકાર બની ગયા છો જે એ સમયમાં અસાધ્ય છે... તમે હાથ-પગ ને ધડ હોવા છતાં તેનો ઉપયોગ ન કરી શકો તો ? ફક્ત તમે મગજનો જ સંપૂર્ણ ઉપયોગ કરી શકો છો, બીજા કોઈ જ અંગનો નહિ !!! (આવી પરિસ્થિતિ કલ્પવી પણ કઠિન છે !)

સામાન્યતઃ આવી સ્થિતિમાં મોટેભાગે આપણે હિંમત હારી જઈશું ને બસ મરવાના વાંકે પડ્યા રહીશું. આપણને એમ જ લાગ્યા કરશે કે કોઈના સહારા વગર આપણું કંઈ જ નહીં થાય. પણ સ્ટીફનના કેસમાં એવું ન હતું. એમણે 21 વર્ષની ઉમરે ‘મોટર ન્યુરોન ડિસિસ’ ( જેનું બીજું નામ - ASL) જેવો બહુ દુર્લભપ્રાય રોગ થયો. આ રોગમાં ધીરે ધીરે આખા શરીરના ચેતાતંતુઓ મરી પરવારે તથા માણસનું લગભગ આખું શરીર લકવાગ્રસ્ત થઈ જાય. નિષ્ણાતોના મતે આ રોગમાં ડાયગ્નોસીસ કરાવ્યા પછી લગભગ 4 વર્ષમાં જ દર્દીનું મૃત્યુ થઈ જાય. એ રોગના જ બીજા એક પ્રકારમાં ફક્ત 10 વર્ષમાં જ મૃત્યુ થઈ જાય. પણ આ રોગ સ્ટીફનને 1963 માં લાગુ પડ્યો, તેમ છતાં સતત 55 વર્ષ સુધી સ્ટીફનને કંઈ ન થયું. તેમણે 74 વર્ષ સુધી આયુષ્ય ભોગવ્યું. આ કિસ્સો પણ ડોક્ટરોના મતે મેડિકલ ક્ષેત્રમાં ચમત્કારિક છે ને આનું કોઈ ચોક્કસ કારણ હજી જાણી નથી શકાયું.

જેમ બધા કહે છે એમ, “કેટલું જીવ્યા એ નહિ, પરંતુ કેવું જીવ્યા એ મહત્વનું છે.” આ વાત તેમના માટે પૂરેપૂરી લાગુ પડે છે. એટલે આવી ભયંકર બીમારી હોવા છતાં નાસીપાસ ન થવું ને સતત માનસિક રીતે એની સામે લડતા રહેવું એ બહુ ગજબની વાત છે. ઉપરાંત આ બધામાં પણ પોતાની બુદ્ધિ ચોક્કસ જગ્યાએ દોડાવીને અવકાશના એવા સંશોધનો કરતા રહેવા કે જે લગભગ અશક્ય છે, એ વાત વધુ મહત્વપૂર્ણ છે.

ચાલો, તો હું તમને એમના જીવનની એક નાની, પણ બહુ જ રોમાંચક સફરે લઈ જાઉં...

એમનો જન્મ 8 જાન્યુઆરી, 1942 ના દિવસે ઇંગ્લેન્ડમાં થયો હતો. એમણે શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં Physics/ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો. જો કે એમના પિતાની ઈચ્છા એમને તબીબવિજ્ઞાની બનાવવાની હતી, પણ તેમણે પોતાના રસ મુજબ આ શાખામાં જ અભ્યાસ જારી રાખ્યો. ત્યાં અભ્યાસ કર્યા પછી તેઓ પૂરા બ્રહ્માંડનો, એટલે કે Cosmology/બ્રહ્માંડવિજ્ઞાનનો અભ્યાસ કરવા કેમ્બ્રિજ ગયા.

હવે આમ કરતા કરતા તેમની ઉમર કંઈક 21ની થઈ હશે ને બહુ અસાધ્ય મનાતો એવો રોગ (ASL) થયો. આ રોગમાં આખા શરીરે ધીમે ધીમે લકવો ફેલાવા મંડે છે ને બહુ ઓછા જ સમયમાં મૃત્યુ નિશ્ચિત બની જાય છે. આ સમયે તેઓ Ph.D.નો અભ્યાસ કરી રહ્યા હતા એટલે એ પૂરું કરી શકવું લગભગ અશક્ય મનાવા લાગ્યું. આમ છતાં, બધા અવરોધોને અવગણીને એમણે Ph.D. પૂરું કરી અને આગળના દાયકામાં પણ બહુ હોંશથી પોતાના જ્ઞાનની સીમાઓને દૂર પ્રસરાવા લાગી ગયા.

રોગ ધીમે-ધીમે વધુ પ્રસરવા માંડ્યો હતો. એટલે તેઓનું હલન-ચલન મર્યાદિત બનતું ગયું ને વધુ સમય વ્હીલચેર પર જ જવા લાગ્યો. હવે તેમની બોલી શકવાની ક્ષમતા બહુ ઓછી બચી હતી ને 1985 ની આજુબાજુ તો ‘ટ્રેકીઓટોમી’ (મેડિકલની એક થેરાપી )ના કારણે તો એમની વધેલી બોલી શકવાની ક્ષમતા પણ ચાલી ગઈ.

પોતાના અભ્યાસમાં સ્નાતકની પદવી મળ્યા પછી સ્ટીફને ત્યાં કેમ્બ્રિજમાં જ સેવા આપવાનો નિર્ણય કર્યો. પહેલા એક અભ્યાસી ને પછી એક નિષ્ણાત તરીકે તેઓ કાર્ય કરવા લાગ્યા. ઈસ. 1974માં તેમને ‘રોયલ સોસાયટી’ ના એક સભ્ય તરીકે બહુ માનદ પદ મળ્યું. આ એ જ સંસ્થા છે કે જેમાં મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ રહી ચૂક્યા છે. તેમને જે જગ્યા પ્રાપ્ત થઈ એ જગ્યાના એક જૂના સભ્ય સર આઇઝેક ન્યુટન પણ રહી ચૂક્યા હતા. ભણતા ભણતા પણ તેમનું મન તો બ્રહ્માંડમાં જ ઘૂમ્યા કરતું. એમણે વધુ જાણવા માટે હવે જે નિયમો અને સિદ્ધાંતો બ્રહ્માંડ માટે લાગુ પડાયેલા હતા એમનો બહુ નજીકથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું.

એ પછી થોડા સમયમાં જ તેમણે એવું પ્રતિપાદિત કર્યું કે જો આ બ્રહ્માંડની કોઈ શરૂઆત છે (જેમ કે બિગ-બેંગ થિઓરી) તો પછી એનો અંત પણ છે જ !

આ સમય સુધી સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતાની ‘સ્પેશ્યલ રિલેટિવિટી’ ની થિઓરી આપી ચુક્યા હતા એટલે બીજા એક સહયોગી કોસ્મોલોજિસ્ટ 'રોજર પેંરોસ' સાથે મળીને તેઓ એવા નિષ્કર્ષ પર પણ આવ્યા કે, અવકાશ અને સમય બંનેનો જન્મ એ બ્રહ્માંડના જન્મ સાથે જ થયો છે, એનું મૃત્યુ (એટલે કે અંત) એ 'બ્લેક હોલ' ની સાથે જ થઈ જાય છે. આમ આઇન્સ્ટાઈનની સ્પેશ્યલ રિલેટિવિટીની થિઓરી એ ‘કવોન્ટમ વાદ’ સાથે પ્રખર સંબંધ ધરાવે છે. આ ઉપરાંત ‘બ્લેક હોલ્સ’ પુરેપુરા શાંત નથી, પણ તેઓ રેડિએશન (વિકિરણ સ્વરૂપે ઉર્જા આપવી, જેમ સૂર્ય પૃથ્વીને આપે છે) નું ઉત્સર્જન કરે છે.

એમણે એવી પણ આગાહી કરી કે જન્મ સમયે બ્લેક હોલ્સ પણ સાવ નાના અમથા ‘પ્રોટોન’ (પ્રોટોન - કોઈ પણ વસ્તુનો એક માત્ર બંધારણીય ઘટક કે જે ધન વિજભાર ધરાવે છે) જેવડા જ હતા. તેમનું આ કથન ખરેખર બહુ મહત્વપૂર્ણ હતું, કેમ કે ત્યારબાદ જ એમની બીજા વૈજ્ઞાનિકો વચ્ચે ખરેખરી નોંધ લેવાઈ.

ઇસ. 2004માં સ્ટીફને પોતાની જૂની થિઓરી ને ‘THERE ARE NO BLACK HOLES’ (એટલે કે અહીં બ્લેક હોલ જ નથી) એવા સંદર્ભ સાથે ફરીથી રજૂ કરી જેથી જેઓ રૂઢિચુસ્ત ‘કોસ્મોલોજી’નો અભ્યાસ કરતા હોય તેઓ એ વાતને બરોબર સમજી શકે.

- એમણે ‘ઇવેન્ટ હોરિઝોન’ (એવી જગ્યા કે જ્યાંથી કોઈ વસ્તુ ભાગી/બચી ન શકે)ની સંભાવનાને નકારીને કહ્યું કે ‘ઇવેન્ટ હોરિઝોન’ની બદલે એવી જગ્યા અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ કે જેને ‘અપેરેન્ટ હોરિઝોન’ની સંકલ્પના આપી શકાય. આ એવી જગ્યા છે કે જે તટસ્થ નથી, પણ બ્લેક હોલ્સ મુજબ બદલાતી રહે.

સૌથી રસપ્રદ વાત તો એ હતી કે જ્યારે તેમણે પોતાની આગવી શૈલીથી એમ સમજાવ્યું કે - ખરેખર આપણા બ્રહ્માંડને કોઈ સીમા નથી !!

- આ માટે એમણે પૃથ્વીનું ઉદાહરણ લીધું, કે ભલે દેખીતી રીતે પૃથ્વી ફાઈનાઇટ એટલે કે નિશ્ચિત છે, પણ જેમ આપણે પૃથ્વી જેવા કોઈ ગ્રહના ચક્કર લગાવવાના ચાલુ કરીએ તો એ અફાટ અનંત છે ! કેમ કે એની હદ નક્કી કરતી કોઈ સીમા કે દીવાલ જેવું આપણે નહિ શોધી શકીએ ને આપણે એમજ ચક્કર મારતા રહી જઈશું.

આમ, આપણું બ્રહ્માંડ પણ પૃથ્વી જેમ જ અનંત છે !

સ્ટીફને પોતાના જીવનકાળમાં ઘણા બધા નાના-મોટા પુસ્તકો લખ્યાં છે. એમનું પ્રથમ પુસ્તક જ ‘A BRIEF HISTORY OF TIME’ ખૂબ જ સફળ નીવડ્યું ને થોડા જ સમયમાં એ વિશ્વભરમાં બેસ્ટ-સેલર બન્યું. આ પુસ્તકમાં એમણે ખાસ કરીને એક સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ રીતે બહુ સરળતાથી બ્રહ્માંડના ઉદ્દભવ તથા અંતનો ઉલ્લેખ કર્યો. જે છેવટે એમણે આપેલી ઘણી-બધી પ્રસિદ્ધ થિઓરીમાંથી એક બન્યો.

- હર્ષ મહેતા

આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર વાંચવા મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)