Prayan ek prabal man taraf - 1 in Gujarati Motivational Stories by Saumy Dildaari books and stories PDF | પ્રયાણ એક પ્રબળ મન તરફ - ભાગ -૧

Featured Books
Categories
Share

પ્રયાણ એક પ્રબળ મન તરફ - ભાગ -૧

આજના આધુનિક સમયમાં માણસ જીવનની રેસમાં જીતવા માટે સતત દોડધામ કરતો નજરે પડી રહયો છે અને તેમ થવું એ સ્વાભાવિક છે.પ્રયત્ન કરવો તે તો સૌથી શ્રેષ્ઠ બાબત છે પણ જે તે ધ્યેય કે વસ્તુની પ્રાપ્તિ ના થતાં માણસ નિરાશામાં ઘરકાવ થઈ જાય છે અને પછી તે નિરાશા ક્યાંક ને ક્યાંક તેની મનોભૂમિ પર અસર કરવાનું ચાલું કરી દે છે.તે પોતાને કે અન્યને આ માટે દોષિત ઠેરાવી પોતાના વિચલિત થયેલા મનને સમજાવવા નો પ્રયત્ન કરે છે.

પણ શું કોઈ ધ્યેય કે વસ્તુનું નું ના મળવું એ જીવનનું અંતિમ લક્ષ્ય હોય શકે..!! ના કદાપિ નહીં.કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ અને જીવન વચ્ચે પસંદગી ઉતારવાની હોય ત્યારી જીવનની જ પસંદગી થાય.બોસ જીવન છે તો બધુ છે.શ્વાસ છે તો રૂડા લાગીએ છીએ.અંતિમ શ્વાસ પછી એક પૂતળાથી વધુ આપની કોઈ ઓળખ નથી રહેતી તે સત્ય સ્વીકારવું જ રહ્યું.તેથી જ વ્યક્તિએ જીવનમાં સૌથી પહેલા પોતાના મન ને સાધવાનું એટલે મન ના બોસ બનવાનું છે.જે માટે માણસે મનને સમજવું જ રહ્યું.તો ચાલો આ સફર પર તમને લઈ જાઉં જ્યાં શીખશું કે મનને કેવી રીતે સમજાય અને તેની શકિતનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરાય.

સૌથી પહેલા તો તમારે એ વસ્તુમાં વિશ્વાસ ઊભો કરવો પડશે કે મનની કોઈ સ્વતંત્ર શક્તિ નથી અને બીજું કે તમે ઈચ્છો એ મુજબ તેની દિશા બદલી શકો છો અને તેની જોડેથી કામ લઈ શકો છો.મન એટલે બીજું કાઇં જ નહી પણ આપણે આપણા અને બીજા વ્યક્તિ કે વસ્તુ માટે માની લીધેલી વાતો કે બાંધી લીધેલી ગાંઠો અને જ્યારે આ સત્ય સ્વીકારવાથી શરૂઆત કરીએ છીએ ત્યારે એક સ્વચ્છ ,પવિત્ર અને મજબૂત મન તરફની આપણી યાત્રા શરૂ કરવા પ્રથમ પગલું ભરીએ છીએ.તે માટે નીચે મુજબનો અભ્યાસ કરો.

૧. તમારી આખા દિવસની દિનચર્યા તથા તે દરમિયાન મનમાં આવતા વિચારો દરરોજ નિયમિત રીતે નિષ્પક્ષ ભાવે એટલે કે જેવા વિચારો કે આવે છે બરોબર તે જ રીતે લખો.તેનાથી તમારા મનનાં વિચારો અંગે તમારી સ્પષ્ટતા આવશે અને બીજું કે તે નીકળીને પેપર પર આવી જશે તેનાથી તમે હળવાશ અનુભવશો.

૨. હવે આવા થોડા દિવસના અભ્યાસ પછી તમને ખ્યાલ આવશે કે તમે અમુક ખાસ પ્રકારની માન્યતાઓનાં બંધનમાં છો.ત્યારે તમારે એ માન્યતાઓ કયા સંજોગોમાં બંધાઈ અને તેની પાછડનાં કારણોની અંગે મનન કરી તેના કારણો લખો.ત્યારે તમને સમજાશે કે આ બધીજ માન્યતાઓનું મૂળ હું જાણું છું અને હું સાચો છું તે જ છે.અને તે ભાવ જ વ્યક્તિનાં મનને બેકાબૂ બનાવે છે.

૩. ઈશ્વર આગળ તમારાથી મન વચન અને કાયાથી કોઈને પણ પહોંચાડેલ દુઃખ બદલ માફી માંગી પ્રાયશ્ચિત કરો અને પવિત્રતા માટે પ્રાર્થના કરો.કારણે કે પવિત્ર હોવું એ ભગવાનનું સૌથી મોટું લાઇસન્સ છે.એટલે કે આવી વ્યક્તિને દરેક જગ્યાએ પ્રવેશ મળે છે.

૪. અહંકારને ક્યારેય જીતવા ના દો કારણ કે તે પોતે જીતશે પણ તમારી આંતરમન ને બેકાબૂ બનાવશે.

૫. દરરોજ કોઈ પણ જીવની નિસ્વાર્થ સેવા કરો.જરૂરી નથી કે પૈસાથી જ સેવા થાય.કોઈના દુખમાં જય ઊભા રહીએ અને દિલાસો આપીએ એ પણ સેવા છે.સેવાથી ચિત્ત નિર્મળ બને છે અને કુદરતી શક્તિઓ વધે છે.

૬.દરરોજ નીચેના સ્વ-સૂચનો નિયમિતપણે સવારે દોહરાવો :

હું એક આત્મા છું અને એટલે જ મારા માટે બધું જ શક્ય છે.

હું કુદરતના ન્યાયમાં વિશ્વાસ રાખું છું.

હું દરેકને પ્રેમ આપું છું એટલે મને પણ દરેક જોડેથી બદલામાં પ્રેમ જ મળે છે.

હું વર્તમાનમાં રહી શકું છું અને વર્તમાન મને સપૂર્ણ મુક્ત રાખે છે અને તે આનંદ મારા જીવનમાં નવી આશા લઈને આવે છે.

૭. હમેંશા જીવન મળેલ દરેક વસ્તુ માટે કુદરતને કૃત્ઘન રહો.કારણ કે તમને મળેલ વસ્તુ માટે દુનિયામાં કેટલાય લોકો હજુ પણ તરસે છે.

મિત્રો, આ સાથે જ આપણે આ સફરમાં વિરામ લઈએ છીએ.

આવતા અંકે વાંચો "સ્વ-સૂચનો ધ્વારા સકારાત્મક જીવો"...