Niyati - 25 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ - ૨૫

Featured Books
Categories
Share

નિયતિ - ૨૫

પાર્થ ક્રિષ્નાને દૂરથી જોતો આવી રહ્યો હતો. એ મુરલી સાથેની એની વાતોમાં મશગુલ હતી. આજે ઘણા દિવસે પાર્થ એને ખુલીને હસતી જોઈ રહ્યો હતો. પાર્થના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. એ ક્રિષ્નાની સામે જઈને ઊભો રહી ગયો.

અચાનક જ ક્રિષ્નાની નજર પાર્થ પર ગઈ. એક અજાણ્યા ડરે એ ફફડી ગઈ. પોતાની આજ સુધીની પાર્થ સામેની એક સારી છોકરીની છાપ તૂટી જવાનો ડર!  કે, પછી પાર્થ પૂછી લે, આ મુરલી સાથે તું અહીં બેસી શું કરે છે આટલું હસવું શેના માટે આવી રહ્યું છે તો, પોતે શું જવાબ આપશે

હસવાનું બંધ કરાવી દે એને હસબંડ કહેવાય!  આવું મે એક જોકમાં વાંચ્યું હતું પણ એ હવે સાચું લાગે છે!પાર્થે હસતા હસતા કહ્યું, “જો તારા મોં પર મને જોતાજ બાર વાગી ગયા. કેટલી સીરીયસ થઈ ગઈ.

પાર્થને હસતો જોઈને ક્રિષ્નાના મનમાં શાંતિ વળી. એ હસી થોડુંક, “તું આમ અચાનક સામે આવીને ઊભો રહી ગયો એટલે મને નવાઈ લાગી!એ બહુજ સિફતથી જૂઠ મિશ્રિત સાચું બોલી. દરેક પ્રેમકરનારને જુઠ્ઠું બોલવામાં ફાવટ આવી જ જાય છે, કદાચ પ્રેમ કરવાનું એ ઇનામ આપતી હશે નિયતિ કારણકે, આગળ જતા આખી જિંદગી એ હુંનર જ સાથ આપે છે!

આ મુરલી છે રાઇટ તારો બેંગલોરવાળો દોસ્ત!પાર્થે મુરલી તરફ હાથ લાંબો કરતા કહ્યું, “હલો!  સારું છે તું અહી આવી ગયો. કમસેકમ મેડમના ચહેરા પર એક સ્મિત તો આવ્યું!  હમણાંથી તો જાણે એ હસવાનું જ ભૂલી ગઈ હતી.

મુરલીએ પાર્થના હાથમાં પોતાનો હાથ આપ્યો અને હસીને કહ્યું, “ફેસબુક પર એક દોસ્તનો મેસેજ વાંચીને હસી રહ્યા હતા.

અરે હા, ફેસબુક પરથી યાદ આવ્યું. આજે રાત્રે મારા કેટલાક ફેસબુક ફ્રેન્ડસને બોલાવ્યા છે ડિનર પર. ઘણા એવાછે જેને રોજ  ફેસબુક પર મળતા હોઈએ પણ ઓળખતા ના હોઈએ એવા  માટે જ ખાસ આ પાર્ટી  રાખી છે. અને એ બધા તને મળવા માંગે છે ક્રિષ્ના!પાર્થ એના સ્વભાવ મુજબ એકદમ હળવાશથી બોલ્યો.

મને મળવા માગે છે કેમ?”

કેમ એ તો એમને જ પૂછી લેજે ને!  મુરલી તું પણ આવજે, બધા સાથે મળીને મજા કરીશું.

શ્યોર!મુરલીએ ક્રિષ્ના સામે જોઈને કહ્યું. ક્રિષ્ના એને ત્યાં જવાની ના કહેવાની હતી પણ, એ હા પાડી ચૂક્યો હતો.

પાર્થ મુરલીને ક્રિષ્ના સાથે જોઈને પણ એકદમ સભ્યતાથી વર્ત્યો હતો. એના ચહેરા પર અણગમા કે અવિશ્વાસની એક લકીરે ફરકી ન હતી!  પોતાની પરનો આટલો વિશ્વાસ જોઈને ક્રિષ્નાને પાર્થ માટે માન થયું હતું અને એટલેજ જરાયે બહાર જવાની ઇરછા ના હોવા છતાં એણે સાંજે પાર્ટીમાં જવાની હા કહી હતી.

ક્રિષ્નાએ મુરલીને જણાવ્યું કે, કોઈએ એમના બંનેના ફોટા પાડીને પાર્થને મોકલાવેલ.... ક્રિષ્નાને ક્યાંક લાગતું હતું કે મુરલીએ જ આ કામ કોઈની પાસે કરાવ્યું હસે. જેથી પાર્થ એની સાથે લગ્ન કરવાની ના કહી દે. પણ, મુરલીએ કહ્યું કે એ આ બાબતે કશુજ જાણતો નથી. એ તપાસ કરીને ક્રિષ્નાને સાચો ગુનેગાર શોધી બતાવશે.

જશોદાબેન ક્રિષ્ના પાર્થ સાથે હળેમળે એ વાતે રાજી જ હતાં. વાંધો હતો મુરલીને સાથે લઈને જવાનો. પણ, એમણે વિચાર્યું કે પાર્થ જેવા રૂપાળા અને પૈસે ટકે સુખી ઘરના છોકરાને જોઈને મુરલીને પોતાની મુરખામીનું ભાન થશે. ક્રિષ્ના જેવી છોકરી એની સાથે નહિ પાર્થ સાથે જ શોભે એવું એ પોતે જ સમજીને ખસી જાય એતો એમને મન ટાઢા પાણીએ ખસ કાઢ્યાં બરોબર હતું!

એ સાંજે પાર્થ એક મીની લકઝરી બસમાં એના દસેક દોસ્ત સાથે ક્રિષ્ના અને મુરલીને એના ઘર આગળથી લઈને ગાંધીનગર સરખેજ હાઇવેથી સહેજ અંદરની બાજુ આવેલા એક ફાર્મહાઉસમાં પહોંચેલો. આખા રસ્તે હસાહસી અને ધમાલ ચાલેલી. ક્રિષ્ના પહેલાં મુરલી સાથે બેઠેલી એને ભરત ઠાકોર નામના એક દોસ્તે ઊભી કરીને પાર્થ સાથે બેસવાં ભાર મૂકેલો અને ક્રિષ્નાને એની વાત માનવી પડેલી. એને માટે પાર્થની બાજુની સીટ પર બેસેલા કેતુલ પ્રજાપતીને ઉઠીને પાછળ જવું પડેલું. મુરલી સાથે ભરત ઠાકોર પોતે બેઠેલો.

શું હીરો!   ક્રિષ્નાના લગ્ન પાર્થ સાથે નક્કી છે ખબર છેને વરસોનો લવ છે બંને વચ્ચે. તું વચ્ચે કબાબમાં હદ્દી બનવાનો વિચાર ના કરતો સમજ્યો ભરત ઠાકોરે મુરલીના કાનમાં ફૂંક મારી.

મુરલી ચૂપ રહ્યો .

શું યાર કેતુલ!  આ શાહરૂખના પિચ્ચરો જોઈને આજકાલની જનરેશન બગડતી જાય છે. બધાને લાગે છે જાણે દુલ્હનના ઘરમાં ઘૂસી એના ઘરવાળાને થોડું માખણ લગાવીને એ વરરાજાની જગાએ ગોઠવાઈ જશે....દિલવાલે દુલ્હનનીયાલે જાયેંગે, “વાક્ય પૂરું કરતાં પહેલાં એ ખડખડાટ હસવા લાગ્યો.

હાવ હાચી વાત છે. કોઈ બચારા હારે એવું નો કરાય. એક તો માંડ માંડ બચારાનું ક્યાંક સેટ થ્યું હોય ને ઇમ વચમો કોઈ લંગસ નાખે તો પેલાનો તો પોપટ જ થઈ જાય!કેતુલ અને ભરત સાથે બીજા બે જણાંય હસવા લાગ્યા.

કેમ હીરો એ પિક્ચર તારુંએ ફેવરિટ છે ને ભરતે પૂછ્યું.

ના. હું સાઉથના મૂવી જોવું છું.  ‘રહેના હૈં તેરે દિલ મે ’, એ મને ગમે છેના જોયું હોય તો એકવાર જોઈ લેજે!મુરલી જરાક હસીને બોલ્યો.

ત્યારેજ બસ ઊભી રહી હતી. બધા નીચે ઉતર્યા. હવેજ બધા ખરેખર એકબીજાને જોતા હતા. પાર્થ ક્રીમ કલરની ટીશર્ટ અને બ્લેક જિન્સમા ફિલ્મી હીરો જેવો લાગતો હતો. એના રીમલેસ ચશ્માં એની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાડતા હતા. મુરલી ઓફ વ્હાઈટ શર્ટ અને નેવી બ્લ્યુ જિન્સમાં સજ્જ હતો. એનું પાતળું ઊંચું શરીર એને કોઈ ખિલાડી જેવો વધારે બતાવતું હતું. બધાની નજર અત્યારે ત્યાં હાજર એક જ છોકરી પર ચોંટી હતી. ક્રિષ્ના પર.  ઘાટા વાદળી કલરના છેક પગની પાની સુધી પહોંચવા મથતા અનારકલી ડ્રેસમાં એનો ગૌર વર્ણ વધારે ખીલ્યો હતો. સોનેરી બોર્ડરવાળો એનો ડ્રેસ એને રાજવી જેવો ઠસ્સો અર્પતો હતો. ગાલો અને હોઠો પર લાલી એકદમ પ્રમાણસર હતી ન જરાય વધારે ન ઓછી!  એની કાજળ ભરેલી આંખોમાં ત્યાં હાજર એકી એક જણ ડૂબી મરવા તૈયાર હતો. એના રેશમી વાળ કમર સુધી લહેરાતા હતા જેને એણે છૂટા જ રાખેલા. બધા દોસ્તો પાર્થની પસંદગી પર ખુશ હતા.

પાર્થે બધા સાથે ઓળખાણ કરાવી. ભરત ઠાકોરને ક્રિષ્ના પહેલા બેંગલોર એરપોર્ટ પર મળી હતી. કેતુલ પ્રજાપતી નિમિષ અંબાસાના , ધર્મેશ પટેલ નવા ચહેરા હતા બાકીનાને એ ઓળખતી જ હતી.

થોડી આડીઅવળી વાતો અને ખાવા પીવાનો દોર ચાલ્યો. અહીં પાર્થે દોસ્તો માટે શરાબની પણ વ્યવસ્થા કરી રાખેલી જે બાબતે ક્રિષ્ના અજાણ હતી. એણે પાર્થને પૂછ્યું પણ ખરું કે એ ક્યારથી  દારુ પિતો થઈ ગયો. પાર્થે હસીને જણાવેલું કે રોજ નથી લેતો જ્યારે યાર દોસ્ત ભેગા મળ્યા હોય ત્યારે એકાદ બે પેગ મારી લે છે. ત્યાં મુરલી અને ક્રિષ્ના સિવાયના દરેક જણે થોડી થોડી બિયર પીધેલી....

ભરત હવે થોડો રંગમાં આવી ગયેલો. પાર્થ અને નિમિષ એક બાજુએ બેઠા બેઠા નવી બિલ્ડિંગની ડીઝાઇન વિશે ચર્ચા કરી રહ્યા હતા. મુરલી ક્રિષ્ના પાર્થની બાજુમાં બેઠા એમની વાતોમાં મશગુલ હતા. કેતુલે કહ્યું કે બધા ભેગા થયા છીએ તો ચાલો કાંઈક રમીએ.....અંતાક્ષરી રમીએ. ધર્મેશ હજી એક જ પેગ પી ને બેઠેલો એણે કહ્યું કે એની ગીતો ગાવાની જરાય મરજી નથી. પાર્થ કહેછે કે ક્રિષ્ના ખૂબ સરસ ગાય છે તો એની પાસે ગીત ગવડાવો. ભરતને એ વાત ગમી. એ પાર્થ પાસે આવીને કહેવા લાગ્યો,

યાર!  ભાભીને કે ને એક મસ્ત ગીત સુનાવે. આજની મહેફિલ યાદ રહી જાય!

પાર્થે ક્રિષ્ના તરફ જોયુ. એણે ડોકું ધુણાવ્યું. આમેય શરાબની વાસથી એનું માથું દુખવા લાગેલું. પાર્થે કહેલું કે ક્રિષ્ના થોડી શરમાળ છે એને આમ ગાતા નહિ ફાવે....

એ ભરતા ભાભીને હું કોમ હેરાન કરે સી, પેલા હીરો ને કે ગાવાનું!કેતુલે ભરતને મુરલી તરફ વળ્યો.

ચાલ હીરો તારે તો ગાવું જ પડશે!  જો ના ગાય તો તને ભાભીના સમ!જાણે કોઈ મોટું તીર માર્યું હોય એમ એ મુરલી સામે જોઈ હસી રહ્યો.