Superstar - Part 5 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર ભાગ - 5                                                                                

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુપરસ્ટાર ભાગ - 5                                                                                

સુપરસ્ટાર

ભાગ 5

“ક્યા?”શોભીતે પોતાની બંને આંખોને પહોળી કરી અને કાનને તેના સામે ધરતા કહ્યું.એવી કઈ વાત હતી જે સાબિત કરશે કબીર જ ખૂની છે ? કબીરના ભોળપણ ભર્યા ફેસ સામે શોભિત તાકી રહ્યો હતો અને બસ તેને આ વાત શું હતી તે જાણવાની તાલાવેલી લાગી ગઈ હતી.

“સર....આપકે કહેને કે મુતાબિક હમને કબીર કે બારે મે સબ પતા લગાયા” તેણે શોભિતના હાથમાં રિપોર્ટ આપતા કહ્યું. શોભિત રિપોર્ટને લઈને એકીટશે તેની સામે જોઈ રહ્યો.તેના માટે આ કેસ જેટલો જલદી પતે એટલુ સારું હતું.

“તો ક્યા પતા ચલા....?”શોભીતે રિપોર્ટને બને એટલો સારી રીતે વાંચવાનો ટ્રાય કરતા કહ્યું.

“સર...કબીર એક હેકર હે જહાં પહેલે વો રહેતા થા વહા ઊસને હેકિંગ કા કોર્સ કિયા હુઆ હે”શોભિતે પહેલીવાર તેની આ વાતને સાંભળી ના સાંભળી કરી દીધી પણ જ્યારે તેને થોડીવાર રહીને અચાનક તેના કાન જાણે સ્તબ્ધ થઈ ગયા હોય એમ સફાળા બોલી ઉઠ્યા.

“શું કહ્યું તે ?”શોભીતે બને એટલા સભાન થતાં કહ્યું.

“સર કબીર એક હેકર હે......”તેણે ફરી પોતાના વાક્યને દોહરાવ્યું.

“વોટ ધ *** હેલ ”શોભિતના મોઢામાથી તરત ગાળ નીકળી ગઈ.તેની આંખો બહાર આવી ગઈ.તેના કાન પાસેથી સુસવાટા કરતી હવા એકદમ થંભીને આ સાંભળવા ઊભી રહી હોય એમ તેને લાગ્યું.પોતાની સામે ભોળા બનીને ઊભેલા કબીરને જોઈને હજૂપણ શોભિત વિશ્વાસ નહોતો કરી શકતો કે આ માણસ આવું કરી શકે,બધા સબૂતો કબીરના તરફ ઈશારો કરતાં હતા કે કબીર જ ગુનેગાર હતો, કબીર જ હતો જેણે માર્ટિનાનું ખૂન કર્યું હતું.

“ઇન્ફોર્મેશન પક્કી હે ?” શોભીતે ફરી ખરાઈ કરતાં કહ્યું.

“હા સર એકદમ પક્કી હે”તેના સાથીએ શોભિતને કહ્યું.

શોભીતે આપેલા રિપોર્ટને ફરીવાર એકવાર ચેક કર્યો.તેના માટે હવે કબીર જ ખૂની હતો.એવાર્ડ પર મળેલા નિશાન અને હવે આ હેકીગ બધુ કબીર ખૂની છે તેવું સાબિત કરતાં હતા.શોભિતની નજર કબીર પર પડી ગઈ,કબીર માર્ટિનાની જલતી અર્થીને ભોળા ફેસ સાથે જોઈ રહ્યો હતો.માર્ટિનાની અર્થી હવે તેના અંતિમમુકામ પર આવી ગઈ હતી.આટલા ઇનોસંટ અને સક્સેસફુલ ફેસ પાછળ આવો કાતિલ હશે તેની એને ખાતરી પણ નહોતી.

“અરેસ્ટ હિમ.....”તરત શોભીતે ઓર્ડર આપ્યો.તેના સાથીઓ એક-એક કરતાં બધા કબીરની તરફ જવા ઉપાડ્યા.અચાનક જ કબીરની તરફ જતાં પોલિસને જોઈને બધા લોકો હેબતાઈ ગયા.બધી પોલિસ હવે કબીરના સામે જઈને ગોઠવાઈ ગઈ હતી.માર્ટિનાની અર્થી હવે આખરી સીમાએ હતી બસ હવે કબીરને અરેસ્ટ કરવા શોભિત તૈયાર હતો.સામે ગોઠવાઈ ગયેલા બધા પોલિસને જોઈને લોકો અસમંજસમમાં પડી ગયા અને બધાની વચ્ચેથી નીકળીને ભીડને ચિરતો શોભિત પોતાની હાથમાં હથકડીને લઈને કબીરની સામે આવ્યો.બધા તેની સામે જોઈ રહ્યા હતા.શોભિત કબીરના સામે જઈને ઊભો થઈ ગયો.

“કબીર યૂ આર અંડર અરૈસ્ટ.....” શોભીતે કબીરને હાથકડી દેખાડતા કહ્યું.ત્યાં ઊભેલા લોકોની આંખો ફાટી ગઈ.માર્ટિનાની અર્થીમાથી નીકળતા અંગારા ધીરે-ધીરે શમાવા લાગ્યા હતા.કબીરની આંખો બસ ઉપર જોઈને શોભિતને તાકી રહી.કબીર અચાનક જ સ્તબ્ધ થઈને વાસ્તવિક જીવનમાં પાછો આવી ગયો હતો.શોભીતે બને એટલી જલદી કબીરના હાથમાં હાથકડી પહેરાઈ દીધી.

“સર વેટ અમે અમારા લોયર સાથે વાત કરી જોઈએ તમે આમ કબીરને અરેસ્ટ ના કરી શકો....”આશુતોષે બને એટલી રીતે શોભિતને સમજવાનો ટ્રાય કર્યો.

‘લોયરને હવે પોલિસ સ્ટેશનમા લઈને આવજો ત્યાં જ વાત કરશું......”શોભીતે જવાબ આપતા કહ્યું.

“બટ તમે કોઈ સબૂત વગર કેવી રીતે અરેસ્ટ કરી શકો......” આશુતોષે પાછો નિષ્ફળ પ્રયાસ કરતાં કહ્યું.

“સબૂત છે એટલે જ અરેસ્ટ કરી રહ્યા છીએ......ચલો લે ચલો......”શોભીતે પોતાના સાથી હવલદારને ઈશારો કરતાં કહ્યું.આશુતોષની આંખો ત્યાં જ ફાટી ગઈ.આજુ-બાજુ ઊભેલા બધા લોકો બસ આ શું થઈ રહયું છે તેની ખબર પણ નહોતી.અચાનક જ માર્ટિનાના કેસમાં વળાંક આવી ગયો હતો.કબીર પોતાની માટે એકપણ દલીલ નહોતો કરી રહ્યો,તેની ચૂપ્પી તેના માટે વધારે ઘાતકી સાબિત થાય એવું લાગતું હતું.આજુ-બાજુ ઊભેલા બધા લોકો બસ અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા.માર્ટિનાના મમ્મી-પપ્પા નિસ્તબ્ધ થઈને આ બધુ જોઈ રહ્યા હતા.અચાનક વાદળોનો ગડગડાટ થયો અને ભીડને ચીરતા કબીરને લઈને પોલિસ જઈ રહી હતી.કબીરના ફેસ પર એકપણ વાર પકડાઈ ગયાનો ડર દેખાતો નહોતો,તેના માટે માર્ટિના બધુ જ હતી અને માર્ટિનાના ગયા પછી હવે કોણ શું કરે છે કે નહીં તેને પરવા પણ નહોતી,બીજાની તો છોડો એને ખુદને પોતાની પણ પરવા નહોતી.

*****************

“ગુડ શૉટ કબીર.....બટ હજુ રિયલ નથી લાગતું” માર્ટિનાનો અવાજ આવ્યો ત્યારે બધાની નજર તેના પર ગઈ હતી.આજે કબીરના ફિલ્મમા જેલનું શૂટિંગ ચાલતું હતું.

“કેવી રીતે રિયલ લાગે માર્ટિના કેમકે કદી હું જેલમાં ગયો જ નથી આજ સુધી ખાલી ફિલ્મોમાં જોઈ છે જેલ.....”કબીરે સ્માઇલ કરતાં માર્ટિનાને કહ્યું હતું.

“તો મારો ખૂન કરવાનો મોકો છે તારા પાસે કરીને જઈ આવ એકવાર પછી જો કેવો રિયલ લાગે છે શૉટ....”માર્ટિનાએ હસતાં કબીરને કહ્યું ત્યારે ત્યાં બેઠેલા બધા લોકો હસવા લાગ્યા હતા.

“આર યૂ મેડ માર્ટિના....તુમ કેસી બાત કર રહી હો.....”તરત કબીરે બધાને સામે જ માર્ટિનાને જવાબ આપતા કહ્યું હતું.માર્ટિના જ્યારે પણ મરવાની કે એવી કોઈ વાત કરતી તો કબીરને જરાપણ પસંદ નહોતું આવતું. આ પછી કબીરે બે દિવસ સુધી માર્ટિના સાથે વાત નહોતી કરી.આજે જ્યારે તેને હાથમાં હાથકડી પહેરાઈને લઈ જવામાં આવે છે ત્યારે બસ તેના જહનમા આ જ દ્રશ્ય ફરી રહ્યું હતું.

***************

“હેકીગ....રિયલી....મિસ્ટર દેસાઈ......”શોભિતનો ખાલી રૂમ વચ્ચે અવાજ પડઘાયો.રાતના સાડા-અગિયાર થવા આવ્યા હતા.બહાર વરસાદ હવે ધીમો થઈ ગયો હતો.શોભિત પોતાની વેલ ફર્નિચર વાળી ઓફિસમાં બેસીને સિગારેટના કશ લઈ રહ્યો હતો.તેના ફેસ પર આખા દિવસનો થાક વર્તાતો હતો.ઓફિસમાં લાગેલા એસીના ધીમા અવાજ વચ્ચે સામે બેઠેલા આઇટી કંપનીના બેતાજ બાદશાહ એવા નારાયણ દેસાઈને શોભીતે સવાલ કર્યો હતો.

આંખે નવી ફેશનના ગોગલ્સ,એકદમ શાંત સરળ ફેસ,નાની-નાની સફેદ દાઢી અને પોતાનામાં રહેલો બોહોળો આત્મવિશ્વાસ નારાયણ દેસાઈને બીજા લોકોથી જુદા પાડતા હતા.તેઓ પોતાની આઇટી કંપનીને એટલા ઊંચા સ્તર પર લઈ ગયા હતા કે ઇન્ડિયાની બેસ્ટ કંપનીમાં એનો સમાવેશ થતો હતો.હેકીગના એકસપર્ટ હતા નારાયણ દેસાઈ.....

“શોભીત સિક્યોરિટીથી વિરુદ્ધ શબ્દ કે પદ્ધતિને હેકિંગ કહેવાય.કમ્પ્યુટર સિક્યોરિટીને તોડવાની પક્રિયાને આપણે હેકીગ કહીએ છીએ.ઉદાહરણ તરીકે તને સમજાવું તો,જ્યારે આપણે કોઈ બીજાના ઈમેલ ના પાસવર્ડને ચોરીને તેના ઈમેલને યુઝ કરીએ તેને હેકીગ કર્યું કહેવાય.”

દેસાઇ શોભિતને ધીરે-ધીરે હેકીગ વિશે સમજાવી હતા.શોભિત સિગારેટનો કશ લેતા તેમની વાત સાંભળી રહ્યો હતો.

“દુનિયામાં દરેક વસ્તુ માનવી દ્ધારા બનાવાય છે.આથી માનવી દ્ધારા બનાવેલી વસ્તુ થોડેક અંશે ખામીયુકત હોય છે.કમ્પ્યુટર પણ માનવી દ્ધારા બનાવેલું છે તેથી તેમાં પણ ખામી તો હોવાની જ સ્વાભાવિક છે.સિક્યોરિટી હોવા છતાં તેમાં રહેલી અમુક ખામીઓને કારણે સિક્યોરિટી હેકીગની પદ્ધતિથી તેને તોડી શકાય છે.” દેસાઇ હવે શોભિતને ડિટેલમાં લઈ જઈને હેકીગ વિશે સમજાવતા હતા અને આ કેસ માટે શોભીતે સમજવું પણ જરૂરી બની ગયું હતું.શોભિત દેસાઈને એકીટશે જોઈને બધુ સાંભળી રહ્યો હતો.

“અમે લોકો ઇથિકલ હેકીગ કરીએ છીએ.....”આટલું કહીને દેસાઇ થોડીવાર માટે ઊભા રહ્યા.તેમને લાગ્યું કે શોભિત હવે તેમને સવાલ કરશે.કોઈપણ માણસ સવાલ કરે તો એ વાતને સમજતો હોય એ તેમનું માનવું હતું અને તેને એક સારા સ્ટુડન્ટની વ્યાખ્યા ગણાવતા નારાયણ દેસાઇ.

“ઇથિકલ હેકીગ મીન્સ....?”શોભીતે સવાલ પણ કર્યો અને તે તેમની સારા સ્ટુડન્ટની યાદીમાં સામેલ હતો.

“જેવી રીતે સિક્યોરિટી અને હેકીગ એકબીજાના વિરુદ્ધ શબ્દો છે એમ હેકીગ અને ઇથિકલ હેકીગ બંને એકબીજાના વિરુદ્ધ શબ્દો છે.ઇથિકલ હેકીગમાં પણ સિક્યોરિટીને તોડવાનું કામ થાય છે.પરંતુ ઇથિકલ હેકીગમાં કોઈપણ સિક્યોરિટીને તોડતા પહેલા પરમિશિન લેવામાં આવે છે.આવા હેકરને વ્હાઇટ હેટ હેકર તરીકે ઓળખાય છે જેવા કે અમે લોકો.અમે લોકો સરકારની પરમિશન સાથે સરકાર માટે કામ કરીએ છીએ.” દેસાઇએ બધી વાત શોભિતને કહેતા કહ્યું.

હવે શોભિત ધીરે-ધીરે હેકીગના અલગ-અલગ પાસાઓ વિશે જાણવાથી વધારે નવાઈ પામ્યો હતો.શોભિત તેના દરેક નવા કેસમાં કઈકને કઈક નવું જાણવા મળતુ એટલે જ તેનું માઇન્ડ બધી રીતે કામ કરવા ટેવાયેલુ રહેતું.

“મિસ્ટર દેસાઇ જે લોકો પરમિશિન લીધા વિના કામ કરે છે એ લોકોનું શું ? જેમ કબીરે કર્યું એ ?આ બધા લોકો કોણ છે ?”શોભીતે પોતાનો સવાલ દેસાઈના સામે ફેકયો.દેસાઇ થોડીવાર શોભિતનો સવાલનું મનન કરીને ઊભા થયા અને પાણી ભરેલા ગ્લાસને ઉઠાવીને એક જ ગુટમાં પી ગયા.તેમની ઊમરના લીધે થકાન તેમના ફેસ પર સાફ દેખાતી હતી.તે પાછા પોતાની ચેર પર આવ્યા અને બેસીને બોલ્યા,

“શોભિત દુનિયામાં 3 પ્રકારના હેકર્સ હોય છે.પહેલા વ્હાઇટ હેટ હેકર્સ જેવા કે અમે લોકો જે સરકાર માટે કામ કરીએ છીએ.ઊપર કહ્યું એમ પરમિશન લઈને.બીજા બ્લેક હેટ હેકર્સ જેવા કે ગેરકાયદેસર કામ કરતાં લોકો જે પોતાના નિજી કારણોથી હેકીગ કરે અને પૈસા કમાતા હોય છે, અને લાસ્ટમાં ગ્રે હેટ હેકર્સ જે ઉપર બતાવેલા બંને રીતે કામ કરે.સૌથી ઘાતકી બ્લેક હેટ હેકર્સ હોય છે જે સરકારને,મોટી કંપનીઓને બહુ મોટું નુકશાન કરતાં હોય છે.”દેસાઇએ પોતાની વાતને ફરી શોભિત સામે સ્પષ્ટ કરતાં કહ્યું.

શોભિત થોડીવાર માટે પોતાના વિચારોમાં લીન થઈ ગયો.તેના માટે આ વાત નવાઈ પમાડતી હતી કે હેકર્સ આવા પણ કામ કરતાં હોય છે.શોભિતના માટે કબીર કેવો હેકર હતો એ કહેવું મુશ્કેલ હતું.

“તો કબીર કેવો હેકર કહેવાય અને આ તેણે કઈ રીતે કર્યું હોઈ શકે?”શોભીતે પોતાના વાળમાં બંને હાથ મૂકી દેતા કહ્યું.

“કબીરે ગેરકાયદેસર કામ કર્યું એટલે એને બ્લેટ હેટ હેકર કહી શકાય અને જે રીતે કબીરે કામ કર્યું છે એને ટ્રોંજન પ્રોગ્રામની પદ્ધતિથી કહી શકાય.”મિસ્ટર દેસાઇએ પોતાના ગોગલ્સ સરખા કરતાં કહ્યું.

“ટ્રોંજન પદ્ધતિ આ કેવું ?”શોભિતની આંખો એકદમ પહોળી થઈ ગઈ.પાછું કોઈ નવું નામ સાંભળીને શોભિત હેબતાઈ ગયો હતો.તેના સામે હેકીગના નવા નવા પાસા ઊજાગર થઈ રહ્યા હતા.

“ટ્રોંજન એક એવો પ્રોગ્રામ છે,જેના દ્ધારા હેકર રિમોટ કમ્પ્યુટરને ગમે ત્યાથી એક્સૈસ કરી શકે છે.આ પ્રકારના ટૂલને રિમોટ એક્સૈસ ટૂલ કહેવાય છે.આ ટૂલના ક્લાઈંટ અને સર્વર એમ બે ભાગ હોય છે.હેકર તેને હેક કરીને કામ કરતાં હોય છે જેમ કબીરે કર્યું એમ.તે હેક કરીને મૈન સર્વરને એક્સૈસ કરી શકતા હોય છે,પણ આને હેક કરવું આસન નથી.કોઈ નિષ્ણાત જ આ કામ કરી શકે છે.”દેસાઇએ શોભિતને બધુ સમજાવતા કહ્યું.

શોભિત આ બધુ જાણીને દંગ હતો.કેટ-કેટલું જાણવા મળ્યું હતું આજે એને,કબીર આટલો બધો નિષ્ણાત હોઈ શકે એની એને ખબર નહોતી.દુનિયામાં આવા કેટ-કેટલાય હેકર્સ હશે એ જાણીને હેબતાઈ ગયો હતો.

***************

હજૂસુધી મીડિયામાં કબીરના અરેસ્ટ થવાને લઈને કોઈ વાત પહોચી નહોતી એટલે શોભિત માટે થોડી રાહત હતી.કબીરને જેલમાં નહોતો રાખવામા આવ્યો એને સારી ટ્રીટમેંટ આપીને શોભિતના ઓફિસના સામેના રૂમમાં રાખવામા આવ્યો હતો. આશુતોષ પોતાના લોયર સાથે પોલિસ સ્ટેશન આવીને ઊભો હતો અને કબીરના બેલ માટે શોભિત સાથે ચરસા-ચરસી કરી રહ્યો હતો પણ કાલે કબીરને કોર્ટ સામે હાજર કર્યા પછી જ તેના બેલ વિશે કઈ વાત થશે એમ શોભીતે કહ્યું હતું.કાલે કોર્ટમાં કબીરના રિમાંડ મળશે એટલે શોભિત બધી કબૂલાત કાલે જ કબીર સાથે કરશે તે તેને યોગ્ય લાગ્યું.આજે તેના બેલની કોઈ ગુંજાઇશ નહોતી.

કબીર ખવાઇ ગયેલા રૂમમાં એક જ લાગેલા બલ્બના અજવાળામાં પોતાના પડછાયાને જોઈ રહ્યો હતો.તેના સાથે શું થઈ રહ્યું છે એની એને ખબર નહોતી પડી રહી.તેનો પડછાયો તેનાથી અલગ હોય એવું એને લાગ્યું.અચાનક જ તેની લાઈફમાં ઉથલપાથલ થઈ ગઈ હતી.માર્ટિનાના ગયા પછી તેના માટે કોઈ વસ્તુમાં રસ નહોતો.તેના રોજ તારો-તાજા લાગતા ફેસ પર આજે થોડી નમી આવી ગઈ હતી.રોઈ-રોઈને તેની આંખો સૂજી ગઈ હતી.

“ઓય.....શું વિચારે છે.....”કબીરના વિચારોમાં એકદમ ભંગ પડ્યો.તેના સામે માર્ટિના એક પગ પર બીજો પગ ચડાવીને બેઠી હતી.માર્ટિના ફરી સફેદ કપડામાં સજ્જ હતી.તેની સ્માઈલ તેના ફેસને વધારે સુંદર બનાવતી હતી.કબીર બસ તેના સામે જોઈને બેસી રહયો હતો.

“કેમ બોલતો નથી શું થયું ?” માર્ટિનાએ તેના સામે ફરી સ્માઇલ કરતાં કહ્યું.કબીર હજૂપણ તેના સામે જોઈને બેસી રહ્યો હતો.માર્ટિનાના ફેસ પર સ્માઈલ બંદ જ નહોતી થતી.કબીરની નજર તેના ફેસ પર થયેલા ઘા પર પડી,હજૂપણ માર્ટિનાના ફેસ પર એજ ઘા હયાત હતા.

“કબીર.....”આશુતોષનો અવાજ કબીરના કાને પડ્યો.કબીરની સામે બેઠેલી માર્ટિના તેના સાથે જ અલોપ થઈ ગઈ.કબીર થોડીવાર માટે તે ખાલી પડેલી જગ્યાને જોઈ રહ્યો.

“કબીર યૂ ડોન્ટ વરી કાલે તારા બેલ મળી જશે.......આજની રાત તારે અહી રહેવું પડશે...”આશુતોષ કબીરને કહી રહયો હતો પણ કબીર તેની વાતને સમજતો નહોતો.કબીર બસ ખાલી પડેલી જગ્યા સામે જોઈ રહ્યો હતો.

“કબીર......”આશુતોષે કબીરના ખભે હાથ મૂકતાં કહ્યું.કબીરે આશુતોષની વાત સાંભળી અને તેના સામે જોયું.

“હા....મારી ચિંતા ના કરીશ તું આઇમ ફાઇન હિયર.....”કબીરે શાંતિથી જવાબ આપ્યો કે તરત હવાલદાર આવીને આશુતોષને બહાર આવવા કહ્યું.

કબીર બહાર જતાં આશુતોષને જોઈ રહ્યો.તેના માટે તેનો મેનેજર કાઇપણ કરી શકતો હતો તેની તેને જરા ખુશી થઈ આવી.તેના પર લાગેલા આરોપો પછી તેને કોઈ સાથ નહીં આપે તેની તેને ખબર હતી.માર્ટિનાના ગયા પછી ખુદને ખુદનાથી અલગ જોવા લાગ્યો હતો.તેને પોતાને ખબર હતી કે તેણે માર્ટિનાનું ખૂન નથી કર્યું પણ ખૂન કોણે કર્યું હોઈ શકે એના વિચારો તેના આજુ-બાજુ ફરી વળ્યા...........

(કમશ:)