Pustak parichay - Amit Shah ane Bhajapni Yatra in Gujarati Book Reviews by Bhavya Raval books and stories PDF | પુસ્તક પરિચય - અમિત શાહ અને ભાજપની યાત્રા

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પુસ્તક પરિચય - અમિત શાહ અને ભાજપની યાત્રા

* 'અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા' - 'અમિત શાહ એન્ડ ધી માર્ચ ઓફ બીજેપી' : અમિતભાઈ શાહ અને ભાજપની અજાણી-અકથ્ય કહાણી પર પ્રસ્તુત પુસ્તક આજે જ વસાવો-વાંચો *

* અમિત શાહ અને ભાજપની યાત્રા પર પ્રકાશિત પુસ્તક ટૂંકસમયમાં વિશ્વપ્રસિદ્ધિ પામ્યું : દેશનાં રાજનીતિક ઈતિહાસ, વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષ અને એક વ્યક્તિની સફળતાનાં રહસ્યમાંથી પ્રેરણા પામવા દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જરૂરી *

* અમિત શાહ અને ભાજપ યાત્રા પર આધારિત પુસ્તક એવી આશ્ચર્યજનક બાબતો પરથી પડદો ઊચકશે જે જાણી તમે અચંબિત થઈ જશો *

અમિતભાઈ શાહે ૧૯૭૭માં માત્ર ૧૩ વર્ષની ઉંમરે સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણીબેન પટેલનાં ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. અમિતભાઈ શાહ ૧૪ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગયા હતા. અમિતભાઈ શાહ નરેન્દ્રભાઈ મોદીને સૌ પ્રથમવાર મળ્યા ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની હતી. અમિતભાઈ શાહ ૨૨ વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા, ૩૫ વર્ષની ઉંમરે મંત્રી બન્યા, ૫૦ વર્ષની ઉંમરે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ બન્યા અને આજે ૫૪ વર્ષની ઉંમરે અમિતભાઈ શાહ વિશ્વની સૌથી મોટા રાજકીય પક્ષનાં અધ્યક્ષની સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશનાં ગૃહપ્રધાન છે. અમિતભાઈ શાહ પોતાની રાજનીતિ કારકિર્દીમાં ૨૯ ચૂંટણીઓ લડ્યા છે જે બધી જ ચૂંટણીમાં તેઓ અજેય-વિક્રમી રહ્યાં છે. અમિતભાઈ શાહ કૈફી આઝમી અને સાહિર લુધિયાનવીનાં બહું મોટા ચાહક છે. અમિતભાઈ શાહ ખાન-પાનનાં શોખીન છે, ખાસ કરીને તેમને ભજીયા બહું પ્રિય છે. અમિતભાઈ શાહ જ્યોતિષ-અધ્યાત્મમાં રસ ધરાવે છે. અમિતભાઈ શાહની રુચિ જેટલી રાજકરણમાં છે તેટલી જ રુચિ ચેસ, ક્રિકેટ અને સંગીતમાં પણ છે. અમિતભાઈ શાહ દરરોજ પોતાની પૌત્રી સાથે ફોનમાં વાત કરીને તેનું ખડખડાટ હાસ્ય સાંભળવાનું ચૂકતા નથી. અમિતભાઈ શાહ નિયમિતપણે ડાયરી લખે છે. અમિતભાઈ શાહ કાર્યકર્તાઓને ફોન કહીને કહે છે, દોસ્ત બોલ રહા હૂં. વગેરે... વગેરે...

અમિતભાઈ શાહનાં ગૃહમંત્રી બન્યા બાદ તેમનાં પર ઘણી સ્ટોરીઓ પ્રકાશિત-પ્રસારિત થઈ રહી છે પરંતુ ડો. અનિબાર્ન ગાંગુલી અને શિવાનંદ ત્રિવેદી લિખિત બ્લૂમસબેરી પ્રકાશન સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું પુસ્તક હિન્દીમાં 'અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા' અંગ્રેજીમાં 'અમિત શાહ એન્ડ ધી માર્ચ ઓફ બીજેપી' ટૂંકસમયમાં પ્રખ્યાત બની ચૂક્યું છે કારણ કે, આ પુસ્તકમાં અમિતભાઈ શાહનાં રાજનીતિક સફર અને ભાજપા સંગઠન-સરકારની સફળતા પાછળની એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આજ સુધી અજાણી-અકથ્ય હતી. ૫૪ વર્ષીય અમિતભાઈ શાહ ભારતીય જનતા પક્ષની સફળતાનાં સૂત્રધાર માનવામાં આવી રહ્યાં છે, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપનાં સત્તાસુખનાં સારથિ તરીકે ઓળખાઈ રહ્યાં છે, ૧૦ સભ્યોથી શરૂ થયેલા પક્ષને ૧૦ કરોડથી વધુ સક્રિય સભ્યોવાળા વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષનાં ચાણક્ય માનવામાં આવી રહ્યાં છે. કડક મિજાજ, સખત સ્વભાવ, અથાક મહેનત અને અકલ્પનીય મહત્વકાંક્ષા દ્વારા શૂન્યથી શીર્ષની સફર ખેડનાર અમિતભાઈ શાહની સફળતાનું રહસ્ય તથા જનસંઘ-ભાજપનાં ઈતિહાસથી આજ વિશેનું તલસ્પર્શી સત્ય જાણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું. માત્ર રાજકારણમાં રસ ધરાવતા હોય એટલે જ નહીં જો તમને વાંચન રસ હોય, સાહિત્ય-રાજકરણ જેવા વિષયોનો શોખ હોય કે દેશનાં રાજકરણ-ઈતિહાસ વિશે કશું નવું જાણવાની તાલાવેલી હોય, જીવનમાં સફળ થવું હોય કે પછી આજકાલ બહું જ નિરાશા, હતાશા, આળસમાં ડૂબેલા હોવ તો આ પુસ્તક તમને પોઝેટીવીટી-પ્રેરણાનું ભાથું પૂરું પડશે. આ પુસ્તક વાંચવાની વિશેષ સલાહ હું એમને આપું છું જેઓ તેવું માને છે કે, શાહની સફળતાનું કારણ તેમનું નસીબ છે, ભાગ્ય બળવાન છે. આ પુસ્તકમાં તેમનાં જેલવાસ અને ગુજરાતમાંથી હકાલપટ્ટી અને એવા તો બીજા ઘણા એવા કાનૂની કિસ્સાઓ આપવામાં આવ્યા છે જેમાં અમિતભાઈ શાહ જાણે સૌથી મોટા ફૅલિયર લાગે. તો પછી આ નિષ્ફળતાઓ બાદ મળેલી સફળતા કારણ શું છે? ભાગ્ય? નસીબ કે બીજું કંઈ એ આ પુસ્તકમાંથી જો દીર્ઘદૃષ્ટિ હોય તો સમજવા મળે. વળી, મોદી-શાહ-ભાજપનાં નામે વ્યક્તિગત લાભ ખાટવા ઘણા લેખક-પત્રકારોએ ઘણુંખરું દોઢડાહપણભર્યું 'ઢ'સળી કાઢ્યું છે પરંતુ તર્કબદ્ધ-તટસ્થ વિશ્લેષણ કરતું આ પ્રથમ પુસ્તક.

અમિતભાઈ શાહ સોશિયલ મીડિયામાં બહું જ સક્રિય રહે છે. અમિતભાઈ શાહ નેગેટિવ ન્યૂઝને લઈ ફક્ત સતર્ક નહીં રહેતા પરંતુ તેનો સંગ્રહ પણ કરે છે. અમિતભાઈ શાહ ફેસબૂક, ટ્વીટર, યૂટ્યુબ અને પોતાની વેબસાઈટ amitshah.co.in સૌ સાથે સતત જોડાયેલા રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, અમિતભાઈ શાહે પોતાની વેબસાઈટમાં એક સ્પેશિયલ સેક્શન માત્ર ટિકાખોરોનું રાખ્યું છે. મતલબ કે, જે પ્રિન્ટ-ઈલેક્ટ્રિક મીડિયામાં જે સ્ટોરી તેમનાં વિરુદ્ધ પ્રસિદ્ધ હોય તેને પણ અમિતભાઈ શાહ પોતાની વેબસાઈટમાં વિશિષ્ટ સ્થાન આપે! અમિતભાઈ શાહ પાસે વિવિધ માધ્યમો અને ભાષાઓમાં તેમનાં વિરુદ્ધ પ્રસિદ્ધ કરવામાં આવેલી સ્ટોરીનો બહુ મોટો સંગ્રહ છે. અમિતભાઈ શાહ સોશિયલ મીડિયા અને ડિજીટલ ટેકનોલોજીને ખૂબ જ મહત્વ આપે છે. અમિતભાઈ શાહ જોખમ ઉઠાવવામાં અને અખતરાઓ કરવામાં માહેર છે. અમિતભાઈ શાહ પક્ષની કાયાપલટ કરી એટલું જ નહીં પક્ષની એક-એક પાઈનો હિસાબ રાખી ખર્ચાઓ પર કાબુ રાખ્યો છે. અમિતભાઈ શાહે આઈડિયા ઓફ ઈન્ડિયા થિયરી અપનાવે, આગળ વધારે છે. અમિત શાહ અને ભાજપા કી યાત્રા પુસ્તકમાં ૧૪ અધ્યાય ઉપરાંત અમિતભાઈ શાહનાં થોટ્સ, ક્વોટસ, ફોટોસ, નોટ્સ, વિડીયો લિંક્સ સહિત પાનાં-પાનાં અમિતભાઈ શાહ અને ભાજપની અચંબિત કરી મૂકનારી અઢળક બાબતો રજૂ કરવામાં આવી છે જે રાજકરણ, પત્રકારત્વ, શિક્ષણ, સાહિત્ય, કલા, સહિતનાં ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે તો જાણવી અતિ આવશ્યક છે.

અમિતભાઈ શાહ સૌ પ્રથમવાર ૨૦૧૦માં બનારસ ગયા હતા, એ સમયે તેઓ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તો દૂરની વાત છે મહામંત્રી પણ ન હતા. ત્યારે બનારસની દુર્દશા જોઈ તેમણે કહેલું, 'જેવો અવસર મળે કે આ પ્રદેશ માટે કઈક કરવું છે.' અને ફક્ત નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા જ નહીં અમિતભાઈ શાહનાં માઈક્રોમેનેજેમેન્ટનું એ પરિણામ હતું કે, મે ૨૦૧૩માં અમિતભાઈ શાહને ઉત્તરપ્રદેશનાં પ્રભારી નિયુક્ત કર્યા બાદ જે રાજ્યમાં ભાજપને ૨૦૦૯ લોકસભા ચૂંટણીમાં ૧૦ બેઠકો આવી હતી તે ભાજપને ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ૭૧ સીટ મળી. ૨૦૧૪ બાદ મોટાભાગની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ નહીં પરંતુ પરાજય થયા બાદ અમિતભાઈ શાહે મિનીટ દર મિનીટ મનોમંથન કર્યું છે. પરિણામે ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં યુપી સહિત દેશભરમાં ભાજપનું પ્રદર્શન ૨૦૧૪ કરતા પણ શ્રેષ્ઠ રહ્યું. સમર્થનથી પરિવર્તન અને વ્યાપક પરિવર્તનથી નિર્ણાયક પ્રશાસનનું સંચાલન અમિતભાઈ શાહ કેમ કરી શકે છે તેની જીણવટભરી વાત આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં મુખર્જી-દિનદયાળની એકાત્મમાનવવાદ - અંત્યોદયની વિચારધારાને અટલ-અડવાણી અને મોદી-શાહની જોડીએ કઈ રીતે આગળ વધારી સફળતા મેળવી તેની પણ વિસ્તૃત છણાવટ છે. જનઉપયોગી આંદોલન અને જનભાગીદારીવાળી યાત્રાઓ દ્વારા કેમ સત્તા ઉથલાવી શકાય તેના પણ ઉમદા ઉદાહરણ પુસ્તકમાં આપેલા છે. આ પુસ્તકની એક ખાસ વાત એ છે કે, તેમાં કોંગ્રેસ કે ગાંધી-નહેરુ પરિવારની ટિપિકલ ટિકા કરવામાં નથી આવી. પુસ્તક એકદમ હકારાત્મક અને તલસ્પર્શી બાબતોને રજૂ કરે છે, વિષયાંતર જરા પણ નથી થયું. વાંચતા સમયે કંટાળો નહીં પણ જુસ્સો ચઢે તેવી ભાષાશૈલી છે. અફકોર્ષ વન એન્ડ ઓન્લી રજત શર્માની પ્રસ્તાવનામાં જ પુસ્તક પાછળ ખર્ચેલા પૈસા-સમય વસૂલ થઈ જશે. આ પુસ્તકમાં ખાસ એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, ભાજપનાં જનઆંદોલન, યાત્રાઓ, કાર્યક્રમોમાં રાજનીતિક લાલસાની જગ્યાએ એકતાની ભાવના છે. મોદી-શાહની જોડીની સફળતાનું એક રહસ્ય એ પણ છે જ કે તેઓએ સત્તા કરતા સમાજસેવા અને વિચારધારાને વધુ પ્રાધાન્ય આપ્યું. સત્તા સંચાલનમાં બાંધછોડ ન કર્યું કે પછી સંગઠન અને સરકારમાં રહી એક પણ એવું કાર્ય ન કર્યું જે નુકસાનકર્તા હોય. માત્રને માત્ર પ્રજા, પક્ષનું ભલું કરવું એમનું પેલું લક્ષ્ય હતું. હા, આ અને આવું તો કેટકેટલું.. અમિતભાઈ શાહ અપરાજીત-અભેદ્ય શું કામ છે અને ભાજપનું સત્તામાં હોવું શું કામ આવશ્યક છે તે જાણવા આજે જ એમઝોન પર ઓર્ડર કરીને ડો. અનિબાર્ન ગાંગુલી અને શિવાનંદ ત્રિવેદી લિખિત બ્લૂમસબેરી પ્રકાશન સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તક 'અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા' - 'અમિત શાહ એન્ડ ધી માર્ચ ઓફ બીજેપી' વાંચો, વસાવો અને ભેટમાં આપો.

* - ભવ્ય રાવલ લેખક-પત્રકાર *