Pruthvi - ek prem katha - 38 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી : એક પ્રેમ કથા - ભાગ 38

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પૃથ્વી : એક પ્રેમ કથા - ભાગ 38

આપણે આગળ ના ભાગ માં જોયુ કે અંગદ એ પોતાની યોજના અનુસાર આખા પરિવાર ને સુરક્ષિત માયાપુર પહોચાડી દીધા.અને પાવક ની સેના નઝરગઢ આવી પહોચી,અંગદ એ દરેક ગુનાહ પોતાને માથે લઈ લીધો.પાવકે ક્રોધે ભરાઈને અંગદ પર હુમલો કર્યો,સુબાહુ અંગદ ના પ્રાણ બચાવવા વચ્ચે પડ્યો.માયાપુર માં અવિનાશ એ દ્વાર ખોલવાનો પ્રયત્ન કર્યો,પણ એની શક્તિ કામ કરી રહિ નથી.
હવે આગળ
વિશ્વા : શુ થયુ અવિનાશ ?
અવિનાશ : મારી શક્તિઓ કામ નથી કરી રહિ.
વિશ્વા : મતલબ તુ કહેવા શુ માંગે છે ?
અવિનાશ થોડી વાર મૌન રહ્યો.
અવિનાશ : વિશ્વા ..... મારા થી એક મોટી ગડબડ થઈ ગઈ છે.
વિશ્વા: કેવી રીતે ?
અવિનાશ ઍ સર્વ વૃતાંત જણાવ્યો.
અવિનાશ : મને લાગે છે કે અંગદ એ ચાલાકી થી મારી શક્તિ ઓ છિનવી લીધી.
વિશ્વા : પણ અંગદ એવુ શા માટે કરી શકે ?
અવિનાશ : નક્કિ .....એનાં પાછળ એનુ કોઇ મોટુ ષડ્યંત્ર છે, એ મારી શક્તિઓ નો દુર પયોગ પણ કરી શકે છે.
વિશ્વા : નહિ નહિ.....મને અંગદ પર વિશ્વાસ છે.... એ એવુ ના કરી શકે.
અવિનાશ : તુ એવુ ચોક્કસ પણે કઈ રીતે કહિ શકે.મને શંકા તો ક્યારની હતી....પણ તારા કીધા અનુસાર મેં એનાં પર વિશ્વાસ મુક્યો....એને કહેલી બધી વાત માની લીધી.પણ છેવટે એને શુ કર્યુ ? દગો.
વિશ્વા : હવે શુ કરીશુ ?
અવિનાશ : અંગદ એ ચાલાકી થી બધા ને અહિ કેદ કરી લીધા.
ના જાણે ઍ ત્યા શુ કરતો હશે ?
વિશ્વા : આપણે પૃથ્વી ને આના વિશે જાણ કરવી જોઈએ.
અવિનાશ : નહિ.....અત્યારે નહિ.પૃથ્વી ને જાણ થશે તો વિવાહ મા બાધા આવશે.
જ્યા સુધી વિવાહ સમ્પન્ન ના થાય ત્યા સુધી મૌન રહો.
વિશ્વા : ઠીક છે.
ત્યા વિરસીંઘ આવી પહોચ્યા.
વિરસીંઘ : શુ થયુ વિશ્વા કોઇ સમસ્યા છે ?
કેમ અહિ અટકી ગયા ? અને અંગદ ક્યા છે ?
અવિનાશ : બસ એની જ રાહ જોઇ એ છે.ઍ કોઇ સમાન ભુલી ગયો છે.
વિરસીંઘ : ઝડપ થી આવો ,બધા તમારી રાહ જોવે છે.
વિશ્વા : હા....
વિરસીંઘ ત્યા થી નિકળી ગયા.
વિશ્વા : અવિનાશ....આપણે વધુ સમય સુધી સત્ય છુપાવી શકીશું નહિ.
અવિનાશ : મને પણ કઈ સમજ માં આવતુ નથી....કે અંગદ કરવા શુ માંગે છે ?
અહિ આ બાજુ......
સુબાહુ ઍ પાવક ને યુધ્ધ માટે લલકાર કર્યો.
પાવક ઍ પોતાની સેના ની એક ટુકડી ને સુબાહુ અને તેના ચાર સાથિયો પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો.
પાવક ની સેના એ સુબાહુ પર આક્રમણ કર્યુ....
સુબાહુ અને તેના સાથિયો... એ વિકરાળ werewolf નુ સ્વરુપ ધારણ કર્યુ.
સુબાહુ અને એનાં સાથિયો પાવક ની સેના પર કાળ ની જેમ તુટી પડ્યા...
થોડીક ક્ષણો માં સુબાહુ એ પાવક ની ટુકડી ના અડધા થી વધારે સૈનિકો ના મસ્તક ધડ થી અલગ કરી દીધા.
ચારે કોર રકત ના ફુવ્વારા ઉડી રહ્યા હતા.
સુબાહુ નુ પરાક્રમ જોઇ પાવક મુંઝવણ માં મુકાયો.
પાવક એ ચાલાકી થી એનાં સેનાપતિ ને પાવક પર છળ થી આક્રમણ કરવા નો ઇશારો કર્યો.
સેનાપતિ ધીરેક થી સુબાહુ ના પાછળ ગયો અને એનાં હાથ મા એક ચાંદી નો ભાલો હતો.
જે ઍ સુબાહુ ના હદય માં ઉતરવા માંગતો હતો.
એણે ઍ ભાલો ઉગામ્યો
એટલામાં ઍ સેનાપતિ ના ગરદન પર થી રક્ત નિકળવા લાગ્યુ.અને વૃક્ષ પર થી પડતા ફલ ની જેમ સેનાપતિ ની ગરદન ધડ થી અલગ થઈ ગઈ.
અંગદ એ સેનાપતિ નો અન્ત કરી નાખ્યો.
અંગદ ને યુધ્ધ માં જોઇ ને સુબાહુ નો ઉત્સાહ વધી ગયો.
અને એણે પોતાનો સંહાર ચાલુ રાખ્યો.
આ જોઇ પાવક ધુંઆપુંઆ થઈ ગયો.
અહી આ બાજુ...
પૃથ્વી ના વિવાહ શરૂ થયા.
સહસ્ત્ર કલા એ ખીલેલી ચંદ્રમા ની ચાંદની થી પણ સુંદર જેનુ મુખ આજે શોભતું હતુ.
વસંત ઋતુ ના આગમન ની જેમ નંદિની ધીમે ધીમે આગળ વધી રહિ હતી.
અહિ પૃથ્વી જે નંદિની ના વિરહ માં સમય ના દરેક પલ ને એક વર્ષ સમાન જીવી રહ્યો હતો.
એની નઝર જ્યારે નંદિની પર પડી.ત્યારે પૃથ્વી નો પ્રેમ આજે તૃપ્ત થઈ ગયો.એની વર્ષો ની વિરહ ની વેદના આજે પુર્ણ થવા જઈ રહિ હતી.
વિશ્વા અને અવિનાશ પણ વિવાહ માં હાજર થયા, ઍ ચિંતા ગ્રસ્ત હતા પણ એમની પાસે બીજો કોઇ વિકલ્પ નહતો.
સ્વર લેખા નંદિની ને પૃથ્વી સુધી લઈ આવ્યા.
નંદિની ઍ પૃથ્વી ની પાસે સ્થાન ગ્રહણ કર્યુ.
વિવાહ ની વિધિ આરંભ થઈ.
વિવાહ કર્તા ને જાણ થઈ કે પૃથ્વી એક vampire છે.
વિવાહ કર્તા ઍ નંદિની ને પુછ્યુ
વિવાહ કર્તા : જેની સાથે તારા વિવાહ થઈ રહ્યા છે એ એક પિશાચ છે?
નદિનિ : હા.... હુ જાણું છુ...
તમે કદાચ સમજી નહિ શકો.
પરંતુ હુ અને પૃથ્વી ફકત શરીર થી જ અલગ છીએ ,અમારા મન એક છે.
અમારી આત્મા એક છે...એક ને ચોટ લાગે છે પીડા બીજા ને થાય છે, પીડા એક ને થાય છે,અશ્રુ બીજા ના નિકળે છે.અમારો પ્રેમ બધી સીમા ઓ થી પરે છે, ઍ ફક્ત આ કલાકો ના વિવાહ ની વિધિ પુરતો સિમિત નથી.તમે ખાલિ એટલુ જાણો છો કે પૃથ્વી એક vampire છે, જેના શરીર માં હદય ધડક્તુ નથી.પણ એનુ હદય મારા શરીર માં ધડકે છે.હજારો વખત અમારા પ્રેમ ની પરીક્ષા થઈ ચુકી છે, અને દરેક વખત અમે એમા થી પાર થયા છીએ.અંને હજુ પણ આ જિંદગી કોઇ પરીક્ષા કરશે તો અમે હારિશુ નહિ...
કારણ કે અમારો પરિવાર અમારી શક્તિ છે...અને પૃથ્વી મારી શક્તિ છે ,મારો શ્વાસ છે.
પૃથ્વી ઍ નંદિની ના સામે જોયુ અને એના હાથ પોતાના હાથ માં લીધા.
વિવાહ કર્તા : સદિયો લાગી જાય છે,આવા પ્રેમ ને ખીલતા.
મને આનંદ છે કે હુ સાચા પ્રેમી ઓને સદૈવ માટે એક કરવા જઈ રહ્યો છુ.
સ્વરલેખા ની નઝર વિશ્વા પર પડી.....
એ અવિનાશ અને વિશ્વા પાસે ગયા.
સ્વર લેખા : વિશ્વા...અવિનાશ.
તમે કેમ અહિ દુર દુર ઉભા છો. ?
તમે આ વિવાહ થી ખુશ નથી
વિશ્વા : ના ના.....એવુ કઈ રીતે બની શકે ? હુ મારા ભાઈ ના વિવાહ થી ખુશ ના હોવ.
સ્વર લેખા : ઠીક છે......પણ અંગદ ક્યા છે ?
અવિનાશ : ઍ જ તો ચિંતા છે...
સ્વર લેખા : મતલબ ?
અવિનાશ ભુલ થી બોલી ગયો.વિશ્વા એ અવિનાશ સામે જોયુ.
સ્વરલેખા: તમે લોકો મારા થી કંઈક છુપાવી રહ્યા છો ?
અવિનાશ : ના એવુ કઈ નથી.
વિશ્વા : હવે છૂપાવવા નો મતલબ નથી.
સ્વરલેખા : શેની વાત થઈ રહિ છે ? મને કોઇ સમજાવશે ?
વિશ્વા એ સ્વરલેખા ને બધી વાત સમજવી કે કઈ રીતે અંગદ એ અવિનાશ ની જ શક્તિ નો ઉપયોગ કરી ને માયાપુર ના દ્વાર મન્ત્ર વડે બંધ કરી દીધા.
સ્વરલેખા : આવડી મોટી ઘટના ઘટી ગઈ અને તમે બન્ને શાંતિથી ઉભા સૌ?
વિશ્વા : હા .... કારણ કે અમે નથી ઇચ્છતા કે પૃથ્વી અને નંદિની ના વિવાહ માં કોઇ પણ રીતે ખલેલ પહોચે.
સ્વરલેખા : પરંતુ ત્યા સુધી માં કોઇ દુર્ઘટના ઘટી ગઈ તો ....
અવિનાશ : હવે આપણી પાસે વિકલ્પ નથી બહેના....જે પણ પરિસ્થિતિ આવશે સામનો કરી લઈશું.
સ્વરલેખા : પરંતુ .... એવી પરિસ્થિતિ ના સર્જાઇ જાય કે જે આપણે સંભાળી ના શકીયે અને ભયંકર નુક્સાન થઈ જાય.
કારણ કે અમુક દુર્ઘટના ના પરિણામ આપણે ઉલટાવી નહિ શકીયે.
વિશ્વા : સ્વરલેખાજી...... આ દ્વાર ફરીથી ખોલી શકાય એમ નથી ?
સ્વરલેખા : નહિ....વિશ્વા , આ એક ખુબ જ શક્તિશાળી મંત્ર છે , એને સરળતા થી તોડી શકાય એમ નથી.
એને ઍ જ વ્યક્તિ તોડી શકે જેની શક્તિ ઓ થી એ મન્ત્ર નો ઉપયોગ થયો છે.
એટલે માત્ર અવિનાશ જ આ દ્વાર ખોલી શકે....પરંતુ અવિનાશ તો શક્તિહીન છે.
અંગદ ઍ ખુબ જ જોરદાર યોજના બનાવી છે.
પણ કેમ ?
અવિનાશ : શુ કેમ ? મારી બધી શક્તિ લેવા માટે.વિશ્વાસઘાત કર્યો એને.
વિશ્વા : મારું મન હજુ પણ નથી સ્વીકારતું કે અંગદ આવું કરી શકે .....ઍ પણ ફકત તારી શક્તિ ઓ હાંસલ કરવા.
સ્વરલેખા : મને પણ નથી લાગતુ......એવુ તો નથી ને કે આપણે સમજવામાં કંઈક ભુલ કરી રહયા છે.
અવિનાશ થોડી વાર વિચારવા લાગ્યો....
થોડીક વાર વિચાર્યા બાદ એ બોલ્યો.
અવિનાશ : વિશ્વા.....આ ઍ ગુપ્તચર વિશે તો નથી ને ....
વિશ્વા : હા હોઇ શકે .
સ્વરલેખા : કયો ગુપ્તચર ? હજુ તમે લોકો શુ છુપાવી રહ્યા છો મારા થી ?
વિશ્વા ઍ સ્વરલેખા ગુપ્તચર વિશે સંપુર્ણ વાત જણાવી કે કેટલાંય દિવસ થી પાવક નો ગુપ્તચર આપના ઘર પર નઝર રાખી રહ્યો છે.અને અંગદ એનો પીછો કરી રહ્યો હતો. અને એટલે પૃથ્વી ના વિવાહ અંગદ ઍ માયાપુર માં ગોઠવાયા.
સ્વરલેખા આ સાંભળતા જ જમીન પર બેસી ગયા.
સ્વરલેખા : તમે લોકો ઍ બહુ મોટી મુર્ખામી કરી નાખી.આવડા મોટા સંકટ વિશે કોઇ ને જાણ જ ના કરી.
અહિ આપણે અંગદ ને દોષિ સમજી રહ્યા છીએ, અને ત્યા એને આપના બધા ના જીવ બચાવવા પોતાના પ્રાણ સંકટ મા મુકી દીધા.
વિશ્વા ના આંખ માંથી આંસુ નિકળવા લાગ્યા......
વિશ્વા : અમે આ શુ કરી નાખ્યુ ?
અવિનાશ : હુ તો અંગદ ને દુશ્મન સમજતો રહ્યો , અને આજે એને આ શુ ....
બોલતા બોલતા અટકી ગયો.
વિશ્વા : કઈ પણ કરો સ્વરલેખાજી પણ આ દ્વાર ખોલો...
સ્વરલેખા : ઍ શક્ય નથી.
અહિ આ તરફ.....
પાવક એ આવેશ માં આવી ને સંપુર્ણ સેના ને અંગદ અને સુબાહુ પર આક્રમણ કરવા આદેશ કર્યો.
સુબાહુ અને અંગદ લડી લડી ને થાકી ચુક્યા હતા.
પાવક ની સેના એ તેઓ ને ચારે બાજુ થી ઘેરી લીધા.
પાવક ની સેના દ્વારા સુબાહુ ના સાથીઓ યુધ્ધ માં શહીદ થયા.
અંગદ અને સુબાહુ ગંભિર રીતે ઘાયલ થયા હતા.
સુબાહુ : અંગદ..... મને સદૈવ ગર્વ રહેશે કે મેં સત્ય નો સાથ આપ્યો મને આનંદ છે કે મારો મિત્ર મારા અંતિમ સમય મા મારી સાથે છે.
અંગદ : સુબાહુ ...સૌભાગ્ય શાલી હોય છે ઍ લોકો જેની સાથે તારા જેવા મિત્ર છે.
ઇશ્વર ને પ્રાર્થના કરીશ કે તુ દરેક જનમ માં મારો મિત્ર રહે.
સુબાહુ : એક ઇચ્છા પુરી કરીશ મારી...
અંગદ : બોલ ને ભાઈ.......હવે તો બધી ઇચ્છા અંતિમ ઇચ્છા છે.
સુબાહુ : એક વાર ગળે લાગીશ ?
અંગદ સુબાહુ ને ભેટી પડ્યો.
અંગદ ના પાછળ થી છુપાઈને પાવક એનાં પર ભાલો લઈ આવ્યો , અંગદ ને મારવા ગયો.
સુબાહુ ઍ ધક્કો મારી અંગદ ને દુર ફેંકી દીધો.અને ચાંદીનો ભાલો સુબાહુ ના હદય માં ઉતરી ગયો.....
સુબાહુ ઢળી પડ્યો.
અંગદ ઍ જોયુ અને એણે જોર થી અવાજ લગાવ્યો....સુબાહુ.
સુબાહુ ઍ સદાય માટે આંખો મીંચી દીધી.
અંગદ એ ક્રોધ ઍ ભરાઈ ને બાજુ માં પડેલુ હથિયાર ઉઠાવ્યું.અને પાવક તરફ ધસી ગયો.
અંગદ ઍ હથિયાર વડે પાવક પર હુમલો કર્યો.
પાવક જરાક પાછળ પડ્યો.
અંગદ ઍ ફરીથી પાવક નો અન્ત કરવા શસ્ત્ર ઉગામ્યું
ત્યા પાછળ થી એક શસ્ત્ર આવી અંગદ ના છાતી ના આરપાર થઈ ગયુ.અંગદ ના મોઢા માથી રક્ત નિકળવા લાગ્યુ.
અંગદ ના હાથ માથી હથિયાર પડી ગયુ....અને અંગદ જમીન પર બેસી ગયો.
એની આંખો બંધ થવા લાગી....
અંગદ અંતિમ શબ્દો બોલ્યો....
“ મ......મને.....માં....માફ કરજે પૃથ્વી...........”
ક્રમશ............