Today is something to write about. in Gujarati Philosophy by Chirag books and stories PDF | આજ કંઈક લખવું છે.

The Author
Featured Books
Categories
Share

આજ કંઈક લખવું છે.

બસ, આજ લખવું છે, બસ, આજ કંઈક લખવાનું મન થાય છે તો બસ, હૈયું ફાડી કંઈક લખવું છે, રડીરડીને કંઈક લખવું છે, આકાશમાં ઊડતી સમડીની માથે બેસી, તેની ડોક હળવેથી હલાવી બાળપણને જોઈ કંઈક લખવું છે. કહાનીઓ નથી લખવી, પણ કહાનીઓ કોઈક બનાવે એવું કંઈક લખવું છે. કાગડાની ચાચમાં રહેલ પેલી કહાની વાળી પૂરી ખાઈને કંઈક લખવું છે, બાળપણમાં જોયેલ મારા માંના વાળોની લટો વિશે કંઈક લખવું છે. આજ સવારે સંડાસમાં બેઠાબેઠા વિચારેલ વિચારો વિશે કંઈક લખવું છે, અને પાણીના વહેતા પાણી સાથે ખુલ્લેઆમ વહીને કંઈક લખવું છે. મને આપેલ આ દુનિયાએ હજારો ગાળો વિશે કંઈક લખવું છે. કિડીઓના રાફડામાં જઇ મોટિવેશન આપતી સ્પીચો વિશે કંઈક લખવું છે. મને ગુસ્સો આવે તો કંઈક લખવું છે, રડવું આવે તો કંઈક લખવું છે, લોકોની કલ્પના બહારનું કંઈક લખવું છે. મારા બનનારા જીવન સાથીના પગલાઓ વિશે કંઈક લખવું છે. આજ તો બસ, મનને નેવે મૂકી, બધા નિયોમો તોડી, કલ્પનાઓના પુસ્તકો ફાડી કંઈક લખવું છે. મારી હજારો ભૂલો વિશે કંઈક લખવું છે, હું સાચો છું એવા ઠગલા બંધ કાગળોમાથી એક કાગળ કોરો કાઠી હું ખોટો હતો એવી હજારો સાબિતી આપતી વાતો વિશે કંઈક લખવું છે.

સુસાઇડ કરતાં પહેલા માણસના મગજમાં શું ચાલતું હોય છે?, એ, એ માણસ સાથે બેસી તેનું હૈયું ખાલી થઈ જાય, તેટલી વાતો સાંભળી કંઈક લખવું છે. એક નાનકડા ભિખારી બાળકનો કટોરો સાંજ થતાં ખાલી હોય અને એ ભૂખ્યા પેટે ચીસો પડી, આ ભગવાનને ગાળો આપતું હોય એ બાળક વિશે કંઈક લખવું છે. છોડી ગયેલ પ્રેમીના આંસુઓ વિશે દિલ ઢોળી હજારો પ્રેમ કહાનીઓ લખવી છે, આલબર્ટ આઈંસ્ટાઈનું મોઢું ફાડી બહાર આવતાં જીભડાં અને ગાંધીના મૌન સ્મિત વિશે કંઈક લખવું છે. માઈકમાં ખોટા બરાડા પડતા લોકોની આંખોમાં જોઈ સત્યને છુપાવી બેસેલાં લોકોના મૌન વિશે કઈંક લખવું છે. પગ ધ્રુજાવે તેવી ભૂતોની વાતોમાં, તે ભૂતથી સંતાઈને ભગવાનના સત્ય વિશે કંઈક લખવું છે. જવાનીમાં જોયેલ ભવિષ્યના સપનાઓ અને બુઢ્ઢા થઇ બાકડે બેસી ભૂતકાળને વાગોળતાં એ ભાભાલાઓ વિશે કંઈક લખવું છે. પગની પેનીઓ ઘસી કામ કરી પોતાના બાળકનું પેટ ભરતી એ વિધવા માંઓ વિશે કંઈક લખવું છે. ડગલી-ડગલી ભરી ચાલતા એ બાળકના મોઢાંમાથી પડતી લાળો વિશે અને તેના જીવનના લાંબા સફર વિશે કંઈક લખવું છે. મૂર્તિ જોઈ ભગવાને પૂજતાં ઢોંગીઓ અને મૂર્તિની બહાર માણસોની અંદર જોતાં ભગવાન વિશે કંઈક લખવું છે, દટાઇ ગયેલ બુધ્ધના વિચારો અને શ્રી કૃષ્ણના ભાગવત વિશે કંઈક લખવું છે. ધર્મના લિટાઓ ભૂસી સરહદને પેલે પાર જીવન જીવતા લોકો વિશે કંઈક લખવું છે. ઊંઘમાં આવેલ સપનાઓ અને સુવા ન દેતાં સપનાઓ વિશે કંઈક લખવું છે.

ફોનની સ્ક્રીનની બહાર જોઈ, થોડો સમય આ સૃષ્ટિ વિશે વિચારી વગર વાંચીએ કંઈક લખવું છે. મિત્રોની ગદદારી અને દુશ્મનોની મિત્રતા વિશે કંઈક લખવું છે. ખુલ્લા આકાશ નીચે ખાટલો ઢાળી સાથે સૂતેલ બાપ-દીકરાની દુનિયા જીતી લેવાની વાતો વીશે કંઈક લખવું છે. ફેસબુકની લાઈકો, ઇન્સટાની કોમેન્ટો, અને ટ્વિટરના શેરિંગને છોડી પુસ્તકની વચ્ચે છુપાવી રાખેલ કોઈના કાગળ વિશે કંઈક લખવું છે. તેણે પહેલી વખત પકડેલ હાથ અને હજારો વખત તોડેલ દિલ વિશે કંઈક લખવું છે. સળગતી આગમાં પડી સળગીને કંઈક લખવું છે તો બર્ફ બની કોઈકને ધ્રુજાવી કંઈક લખવું છે. લાંબા લાંબા લોખો છોડી નાની નાની લાઈનોમાં જીવનને સમજાવતી લાઈનો વિશે કંઈક લખવું છે. ગ્રામરના નિયમો તોડી દિલના નિયમોની સરહદમાં રહી કંઈક લખવું છે. તેની દર્દ ભરી ચીસો અને મારા ખુશી ભર્યા હાસ્ય વિશે કંઈક લખવું છે. દુનિયાની પથારી ફેરવી દે અને લોકોનું જીવન સુધારી દે એવું કંઈક લખવું છે. લોકો વાંચીને હજારો ગાળો આપે કે પછી ચીચયારીઓ અને ચીસો પાડી તાળીઓ પાડે એવું કંઈક લખવું છે. રોજરોજની એકને એક વાંચેલ વાર્તાઓ અને સાંભળેલ વાતોમાથી ચાસણી રૂપે અલગ કાઢેલ સારાંશ વિશે કંઈક લખવું છે. દીકરીની વિદાય વેળાએ આંખોમાથી વહેતા આંસુઓ અને દીકરીને ત્યાં બાળકના જન્મ સમયે મોઢામાથી પડતી લાળો વિશે કંઈક લખવું છે. આવું તો ઘણું બધુ લખવું છે.

હાથ થાકી નીચે પડી જાય, પેનની શાઈ પૂરી થઈ જાય, મગજ વિચારવાનું બંધ કરી દે, આંખો થાકી બંઘ થઈ જાય, શરીર લાંબુ થઈને ગમે ત્યાં ઢળી પડે, ત્યાં સુધી કંઈકને કંઈક લખવું છે. બસ, આજ કંઈક લખવું છે.

જોકે મને ખૂબ સરસ લખતા નથી આવડતું તો બસ, આવું જ કંઈક લખવું છે.