Bas kar yaar - 24 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ- ૨૪

Featured Books
Categories
Share

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ- ૨૪

ભરી મહેફિલ માં પાછું વાળીને હસતી ગઈ..
તું મને ગમે છે એવું નજરોથી કહેતી ગઈ ..!!

બસ કર યાર..પાર્ટ - ૨૪..

સમય ની સાથે...જ ટ્રાવેલ્સ હાજર થઈ ગઈ..સહુ પોતપોતાની ગમતી શિટ પર સેટ થઈ ગયા...
અને...ટ્રાવેલ્સ કોઈની પરવા કર્યા વગર પૂરપાટ દોડી ગઈ..
માઉન્ટ આબુ ની સફરે....!!

અમારી ટુર બે દિવસ ની હતી. ઊગતા સૂરજને સમક્ષ નિહાળી શકાય તેવા અરમાનો નાં મન લઈ સૂર્યોદય પહેલા આવતા લેટ થઈ ગયા.વરસાદ નહોતો પણ વાતાવરણ ધુમ્મસ થી છવાયેલું હતું..એકદમ ગીચ ધુમ્મસ..!
પાંચ મીટર નાં અંતર માં જ એકબીજાને ઓળખી શકાય.. બાકી બસ વાદળાં જ વાદળાં..
વાદળાં પણ સવાર સવાર માં હરખ ની હેલીએ ચઢયા લાગતા હતા...માનવ મહેરામણને મસ્તી કરતો જોઇ ...

અમે પણ આ જ પળો ની બિન્દાસ્ત મજા લીધી..સહુ કોઈ ઠંડી માં ઠુઠવાઈ ગયા હોય તેવું લાગ્યું. અમારા માટે રહેવા માટેની ટોટલ વ્યવસ્થા પહેલેથી સેટ હતી જ.. તો દરેક સ્ટુડન્ટ્સ પોતપોતાના બેગ સાથે ગેસ્ટ હાઉસમાં પોતાનો માલ સામાન વ્યવસ્થિત કરી દિધો..સવાર ની ચા અને નાસ્તો પટાવી અમુક ઉતાવળિયા તો નીકળી પડ્યા મસ્તી ની શોધ માં...

હું થાક્યો નહોતો...પણ એકાંત માં એકાંત પણું ત્યારે વધુ ડંખ મારે છે..જ્યારે આપણને એકલા કરનાર સાથે જ હોય..!

અમારી ગેસ્ટ હાઉસ નક્કી તળાવ થી નજીક જ હતી..તો સહુ ફ્રેશ થઈ નીકળી પડ્યા.. માઉન્ટ ની સફરે..અમારી સાથે આમ તો કોઈ ગાઈડ નહોતો..પણ જે જે જગ્યા અમે જતા ત્યાં જ ત્યાંના છોકરા મધુર કંઠ માં મારવાડી ગીત ગાઈ એનો મતલબ સમજાવતા..


આબુ.... રાજસ્થાન નું હરિયાળું હિલ સ્ટેશન...આંખ ને ઠારે તેવી શીતળ ઠંડક..વેસ્ટર્ન વસ્ત્રો પહેરી ચો તરફ નજરે પડતા ફોરેનર..

રંગબેરંગી ટ્રેડિશનલ ગણવેશ માં ધ્યાન કેન્દ્રિત કરતી મારવાડી સ્ત્રીઓ ...
ધોતિયા અને કેડિયા સમુ બટન વાળું બુશટ...ને પગ માં ચામડાની બબે કિલો નાં વજન ની રજવાડી મોજડી ..
કોઈ નાં માથે લાલ મરૂન તો કોઈની પચરંગી પાઘ..
અમિતાભ બચ્ચન ની ફિલ્મ નું દ્રશ્ય તાજુ કરાવતી હતી...

તો ક્યાંક દૂર...એકતારો લઈ ખૂણા માં બેઠા બેઠા કર્ણપ્રિય સંગીત પીરસતા આધેડ પણ પરંપરાગત ડ્રેસ માં સોહામણા લાગતા હતા

અમારી ટુર બે દિવસ ની હતી..


સાંજ સુધી બસ મોજ જ મોજ...ગુરુ શિખર...દેલવાડા નાં દેરા ની નક્કાશી..અચલગઢ નો આલીશાન મહેલ...
સપ્ત ઋષિ દ્વારા કરેલા હવન નો યજ્ઞ કુંડ....
અને રંગરંગીલું રાજસ્થાની સંગીત ની સાથે લય માં ગીત ગાતા નાના નાના ટાબરિયા...
માઉન્ટ આબુ ની એક ચીજ સહુ ને યાદ રહી જાય છે..નાનકડી કેરીઓ..
બારેમાસ મળે..હો..!!

આજે ઘણું ખરું ફર્યા..કારણ બધા જોશ માં હતા..
સાંજ થવા આવી હતી..સહુ પોતપોતાના ઉતારા તરફ પાછા ફર્યા હતા...

હું પણ આજે ખરેખર થાક અનુભવતો હતો..
ડિનર નો આદેશ મળતા સહુ મિત્રો રેડી થઈ..ગેસ્ટ હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લોર માં આવેલી હોટલ માં ગોઠવાઈ ગયા..
હું પણ એક ટેબલ પર ગોઠવાઈ ગયો..આજે કડકડતી ભૂખ લાગી હતી..પણ, જ્યારે રાજસ્થાની દાળ બાટી ની ખુશ્બૂ આવી તો ભૂખ વધુ પડતી સક્રિય થઈ ગઈ..
મોટા સમારેલા કાંદા,લીંબુ,પાપડ ગ્લાસ માં આંગળી નાખીએ તો આંગળીએ ચોંટી જાય તેવી એકદમ ઘટ્ટ છાશ..ચૂલા માં સેકીને તૈયાર કરેલી બાટી..ને દાળ..!!

બસ જલશો..યાર..!!
હું ટેબલ પર એકલો જ હતો..ત્યાં નેહા અને પવન આવી મારી સામે ગોઠવાઈ ગયા..
એક ટેબલ પર ચાર જણ બેસી શકે તેવી વ્યવસ્થા હતી...
હજુ એક જગ્યા ખાલી હતી..
સહુ નાં ટેબલ પર ભોજન રસથાળ પીરસાઈ ગયો હતો..
ત્યાં..જ નેહા ની નજર જગ્યા શોધતી મહેક પર પડી..
"મહેક, કમ"

મહેક આવી ને મારી બાજુ ની ખાલી જગ્યા પર ગોઠવાઈ ગઈ..

મોગરા ની ખુશ્બૂ આખાય રેસ્ટોરન્ટ માં મહેકી રહી હતી..પણ કોઈ ને ખબર નહોતી કે આટલી ખૂશનુમાં સુગંધ નું એપી સેન્ટર ક્યાં છે..!

મહેક..જ મહેકતી હતી...મોગરા ની શ્વેત મહેક લઈને...

હા,મોગરા નું ફૂલ મને ય ગમતું...પણ, મારા પ્રિય પાત્ર ની પસંદ હું સહુ મિત્રો ની સામે જાહેર માં દેખાવ કરું તો....બધા મને પ્રેમ નો પાગલ કહી ને ઉતારી પાડે....!!

ક્રમશ:.
હસમુખ મેવાડા...


એક દી તો આવશે...!!
ભાગ - ૪....
મંગળવારે....!!