The ring
( 5 )
પ્રથમ વખત મળેલાં આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી ગાયબ હોય છે.. પોતાની એ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર પોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમનની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય છે... તો બીજી તરફ અપૂર્વ પણ અમન નું નામ સાંભળી ચિંતામાં આવી જાય છે.
અમનને મળવા ગયેલી આલિયા અમનની જગ્યાએ અપૂર્વ ને જોઈને વિસ્મય પામી જાય છે.. પોતાની સાથે પોતાને અમન કહેતો વ્યક્તિ છેતરપિંડી કરી ગયો હોવાનું મહેસુસ થતાં આલિયા ગુસ્સામાં અપૂર્વની કેબિનમાંથી બહાર નીકળી અને લિફ્ટ મારફતે નીચે આવીને પોતાની બેઝમેન્ટનાં પાર્કિંગમાં પડેલી કારમાં માં જઈને ગોઠવાઈ ગઈ.
કાર નાં એક્સીલેટર પર પગ મૂકી આલિયા એ ફૂલ સ્પીડ માં કારને પોતાની કોટેજ તરફ હંકારી મૂકી.. આલિયા અત્યારે પોતાની જાતને કોશતાં મનોમન બોલી રહી હતી.
"તારી સાથે જે કંઈપણ થાય છે એ બધું બરોબર જ છે.. જે વ્યક્તિ વધારે પડતું લાગણીશીલ હોય એની લાગણીઓનો લોકો ફાયદો જરૂર ઉઠાવતાં હોય છે.. માટે હવે તારે આ બધી લાગણીઓ ઉપર કાબુ મેળવી પોતાની જાતને મજબૂત બનાવવી જ પડશે.. તો જ તું આ મતલબી અને ફરેબી દુનિયાનાં લોકોની વચ્ચે જીવી શકીશ. "
બપોર થવાં આવી હતી અને હવે ઘરે જઈને આ મૂડ સાથે જમવાનું બનાવવાની આલિયાની કોઈ ઈચ્છા નહોતી એટલે એને પોતાની કાર એક રેસ્ટોરેન્ટ તરફ હંકારી મૂકી.. આ રેસ્ટોરેન્ટમાં જમવાની સાથે દારૂ પીવાની પણ સગવડ હતી એટલે જાણીજોઈને આલિયા એ આ રેસ્ટોરેન્ટ પસંદ કરી હતી.
જે લોકો મનનાં નિર્બળ હોય એ લોકો જ્યારે પણ કોઈ તકલીફ કે સમસ્યા આવે ત્યારે એનો સામનો કરવાનાં બદલે સિગરેટ, દારૂ કે ડ્રગ્સ જેવી નશીલી વસ્તુઓનો સહારો લેતાં હોય છે.. પણ હકીકતમાં એનાંથી ફક્ત નશાની હાલતમાં પહોંચી જવાનાં લીધે મન બીજાં વિચારો એ ચડી જાય છે. માનસિક તકલીફ દૂર તો થતી જ નથી પણ લાંબા ગાળે આ બધી વસ્તુઓનો નશો શારીરિક તકલીફો ને જરૂર નોતરે છે.
આલિયા એ કાર પાર્ક કરી અને રેસ્ટોરેન્ટમાં જઈને એક કોર્નર ટેબલ પર બેસી ગઈ.. આલિયા નાં ત્યાં સ્થાન લેતાં જ એક વેઈટર એનાં ટેબલ પર પાણીની ઠંડી બોટલ રાખી ગયો અને રેસ્ટોરેન્ટનું મેન્યુ કાર્ડ આલિયાની સામે મુકતાં વિવેકસભર સુરમાં બોલ્યો.
"મેડમ.. ઓર્ડર લખાવો.. "
આલિયા એ મેન્યુકાર્ડ હાથમાં લીધું અને ઉપરછલ્લી નજરે મેન્યુ કાર્ડ જોયું અને વેઈટર તરફ જોઈને બોલી.
"1 પનીર ચિલ્લી, ગ્રીન સલાટ, રોસ્ટેડ ચિકન એન્ડ 2 લાર્જ પેક ઓફ જેક ડેનિયલ... વિથ સમ આઇસ ક્યુબ.. "
આલિયા એ આપેલો ઓર્ડર નોંધી એ વેઈટર ત્યાંથી રવાના થઈ ગયો.. આલિયા અત્યારે બેહદ ગુસ્સામાં હતી જેનું કારણ અમન તો હતો જ પણ એ સાથે એનો નજીકનો બધો ભૂતકાળ પણ એનાં ગુસ્સા માટે જવાબદાર હતો.. ગ્લેમર ની દુનિયામાં જવાનાં સપનાં રૂપે પોતાનાં શરીરનો સોદો કરવાં તૈયાર થવું, જાણીજોઈને દેહ વ્યાપાર માં ધંધામાં સપડાવું અને ઓછું હોય તો આલોક જેવાં એક મતલબી વ્યક્તિ જોડે પ્રેમમાં જોડાવી કલ્પના ની દુનિયામાં રાચવું.
વેઈટર ઓર્ડર લઈને આવે ત્યાં સુધી આલિયા પોતાનાં મોબાઈલમાંથી એની અને આલોકની સાથે ક્લિક કરેલી તસવીરો ડીલીટ મારી રહી હતી.. આ દરમિયાન આલિયા એ જોયું કે એની સામેનાં ટેબલ પર બેસેલી એક વ્યક્તિ પોતાની તરફ એકધારી નજરે જોઈ રહી હતી. થોડો સમય તો આલિયાએ આ વાત ને ઇગ્નોર કરી પણ પછી આલિયાથી ના રહેવાયું અને ગુસ્સામાં આલિયા પોતાની જગ્યાએથી ઉભી થઈ અને એ વ્યક્તિ બેઠો હતો એ ટેબલ તરફ આગળ વધી.
"શું જોવે છે ક્યારનોય.. આજ સુધી કોઈ સુંદર છોકરી જોઈ નથી..? "આક્રમક સુરમાં આલિયા એ વ્યક્તિની જોડે પહોંચી ને ઊંચા સુરમાં બોલી.
આલિયા નો અવાજ એટલો ઊંચો હતો તો રેસ્ટોરેન્ટમાં મોજુદ દરેક વ્યક્તિ અને રેસ્ટોરેન્ટમાં કામ કરતાં સ્ટાફ નું ધ્યાન એ તરફ ગયું.. આલિયા આમ ઉભી થઈને પોતાની જોડે આવશે એવી તો ગણતરી પણ એ વ્યક્તિએ કરી નહોતી એટલે એ થોડો ક્ષોભિલો પડી ગયો.
"શું થયું મેડમ.. એની પ્રોબ્લેમ..? "રેસ્ટોરેન્ટનો મેનેજર આલિયાની નજીક આવીને બોલ્યો.
"આ હરામી ક્યારનોય મારી તરફ જોવે છે.. સાલા ની ઔકાત શું છે.. તારે મારી સાથે સૂવું છે..? .. મજા કરવી છે..? તો ચાલ મારી સાથે.. પણ એ માટે ખિસ્સામાં પચાસ હજાર હોવાં જોઈએ.. "કોલગર્લ નું પ્રોફેશન હોવાથી આલિયા નાં શબ્દો પણ એકરીતે બોલ્ડ અને અશ્લીલ હતાં.
"સર, પ્લીઝ તમે બિલ ચૂકવીને અહીંથી જાઓ.. "આલિયા નાં આમ વાકપ્રહારથી ઝંખવાણા પડેલાં એ વ્યક્તિને આગ્રહ કરતાં હોટલ મેનેજર બોલ્યો.
હોટલ મેનેજરની વાત સાંભળી એ વ્યક્તિ પોતાની વધેલી દારૂ એક ઘૂંટમાં પુરી કરી નીચાં મોંઢે ત્યાંથી નીકળી ગયો.. એનાં જતાં જ મેનેજરે આલિયા ને વીનમ્રતા સાથે પોતાનાં સ્થાન પર બેસવા કહ્યું.
આ બધી ઘટના બાદ તો આલિયાનો મૂડ વધારે ખરાબ થઈ ગયો હતો.. વેઈટર આવીને ઓર્ડર રાખી ગયો એટલે આલિયા એ જમવાની સાથે દારૂ પીવાનું શરૂ કરી દીધું.. બે પેગ પૂરાં કર્યાં બાદ આલિયાએ બીજાં બે પેગ નો ઓર્ડર કર્યો.. હવે આલિયા ફૂલ નશાની હાલતમાં પહોંચી ચુકી હતી.. છતાં એનાં મનમાં લાગેલી આગ શાંત થવાનું નામ નહોતી લઈ રહી.
"વન મોર પેગ.. "ફૂલ ટલ્લી થયેલી આલિયાએ ગ્લાસ ટેબલ પર પછાડતાં કહ્યું.
આલિયાની આ હાલત જોઈને રેસ્ટોરેન્ટ મેનેજર એની નજીક આવ્યો અને સમજાવટ નાં સુરમાં બોલ્યો.
"મેડમ, તમે ઓલરેડી ચાર લાર્જ પેગ પૂરાં કરી ચુક્યાં છો.. તો પ્લીઝ હવે વધુ ડ્રિન્ક ના કરશો.. તમારી હાલત અત્યારે ઠીક નથી તો મહેરબાની કરી અહીંયાં સ્ટોપ કરો.. "
"મેનેજર, પ્લીઝ.. જસ્ટ લાસ્ટ પેગ.. "નશાની હાલતમાં મેનેજર ની તરફ જોઈને આલિયા બોલી.
"Ok.. પણ લાસ્ટ.. "આટલું કહી મેનેજરે આલિયા માટે એક પેગ લાવવાનું વેઈટર ને કહી દીધું.
આખરે પાંચમો પેગ પૂરો કર્યા બાદ આલિયા વોશરૂમમાં ગઈ અને પછી લથડાતી લથડાતી કેશ કાઉન્ટર જોડે આવી.. પોતાનું બિલ ડેબિટ કાર્ડથી ચૂકવ્યા બાદ એ હોટલનો દરવાજો વટાવી બહાર આવી.. એક વેઈટર મેનેજર નાં કહેવાથી આલિયા ને છેક કાર સુધી છોડી આવ્યો.
એ વેઈટર નો આભાર માની આલિયા એ ફૂલ નશાની હાલતમાં જ કાર ને પોતાની કોટેજ તરફ જતાં રસ્તે હંકારી મૂકી.. આલિયા હજુ તો હોટલથી થોડે દૂર જ પહોંચી હતી ત્યાં નશા નાં લીધે એનું માથું ભમવા લાગ્યું અને એ સીટ ઉપર જ ઢળી પડી.
કલાક બાદ જ્યારે આલિયા ની આંખ ખુલી ત્યારે એ પોતાની કારમાં એનાં કોટેજ ની સામે મોજુદ હતી.. આલિયા ને આછું પાતળું એટલું યાદ હતું કે નશા ની હાલતમાં એ રેસ્ટોરેન્ટમાંથી નીકળી કારમાં બેસી હતી.. પણ અહીં કોટેજ સુધી એ સહી સલામત કઈ રીતે પહોંચી એ વિશે એને કંઈપણ યાદ નહોતું.
નશાની હાલતમાં જ આલિયા પોતાની કારમાંથી નીચે ઉતરી અને પર્સમાંથી ચાવીઓ કાઢી કોટેજનાં દરવાજા તરફ આગળ વધી.. આલિયા જ્યારે દરવાજાનું લોક ખોલતી હતી ત્યાં એની નજર દરવાજા જોડે પડેલાં એક કવર પર પડી.. આલિયા એ કવર હાથમાં લીધું અને દરવાજો ખોલી અંદર આવી.
હદ કરતાં વધુ પડતો નશો કર્યો હોવાનાં લીધે આલિયાનું માથું ભમી રહ્યું હતું અને એનાં પગ પણ સરખાં નહોતાં ઠરતાં.. આજ કારણથી આલિયાએ દરવાજા જોડે મળેલું કવર સોફામાં નાંખ્યું અને બેડરૂમમાં જઈ સીધી પલંગ પર સુઈ ગઈ.. પલંગ પર પડતાં જ આલિયાને તરત ઊંઘ પણ આવી ગઈ.
આલિયા ની જ્યારે આંખ ખુલી ત્યારે એને દીવાલ પર લટકતી વોલ કલોક પર નજર કરી.. વોલ કલોક હજુ માંડ સાંજ નાં સાત વાગ્યાં નો સમય બતાવી રહી હતી તો પણ શિયાળાની મૌસમ હોવાનાં લીધે બહાર અંધારું થઈ ગયું હતું.
આલિયા આંખો ચોળતી ચોળતી બેડરૂમમાંથી નીકળી હોલમાં આવી અને સોફા પર હાથ પસારીને બેસી ગઈ. હજુપણ આલિયા થોડી ઘણી નબળાઈ મહેસુસ કરી રહી હતી.. પોતે આગળ જીંદગીમાં શું કરશે એ વિશે હજુ આલિયા વિચારતી હતી ત્યાં એની નજર સોફામાં પડેલાં કવર પર પડી.
આ કવર પોતાને કોટેજનાં દરવાજા જોડેથી મળ્યું હોવાનું યાદ આવતાં આલિયાએ કવર હાથમાં લીધું અને એની ઉપર શું લખ્યું હતું એ વાંચી જોયું.
"For you miss aliya"
આ કવર કોને મોકલાવ્યું હશે. ? અને એની અંદર શું હશે..? એ વિશે વિચારતી આલિયાએ અંદર આખરે હતું શું એ ચેક કરવાં કવર ખોલ્યું. !
★★★
વધુ આવતાં ભાગમાં.
કવરની અંદર શું હતું..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.
હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.
આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:- the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ: એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
~જતીન. આર. પટેલ (શિવાય)
***