Anokhi love story in Gujarati Love Stories by RJ_Ravi_official books and stories PDF | અનોખી લવ સ્ટોરી

Featured Books
Categories
Share

અનોખી લવ સ્ટોરી

તો રાહુલ આરુહીની રાહ જોતો હતો કે એ હમણાં આવશે હમણાં આવશે પણ આરુહી ના આવી ....રાહુલ ત્યાં જ ઉભો ઉભો ગભરાય જાય છે અને વિચારે છે કે, 'આરુહી ને શુ થયુ હશે એ કેમ આવી નહીં આજે.' અને રાહુલ નું મો ઉતરી જાય છે....રાહુલ પોતાના ઘરે ચાલ્યો જાય છે...અને આરુહીને ફોન કરે છે પણ આરુહી ફોન કટ કરી દે છે...રાહુલ ને રડું આવી જાય છે...એ આખો દિવસ આરુહીનો ફોન ટ્રાઈ કરે છે. પણ એનો ફોન નથી લાગતો....આરુહીને મજબૂરીમાં રાહુલ સાથે વાત કરવાની બંદ કરવી પડી હતી... પણ રાહુલ ને કઈ જ ખબર નતી...રાહુલ બીજા દિવસ પણ આરુહી ની રાહ જોવે છે એના ઘરે પણ જાય છે..પણ આરુહી નું ઘર બંદ હોય છે....અને આજુ બાજુ વાલાને પૂછે છે...પણ કોઈ ને ખબર નથી હોતી.... રાહુલ રડતા રડતા પોતાની સ્કૂલ તરફ જાય છે....અને સ્કૂલ માં જેવો એ પગ મૂકે છે...ત્યારે એનો મિત્ર રવિ એને કહે છે..., 'અરે રાહુલ તને ખબર છે...આરુહી ના પાપા આવ્યા હતા આરુહી ની એલ.સી લેવા.'રાહુલ આ વાત સાંભળતા તરત બોલી ઉઠો કે કયા છે અંકલ ત્યારે રવિ એ કહું એતો નીકળી ગયા...રાહુલે કહ્યુ, 'તને અંકલ એ કઈ કહ્યુ' ...તો રવિ બોલ્યો કે, 'ના.' રાહુલ ને ચક્કર આવી જાય છે અને એ બેહોશ થઈ જાય છે....અને રવિ એને તરત હોસ્પિટલ લઇ જાય છે....રવિ પણ ગભરાય જાય છે...અને રાહુલ ના મમ્મી ને ફોન કરે છે....રાહુલ ના પરિવાર તરત જ ત્યાં દોડતો આવી જાય છે....અને રાહુલની તબીયત વધારે ખરાબ થતી જાય છે... રાહુલ ની મમ્મી ડોકટર ને કહે છે શું થયું મારા રાહુલ ને? ડોક્ટર કહે છે...કે, 'વધુ નહીં બસ જરા ચક્કર આવ્યા તો માથા માં વાગુ છે..ડોન્ટ વોરી સારું થઈ જશે.'
સારું તો થઈ જશે પણ માથામાં વાગ્યું હોવાથી એને બે અઠવાડિયે હોશ આવે છે. હોશ આવતા જ એ આરુહીને શોધવા જાય છે . કેટલી કોશિશ પછી એને આરુહી મળતી નથી.
જ્યારે રાહુલ આરુહીને મળે છે ત્યારે એ આરુહીને પૂછે છે કે એ તેની સાથે લગ્ન કરશે કે નહિ.
ત્યારે આરુહી હા પાડે છે. એટલે રાહુલ પણ તેને વચન આપે છે કે તેના પપ્પાના પૈસા પોતે કમાઈને થોડા થોડા કરીને આપી દેશે. પણ પરિવાર પાસેથી માંગશે નહિ. પણ હાલ તો આરુહીને ભણવા સિવાય કોઈ કામ ન કર્યું. કારણ કે એના પપ્પાએ એને ભણવા માટે બીજા શહેરમાં મૂકી દીધી.
આ તરફ આરુહી રાહુલથી દૂર ઉદાસ હતી. પણ હાલાતથી મજબૂર હતી. આરુહીને રાહુલ એના પપ્પા બીજા શહેરમાં મૂકી આવ્યા જ્યાં એને ગમતું જ ન હતું. પણ રહેવું પડયું.
આરુહી પાસેથી ફોન લઈ લીધો હતો. અને બહાર પણ ના જવા દેતા નહિ. ભણવા માટે જઈને આવીને ઘરે જ રહેવાનું. આરુહીની આઝાદી છીનવાઈ ગઈ હતી. હવે આરુહી હંમેશા માટે એકલી થઈ ગઈ હતી. ધીમે ધીમે વારસો વીતતા ગયા. એનું ભણતર પૂરું થયું. આરુહીના પપ્પાએ તેના માટે છોકરો શોધીને લગ્ન નક્કી કરી દીધા.
આરુહી તો સાવ ગભરાઈ જાય છે.હવે શું કરશે? એમ વિચારવા લાગે છે.એણે ઘણી કોશિશ કરી લગ્ન માટે ના કહેવાની. પણ પપ્પા માન્યા જ નહીં. આરુહી પાસે કોઈ રસ્તો ના હતો. એ ચિંતા કરવા લાગી. એ ચિંતામાં જ એની તબિયત પણ બગડી જાય છે. પણ એની ચિંતા એના પપ્પાને ન હતી.
આ બાજુ એના પપ્પાએ લગ્નની બધી તૈયારી ચાલુ કરી દીધી. આરુહીની ચિંતા વધતી જ જતી હતી. પણ કોઈ રસ્તો ના હતો. આરુહીના લગ્ન માટે બધે નિમંત્રણ અપાવા લાગ્યા હતા. આરુહીને એવામાં એની સહેલીની યાદ આવી જાય છે. એટલે એ તેની સહેલીને બોલાવીને વાટ કરે છે. એની સહેલી એની મદદ કરવા તૈયાર થાય છે. તેની સહેલી રાહુલને કોલ કરીને કહે છે કે, ' રાહુલ, આરુહીના લગ્નની તૈયારી થવા લાગી છે. તને આવતા મોડું થઈ ગયું.' એટલું સાંભળતા જ રાહુલ સાવ તૂટી જાય છે. ખૂબ રડે છે. પણ તે કઈ કરી શકે તેમ ન હતો. કારણ કે તે આરુહીની મજબૂરી જાણતો હતો. ક્રમાંક....