Break vinani cycle - Miss jumbo in Gujarati Comedy stories by Narendra Joshi books and stories PDF | બ્રેક વિનાની સાયકલ - મિસ જંબો

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

બ્રેક વિનાની સાયકલ - મિસ જંબો

મિસ જમ્બો..!
ફિલ્મોમાં એક સમય હતો સળેકડા જેવી હિરોઈનનો.. જો જાડુપાડું શરીર હોય તો હિરોઈન બનવાના સ્વપ્નાઓને ડીલીટ મારવા જોઈએ. એ વખતના સ્મોલ સ્ક્રીન ધરાવતા ટેલીવિજનમાં સ્મોલ ફિગર ધરાવતી હિરોઈન જ સમાઈ શકે.. એટલે પણ ઝીરો ફિગરને સ્થાન અપાતું હશે.. ઝીરો ફિગર જ હીરોને પસંદ આવતું. બાકી હીરો ભલે દૂધી જેવો ફદડિયો હોય, લંબુજી હોય કે એક્સ..વાય..ઝેડ... બાકી હિરોઈન તો જોઈએ બેસ્ટમ બેસ્ટ. ઝીરો ફિગર કવિઓની કલમને પણ શાહી ટપકતું(લાળ..??) બનાવતું...! લેખકો પણ પાતળી હિરોઈન માટે તલપાપડ બનતા.. બે ત્રણ ઘા કાગળ લસરકાવી દેતા. એવું વર્ણન કરે કે પાછું વળીને જુએ પણ નહીં. પાતળી હિરોઈન અને પાતળી કમર...
અરે ભાઈ ! આ જાડી કમરે તમારું શું બગાડ્યું છે ? જાડી કમર કાંઈ સરળતાથી નથી બનતી. એની માટે તો ખાઉધરું બનીને આજુબાજુની દુનિયા ભૂલીને જાપટવું જોઈએ.. આપણે જેને બે મોઢે ખાવું કહીએ છીએ એમ. ઘરરરર... ઘરરર.. બોલાવતા નસકોરા બોલાવીને ઊંઘવું જોઈએ.. કસરત અને યોગાને પંદર કિલોમીટર દૂર રાખવા જોઈએ. જમ્યા પછી ઉપર અડધો કિલો આઈસ્ક્રીમ હોજરીમાં ઠાંસીને ભરવો જોઈએ. ત્યારે મહાકાય કમર પ્રાપ્ત થાય. હવે આટલી બધી મહેનત કર્યા પછી આ કવિ/લેખકો એના વિષે એકપણ કવિતા ન લખે કે ન લેખ ઠપકારે... અન્યાય છે... સરાસર અન્યાય છે આ જાડીપાડી કમર પર.. આ જમ્બો હિરોઈન પર...!
ખેર, જેવા જેના ભાગ્ય. આપણે શું કરી શકીએ? આપણે આપણી જાડી કમર પર હાથ રાખીને થોડી બળતરા કરી શકીએ.. બાકી જે સીયારામ..!
“દમ લગા કે હૈસા...” થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવેલું. આ ફિલ્મમાં આયુષ્યમાને ઝીરો ફીગરથી હટકે હિરોઈન પસંદ કરેલી. અને જાડી સ્ત્રીઓને સમર્થન આપેલું. હીરોનું કહેવું હતું કે જેમ પાતળી સ્ત્રીઓને પ્રેમ થાય.. લાગણીઓ હોય.. એમ જાડી હિરોઈનને પણ લાગણીઓ હોય.. પ્રેમ થાય..! લો કલ્લો બાત.. અને એક જાડી સ્ત્રી સાથે સંસાર માંડ્યો.. અને હીરો જે ચલાવતો એ સ્કૂટરની એવરેજ ઘટાડતો.. સ્કૂટર માંડ ચાલતું. અને પાછળ હિરોઈન મોજથી બેઠી હોય. સ્કૂટરમાં પેટ્રોલ ખૂટે તો હીરો સ્કૂટરને ઢસડીને ઘરે આવતો હોય.. તોબા.. તોબા... ખેર, આમાં પણ આપણે શું કરી શકીએ? આપણે આપણી જાડી કમર પર હાથ રાખીને થોડી બળતરા કરી શકીએ.. બાકી જે સીયારામ..!
થોડાં સમય પહેલાં એક સમાચાર આવ્યા અને આ લેખ લખવાનું મન થયું. આ લેખ એટલે પણ લખ્યો કે જાડી હિરોઈનની જાડી કમરને આપણું ખોટું ન લાગે..
થાઈલેન્ડમાં “મિસ જમ્બો” સ્પર્ધા યોજવામાં આવી. ત્યાં દુનિયાભરના ચરબીના મહારથીઓ પોતાનો ધીમી ગતિએ ચાલતો રથ લઈને પહોંચી ગયા. કેટલાનો રથ રસ્તામાં ફસાયો? એની જાણ આપણને નથી. જે અહીં પહોંચ્યા એ એક થી એક ચડિયાતા હતા. આ સ્પર્ધા અહીં દર વર્ષે યોજવમાં આવે છે. નિર્ણાયકો પણ મુંજવણમાં પડી જતા... કારણ અહીં આવનાર દરેક સર્ધકના શરીર પર તોતિંગ ચરબીના સ્તર હતા... અહીંના ઓડીયન્સને પણ મોજડી થાય એ રીતે રેમ્પ વોક કરવામાં આવ્યું. એ અલગ વાત છે કે મિસ જમ્બો જે ખુરશીમાં બેસે એ ખુરશીઓ જમીનમાં પોતાના પગ ખોસી દેતી. જે રીતે કોઈ વ્યક્તિ મોટો ઘણ લઈને ખીલ્લાને જમીનમાં ખોસે એ રીતે મિસ જમ્બો ખુરશી પર બેસે એટલે એના પાયાની એવી હાલત થતી. અહીં મિસ જમ્બોને એક સાથે દોડવાની મનાઈ કરવામાં આવેલી.. ન કરે નારાયણ અને ભૂકંપ આવી જાય તો.

સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમે.. ‘નોનગુંચ પેનગુલીઓમ’ નામક સ્ત્રી આવી. જેની ઉમર પચ્ચીસ વર્ષની હતી.

આપણે ત્યાં જાડી સ્ત્રીઓનું મહત્વ આ નાના ટાબરિયાઓ બરાબર સમજે છે. એક બેન.. ખૂબ જાડા.. અને રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. ધોમધખતો તડકો.. ક્યાંય છાંયો જોવા ન મળે.. આ બાજુ નિશાળ છૂટી.. તો ચાર-પાંચ (જેટલાં સમાય તેટલાં.) ટાબરિયાંઓ એ બેનની પાછળ પાછળ ચાલવા માંડ્યા. થોડોવારે એને ખબર પડી કે કોઈ મારી પાછળ આવે છે. મહામહેનતે એ બેને પાછળ જોયું, ત્યાં ચાર-પાંચ બચ્ચે લોગ પાછળ આવતા હતા. એ ઉભા રહીને પરસેવો લુછીને કહે: “અલ્યા એય..! કેમ મારી પાછળ પાછળ આવો છો? શરમ નથી આવતી?”
એટલે પેલા બચ્ચાઓ કહે કે બ...હે...ન... અમે તમારી વાંહે (પાછળ) વાંહે (પાછળ) નહીં પરંતુ છાંયે છાંયે આવીએ છીએ. શું કે ખૂબ ગરમી છે. અને ક્યાંય છાંયો નથી.”
હવે તમે જ કહો મિસ જમ્બો શરીરના આ ફાયદો ગણાય કે નહીં? તમને થાય કે અહીં આપણે શું કરી શકીએ? આપણે આપણી જાડી કમર પર હાથ રાખીને થોડી બળતરા કરી શકીએ.. બાકી જે સીયારામ..!
એક ટપ્પે આઉટ..!
મિસ જમ્બોની વાત નીકળી છે તો ઝીરો ફિગર જાય તેલ લેવા..
તેલ પરથી યાદ આવ્યું.. કે
વરસાદની આ મોસમમાં ભજીયા બનાવીને જાપટો...
પાતળી કમર જાય તેલ લેવા..!
લેખન નરેન્દ્ર જોષી. (૦૫/૦૭/૨૦૧૭)