Be Pagal - 5 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૫

Featured Books
Categories
Share

બે પાગલ - ભાગ ૫


જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
આજે કોલેજના યુથલિડરના ઈલેક્શનનુ રિઝલ્ટ આવી ગયુ છે. રુહાન આજથી લઈને એક વર્ષ સુધી કોલેજનો યુથલિડર છે. રુહાન ના યુથલિડર બનવાના સમાચાર તેના મિત્રો ને તો ખબર જ હતા પરંતુ તે આ ખુશીના સમાચાર સૌથી પહેલા જીજ્ઞા સાથે શેર કરવા માંગતો હતો. રુહાન અને તેના મિત્રો કેન્ટીનમા જાય છે અને રુહાન કેન્ટીનની એક ખુરશી ઉપર ચડીને ત્યા બેઠેલા દરેક સ્ટુડન્ટને કહે છે.
એક મિનટ દોસ્તો મને ૨ મિનટ સાંભળી લો પ્લીસ. તમારા બધાનો ખુબ ખુબ ધન્યવાદ મને વોટ આપીને જીતાડવા બદલ આજનો તમારા કેન્ટીનનો બધો જ ખર્ચ મારો. મારા તરફથી તમને બધાને એક નાનકડી પાર્ટી...રુહાને ત્યા બેઠેલા દરેક સ્ટુડન્ટને કહ્યુ.
બેઠેલા દરેક વિદ્યાર્થીએ રુહાનને એક સાથે થેન્ક યુ કહ્યું .
અને હા જે કોઈએ વોટ નથી આપ્યો તે એક પણ મમરુ કે ગાઠ્યુ અડતા નહીં ...મહાવીરે કહ્યું.
ઓ ભાઇ આપણે કોઈની સાથે દુશ્મની નથી જોઈતી. બધા જ કરજો નાસ્તો...પોતાની ઉદારતા દેખાડતા રુહાને કહ્યું.
ચારેય તરફ નજરો ફેરવીને રુહાને જીજ્ઞાને કેન્ટીનમા શોધવાની કોશિશ કરી પણ જીજ્ઞા ક્યાય દેખાઈ નહીં. કેન્ટીનના ખુણામાં ટેબલ પર એકલા બેસીને નાસ્તો કરી રહેલી પુર્વી રુહાનની નજરે પડે. રુહાન પુર્વીના ટેબલમાં પુર્વીની સામે વાળી ખુરશી પર બેઠો.
હેય પુર્વી ...રુહાને જીજ્ઞાને કહ્યું. રવી અને મહાવીર પણ તે ટેબલની ખુરશી પર આવીને બેઠા. હેલ્લો પુર્વી ...મહાવીર અને રવીએ કહ્યું.
હેલ્લો રુહાન એન્ડ હેલ્લો મહાવીર એન્ડ રવી. બાય ધ વે ખુબ ખુબ શુભેચ્છાઓ તારા લિડર બનવા માટે...પુર્વીએ રુહાનને કહ્યું.
થેન્કસ પુર્વી અચ્છા તુ એ બધુ જવા દે આ જીજ્ઞા કેમ નથી દેખાઈ રહી...રુહાને પુર્વીને સવાલ કરતા કહ્યું.
જીજ્ઞા આજે કોલેજ નથી આવી એ હોસ્ટેલે છે...પુર્વીએ કહ્યું.
કેમ ?...રુહાને કહ્યું.
ઓહ ભાઈ મતલબ તમે બધા જીજ્ઞા માટે અહીં આવ્યા છો મને એમ કે મારા માટે આવ્યા હશો...પુર્વીએ પોતાનુ મો બગાડતા કહ્યું.
ના ના પુર્વી એ રુહાન કદાચ આવ્યો હશે બાકી હુ તો તમારા માટે જ આવ્યો છુ શુ કહેવુ તારૂ જાડિયા...લાઈન અને મીઠુ બોલતા રવીએ કહ્યું.
જો ભાઈ હુ તો કેન્ટીનમાં ખાવા માટે જ આવુ છુ બાકી બધા પછી...જાડિયો રવીની લાઈનની પથારી ફેરવતા બોલ્યો.
સાલા જાડિયા લાઈન નો બગાડને...રવીએ ધીમેકથી મહાવીરને ગુસ્સા સાથે કહ્યું.
ઓહ મહારાજા ફ્લટ કરવાનુ રહેવા દો હુ એક અમદાવાદી છુ એમ હાથ નહીં આવુ...પુર્વીએ રવીને કહ્યું.
ઓહ મીસ અમદાવાદી મે મારી જીંદગીમાં ક્યારેય ફ્લટ નથી કર્યુ હા આને લાઈન મારી છે એમ કહી શકાય...રવીએ મજાક કરતા પુર્વીને કહ્યુ.
ઓહ તમે બંન્ને એ છોડો ને અને તુ મને એમ કે પુર્વી કે તે ક્યારેય જીંદગીમાં ક્લાસ બંક કર્યો છે ...રુહાને પુર્વીને કહ્યું.
ના કેમ તુ આવુ કેમ પુછી રહ્યો છે...પુર્વીએ રુહાનને કહ્યું.
તો આજે તારે ક્લાસ બંક કરીને અમને જીજ્ઞા પાસે લઈ જવા પડશે કેમ કે તારી હોસ્ટેલનો વોચમેન મને અંદર નહી જવા દે એટલે તુ જીજ્ઞાને મનાવીને લઈને બહાર આવ પછી આપણે બધા આજે સાથે બહાર જમવા જઈએ. આજે તમને વડોદરાની બેસ્ટ ડીસ ખવડાવુ...રુહાને પુર્વીને કહ્યું .
ઓહ ભાઈ બ્રેક મારે અમને જમવાની કોઈ ઈચ્છા નથી અને મારે લેક્ચર છે તુ એને આવતીકાલે મળી લેજે...પુર્વીએ રુહાનની ઓફર ઠુકરાવતા કહ્યું.
બે યાર આવતી કાલે રવિવાર છે અને સોમવાર સુધી રાહ જોવાની મારામા શક્તિ નથી એટલે પ્લીસ તુ ના મત કર. અને લેક્ચર જ્યા સુધી આ કોલેજ છે ત્યા સુધી ચાલુ જ રહેવાના છે તુ પછી ક્યારેક ભણી લેજે ને...રુહાને ગરીબ જેવુ મો બનાવતા પુર્વીને વીનંતી કરી.
અંતે રુહાનની વિનંતીથી પુર્વી માની ગઈ. રુહાન, પુર્વી અને તેના મિત્રો એક્ટીવા દ્વારા કોલેજના ક્લાસ બંક કરી જીજ્ઞા અને પુર્વીની હોસ્ટેલ તરફ રવાના થયા.
રુહાન, પુર્વી, મહાવીર અને રવી હોસ્ટેલ પહોચ્યા. પુર્વી હોસ્ટેલની બારી દેખાડતા બોલી. હોસ્ટેલની પાછળની બારીએ ઉભા રહો હુ જીજ્ઞાને ત્યા બોલાવુ પછી એને મનાવવાની જવાબદારી તારી રુહાન. ઓકે ડન...રુહાને સામે જવાબ આપતા કહ્યુ.
રુહાન અને તેના મિત્રો હોસ્ટેલની પાછળની બારી તરફ ગયા અને પુર્વી પોતાની એક્ટીવા લઈને હોસ્ટેલ અંદર ગઈ. થોડો સમય વિત્યો એટલે જીજ્ઞા અને પુર્વી હોસ્ટેલની પાછળ આવતી બીજા માળની બારીએ આવ્યા અને નિચે ઉભેલા ત્રણેયનો ઈન્તજાર ખતમ થયો.
જીજ્ઞાએ રુહાનને ઈસારા દ્વારા પુછ્યું કે શુ કામ છે.
રુહાન કામ બતાવતા પહેલા નિચે આવવાનુ ઈસારા દ્વારા કહ્યું.
થોડીવાર ઈસારા દ્વારા વાત થઇ પરંતું કઈ સમજાયુ નહીં એટલે રુહાને એક કાગળમા લખીને એ કાગળમાં પથ્થર લપેટીને જીજ્ઞાની બારીએ ફેકે છે. જીજ્ઞા કાગળ ખોલીને વાચે છે. કાગળમાં લખ્યું હતું...બાજુમાં ઉભેલી નંગને પુછને હુ શુ કહેવા માંગુ છું એને બધીજ ખબર છે.આ વાચીને પુર્વી થોડી ગુસ્સે થઈ અને ઈસારા દ્વારા કઈ પણ કહેવાની ના પાડી દીધી. એટલે રુહાને સુઝ બુઝ વાપરતા પોતાના કાન પકડિને માફી માંગી અને અંતે પુર્વીએ જીજ્ઞાને બધુ સમજાવ્યુ કે રુહાન યુથલિડરનુ ઈલેક્શન જીતી ગયો છે એટલે એ આપણને હોટલમાં જમવા લઈ જવા માગે છે.
જીજ્ઞાએ થોડીવાર વિચારીને રુહાનને. મારૂ મુડ નથી સોરી એવુ એ કાગળમાં લખીને કાગળ પથ્થર દ્વારા ફેકીને કહ્યું.
રુહાન ફરીથી કઈક લખીને પથ્થર વીથ કાગળ બારીમા ફેકે છે.
યાર આવુ કેમ કરે છે અમે કોઈ ક્રિમીનલ છીએ. જો તુ અમને દોસ્ત માનતી હોય તો તારે જમવા આવવુ જ પડશે. બાકી ફાટલાવેડા ના કર ફટ્ટુ...એટલી બધી શુ ફાટે છે તમારા અમદાવાદીઓની અમારા વડોદરાવાશીઓથી... રુહાને જીજ્ઞાને ઉકસાવવાના પ્રયાસથી લાઈન જાણી જોઈને લખી.
ફટ્ટુ અને અમદાવાદી વાળી વાત લખેલી જોઈએ જીજ્ઞા પણ થોડી જુસ્સે ભરાઈ અને કાગળમાં કઈક લખીને પથ્થર વીથ કાગળ ફેકીને બારીએથી જતી રહે છે.
બે આને મજાકમાં ખોટુ નથી લાગી ગયુને...પથ્થર વીથ કાગળ ઉઠાવતા રુહાને કહ્યું.
કાગળ વાચવાની રુહાને શરુઆત કરી. "બે અમદાવાદીઓને ચેલેન્જ નહીં દેવાની બીલ ભરવા તૈયાર થઈ જા. આજે જોઈ લઈએ તમારી ખાતીરદારી.
હવે આગળ હોટેલમાં.
બધા ટેબલ પર ગોઠવાઈ ગયા હતા અને વેઈટરોએ પંજાબી વીથ ગુજરાતી ડિસ બધાને પીરસી દિધી હતી.
વાવ વરી ટેસ્ટફુલ બાકી અમદાવાદની યાદ દેવડાવી દીધી...જીજ્ઞાએ કહ્યું.
હં જીવનનો બીજો મતલબ જ ખાવુ છે...મહાવીર
સાચુ ભાઈ જીજ્ઞા તને ખબર ન હોય તો કહી દઉં કે ખાવાનુ બીજુ નામ જ મહાવીર છે... રવીએ કહ્યું.
હસ્તા હસ્તા બધાની વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો.
તો હવે લિડર બન્યા બાદ તમારે સ્ટુડન્ટસના પ્રોબ્લેમ સોલ કરવાના છે કે પછી અસ્લી નેતાની જેમ વોટ દો ઓર અગલે ઇલેક્શન મે મીલો...જીજ્ઞાએ જમાવાનુ અને સંવાદ બંન્ને ચાલુ રાખતા કહ્યું.
જરૂર સોલ કરશુ. અને સોલ કરવાની તો વાત ૨ નંબરની છે આપણે તો સ્ટુડન્ટ ઉપર પ્રોબ્લેમ આવવાજ નથી દેવાના અને હા મારી બાજ નજરને તો તુ જાણે જ છે આપણે કોઈ પણનો ચહેરો જોઈને એની મુશ્કેલીને પરખી લેવી છીએ...રુહાને જીજ્ઞાને જમતા જમતા કહ્યું.
ઓહ બાજ નજર કે પોતે ત્રણેય બાજ જ છો...પુર્વીએ જમવાનુ અને પોતાનુ ખડુશ પણુ ચાલુ રાખતા કહ્યું.
એ પુર્વી તુ જીવનમાં ક્યારેય આમ નોરમલ રહી છે કે પછી આવી ખડુશ જ છે...રવીએ શુફ પીતા કહ્યુ.
હુ જ્યારથી ઓળખુ છુ ને ત્યારથી એ ખડુશ છે...જીજ્ઞાએ મસ્તી કરતા કહ્યું. લરેક લોકો હસવા લાગ્યા .
ભાઈ હુ આવીજ છુ તને કોઈ પ્રોબ્લેમ છે...પુર્વીએ રવીને કહ્યું.
તુ જે લાઈન બોલી એમાથી ભાઈ શબ્દ કાઢી નાખ. બાકીની પાછળની લાઈનમાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી...રવીએ ફરીથી મજાક ભર્યા અંદાજમાં કહ્યું.
ઓકે નાઈસ...પુર્વીએ કહ્યું.
એ હુ પણ નાઈસ હો...મહાવીરે જમતા જમતા એક પંચ મારવાની કોશીષથી કહ્યું
ભાઈ જુનુ થઈ ગયુ આ બધુ તુ રહેવા દેને ...રવીએ રુહાનને કહ્યું.
આમ પાચેય લોકો વચ્ચે મસ્તી મજાક ચાલી રહી હતી પરંતુ આગળની રુહાનના મો માથી આવતી લાઈને આ મસ્તી મજાક ને રોકી દીધી.
જીજ્ઞા તુ બધાના પ્રોબ્લેમની વાત કરે છે તો તુ તારો પ્રોબ્લેમ કેમ કોઈની સાથે શેર નથી કરતી...રુહાને કહ્યું.
રુહાનના આ વાક્યથી મહાવીર શિવાય દરેક વ્યક્તિના જમવાનો વેગ ધીમો પડ્યો.
મતલબ તુ કહેવા શુ માગે છે મારે શુ તકલીફ છે જીવનમાં. ભણવામાં હોશિયાર છુ તમારા જેવા સારા દોસ્ત છે...જીજ્ઞાએ ફરી પોતાના જીવનની તકલીફ છુપાવવાની કોશીષ કરતા કહ્યુ.
દોસ્ત પણ કહે છે અને તકલીફ છુપાવે પણ છે. જો જીજ્ઞા મે નાનપણમાં જ એવી તકલીફ જોઈ છે કે લોકોના હસ્તા ચહેરા પાછળનો મુરઝાયેલો ચહેરા પરખતા મને સારી રીતે આવડી ગયું છે...રુહાને જીજ્ઞાને કહ્યું.
જો રુહાન એ ફેમીલી મેટર છે તો પ્લીસ તુ એમા દખલ ના કર યાર...જીજ્ઞાએ રિક્વેસ્ટ કરતા કહ્યુ.
પણ યાર તુ મને જણાવ તો સહી કે તારી તકલીફ શુ છે જો કોઈ ફેમીલી બહાર વાત હશે તો હુ એમા તને મદદરૂપ થઈ શકીશ...રુહાને જીજ્ઞાને કહ્યું.
આઈ થિંક રુહાનની વાત સાચી છે આમ બધી તકલીફને અંદરો અંદર દબાવીને રાખવી એ પણ કોઈ સોલ્યુશન તો નથી ને...પુર્વીએ રુહાનને કહ્યું.
અંતે જીજ્ઞા માની ગઈ અને રુહાનને પોતાના સ્વપ્ન વીષે અને પિતા દ્વારા અત્યાચાર વીશે બધુ જ રુહાનને કહ્યું.
રુહાન અને ત્યા બેઠેલા દરેક આ સાંભળીને થોડા ચોકી ગયા કે આ હસ્તો ચહેરો આટલી મોટી લડાઈ લડી રહ્યો છે.
જો જીજ્ઞા તારા ફેમીલી મેટરમા તો હુ કોઈ દખલ અંદાજી કરવા નથી માંગતો પરંતુ તારૂ જે ફિલ્મ લેખક બનવાનુ જે સ્વપ્ન છે એ હુ એટલી સહેલાઈથી પુરૂ કરી શકુ કે તારે એના માટે કોઈજ જાતનુ સટ્રગલ કરવાની જરૂર પણ નહીં પડે.
આ સાંભળીને જીજ્ઞા થોડી ખુશ થાય છે.
શુ? ખરેખર ? પણ કંઈ રીતે...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
એ તો હુ તને એમનામ થોડો બતાવીશ. એના માટે તો કિમત ચુકવવી પડે કેમકે હુ તને ડાયરેક્ટ આપણા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર પાસે પહોચાડવાનો છુ...રુહાને જીજ્ઞાને કહ્યું.
સાલા હવસના પુજારી તમે બધા છોકરાઓ એક જેવા જ છો...પુર્વીએ ફરીથી પોતાનુ ખડુસ પણુ દેખાડતા કહ્યું.
એ ખડુસ તને કોઈ સારા વિચાર આવે છે કે નહીં જીવનમાં હુ કોઈ હવસનો પુજારી નથી પહેલા શરત તો સાંભળ...રુહાને પુર્વીને કહ્યું.
ઓકે તુ બોલને જલ્દી ...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
શરત એ છે કે આજે રાત્રે અમે ત્રણેય રવીના રૂમે એક પાર્ટી કરવાના છીએ અને તમારે બંનેને ત્યા આવવનુ જ છે ફરજીયાત...રુહાને પોતાની શરત મુક્તા કહ્યું.
બે યાર રાત્રે કેવી રીતે મેળ પડે ૯:૦૦ વાગ્યા પછી હોસ્ટેલ બહાર જવાની પરમીશન નથી...પુર્વીએ રુહાનને કહ્યું.
જો જીજ્ઞા તમારા બંન્નેની સુરક્ષાની જવાબદારી મારી છે. ખરેખર અમ્મી કસમ તમને બંન્ને ને કોઈ ટચ પણ નહીં કરે ખાલી સાથે ખાઈશુ પીવીશુ અને જલ્સા કરી શુ. સવાર થતા પહેલા તમને હોસ્ટેલ પહોચાડવાની પણ જવાબદારી અમારી...રુહાને જીજ્ઞા અને પુર્વીની અંદર વિશ્વાસ ઉભો કરવા આ વાત કહી.
રુહાને મમ્મી કસમ ખાધા એટલે જીજ્ઞા ૧૦૦% ગેરન્ટી કે તમે બંન્ને સુરક્ષિત છો. અને હા જીજ્ઞા તુ ધોળા દિવસે સંજયસિહ જેવા ગુંડાના દિકરા સાથે પંગો લઈ લે છે તો તને ક્યા સેફ્ટીની જરૂર છે ...રવીએ કહ્યું.
ઓકે ચાલો...જીજ્ઞાએ કહ્યું .
પણ કંઈ રીતે જીજ્ઞા તુ કેમ પાગલ જેવી વાત કરે છે...પુર્વીએ કહ્યુ.
યાર તુ ચિંતા ના કર આ ત્રણ વર્ષ તો મારે મારી પોતાની સ્વતંત્ર લાઈફ જીવવા માટે પાગલપણા જ કરવાના છે અને હા એમા તારે સાથે રહેવુ કે ના રહેવુ એ તારી મરજી નથી એ મારી મરજી છે અને અહીંથી જતા જતા તો હુ તને તારૂ આ ખડુસપણુ તો ભુલવાડી જ દઈશ. એને તુ રાતે બહાર કેવી રીતે જશુ એની ચિંતા છોડી દે...જીજ્ઞાએ કહ્યુ.
જો પુર્વી તુ ચિંતા ના કર તુ મને ખડુસ પણ પસંદ છે...રવીએ ફરીથી લાઈન મારવાના પ્રયાસ કરતા કહ્યુ .
પણ તુ મને એકેય રીતે ચાલે તેમ નથી ઓકે ડુડ...મો કુરકુરીયાની જેમ તેડુ કરતા પુર્વીએ કહ્યું.
એ રુહાન તુ મને પાર્ટી માટે મનાવવા આ ફિલ્મ ડાયરેક્ટરનુ બહાનુ તો નથી બનાવતોને...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
અમ્મી કસમ હુ ખોટુ નથી બોલી રહ્યો... રુહાને જીજ્ઞાને વિશ્વાસ આપતા કહ્યુ.
ઓકે ડન સાથે જીજ્ઞા,રુહાન,પુર્વી અને મહાવીરનુ જમવાનુ અને સંવાદ દરેક અહીં પુરૂ થાય છે રહી વાત આગળની તો હવે જીજ્ઞા અને રુહાનના જીવનના પહેલુની ઉથલ પાથલ ખુબ જ જલ્દી શરૂ થવાની છે. જીજ્ઞા પોતાના સ્વપ્ન સુધી શુ રુહાનની મદદથી ખુબ જ જલ્દી પહોચી જશે કે નહીં એ પણ હજુ મોટો સવાલ છે. આવા અને સવાલોના જવાબ માટે વાચતા રહો બે પાગલના આવનારા ભોગો. આ સ્ટોરી એક મુવી જ લાગશે જો તમે આને ઈમેજીનેશન સાથે વાચશો તો. કોઈ એક ભાગ વાચીને સ્ટોરી કેવી છે એનો નિર્ણય ન લઇ લેતા બધાજ ભાગ વાચજો એવી મારી વિનંતી છે. મને તમારો આટલો બધો પ્રેમ અને સહયોગ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર આમજ આગળ પ્રેમ આપતા રહેજો. - વરૂણ પટેલ

NEXT PART NEXT WEEK THANK YOU
BY:- VARUN SHANTILAL PATEL