Lime light - 26 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૨૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૨૬

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૬

સોશિયલ મિડિયા પર શ્રધ્ધાંજલિનો પ્રવાહ વહી રહ્યો હતો. તેમના જીવન અને ફિલ્મો વિશે લખાઇ રહ્યું હતું. પ્રકાશચંદ્રની આર્ટ ફિલ્મોએ દેશનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું હતું. તેમાં એ વાતનો ખાસ ઉલ્લેખ હતો કે છેલ્લી ફિલ્મ "લાઇમ લાઇટ" વ્યવસાયિક રીતે સફળ થઇ શકી ન હતી પણ ચર્ચા જગાવી ગઇ હતી. અખબારો અને ટીવી ચેનલો પર નિર્દેશક પ્રકાશચંદ્રના જ સમાચાર છવાયેલા હતા. તેમના વિશેની નાની –મોટી સામાન્ય-અસામાન્ય વાતો સાથે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેની સાથે તેમના અપમૃત્યુ અંગે સિને એસોસિએશને ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશન તરફથી સહાય જાહેર કરવામાં આવી હતી. અને તેમણે આર્થિક સમસ્યાને કારણે આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું એ બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. ફિલ્મી દુનિયામાં બહુ લાંબા સમય પછી આવો બનાવ બન્યો હતો. ફાઇનાન્સર કે નિર્માતાએ ફિલ્મની નિષ્ફળતા પછી ગળેફાંસો ખાઇ લીધાના બનાવ બન્યા હતા. પહેલી વખત કોઇ નિર્દેશકે આ રીતે જીવનનો અંત લાવી દીધો હોવાથી આ મોટી ઘટના ગણાઇ હતી.

કામિનીએ સવારે અખબારોમાં નજર નાખી. દરેકના મુખ્ય પાના પર પતિ પ્રકાશચંદ્રની આત્મહત્યાના સમાચાર હતા.

"આર્ટ ફિલ્મોનો સિતારો ખરી પડ્યો. ફિલ્મ દુનિયાએ હોનહાર નિર્દેશક પ્રકાશચંદ્રને ગુમાવ્યા."

"તાજેતરની ફિલ્મ "લાઇમ લાઇટ" ના નિર્દેશકના પરિવારમાં અંધારું છવાયું. પ્રકાશચંદ્ર ફાની દુનિયા છોડી ગયા."

"આર્ટ ફિલ્મો માટે પ્રકાશચંદ્ર માઇલસ્ટોન મૂકી ગયા"

"મોટા પડદે નવી હીરોઇન રસીલીની ભેટ આપનાર ડાયરેક્ટર પ્રકાશચંદ્રના જીવન પર પડદો પડી ગયો."

અખબારોમાં પ્રકાશચંદ્રને ફિલ્મી દુનિયાના દિગ્ગ્જોએ આપેલી શ્રધ્ધાજલિઓ પર નજર નાખતી કામિનીની નજર એક જાણીતા અખબાર "સર્ચ લાઇટ" ની હેડલાઇન "ફિલ્મ નિર્દેશક પ્રકાશચંદ્રની આત્મહત્યા પર પોલીસની મહોર" પર ચોંટી ગઇ. તેણે એ ખબરનો શબ્દએ શબ્દ ધ્યાનથી વાંચ્યો.

"ગઇકાલે જાણીતા ફિલ્મ નિર્દેશક પ્રકાશચંદ્રએ આત્મહત્યા કરી લેતાં ફિલ્મી વર્તુળમાં અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ હતી. તેમની સ્મશાનયાત્રામાં ફિલ્મોના કલાકારો અને ચાહકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રકાશચંદ્રએ પોતાના ઘરમાં પત્ની કામિનીની ગેરહાજરીમાં ડાબા હાથમાં ચાકુથી નસ કાપી જીવનનો અંત લાવી દીધો હતો. કરુણતા એ રહી કે પત્ની જે ચપ્પુ તેમના જન્મદિવસની કેક કાપવા રસોડામાંથી લાવ્યા હતા તેનાથી જ મૃત્યુને વહાલું કર્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમના મૃત્યુ અંગે શંકા વ્યક્ત થઇ હતી. કોઇ લેણદારે તેમને ધમકી આપી હોવાથી આત્મહત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઇ પુરાવા હાથ લાગ્યા ન હતા. માનસિક રીતે હતાશ થઇ એમણે આ પગલું ભર્યું હોવાનું મનાયું હતું. પ્રકાશચંદ્રની નવી ફિલ્મ "લાઇમ લાઇટ" ફ્લોપ થઇ જતાં આર્થિક સંકડામણ સામે ઝઝૂમતા હોવાથી જીવન ટૂંકાવી દીધું હતું. ખબર છે કે આ ફિલ્મને કારણે તેમના પર પાંચ કરોડ રૂપિયાનું દેવું થઇ ગયું હતું. ઉધાર લીધેલા રૂપિયા ચૂકવી શકે એમ ન હોવાથી તેમણે આત્મહત્યાનો છેલ્લો રસ્તો પસંદ કર્યો હતો."

કામિનીને ખ્યાલ આવી ગયો કે ઇન્સ્પેક્ટર રાણાવતે જ આ અખબારને માહિતી આપી હશે. ઘણા અખબારોમાં અને ફિલ્મની વેબસાઇટો પર પ્રકાશચંદ્રની ફિલ્મો વિશેની માહિતી આપવામાં આવી હતી. અને "લાઇમ લાઇટ"ને કારણે તેમણે આત્મહત્યા કરી હોવાની વાતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે આશ્ચર્ય વ્યક્ત થયું હતું કે તેમની ફિલ્મ ફ્લોપ કેવી રીતે થઇ? ફિલ્મમાં બધા જ પ્રકારનો મસાલો હતો. એવું મનાતું હતું કે આ વ્યવસાયિક ફિલ્મની નિષ્ફળતા પછી પ્રકાશચંદ્ર આર્ટ ફિલ્મો તરફ પાછા વળવાના હતા.

કામિની આખો દિવસ અખબારો વાંચતી રહી અને મોબાઇલ પર વેબસાઇટો પર નજર નાખવા સાથે ટીવીની સમાચાર ચેનલો પર સતત પ્રકાશચંદ્રના સમાચારોનું મોનીટરીંગ કરતી રહી.

બે દિવસ પછી અખબારોમાં હેડલાઇન્સ હતી.

"સદગત નિર્દેશક પ્રકાશચંદ્રની "લાઇમ લાઇટ" હિટ જાહેર થઇ ગઇ. બે દિવસમાં દર્શકો થિયેટરો પર ઉમટી પડ્યા. કાશ! આ તેમના જીવતેજીવ શક્ય બન્યું હોત."

"જે ફિલ્મને કારણે પ્રકાશચંદ્રએ આત્મહત્યા કરી એ "લાઇમ લાઇટ" ને દર્શકોએ હવે આવકારી."

એક ટીવી ચેનલ પર એન્કર "લાઇમ લાઇટ" દર્શાવતા એક મલ્ટિપ્લેક્સ પાસે ઉભો રહીને કહી રહ્યો હતો. "જિસ ફિલ્મ કે કારણ ડાયરેક્ટર પ્રકાશચંદ્રને અપની જાન ગંવાઇથી ઉસે અબ પસંદ કિયા જા રહા હૈ. લોગ ફિલ્મ દેખને ઉમટ પડે હૈ. શાયદ યે ઉનકે પ્રતિ હમદર્દી કે કારણ હો રહા હૈ. જો ભી હો, ફિલ્મ ચલ પડી હૈ તો ઇસસે ઇસ ફિલ્મ કે લિયે પૈસે દેનેવાલે જરૂર અપના ઇન્વેસ્ટમેન્ટ વાપસ આને સે રાહત મહસૂસ કર રહે હોંગે...."

ટીવી ચેનલો પર "લાઇમ લાઇટ" ના કેટલાંક દ્રશ્યો પણ બતાવવામાં આવી રહ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં પ્રકાશચંદ્રના મોતને કારણે ફિલ્મને સારી પબ્લિસિટી મળી હતી. તેના પરિણામસ્વરૂપ તે હિટ જાહેર થઇ ગઇ હતી. જે થિયેટરોમાંથી ફિલ્મને ઉતારી લેવામાં આવી હતી ત્યાં ફરી પ્રદર્શિત કરવામાં આવી રહી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરુણકુમારે ટિવટ કરીને ખબર આપ્યા હતા કે"પ્રકાશચંદ્રના અવસાન પછીના ત્રણ દિવસમાં "લાઇમ લાઇટ" રુપિયા ૫ કરોડ કમાઇ ગઇ છે. અને ટ્રેન્ડ જોતાં લાગે છે કે બીજી એટલી જ કમાણી કરશે. જે પ્રકાશચંદ્રને સાચી શ્રધ્ધાંજલિ છે. "લાઇમ લાઇટ" પ્રકાશચંદ્રના પરિવારમાં અજવાળું પાથરી રહી છે."

કામિનીને આ સમાચાર વાંચી આનંદ થયો. તેનો માથા પરનો બધો ભાર ઉતરી ગયો. તેણે સાગરને ફોન કર્યો. તેણે સામેથી ઉત્સાહથી પૂછ્યું.

"બોલો મેડમ, બધું બરાબર છે ને?"

"સાગર, તારો આભાર! તેં બરાબર કામ કર્યું છે. તને એની ફી મળી જશે. જે પણ અખબારો અને ટીવી ચેનલો માટે ખર્ચ થયો છે તેના બીલ મને આપી દેજે."

"હા મેડમ, પણ તમારી યોજના ગજબની હતી. આવો વિચાર તમને કેવી રીતે આવ્યો?"

"સાગર, તું તો વર્ષોથી પ્રચારનું કામ કરે છે. તને તો સમજાઇ જવું જોઇએ."

"તમે જ્યારે મને કામ સોંપ્યું ત્યારે મને ખ્યાલ તો આવી જ ગયો હતો. પણ આ યોજના આટલી કારગર નીવડશે એની કલ્પના ન હતી...."

"સાગર, વચ્ચે અમારા વિસ્તારના ધારાસભ્ય ગુજરી ગયા ત્યારે રાજકારણનો કક્કો પણ ન જાણતા તેમના યુવાન પુત્રને સત્તાપક્ષે ચૂંટણીમાં ઉતાર્યો હતો. અને તે પિતાના મૃત્યુની સહાનુભૂતિના મોજામાં મોટી સરસાઇથી જીતી ગયો હતો. એ વાત યાદ આવી એટલે મેં તને ફોન કરી પ્રકાશચંદ્રના મૃત્યુનો થાય એટલો વધારે પ્રચાર કરવા કહ્યું હતું. કેમકે તે જીવતા હતા ત્યારે તેં "લાઇમ લાઇટ" માટે શક્ય એટલો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રકાશચંદ્ર આર્ટ ફિલ્મોના ડાયરેક્ટર હોવાથી મિડિયાને તેમની વ્યવસાયિક ફિલ્મમાં રસીલીના જોબનને હાઇલાઇટ કરવા સિવાય કોઇ રસ પડયો ન હતો. બેશક રસીલીની સેક્સ અપીલ મદદરૂપ થઇ છે પણ પ્રકાશચંદ્રનું આકસ્મિક મૃત્યુ લોકોને તેમની પહેલી અને છેલ્લી વ્યવસાયિક ફિલ્મ હોવાના નાતે જોવા પ્રેરિત કરી ગયું. હવે પ્રકાશચંદ્રનું બધું દેવું ચૂકવાઇ જશે."

કામિનીએ સાગર સાથેની વાત પૂરી કરી ફાઇનાન્સર રાજીવ ગોયલને ફોન કર્યો અને કહ્યું:"રાજીવ, અઠવાડિયા પછી આપણે મળીએ છીએ..."

*

પ્રકાશચંદ્રના મૃત્યુને કારણે રસીલી શોકમાં હતી. પણ "લાઇમ લાઇટ" અચાનક સફળ થઇ જતાં તે ફરી લાઇમ લાઇટમાં આવી ગઇ હતી. રસીલીએ ગૂગલ પર "લાઇમ લાઇટ" હિટ થઇ ગઇ હોવાના સમાચાર વાંચી ફિલ્મના હીરો મોન્ટુને ફોન કર્યો.

"હાય મોન્ટુ! અભિનંદન!"

"તમને પણ! આપણી ફિલ્મ અચાનક હિટ થઇ ગઇ! મને તો બે ફિલ્મોની ઓફર પણ આવી છે!"

"તો ચાલ એની ઉજવણી કરીએ!"

"હા જરૂર, મારા ઘરે આવોને. તમારે જે જમવું હોય એ જણાવો. મમ્મીને કહી દઉં છું..."

"અરે મમ્મીના બચ્ચા! આપણે કોઇ હોટલમાં જઇએ...."

"પણ મિડિયા આવી પહોંચશે...."

"તું મિડિયાથી ડરે છે? આપણે જાહેરમાં હરીફરી કે જમી ના શકીએ?"

"ના-ના, એવું નથી..."

"તો બસ. હું એક કલાકમાં જુહુની "ધ ગ્રાન્ટ ફૂડ" હોટલમાં પહોંચું છું. તું ટેબલ બુક કરાવી રાખ..."

રસીલીએ મોન્ટુને બોલવાની તક આપ્યા વગર ફોન મૂકી દીધો.

*

બીજા દિવસે ફિલ્મી ગોસિપના ગલીયારામાં રસીલી અને મોન્ટુ ડેટ પર ગયા હોવાની ખબર છવાઇ ગઇ.

"રસીલી અને મોન્ટુ વચ્ચે ઇલુ ઇલુ?"

"હિટ ફિલ્મ "લાઇમ લાઇટ" ની જોડી ઓફસ્ક્રીન પણ પ્રેમમાં છે?"

"રસીલી અને મોન્ટુ એક હોટલમાં સાથે ડિનર લેતા દેખાયા."

એક વેબસાઇટે તો ગોસિપ કોલમમાં "એક્સલુઝીવ" અહેવાલ આપવા સાથે બંનેનો સાથે જમતો ખુફિયા કેમેરાથી લીધેલો ફોટો મૂકીને લખ્યું હતું કે,"લાઇમ લાઇટ" ની જોડી વચ્ચે અફેર હોવાની વાતને પુષ્ટિ મળી રહી છે. ગઇકાલે સાંજે એક હોટલમાં રસીલી અને મોન્ટુએ સાથે બેસી ભોજન લીધું હતું. બંને પ્રેમી પંખીડાએ એકબીજાના મોં નજીક લાવી વાતો પણ કરી હતી. રસીલી કોઇ નવોઢાની જેમ શરમાઇ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જોડીની ફિલ્મ "લાઇમ લાઇટ" ને નિર્દેશક પ્રકાશચંદ્રના અવસાન પછી બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી છે. ફિલ્મમાં બંનેએ ઘણા ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા. તેમના બેડરૂમ સીન્સ અને ચુંબન દ્રશ્યોએ ખાસ્સી ચર્ચા જગાવી હતી. માનવામાં આવે છે કે અંતરંગ દ્રશ્યો ભજવ્યા પછી બંને એકબીજાની વધુ નજીક આવ્યા હતા અને તેમની વચ્ચે અફેર હોવાનું કહેવાયું હતું. આજે પહેલી વખત બંને જાહેરમાં ડેટ પર ગયા હતા. રસીલીએ અત્યારે તો તેમની વચ્ચે દોસ્તી હોવાની વાત કહી છે પણ બંને વચ્ચે દોસ્તીથી વધુ હોય એવું માનવામાં આવી રહ્યું છે."

રસીલીએ બધા સમાચાર વાંચી મોબાઇલથી તેની વેબ લિંક કોઇને મોકલી. સામેથી જવાબ આવ્યો. "થેન્કસ"

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૨૩૫૦૦ થી વધુ ડાઉનલોડ તથા આપના ૪૩૦૦ થી વધુ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં રસીલીએ તેના મોન્ટુ સાથેના અફેરની વેબ લિન્ક કોને અને કેમ મોકલી હશે? ઇન્સ્પેક્ટરની મુલાકાત પહેલાં કામિનીએ છેલ્લે કોને ફોન કર્યો હશે? ઇન્સ્પેક્ટરના ગયા પછી રસીલીએ કોને ફોન કર્યો હશે? આ ઉપરાંત ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? જૈનીને ધારા સાથેની વાતચીતનું રેકોર્ડિંગ કેમ કર્યું હશે? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નોના બાકી જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. તે તમને એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે.

વાચકોના ૧.૨૭ લાખથી વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૬૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની સાથે આ વ્યવસાયમાં સપડાયેલી કોલેજની બીજી વિદ્યાર્થીની રચના અને બીજા અનેક પાત્રો સાથેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તેના હેરતઅંગેજ ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે. તેને ૫૦૦ થી વધુ સરેરાશ ૫ રેટીંગ્સ મળ્યા છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લોકપ્રિય લઘુનવલ "આંધળો પ્રેમ" (૬૨૦૦ ડાઉનલોડ) તમને જકડી રાખશે.

મિત્રો, મારી કુલ ૧૨૯ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૬૬ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૭૪ લાખને પાર કરી ગયો છે એ માટે આપ સૌનો ખાસ આભાર!