આ બાજુ નીર્વી અને પરીનુ શ્રીમંતનુ બધુ ફંક્શન પુરૂ થાય છે. નીર્વી અને પરીને તેના પિયરથી ત્યાં આવવા માટે કહે છે પણ આ બધુ કૃતિ માટેનુ હજુ કંઈ સોલ્વ થયુ નથી એટલે બંને હાલ ના પાડે છે ત્યાં જવાની.
આ બાજુ કૃતિ એકદમ મુઝાયેલી રહે છે. તે એકવાર વિચારે છે કે મારે આર યા પાર કંઈક તો કરવુ જ પડશે. પણ આ વાત નિહાર ને કરવી જોઈએ કે બીજા કોઈને એ સમજાતું નથી.
એક દિવસ કૃતિ ની મમ્મી તેને ઘરે રહેવા બોલાવે છે. તેને જરા પણ ઈચ્છા નથી. બધા તેને કહે છે સહજતાથી કે તારા મમ્મી કહે છે આટલુ તો જઈ આવ. એટલે તે ના પાડી શકતી નથી.
કૃતિ ત્યા તેના પિયર જતાં જ તેના મમ્મી કહે છે, કેટલે પહોચ્યો તારો ત્યાંથી ભાગવાનો પ્લાન ??
કૃતિ ફક્ત કરૂ છુ. એવુ કહે છે સરખો જવાબ આપતી નથી કારણ કે તે વિચારે છે કે મારા પોતાના ઘરેથી શુ ચોરી કરૂ ??
એ જ્યાં જ્યાં જાય છે કંઈક ખરાબ વિચારી ને પણ ત્યાં જ એને વિચાર આવે છે કે હુ મારા નિહાર ને અને મારા પરિવાર ને કેવી રીતે છેતરી શકુ ??
ત્યાં વિચારો મા ખોવાયેલી કૃતિ ને તેના એ મમ્મી જોરથી એક તમાચો મારી દે છે. તેની આંખોમાંથી આસુ આવી જાય છે.તે કંઈ જ બોલતી નથી.
મને એવુ બરાબર લાગી રહ્યું છે કે તારો ઈરાદો હવે એ ઘરમાં રહીને રાજ કરવાનો છે.અમારી આટલા વર્ષો ની મહેનત પર તુ પાણી ફેરવવા માગે છે. તુ એવુ કરવાની જરા પણ કોશિષ ના કરીશ.
પણ હવે તને એક અઠવાડિયા નો સમય આપુ છુ મારે બધો જ માલ જોઈએ. તુ ગમે તે કર નહી તો હુ આવીને તારા ઘરે બધું ઉધુ કહી દઈશ તો તુ બધેથી રહીશ. ક્યાંય રહેવા ને લાયક નહી રહેવા દઉ તને.
અને આજે જ તુ ઘરે જા અને કામ ચાલુ કરી દે. કૃતિ બહુ રડે છે. તેને તેની મમ્મીની બહુ યાદ આવે છે. તેને અચાનક યાદ આવે છે કે તેનો ભાઈ તેના ફોઈ લઈ ગયા હતા એ પણ મોટો થઈ ગયો હશે.એ ક્યાં હશે ??
અને અત્યારે હુ ગુજરાતમાં મારા રાજ્યમાં જ છુ મારે મારા ભાઈને મળવા માટે કંઈક તો કરવુ જોઈએ. મારી પાસે એક અઠવાડિયુ જ છે. પછી હુ તેને ક્યારેય નહી મળી શકુ.
તે બપોરે બધો પ્લાન નક્કી કરે છે અને તેની મમ્મી ને સારી રીતે કહે છે કે મમ્મી મે ખોટું બધુ વિચાર્યુ હતુ .હુ ખોટી ભાવનાઓ મા તણાઈ ગઈ હતી. આવુ કરશુ તો રૂપિયા ક્યાંથી આવશે??
હુ આજે જ જાઉ છુ અને બધુ ભેગુ કરીને પલાયન થવાની તૈયારી કરૂ છું.
અને તે સાજ પડતા જ નીકળી જાય છે. તે મોબાઈલ પર થોડું બધુ સર્ચ કરે છે અને તેનુ ગામ હતુ ત્યાં નીકળી જાય છે. તે તેના ગામ જાય છે અને ત્યાં તપાસ કરે છે. તે પોતાની ઓળખ નથી આપતી પણ તેના ફોઈનુ બધુ પુછે છે.
અને ખબર પડે છે કે તે તેના આ શહેરમાં જ રહે છે. પણ કોઈ પાસે તેનુ સરનામું હોતુ નથી. તે વિચારે છે આટલા મોટા શહેરમાં કેવી રીતે શોધવુ તેમનુ સરનામું. તે આખરે હારીને બીજા દિવસે ઘરે જતી રહે છે.
* * * * *
કૃતિ જે જે જગ્યાએ બધુ પૈસા ને ભેગા કરવા જવા કોશિષ કરવા જાય છે પણ તે કંઈજ વસ્તુ લઈ શકતી નથી .
તે રૂમમાં જઈને બેસી છે કંઈ સમજાતુ નથી. પછી તે કંટાળીને નીચે જાય છે તો બધા ત્યાં બેઠેલા હોય છે ત્યાં પ્રથમ નો એક ફ્રેન્ડ આવેલો હતો તેની પત્ની સાથે. પરી કૃતિ ને જોઈને તેને તેમની સાથે બેસવાનું કહે છે.
કૃતિને મુડ નથી હોતો પણ ત્યાં બેસી છે ત્યાં અને એ લોકો જમીને ઘરે જવા નીકળે છે. અને છેલ્લે પ્રથમ કહે છે શ્લોક ભાભી સાથે ફરીથી આવતો રહેજે.
શ્લોક શબ્દ સાભળતા કૃતિ ના મનમાં એક ઝબકારો થાય છે તે પરીને પુછે છે ફરી એમનુ નામ. કારણ કે તેના ભાઈનુ નામ પણ શ્લોક હતુ. પણ એ વિચારે છે કે મારો ભાઈ અહી થોડો હોય.બીજું કોઈ હશે. એમ વિચારે છે અને તેના રૂમમાં જવાનું વિચારે છે.
તેઓ બહાર નીકળે છે ત્યાં ,જ્યાં શ્લોક બેઠો હતો ત્યાં સોફા પાસે એક નાનકડો ફોટો ઉધો પડ્યો હોય છે. તે પરી જુએ છે તે પરીને લેવા જતી જોવે છે તો કહે છે ભાભી તમે નીચે ના વળો હુ લઉ છુ એમ કહીને એ ફોટો લે છે અને ફોટો જોતાં જ તે એકદમ જોયા જ કરે છે અને શ્લોક ની પાછળ ભાગે છે પણ ત્યાં સુધી શ્લોક અને તેની પત્ની ગાડી લઈને નીકળી ગયા હોય છે.
તે પ્રથમ ને આવીને પુછે છે તમે મને શ્લોક નો ફોન નંબર આપી શકશો ??
પ્રથમ : કેમ શુ થયુ ??
કૃતિ પુછી તો લે છે પણ શુ કહે એ સમજાતું નથી એટલે કહે છે આ ફોટો રહી ગયો છે તેમનો. કદાચ તેમનો ફેમિલી ફોટો લાગે છે.
પ્રથમ તેના હાથમાંથી ફોટો લઈને કહે છે લાવ હુ આપી દઈશ મળશે ત્યારે. હા એનુ તો ફેમિલી નથી એની સાથે પણ તે તેના કોઈ રિલેટિવ સાથે રહે છે એટલું બોલી ને ફોટો લઈને તેના રૂમમાં જતો રહે છે.
કૃતિ વિચારે છે કોઈ પણ રીતે મારે આ નંબર તો લેવો જ પડશે. પણ હુ કેવી રીતે લઉ ??
કૃતિ કેવી રીતે મેળવશે શ્લોક નો નંબર ?? તેના મનમાં જાગેલી આશા સફળ બનશે ??
જાણવા માટે વાચતા રહો, અતુટ દોરનુ અનોખુ બંધન -24
next part............ publish soon.........................