Israel ek technology no desh in Gujarati Motivational Stories by Yash books and stories PDF | ઇઝરાયલ એક ટેકનોલોજીનો દેશ

The Author
Featured Books
Categories
Share

ઇઝરાયલ એક ટેકનોલોજીનો દેશ

હેલો મિત્રો ગણા દિવસોથી હું વિચારતો હતો કે આજે હું ફરીથી એક રસપ્રદ દેશની જાણકારી સાથે આવ્યો છું હું આશા કરું છું કે મારી દુબઈ ધ દેશ ઓફ ટુરિઝમની જેમ તમને આ દેશની માહિતી પણ ગમશે એવી હું આશા રાખું છું.
ઇઝરાયલ આ એક એવો દેશ છે જે પોતાની જાતે ઊભો થયો છે પોતાની મેહનતથી. આ એક માત્ર યહૂદી દેશ છે જે દુનિાભરમાં અને ભૌગોલિક દ્રષટિએ આ એટલો નાનો દેશ છે કે અમેરિકાના કલીફોરનીયામાં લગભગ ૩૦ ઇઝરાયલ બની શકે છે. એટલું જ નહિ પણ વર્ચસ્વની દ્રષ્ટિએ પણ વિશ્વભરમાં ૮ માં સ્થાને છે.
ટેકનોલોજી અને સ્ટાર્ટઅપના મામલામાં ઇઝરાયલે પુરી દુનિયાને પાછળ છોડી દીધી છે અને આ કારણથી ઇઝરાયલને કોઈ નથી હરાવી શકતુ. અને જો કોઈ દુશ્મન ઇઝરાયલમાં ભૂલથી પણ આવી જાય તો પહેલાતો તે જીવિત બચી નથી શકતો કેમ કે ઇઝરાયલનો એક જ નિયમ છે કે જો કોઈ દુશમન ઇઝરાયલમાં આવી જાય અને ઇઝરાયલના એકપણ નાગરિકને હાનિ પોહચાડશે તો ઇઝરાયલ જેતે સમયે દુશ્મન દેશમાં જેઇને તેના દસ નાગરિકોને હાનિ પોંહચાડશે.
ઇઝરાયલ વિશ્વમાં સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે સુરક્ષાની દ્રષ્ટિએ અને આનું મુખ્ય કારણ છે તેમની સુરક્ષા એજેંસી MOSSAD (IAM) એટલે કે INTELLIGENCE AGENCY MOSSAD અને આખું વિશ્વ આ એજેંસીથી ડરે છે અને આનું કારણ છે ૧૯૭૨ ની MUNICH MASSCARE ની ઘટના જેમાં PALESTINIAN આતંકવાદીઓ એ ઇઝરાયલના ૧૧ ખેલાડીઓને મારી નાખ્યા હતા. આ પછી ઇઝરાયલના પ્રધાનમંત્રીએ દરેક ખિલાડીયોના ઘરે જઈને તેમના પરિવારજનોને વચન આપ્યું હતું તેમના પરિવારના સભ્યોની મોતનો બદલો લેવાનું.
પેહલા બે જ દિવસમાં ઇઝરાયલએ પેલેસ્ટિનિયનના ૨૦૦૦ આતંકવાદીઓને મારી નાખ્યા હતા ઇઝરાયલ એટલા સુધી ઉભું ના રહ્યું અને શોધી કાઢ્યા એ આતંકવાદીઓને જેમને ઇઝરાયેલના ૧૧ ખેલાડીઓને મારી નાખ્યા હતા.અને પછી વિશ્વભરમાં આતંકવાદીઓને શોધી મારી નાખ્યા હતા અને આ કાર્ય લગભગ ૧૬ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું.અને આના લીધે જ ઇઝરાયેલ એક સુરક્ષિત દેશ છે જેનાથી બીજા દેશ પણ ડરે છે.
૧૯૭૬ માં પણ યુગાન્ડાની અંદર આતંકવાદીઓએ ઇઝરાયલના ૫૪ નાગરિકોને બંધક બનાવ્યા હતા ત્યારે ઇઝરાયલએ કોઈપણ પ્રકારનો વાટાઘાટો ન હતો કર્યો યુગાન્ડા સાથે અને ચુપચાપ યુગાન્ડામાં જઈને ઇઝરાયલએ પોતાના ૫૪ નાગરિકોને બચાવ્યા હતા. ઇઝરાયલમાં કુલ ૮૫ લાખ લોકો વસે છે જેમાંથી ૩૫ લાખ લોકો આર્મીમાં જોડાયેલા છે. ઇઝરાયેલમાં દરેક સ્ત્રી કે પુરુષ ઓફિસરએ લડતની ટ્રેનિંગ લેવી જરૂરી છે જેમાં પુરુષ એ ૩ વર્ષ અને સ્ત્રી એ ૨ વર્ષ.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલરએ ઇઝરાયલના ૬૦ લાખ યહૂદીને મારી નાખ્યા હતા અને તેમને ગેસ પાઇપ લાઈનમાં જીવિત સળગાવી દીધા હતા અને પછી યહૂદીઓએ એક નવા દેશની માંગ કરી જે આજે ઓળખાય છે ઇઝરાયલ.
પરંતુ અન્ય મુસ્લિમ દેશો ઈઝરાયલના ખિલાફ હતા અને તે સમયે જોર્ડન અને ઇજિપ્ત વચ્ચે એક કરાર થયો ઇઝરાયલને ખતમ કરવાનો અને આ કરાર એ હતો કે જો કદાચ ઇઝરાયલ એક દેશ ઉપર હુમલો કરશે તો બીજો દેશ તેની સમક્ષ ઊભો રહીને તેની મદદ કરશે. અને સાલ 1967માં ઇઝરાયલ અને ઇજિપ્તની વચ્ચે યુદ્ધ થયું હતું અને ધીરે ધીરે આ યુદ્ધની ચર્ચા સમગ્ર યહુદી દેશોમાં થવા માંડી.
ધીમે ધીમે ઈઝરાયલની સમક્ષ ઈજીપ્ત અને જોર્ડન એ ઘણા બધા દેશોને ખડા કરી દીધા હતા દુશ્મનાવટ માટે જેમાં સમાવેશ થાય છે ઈરાક કુવૈત સિરિયા સાઉદી અરેબિયા સુદાન અલજેરિયા વગેરે. અને આ બધા દેશોએ લડત ચાલુ રાખવા માટે જોર્ડન ને પોતાનું મુખ્ય મથક બનાવ્યુ હતું. આમ જોર્ડનમાં લડતનું મથક બંધાયું જેને જૂન વોર નામ આપવામાં આવ્યું હતું.
પરંતુ ઇજિપ્ત ઈઝરાયલ પર હુમલો કરે એના પહેલા જ ઇજિપ્ત એ 5 જૂન ના રોજ ઇજિપ્ત પર હુમલો કરી નાખ્યો અને ઇજિપ્તના લગભગ 4000 ફાઈટર જેટ પ્લેનને જમીનમાં જ ખતમ કરી નાખ્યા અને આ હુમલાથી બધા દેશો ઇઝરાયલથી કરવા માંડ્યા અને આ યુદ્ધ લગભગ છ દિવસમાં ખતમ થઈ ગયું હતું.
ઈઝરાયલ જાણતું હતું કે જો તેને દુશ્મન દેશો સમક્ષ યુદ્ધ જીતવું હોય તો પહેલા ઇઝરાયલએ જ હુમલો કરવો પડશે અને પછી ઈઝરાયલે જોર્ડનની સીમા પર બનેલા આર્મી કૅમ્પની અંદર આવેલા ફાઈટર પ્લેનને તબાહ કરી નાખ્યા.
વાત કરીએ તેમની આર્મીની સેનાની તો આ આર્મી વિશ્વની સૌથી સુરક્ષિત આર્મી તરીકે ઓળખાય છે જેનાથી સમગ્ર વિશ્વ ડરે છે. આજની તારીખમાં ઇઝરાયલ ના તો માત્ર હથિયાર તૈયાર કરે છે પોતાના માટે પણ તે આજની તારીખમાં હથિયારો પોહ્ચાડવાનું કામ પણ કરે છે આખા વિશ્વમાં અને આજે તે વિશ્વનું સહુથી મોટું આર્મી હથિયાર બનાવનારો દેશ છે. જેની પાસેથી ભારત પણ હથિયારો ખરીદે છે આર્મી માટે.
ઇઝરાયલ એક એવો દેશ છે જેને પોતાને સુરક્ષિત કરી નાખ્યો છે ANTI BALLISTIC MISSILE થી અને આ સિસ્ટમની ખાસિયત એ છે કે જો કોઈ પણ દુશ્મન દેશ મિસાઈલથી હુમલો કરશે તો તે મિસાઈલનો નાશ હવામાં જ થઈ જશે. આટલું જ નહિ તેમને સુરક્ષા માટે દરેક જગ્યાએ બંકર બનાવી દીધા છે અને જયારે પણ કોઈ યુદ્ધ થશે ત્યારે સાયરેન વાગશે અને લોકોને બંકરના લીધે સુરક્ષા મળશે.
હોટેલને પણ સુરક્ષિત બનાવી દીધી જે બૉમ્બ મિસાઈલ કે કોઈપણ પ્રકારના હુમલા ને સહન કરી શકે છે અને આ હોટેલ પર તેની કોઈ જ અસર થતી નથી એટલું જ નહિ પણ ઇમારતના દરવાજા પણ એટલા મજબૂત બનાવ્યા છે કે બૉમ્બ વિસ્ફોટની અસર પણ નથી થઈ શકતી.
ઇઝરાયલનેપોતાની ટેક્નોલોજી પણ વિકસાવી છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ઇઝરાયલ પેહલા ટેકનોલોજી બનાવે છે અને તેનું પેહલા પોતાના દેશમાં નિરક્ષણ કરે છે અને પછી વિશ્વભરમાં તેને વેચે છે.હવે વાત કરું તો તેમને તેમની ગાઝા પલ્ટીને એટલી સુરક્ષિત કરી દીધી છે કે કોઈ દુશ્મન દેશ હુમલો નથી કરી શકતો અને આ ગાઝા પલ્ટી ઘણા કિલોમીટર લાંબી છે અને આ જગ્યા માનવ અને રોબોટ આર્મીથી તેનાદ છે.
વિશ્વભરના અમીર વેપારીઓ પણ આ દેશમાં પોતાનો પૈસો લગાવે છે અને પૈસો કમાય છે અને આનું મુખ્ય કારણ છે ઇઝરાયલની વેપારી કંપનીનું નામ છે NASDAQ જે દુનિયાની બીજા નંબરની સૌથી શક્તિશાળી કંપની છે.જાપાન ઈંડિયા ફ્રાન્સ સાઉથ કોરિયા યુકે ને ભેગા કરો તોપણ નાસડાકની બરાબરી નથી કરી શકતું વેપારના મામલામાં.
ટેક ઇનોવેશન સ્ટર્ટએપ જેને સિલિકોન વેલી ઓફ મીડલ ઈસ્ટ કહેવાય છે અને આજની તારીખમાં ઇઝરાયલ સૌથી ઝડપી ટેક્નોલોજિકલ હબ તરીકે ઓળખાય છે. પુરી દુનિયાને વિશ્વાસ છે ઇઝરાયલ પર તેથી અમેરિકાની સિલિકોન વેલી નામની કંપનીએ તેનું મુખ્ય મથક ઇઝરાયલમાં સ્થાપ્યું છે જેને નામ આપ્યું છે ઇઝરાયલ ઇન્નોવેશન ઓથોરિટી અને આના કુલ કમાણીના ૪.૫ ટકા ઇઝરાયલ શોધખોળ અને નિર્માણમાં ખર્ચે છે અને ઇઝરાયલ શોધખોળ અને નિર્માણની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબર પર છે જે પોતાનું સૌથી વધુ જીડીપી બજેટ વાપરે છે રિસેર્ચ પર.
માઈક્રોસોફ્ટ વિન્ડો અમેરિકા એ નથી બનાવ્યું પણ ઇઝરાયલએ બનાવ્યું છે. અને આજની તારીખમાં સિસકોએ પોતાની બધીજ ટેક્નોલોજી પણ ઇઝરાયલમાં તૈયાર કરી છે. તથા મોટોરોલાએ પણ પોતાની ટેક્નોલોજી ઇઝરાયલમાં બનાવી અને પેહલો ફોન બનાવ્યો હતો તેનું વજન લગભગ એક ઈટ જેટલું હતું. યુએસબી પોર્ટ અને યુએસબીની શોધ પણ ઇઝરાયલમાં જ થઈ છે.
આઈબીએમ આર એન્ડ ડી ને પોતાના મથકની સ્થાપના કરવી હતી તો તેમને ઇઝરાયલને પસંદ કર્યું કેમ કે તેમને અમેરિકામાં તો સ્થાપી જ હતી પણ તેમને અમેરિકાની બહાર સ્થાપના કરવી હતી તો તેમને ઇઝરાયલ ને પસંદ કર્યું હતું.બીટકોઈનની શુરુઆત પણ ઇઝરાયલમાં જ થઈ હતી વોઈસમેલ ટેક્નોલોજીની શરૂઆત પણ ઇઝરાયલએ કરી હતી.પેહલો કોમ્પ્યુટર એન્ટિવાઇરસ પણ ઇઝરાયલમાં બન્યો હતો સાલ ૧૯૭૯માં.આટલું જ નહિ પણ વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ પણ ઇઝરાયલએ બનાવ્યો છે. અને આપણે જે ફોન વાપરીએ છીએ તેની ટેક્નોલોજી પણ ઇઝરાયલએ બનાવી છે.
કોમ્યુનિકેશન રાઉટર પણ ઇઝરાયલ એનજીનેયરને બનાવ્યા હતા સિસકો દ્વારા.માર્કેટ ડિમાન્ડની દ્રષ્ટિએ આ દેશ ખુબ જ નાનો છે તો ઇઝરાયલ સામાન બનાવે છે અને વિશ્વભરમાં તેને વેચે છે.ઇઝરાયલના પ્રાઈમ મીનીસ્ટર એ એકવાર દુનિયાભરના મૂડીરોકાણકારોને આમંત્રણ પાઠવ્યું અને કહ્યું કે સાથે મળીને પોતાની કંપનીની સ્થાપના કરો તેમજ સાથે મળીને નવી ટેક્નોલોજીની શોધ કરીએ અને સાથે મળીને રોકાણ કરવાથી ઇઝરાયેલમાં ક્લચર ની સ્થાપના થઈ.
કલ્ચરની સ્થાપના થયા પછી ઇઝરાયલએ એક ગ્લોબલ મોડલ બનાવ્યું જેને નામ આપ્યું ICDS આ મોડેલમાં પેહલા ઇઝરાયલ શોધ કરે છે સમસ્યાની જે માર્કેટમાં ચાલી રહી હોય અને પછી તેનું સમાધાન શોધાય છે ઇઝરાયેલની આર એન્ડ ડી રિસેર્ચ સેન્ટરમાં અને આમ તેનું સમાધાન ક્રિએટ થાય છે લેબમાં અને પછી બનેલા સમાધાનને ઇઝરાયલ પેહલા પોતાના દેશમાં વાપરે છે અને જો સફળ થાય તો તેને આખી દુનિયામાં વેચે છે. એટલે કે I એટલે એટેડેન્ટીફાય ધ પ્રોબ્લેમ C એટલે ક્રિએટ ધ સોલ્યૂશન D એટલે ડિલિવર ધ સોલ્યૂશન S એટલે સેલ ધ સોલ્યુશન.
ઇઝરાયલની સફળતાનાં મુખ્ય ત્રણ પાસા છે પેહલા પાસામાં ઇઝરાયેલ માર્કેટમાં ચાલી રહેલ સમસ્યાનું સમાધાન શોધે છે પછી બીજા પાસામાં TTO એટલે કે ટેક ટ્રાન્સફર ઓર્ગેનાઇઝેશનની મદદથી વિશ્વભરના વેપારીઓને બોલાવે છે તેમની ટેક્નોલોજીને વેચવા માટે તેનો સોદો નક્કી કરે છે. ત્રીજા પાસામાં ઇઝરાયલ પોતાની ટેક્નોલોજીને આખા વિશ્વમાં વેચે છે TTO ની મદદથી. પુરી દુનિયામાં અમેરિકામાં કુલ ૧૦૦૦૦ લોકો માંથી ૮૦ વૈજ્ઞયાનિકો હોય છે જયારે ઇઝરાયલમાં કુલ ૧૦૦૦૦ માંથી ૧૨૦.
ઇઝરાયલ નવી આઈડ્યા વાળા લોકોને બોલાવે છે અને એ આઈડ્યાનો ખર્ચ આપે છે એક શરત પર કે જો તમારો આઈડ્યા કામ કરી ગયો તો અમે તમારી પાસેથી આપેલા પૈસાનું વ્યાજ લઈશું અને જો આઈડ્યા નિષ્ફળ રહ્યો તો અમે તમારી પાસેથી એક પણ રૂપિયો લઈશું નહિ.
આના પછી ઇઝરાયલ એ વિશ્વભરની આંતરરાષ્ટ્રિય કંપનીઓને આમંત્રણ પાઠવ્યું વેપાર માટે જેમાં સમાવેશ થાય છે એપલ ગુગલ માઈક્રોસોફ્ટ સિસ્કો વગેરે અને એક શરત રાખી કે પેહલા ૨ વર્ષ સુધી અમે તમારા કારીગરોનો ૪૦ ટકા પગાર અમે આપીશું અને આના લીધે ઇઝરાયલના લોકોને કામ મળવા માંડ્યું અને આજની તારીખમાં ઇઝરાયેલમાં ૯૮ ટકા લોકો પાસે કામ છે.એટલું જ નહિ પણ ઇઝરાયલ આજની તારીખમાં વિશ્વમાં સૌથી ધનિક દેશ ગણાય છે.
ઇઝરાયલ પોતાની સંસ્કૃતિનો આદર કરે છે અને ઇઝરાયલમાં ભૂંડ નથી પાળી શકતા અને જો કોઈપણ ઇઝરાયેલનું વ્યક્તિ ભૂંડ પાળે તો તેને જેલની સજા થાય છે અને જો તમે સાઇકલ પણ ચલાવતા હોય તો તમારે લાઇસન્સની જરૂર પડે છે ઇઝરાયલમાં. અને ઇઝરાયલમાં જો કોઈ બાળક જન્મે તો તેને આપો આપ ઇઝરાયલની નાગરિકતા મળી જાય છે.
ઈ.સ. ૧૫૦૦ ની આસપાસ ઇઝરાયલની હિબ્રુ ભાષ લુપ્ત થઈ ગઈ હતી તો તેને પુનઃ જીવિત કરી નાખી ઇઝરાયલએ અને આજની તારીખમાં વિશ્વના સૌથી વધુ મ્યુઝિયમ ઇઝરાયલમાં આવેલા છે લગભગ ૨૫૦ થી પણ વધારે.આટલું જ નહિ પણ ૧૨૫ કિલોમીટરના તટ પર ૨૫૦ થી પણ વધારે બીચનું નિર્માણ કરી નાખ્યું છે.
આમ ઇઝરાયલ એક પાવરફુલ અને વિકસિત દેશ છે ટેક્નોલોજીની દ્રષ્ટિએ અને વેપાર ની દ્રષ્ટિએ.