parsantej in Gujarati Short Stories by Shesha Rana Mankad books and stories PDF | પર્સન્ટેજ

Featured Books
Categories
Share

પર્સન્ટેજ

એક બાળક લોહી નીતરતું, માથા પર પટ્ટી, હાથમાં પ્લાસ્ટર, બાળક માત્ર દસ,બાર વર્ષનું, ચહેરા પર ડર અને અપાર પીડા, ત્રાસેલુ એ બાળક કાન પર હાથ દઈ ચીસો પાડતુ "મમ્મી, સોરી હું બીજી વાર હું મહેનત કરીશ સારા પર્સન્ટેજ લઈ આવીશ પ્લીઝ મને છોડી દે બહુ દુખે છે, મને ન માર પ્લીઝ".

"હું બીકથી જાગી ગઈ આ તો માત્ર સપનું હતું પણ મારા હાથ પગ ઠંડા થઇ ગયા હતા હું ધ્રૂજતી હતી. બીકથી મારાથી ચીસાચીસ થઈ ગઈ, બાજુમાં સુતેલા મારા પતિ ગૌરવ સફાળા જાગી ઉઠ્યા. મેં તેમને મારા સપનાની વાત કરી તેમણે મને પાણી પાયુ અને કહ્યું કે નવું ઘર છે એટલે થોડી બીક તો લાગે જ. મેં ફરી સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ જ ન આવી. સવાર થવા માં જ હતી."

સવાર પડતાં જ રૂટિન ના કામો શરૂ કરી દીધા પણ સપનાઓનો ભાર તો માથા ઉપર હતો જ, ને શરીર પણ થાકેલું હતું. કામ તો કરવાનું જ હતું ને. બંને બાળકોને સ્કુલ મોકલવાના હતા ગૌરવ માટે ટીફીન બનાવવાનું હતું. બસ ઝટપટ આ કામમાં લાગી ગઈ સવાર થી સાંજ સુધી કામમાં ને કામમાં દિવસ પસાર થઈ ગયો. મારા બંને બાળકો મોટો દીકરો પૂજન સાતમામા હતો અને નાની પ્રજ્ઞા ચોથા માં હતી. બંને ઇંગ્લીશ મીડીયમ માં હતા. એટલે અત્યારથી જ એમને મહેનત કરાવવી જરૂરી હતી સાથે સાથે તેમની ઈતર પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી હતું. આજની ફાસ્ટેસ્ટ લાઇફમાં બાળકોના ભણતર નું મહત્વ પર્સન્ટેજ થી જ થતું હોય છે. અમને અમારા બાળકોની ચિંતા હતી. બસ આમ જ વિચારો કરતાં કરતાં આખો દિવસ પસાર થઈ ગયો. હજી તો સામાન પણ ગોઠવવાનું બાકી હતો. ધીરે-ધીરે થાશે.

આખા દિવસની કામગીરી દોડધામ પછી રાત પડતાં જ થાકી ને હું સૂઈ ગઈ. કામમાં હું સપનાની વાત પણ ભૂલી ગઈ હતી. અચાનક જ નાક પર લોહીની તીવ્ર વાસ આવી ફરી એ જ દસ બાર વર્ષનો છોકરો અને એ જ કારમુ રુદન અને ફરી એ જ સ્વપ્ન એ જઈશું આજે તો બાળક ખૂબ મારી નજીક આવી ગયો, અને અચાનક જ ભાગ્યું, હું પણ એની પાછળ ભાગી એ અગાસી પર ગયું અને નીચે જમ્પ લગાવી દીધો હું ચીસ પાડી ને જાગી ગઈ. મારી ચીસ થી ગૌરવ અને બંને બાળકો પણ જાગી ગયા હું જોર જોર થી રડવા લાગી આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. પૂજાને મને પાણી પાયું. હું ગભરાઈ ગઈ હતી હિબ કે ચડી હતી. ગૌરવ એ મને સમજાવી કે મને જોઈને બાળકો પણ ગભરાઈ ગયા છે. ગમે તેમ રાત પસાર કરી.

અમને અહીં ભાડે રહેવા આવે હજી એક અઠવાડિયું થયું હતું, આ ઘર મોટું હતું બંગલા જેવું હતું. ભાડું પણ અમને વ્યાજબી જ લાગ્યું. અહીંથી બાળકોની સ્કૂલ પણ નજીક હતી. સ્કૂલ નજીક હોવાને કારણે બાળકો નો સમય ઘણો બચતો હતો તો હતો. ઘર સારું હતું. છેલ્લા બે દિવસના સપનાએ તો મારી હાલત ખરાબ કરી નાખી હતી પાછું આખો દિવસ એકલું જ રહેવાનું સવારે ગૌરવ ઓફિસે જતા રહે અને બાળકો સ્કૂલે, બાળકો સ્કૂલેથી બપોરે આવતા અને પછી ત્રણ ચાર વાગ્યે ટ્યુશને જતા રહે, પછી રાઈટીંગ કલાસ તો ખરા જ બધા છેક સાંજે સાત વાગ્યા સુધી ઘરે આવે. અને ત્યાં સુધી તો હું એકલી જ...

મને રાત પડવાની જ બીક લાગતી હતી પણ રાતને કાંઈ રોકી શકાય છે?...... ફરી આખા દિવસનું કામ પતાવી બેડ પર પડી. પ્રજ્ઞા અને પૂજન ને મે મારી નજીક જ સુવડાવ્યા હતા હું ડરી ગઇ હતી. રાતે મોડેથી ઊંઘ આવી ગઈ નાના-મોટા સપના તો આવ્યા જ કર્યા. સપનામાં મેં પેલા બાળકને આખા ઘરમાં ફરતો જોયો આજે એ મારી નજીકન આવ્યો. સપના ના ભારને કારણે આજે ઊઠવામાં પણ મોડું થયું.

સવાર તો પડવાની જ હતી વહેલા ઉઠવાનું જ હતું. અલાર્મ ના અવાજ સાથે સાથે હું ઉઠી ગઈ માથું દુખતું હતું. ફરી કામે વળગી ગઈ ગૌરવને ઓફિસ અને બંને બાળકોને સ્કૂલે મોકલ્યા. આખા દિવસના કામમાં મન પરોવવા તા બિક પણ થોડી હળવી થઈ ગઈ. આજે ઘરમાં સુનાશ જ લાગતી હતી, પણ મેં એને મારા મનનો વહેમ ગણી ને અવગણી દીધું. અને સ્વાભાવિક હતું. ભૂત જેવી કોઈ પણ વાતમાં માનતી જ નહોતી.

આજે થાકને કારણે મારી આંખો વહેલી ઘેરાવા લાગી માથું દુખવાની દવા તો લીધી હતી. અચાનક અડધી રાત્રે પૂજન અને પ્રજ્ઞાની ચીસો સંભળાવવા લાગી. શું જાગી ગઈ મને થયું કે આપણે સ્વપ્ન જ છે, પણ ના, નીચેનો હોલમાંથી બંને બાળકોની ચીસો સંભળાતી હતી, હું દોડીને નીચે ગઈ જોયું તો બાળકો અને ગૌરવ રૂમમાં એક ખૂણામાં ઊભા હતા. અને પોતાની સામેની દિશામાં જોતા હતા મે પણ તે તરફ જોયું, તો મારા તો હોશ જ ઉડી ગયા, હું કોઈ સ્કૂલમાં આવી ગઈ હું એવું લાગતું હતું. આ જાણીતી સ્કૂલનું રૂમ હોય તેમ બ્લેકબોર્ડ ટેબલ ખુરશીઓ પડ્યા હતા. અહીં બધું જ હતું શિક્ષક હતા પેરેન્ટ્સ હતાં અને અરે આતો પેલું બાળક હતું જે મને રોજ સપનામાં આવતું હતું. આ બધું શું થઇ રહ્યું છે મને સમજાતું નહોતું. આ જોઈને મારાથી ચીસ પડી ગઈ હું પણ ગૌરવની બાળકો પાસે ભાગી આવી, મારી ચીસ ના અવાજથી પેલા બાળકે મારી સામે જોયું. અને બાકીના ઉપર તો કોઈ અસર જ ના થઈ. મારી સામે ભજવાતું નાટક ચાલુ રહ્યું.

એ બાળકની મમ્મી ટીચર ને કઈ રહી હતી, "મારો છોકરો ભણવા ઘણો હોશિયાર છે છતાં ફસ્ટ કેમ નથી આવતો?, તમે બધા ટીચર્સ એના પર પૂરતું ધ્યાન આપતા જ નથી." સામે બેઠેલા ટીચર્સ બાળકના પેપર્સ બતાવી રહ્યા હતા અને બાળકની ભૂલોને સમજાવી ગયા હતા ત્યાં સુધારો કરવાની જરૂર છે એના પર ભાર દઈ રહ્યા હતા પણ માતા-પિતા તો એમની વાતને સ્વીકારવા તૈયાર ન હતા એ પોતાના બાળકને ટ્યુશન માં મોકલે છે, ઈતર પ્રવૃતિઓ પણ કરાવે છે પણ બાળકનું ભણતર સુધરતું કેમ નથી એના પર ભાર દઈ રહ્યા હતા, બાળકની જરૂરીયાત એ સમજવા તૈયાર જ નહોતા. ટીચર્સ એમને કહી રહ્યા હતા કે બાળકને પ્રેમથી સમજાવો એ જ્યારે જુઓ ત્યારે બીકમાં જ રહે છે ખુલીને જવાબ આપી જ નથી શકતો.

આ સ્કૂલનું દ્રશ્ય ધીમે-ધીમે બદલાવવા લાગ્યું, ઘરમાં પરિવર્તિત થઇ ગયું. માતા પિતા એ બાળક ને ધમકાવતા હતા, સાથે સાથે આપસમાં ઝઘડો પણ કરતા હતા માતા પિતાની અને પિતા માતાને દોસ્ત જઈ રહ્યા હતા. બાળકને તો મારી મારીને બેહાલ જ કરી નાખ્યો હતો કંટાળીને મેં સ્ટોર રૂમમાં પણ પૂરી દીધો હતો. બાળક રોતું રહ્યું પણ માતા-પિતાને તો એ સાંભળવાનો જ સમય ન હતો. બાળકને ધમકાવવાનું છોડે તો સમજે ને,.....

પણ તેમને તો બાળકને ડોક્ટર કે એન્જિનિયર જ બનાવવો હતો. એનાથી ઓછું તો જરાય ચાલે નહીં.
થોડા દિવસ આમને આમ પસાર થયા હોય એવું લાગ્યું ફરી પાછી બાળકની એક્ઝામ આવી અને રિઝલ્ટ આ વખતે બાળક મહેનત કરીને ક્લાસમાં ચોથો નંબર લાવ્યું હતું પણ મા-બાપને તો સંતોષ જ નહોતો એમને તો પહેલા નંબર થી ઓછું જો તું જ નહોતું. ઓછા પર્સન્ટેજ લાવવા બદલ ફરી બાળક એ માર ખાધી ફરીએ રોયો દુઃખી થયું, તે પિતાને સમજાવવા લાગ્યું કે ફરી ખૂબ મહેનત કરશે અને સારા પર્સન્ટેજ લાવશે. માતા પિતાએ તો બાળકનું રમવાનું જ બંધ કરી દીધું હતું આખો દિવસ બસ વાંચવાનું ભણવાનું.

એક દિવસ બાળક અગાસીમાં રમતું હતું અને તેની મમ્મીએ બૂમ પાડી તેને વાંચવા માટે નીચે બોલાવતા હતા. મમ્મી તેને શોધતી શોધતી ઉપર આવી બાળક મમ્મી ને જોઈ ને ડરી ગયું અને પાછળ ખસવા લાગ્યો. પાછળ કંઈ હતું નહીં, દીવાલની રેલિંગ પણ નાની હતી એટલે બાળક અગાસીમાંથી નીચે પડી ગયું. અને પર્સન્ટેજ ની આ દુનિયા થી વિમુખ થઈ ગયો. બાળક નો અંત કરૂણ હતો. તેની મમ્મી તો આઘાતથી સુન થઈ ગઈ હતી.

અમારા બધાની સામે ભજવાતુ નાટક બંધ થઈ ગયું, અદ્રશ્ય થઈ ગયું, પણ અમારા સામે તો ઘણા બધા પ્રશ્નો ઊભા કરી ગયું. માયાજાળ તો પૂરી થઈ ગઈ હતી પણ અમારા મન પર ભાર મૂકતી ગઈ તી સવાર સુધી અમે આમ બેઠા રહ્યા મારા છોકરાઓ પણ બીક થી ધ્રૂજતા હતા, નાની પ્રજ્ઞાની તો તાવ આવી ગયો હતો.

સવાર પડતાં જ અમે આ ઘર છોડી દીધું. બીજે રહેવા જતા રહ્યા. આ ઘરના મકાન માલિક સાથે બધી જ વાત કરી ખબર પડી કે નાનું બાળક મૃત્યુ પામ્યું છે અને તેની માતા પાગલ થઈ ગઈ છે અમે તેને બાળકની વાત પણ કરી પણ આ બધી વાતને માનવા તૈયાર થયા નહીં

આ ઘટના એ મારા મનમાં પ્રશ્નો તો રમતો કરી દીધો હતો આપણા માટે શું જરૂરી છે,? બાળકની આવડત એનો વિકાસ કે પછી પર્સન્ટેજ શું જરૂરી છે?. આજના બાળકના ભાવિ નું શું?

સમાપ્ત

short story by

Shesha Rana(Mankad)