chis - 26 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 26

Featured Books
Categories
Share

ચીસ - 26

ઈલ્તજાની ગોરી ટાંગો થરથરી રહી હતી.
આઈનામાં રહેલા પ્રતિબિંબ સામે એણે નજર મિલાવી નહોતી તેમ છતાં તેની અંગુલીને પકડી કોઈ ભીતર ખેંચી રહ્યું હતું ખેંચાણ એટલું જબરજસ્ત હતું કે ઈલ્તજાના ચહેરા પર પીડા લીંપાઈ ગઈ હતી.
પોતાની જાતને બચાવવાના નિષ્ફળ પ્રયાસને આલમ ભેદી મુસ્કાન સાથે એકધારું જોઈ રહ્યો હતો. એની નજરોમાં પોતાના માટે કામુકતા જોઈને પહેલીવાર ઇલ્તજા ભીતરથી હચમચી ગઈ.
કાચ પર જે જગ્યાએ અંગુલી ચીપકી હતી ત્યાંથી લોહીની ટશરો ફૂટવા માંડી.
આદમકદ આઈના પર લોહીના રેલા ઉતરવા લાગ્યા.
લોહીથી ખરડાયેલો આઈનો જોઈ પોતાનું જ પ્રતિબિંબ મુખમાં હસતાં
- હસતાં જાણે કે એની ઠેકડી ઉડાડી રહ્યું હતું.
એક ક્ષણ માટે એને એવો વિચાર આવી ગયો કે આ ફર્શ ફાટી જાય અને પોતે એની અંદર સમાઈ જાય...!!
જ્યારે પીડા સહન ના થતાં, ના છુટકે એણે પોતાના પ્રતિબિંબ સામે અપલક આંખમાં આંખ પરોવી જોયું.
આલમના મુખમાંથી ધીમુ હાસ્ય સંભળાયું. જાણે કે એની ખુશી સીમા વિહીન હતી વર્ષોથી બંધબારણે પડેલી આગ ફરી ભડકી ઉઠી હતી.
એનું રોમેરોમ અનેરા રોમાંચની અનુભૂતિ કરી રહ્યું હતું.
ઇલ્તજાની આંગળી પકડી આઈનામાં રહેલુ અક્સ બહાર નીકળી એના શરીરમાં સમાઈ ગયું.
આ હ હા હા હા..!
આલમનુ જાણે કે છટકી ગયું હતું આખા હોલમાં એનું હાસ્ય પડઘાતું હતું. કાજળકાળા અંધકારને થથરી રહેલી રોશની નાથવાનો મિથ્યા પ્રયાસ કરી રહી હતી.
ઈલ્તજાનુ બદન આખું બેવડ વળીને સીધું થયું. જાણે કે ઘણા બધા હાડકા એકસાથે ભાગ્યા હોય એવો અવાજ આવ્યો.
એણે એક ધારદાર નજર આલમ સામે નાખી.
એના ગુલાબની પાંખડી જેવા હોઠ પર મધુરપ રેલાઈ ગઈ. એની આંખોમાં નશીલુ તોફાન ઉઠ્યું હતું.
છતાં કંઈક હતુ જે પૂરની જેમ આંખોમાં ધસી આવ્યુ.
એક જબરજસ્ત મેઘગર્જના થઈ વીજળી કડાકા ભેર તૂટી પડી. કદાચ આસમાને થી થયેલી આવી ભયાનક મેઘ ગર્જના સાંભળનારના હાડ ઓંગાળી નાખે એવી હતી.
"નવાબ..!!"
ઈલ્તજાના હોઠ ધ્રૂજી ઊઠ્યા.
એક નવા જ શરીરમાં શરાબના પ્યાલા જેવા હોઠ પર પોતાનું નામ સાંભળી નવાબના આખા બદનમાં નશાનો ઉન્માદ પ્રસરી વળ્યો.
એને પોતાની બાંહો પ્રસારી.. ઘણા લાંબા સમય પછી પોતાની નૂરને આલિંગનમાં ભરી લેવાની ઈચ્છા માત્રથી એની આંખોમાં તળાવ છલકાઈ ઊઠ્યું.
"શાહિન... હમ ફીર બહાર આ ગયે..! અઘોરી કા તિલસ્મ હમને તોડ દિયા...!"
"યસ નવાબ...! અબ હમ પુરી તરહ આઝાદ હૈ મેરી રૂહ કે માલિક..!"
એ નવાબ-નવાબ કરતી આલમને વીંટળાઈ વળી...!
મૈં ઉસ કો માફ કરને વાલા નહીં..! જિસકી વજહ સે હમ એક દૂસરે સે અલગ હુયે ઔર બરસો તક ઈસ કેદખાને મેં સડતે રહે હૈ..!
"મૈ આજ તક નહિ સમજ પાઈ હું.. હમારી મોત કા જિમ્મેદાર કૌન થા..? મહારાજને ક્યો તુમ્હારા મસ્તક ધડ છે અલગ કિયા થા..? જો તુમ્હે તડપ તડપ કે મરને કે લીયે મજબુર કર દિયા..? આખિર તુમને ઐસા કૌનસા ગુનાહ કિયા થા..?"
"મૈને કોઈ ગુના નહીં કિયા થા..!"
આલમના શરીરમાં રહેલા નવાબની જીભ જરા હકલાઇ.. અવાજમાં ગભરાહટ ભરી ધ્રુજારી ચોખ્ખી વર્તાઈ..
કારણકે એના પોતાનાથી જ એક એવી ભૂલ થઈ ગઈ હતી જે એના મોતનું કારણ હતી. અને નવાબ પોતે આ વાત સ્વીકારીને શાહિનની નજરોમાંથી ઉતરી જવા માગતો નહોતો.
એટલે એણે આખી વાત દબાવવાનો પ્રયાસ કર્યો.
પરંતુ પોતાના મૃત્યુ માટે જવાબદાર એક પણ વ્યક્તિને એને માફ કર્યા નહોતા.
"તૂજે પતા હૈ યે દોનો કૌન હૈ..? જિસકે શરીર કા હમને આસરા લિયા હૈ..?"
"નહીં મેં ઈન્હે નહી જાનતી..! મગર મુજે ઈતના પતા હૈ..! જરૂર કિસી વજહ સે યે લોગ કુસુરવાર હે..!"
નવાબ ખખડી ને હસતો રહ્યો..
"મજા આયેગા ફિર સે એક બાર જીને કા મજા આયેગા..! ઠાકુર કે બચ્ચે હૈ યે જો હમારી સલ્તનતને મુલાજિમ થા..!
પતા નહીં કયો ઉસકે કહેને પર અબ્બાજી ને મેરા સર કલમ કર દિયા..!"
આ વાત કહેતી વખતે નવાબે પોતાની આંખો ઝુકાવી લીધી હતી જાણે કે કોઈક એવું રહસ્ય હતું જે શાહીન સમક્ષ પોતે છતું કરવા માગતો નહોતો.
"વો કોફીન દેખ રહી હો..!"
કોફીન તરફ આંગળી ચીંધતા નવાબ કેહતો હતો.
"ઉસમે અઘોરી કો કેદ કિયા ગયા હૈ..! દેખના ચાહોગી તુમ..?"
ઉસને હમે આઝાદ કરવાને મે બહોત મદદથી કી હૈ.. ઉસકા મકસદ જો ભી રહા હો પર અગર વો અમારી હેલ્પ નહી કરતા તો હમ ઇસ તરહસે હવેલી મે દો-દો જગહ કેદ હો ગયે થે જહાં સે નિકલના હમારા નામુમકીન થા..!
ઉસીને ઐસા જાલ બુના કી કાચ કી બોટલ મેં કેદ કોઈ હમારી રુહો કો આઝાદી મિલી.. ઉસીકી બદોલત હમ આઈને સે બહાર આયે.. બસ હમેં ઉસકા મકસદ સમજમે નહીં આયા.. આખિર કયો ઉસને હમારી મદદ કી..!
આલમની ચિંતાનું કારણ પણ યોગ્ય હતું કારણકે જે વ્યક્તિ પોતાની મૃત્યુનું કારણ બની હોય એ જ વ્યક્તિ પોતાને કેદમાંથી આઝાદ કરે એટલે અજુગતુ ગણાય.. કેમકે બચાવનાર પોતે જાણે છે કદાચ આઝાદ થયેલી આત્માઓ એને પણ માફ કરવાની નથી...!