જમવાનું પતાવી ને ધીરજલાલ હંસાબેન અને ધરાના માસી સગાઈ ની વિધિ માટે ની થોડી તૈયારીમાં લાગી ગયા... ધરાના મામા ગોર મહારાજ ને તેડવા ગયા, અને ધરા એકલી પડી... મન માં ખૂબ દુઃખી હતી ધરા.. પણ કોઈને કાઈ કહી શકતી ન હતી. તેને સમજાતું ન હતું કે કેમ એના પપ્પા અત્યારે એની મરજી પણ જાણવા નોહતા માંગતા.. કેમ એના પપ્પા ને એના જ મોટાભાઈ શાંતિલાલ કે જેણે એમને ખૂબ દગો આપ્યો હતો એની જ દીકરી ની વાત માં આવી ગયા હતા ?
અને બીજી બાજુ નિશા અને આવેલા બધા મહેમાન ખુશ હતા.. નિશા ને તો પોતાના પાસા સવળા પડ્યા ની ખુશી હતી..
નિશા નો એની સાસરી માં ચોથો નંબર હતો... અને કેવલ સૌથી નાનો સાતમા નંબરે હતો.... કુલ 7 ભાઈઓ હતા અને એક બહેન,
આમ તો 8 ભાઈ થાય.. નિશાન સસરા એ પહેલા એક લગ્ન કર્યા હતા જે થકી એક દીકરો હતો... પછી એ પત્ની ગુજરી જતા બીજા લગ્ન કર્યા જેમાં 7 પુત્ર અને એક પુત્રી હતી ... આ પૈકી કેવલ સૌથી નાનો દીકરો હતો... કેવલ થી મોટા બે ભાઈઓ કુંવારા હતા જેમાંથી એક ભાઈ ને તો લગ્ન કરવા જ ન હતા... પણ છઠ્ઠા નંબર ના ભાઈ ના લગ્ન બાકી હોવા છતાં કેવલ માટે નિશાનું દબાણ વધુ હતું... (એની પાછળ નું કારણ કોઈ નોહતું જાણતું... અને જે જાણતા હતા તે કાઈ બોલવા માંગતા ન હતા.. )
બધી તૈયારી થઈ ગઈ હતી. ધીરજલાલ જરૂરી ચીજવસ્તુઓ લઈ આવ્યા હતા.. ધરાના માસી ધરાને તૈયાર કરવા લાગ્યા અને હોલ માં બધાને બેસાડવાની તૈયારી થવા લાગી.. ધરા ને તૈયાર કરી ને બહાર લાવ્યા.. ખુરશી પર બેસાડી.. બાજુ માં કેવલ પણ બેઠો... અને સગાઈ ની વિધિ શરૂ થઈ.
ધરા ના સૌથી મોટા જેઠાણી આવ્યા હતા, એમણે ધરાના હાથ માં સવા રૂપિયો અને શ્રીફળ આપ્યા અને મીઠાઈ નું બોક્સ આપ્યું.. નિશા એ સાડી અને હાથ ની ચૂડી આપી, ધરા ના નણંદ એ નાક ની ચૂક, પગ ના છડા વગેરે પહેરાવ્યા , તો ધીરજલાલે કેવલ ને સૂટ નું કાપડ આપ્યું.. (સવા રૂપિયો નાળિયેર તો ખરું જ) , ધરા ના નણદોઈ ને પણ સુટ નું કાપડ આપ્યું, મોટા જમાઈ (નિશા ના વર) ને , અને ધરા ના મોટા જેઠ ને રોકડા પૈસા નું કવર આપ્યું, ધરા ના સાસુ તો નોહતા છતાં રિવાજ મુજબ સાસુ સાડી આપી જે ધરા ના નણંદ એ રાખી, બાળકો જે આવ્યા હતા એમને પણ ધીરજલાલે કવર જ આપ્યું... અને આમ ઘર ના જ લોકો ની હાજરી માં સાદાઈ થી ધરા ની સગાઈ થઈ ગઈ...
સગાઈ ની વિધિ પત્યા બાદ નિશા એ ધરા ને પોતાની સાથે ભાવનગર લઇ જવાની વાત કરી.. હંસાબેન એ કહ્યું કે ધરા ને સાસરી માં ડ્રેસ પહેરવાના છે ને ? તો નિશા એ કહ્યું લગ્ન પછી મારા ઘરે મારી સાથે જ રહેવાનું છે તો ત્યારે વાંધો નહીં પણ અત્યારે તો સાડી જ પહેરવી પડશે... પણ ધરા પાસે ફકત એક જ બ્લાઉઝ હતું , જેની મેચિંગ સાડી એણે સગાઈ ની વિધિ વખતે પહેરી હતી, તેથી ધરા ને સાથે લઈ જવાની ના નિશા એ જ પાડી... પણ પછી રાજકોટ થી વીરપુર જલારામ બાપા ના મંદિરે લઈ જઇયે એમ ધરા ના નણંદએ કેહતા સૌ માની ગયા અને ધરા ને લઈ ને સૌ વીરપુર પહોંચ્યા...
ધરા ના મમ્મી એ ધરા ને 100 રૂપિયા આપ્યા હતા.. ત્યાં વીરપુર કાઈ જરૂર પડે, કાઈ કેવલ માટે ગિફ્ટ લેવી હોય તો લઈ લેજે એમ કહી ને... (જો કે ધરા ની આવી કોઈ ઇચ્છા નોહતી...) દર્શન કર્યા બાદ સહુ વીરપુર ની બજાર માં ફરવા નીકળ્યા, નિશા આમ તો કેવલ અને ધરા ને એકલા મુકવા માંગતી જ ન હતી... પણ ધરા ના નણંદએ એ બંને ને બીજી બાજુ જવાનું કહ્યું... અને એ લોકો બધા બીજી બાજુ વળ્યાં.. ધરા ના નંણદે જતા પહેલા ધરા ને એક બાજુ બોલાવી ને હાથ માં 100 રૂપિયા આપતા કહ્યું "લે ધરા બેટા રાખ તારી પાસે.. કાઈ લેવું હોય તો કામ લાગશે"... ધરા એ વિવેક સાથે પાછા આપતા કહ્યું કે એની પાસે છે પૈસા.. પણ આ એક નાનકડી ઘટના થી ધરા ના મન માં એના નણંદ માટે માન ઉપજ્યું.. જે કામ નિશા એ કરવું જોઈએ એ કામ ધરા ના નંણદે કર્યું હતું...
બહેન બંને હતી... એક ધરા ની હતી તો એક કેવલ ની હતી... પણ ફરક અહીં ઉડી ને આંખે વળગે એવો દેખાઈ રહ્યો હતો... અને આમાં જ ભવિષ્ય પણ ડોકાઇ રહ્યું હતું જે એ વખતે અબુધ ધરા જોઈ ન શકી..