એક ઇશ્ક એસા ભી (ભાગ ૪)
( આગળના ભાગ ૩ મા જોયુ કે નિશા અને રાજ એકબીજાને ખુબ જ ચાહવા લાગ્યા હતા પણ એકેય આગળ ચાલીને કહેવાની હિંમત કરતા નહોતા નિશા અને રાજ ક્લાસીસ મા પણ લવબર્ડ બની ચુક્યા હતા બધાને એવુ જ લાગતુ કે નિશા અને રાજ જાણે એકબીજા માટે જ બન્યા હોય નિશાના બર્થ ડે ના આગળના દિવસે રાજ નિશા પાસે એક દિવસ પોતાની સાથે રહેવા કહે છે ને નિશા જવાબ મા એક દિવસ તો નહી આપી શકે પરંતુ અડધો દિવસ જરુર થી આપશે એવુ કહે છે ને પ્રિયા અને નિરવ મુલાકાત પણ રાજ જોડે થાય છે )
હવે આગળ.......
રાજ બાઇક લઇને રવાના થાય છે રસ્તામા જ રાજને કઇક યાદ અાવે છે અને ઉભો રહી જાય છે ને નજીક આવેલી સ્ટેશનરીમા જઇને ગીફ્ટ પેક કરવાનો સામાન લઇને ફરી ઘર તરફ રવાના થાય છે
પ્રિયા નિશા અને નિરવ પણ હોસ્ટેલ તરફ જવા નિકળીજાય છે નિરવ પ્રિયા અને નિશા ને હોસ્ટેલ પર છોડીને પોતાની રુમ તરફ જાય છે
નિશા મને લાગે છે કાલે રાજ તને જરુર પ્રપોઝ કરશે અને તો જ તને આખો દિવસ પોતાની સાથે રહેવા કહ્યુ હશે.
યાર હુ પણ એવુ જ ઇચ્છુ છુ કે એ મારી સામે પ્રેમ પ્રસ્તાવ મુકે હવે તો અમે બંને એકબીજાને સારી રીતે સમજી પણ ચુક્યા છીએ.મને ચોક્કસ ખાતરી છે કે એ મને પ્રેમ કરે છે પણ કહેતા ડરે છે
સારુ ચલ હવે આજે સુઇજા કાલે જોઇસુ જે થાય તે મને પણ નિંદર આવે છે લાઇટ ઓફ કર ને સુઇજા કાલે તારો જન્મદિવસ છે તો વહેલા જાગવુ પડશે.
આ બાજુ રાજ પણ નિશાને જે વાત કહી નહોતો શકતો એ વાત પોતાની ડાયરીમા લખીને નિશાન ગીફ્ટ કરવાનો હતો પણ હજુ મનમા થોડાક સવાલો હતા શુ મારી આ ગિફ્ટ નિશાને પસંદ આવશે હુ જેમ ચાહુ છુ નિશા ને શુ નિશા પણ મને અેવી જ રીતે ચાહતી હશે ?
જે થાય તે સારુ જ થાસે હુ મારી વાતો ને એના દિલ સુધી પહોચાડવા પુરતો પ્રયત્ન કરીશ અને જો અે મને સમજતી હશે તો જરુરથી મારી લાગણી સમજી જસે
Hii My Dear Nisha...
ખબર છે નિશા તને આપણી પહેલી મુલાકાત
એ કલાસરુમ એ આગળ પાછળની બેંચીસ
ને તારો ક્લાસીસમા પ્રથમ દિવસ તારા ચહેરા
પર ની એ થોડી થોડી ગભરામણ ને એને
છુપાવવા માટે તારા અથાગ પ્રયત્નો
સમય પસાર થતો ગયો એકબીજાથી અજાણ આપણે બે
એકબીજાને ઓળખતા થયા ને આપણી ફ્રેન્ડ્શીપ થઇ
હા યાદ છે મને મિત્રતા માટે નો હાથ તે લંબાવ્યો હતો ને
હવે મારી જવાબદારી તારા આ હાથને સદાય ને માટે
સાચવવાની હતી હજુ યાદ છે મને તે ફ્રેન્ડશીપ કાર્ડમા
તે એક જ વાક્ય લખેલુ હતુ પણ સચોટ લખેલુ હતુ
WILL YOU BE MY TRUE AND REAL FRIEND ?
ને મારા ચહેરાના હકાર સાથે જ તારા ચહેરા પર
એ મીઠી મુસ્કાન આવી ગઇ હતી બે અજાણી વ્યક્તિ
હવે એકબીજાની ઓળખીતી બની રહી હતી
એ કલાસીસ મા થી છુટા પડીને બહાર ઉભા રહેવુ
ને એકબીજાની મજાક મસ્તી કરવી હવે એ દરરોજ
થઇ રહ્યુ હતુ
તુ પહેલા દિવસે રસ્તા પર જ રડી હતી ખબર છે તને
મારી નાનકડી મજાક ખુબ જ દુખી કરી ગઇ હતી તને
બગીચામા થયેલી ખુબ જ લાંબી વાત
એમા ને એમા થઇ ગઇ હતી દિવસ ની રાત
કદાચ એ જ હતી આપણા બંનેની ખાસ મુલાકાત
હુ હજુય ઇચ્છુ છુ આવી જ વાતો
જેમા નિકળી જાય આખી આખી રાતો
નિશા તુ બોવ જ સારી વ્યક્તિ છો મને ખુબ જ ગમે છે તારી જોડે સમય પસાર કરવો તારી સાથે વાતો કરવી તારા આ માસુમ ચહેરાને જોયા કરવો તારા ગાલ પર પડતા ડીમ્પલમા ખોવાઇ જવુ ગમે છે મને તારા આ ખુલ્લા વાળમા ખોવાઇ જવાનુ તારા ચહેરા પર ની મુસ્કાન જોવી ગમે છે મને
તારી સામે બોલતા ડર લાગે છે પણ હા નિશા
યાર બોવ જ ગમે છે તુ મને
ખુબ જ ચાહુ છુ દિલથી તને
શુ તુ જીવનભર માટે મળીશ મને ?
નિશા આઇ લવ યુ શબ્દ પણ ટુંકો પડે છે મારી લાગણી
વ્યકત કરતા
શબ્દો ખુટે છે તારા વ્યક્તિત્વ ના વખાણ કરતા
નિશા અાઇ લવ યુ સો મચ હુ તારી જોડે કોલેજની પરીક્ષાના છેલ્લા પેપર સુધી નહી પરંતુ લાઇફ ટાઇમ રહેવા ઇચ્છુ છુ તારી સાથે જીવવા ઇચ્છુ છુ આશા રાખુ તુ પણ આવુ જ ઇચ્છતી હોઇસ
લી.
ફક્ત તારો
રાજ
રાજ ડાયરીમા ઘણુબધુ લખે છે ને પછી નિશાના વિચારોમા મગ્ન થઇ જાય છે અને બીજા દિવસની સવાર પડવાની રાહ જોવે છે
સવાર થતા જ નિશાન જન્મદિવસની શુભકામનાઓ મળવાનુ શરુ થઇ જાય છે બધી સખી સહેલીઓ નિશાને હેપ્પી બર્થ ડે વીશ કરે છે પણ નિશાને તો ફક્ત રાજને મળવાની ઉતાવળ હતી કયારે રાજ મળે અને મને શુ ગીફ્ટ આપે અને આવુ જ થાય જયારે કોઇ જોડે પ્રેમ થઇ જાય પ્રેમી સિવાય બધી ચીજવસ્તુઓ તુચ્છ લાગવા લાગે નિશાને પણ આવુજ કાઇક થયુ હતુ નિશાને સહેલીઓએ આપેલી ગીફ્ટમા ખુશી હતી પરંતુ સાચી ખુશી તો રાજ તરફથી જે ગીફ્ટ મળવાની હતી એનાથી થવાની હતી
નિશા વારેવારે ઘડીયાળ સામે જોઇ રહી હતી ઘડીયાળના કાંટા આજે નિશાને દિલમા ખુચી રહયા હોય એવુ લાગી રહ્યુ હતુ નિશા ને એક મિનિટ હવે એક કલાક જેવી લાગી રહી હતી.
નિશા અને બધી બહેનપણીઓએ બપોરે બહાર હોટેલમા જમવા જવાનુ નક્કી કર્યુ જેનો બધો ખર્ચ નિશાને આપવાનો હતો આમેય આજે રવીવાર હતો એટલે બધાને બહાર જવામા કોઇ મુશ્કેલી નહોતી
રાજ પણ પોતાની ડાયરીમા જેટલુ લખી શકાય એટલુ લખવા ઇચ્છતો જેથી નિશા સારી રીતે સમજી શકે નિશા માટે રાજે એક સુંદર ડાયરીનુ સર્જન કર્યુ અને એના પર સારો એવો શણગાર કર્યો
નિશા અને તેની બહેનપણીઓ હોટેલમા જઇને શુ ઓર્ડર કરવુ એ ડીશકસન કરે છે અને છેવટે બધા પીઝા ખાવાનુ નક્કી કરે છે નિશાને પણ ગમતુ હતુ આ બહાને ટાઇમ તો પસાર થઇ રહ્યો હતો
જેમ તેમ કરીને નિશા ટાઇમ કાઢવાનો પ્રયાસ કરે છે આજે નિશાનો ટાઇમ જાણે રોકાઇ ગયો હોય એવુ લાગતુ હતુ આજે નિશાને પ્રેમમા ઇંતઝાર શુ કહેવાય એની જાણ થઇ રહી હતી
બધા મિત્રો જમીને હોસ્ટેલ પાછા જાય છે નિશા હોસ્ટેલ આવીને તરત ફ્રેશ થાય છે
નિશા આજે રાજને ગમતા બ્લેક કલરનુ ટી-શર્ટ અને બ્લેક જીન્સ પહેર છે વાળ એકદમ મસ્ત ખુલ્લા રાખે છે આંખ પર લાઇનર થી મસ્ત કાજલ કરે છે કપાળ પર નાની એવી બ્લેક કલરની જ બિંદી લગાવે છે નિશા પોતાના લીપ્સ પીંક કલરની લીપસ્ટીક થી વધારે ઘટ્ટ બનાવે છે નિશા અાજે જાણે એક મોડેલ ફોટોશુટ કરાવવા તૈયાર થતી હોય એમ જ તૈયાર થઇ હતી
નિશાને રાહ હતી તો હવે ફ્કત તો ઘડીયાળનો નાનો કાંટો ત્રણ પર કયારે પહોચે અને કયારે રાજને મળવા જાય બધી બહેનપણીઓ નિશાની મજાક કરી રહી હતી નિશાને પણ હવે આ મજાક પસંદ આવતી ત્રણ વાગ્યા ની સાથે જ નિશા હોસ્ટેલ થી નીકડે છે
પહેલી વખત જે જગ્યાએ રાજ અને નિશા મળ્યા હતા એ જગ્યાએ નિશા પહોચે છે પરંતુ રાજ કયાય નજર નથી આવતો હવે નિશાથી વધારે ઇંતઝાર નહોતો થઇ રહ્યો પાંચેક મિનિટ પછી રાજ ત્યા પહોચે છે
સોરી નિશા લેટ થઇ ગયુ રાજકોટના ટ્રાફિક ની તો તને ખબર જ છે ટ્રાફિક મા ફસાઇ ગયો હતો
જાવ ને હવે ટ્રાફિક વાળા થાવ છો રાજકોટમા ને વળી બપોરના ત્રણ વાગે ટ્રાફિક? બહાનુ તો કાઇ સારુ બનાવો યાર સાવ નાના છોકરા જેવુ કરો છો
બાય ધ વે હેપ્પી બર્થ ડે નિશા લેટ એટલા માટે થયુ કે હુ તારા માટે ચોકલેટ લેવા ગયો હતો પાગલ લે તારી ફેવરેટ ચોકલેટ
ઓહહ રાજ થેંકયુ સો મચ તમને કેવી રીતે ખબર પડી મને આ ચોકલેટ ભાવે છે હે
ચાર મહીનાથી તારી સાથે છુ પાગલ એટલુ તો હવે સમજી ગયો હોય ને તારી પસંદ નાપસંદ બધુ
હવે અહીં જ ઉભા રહેશુ કે કાઇ જશુ પણ નિશાએ મજાક કરતા કહ્યું
ચલો ને મેડમ તમારો આ સેવક તમારી સેવામા હાજર છે ??
બસ હો હવે બોવ મજાક નહી ચલો આપણે પેલા ગાર્ડન મા જઇએ જયા આપણે પહેલીવાર ગયા હતા ત્યાં જ
રાજ અને નિશા ચાલીને ગાર્ડન તરફ જવા નીકળે છે ઘણીબધી વાતો કરતા એકબીજાની મજાક મસ્તી કરતા કયારેક કયારેક રાજનો હાથ નિશા સાથે અથડાતો હતો
નિશા હિંમત કરીને રાજનો હાથ પોતાના હાથમા બીડાવી દે છે જેમ કપલ એકબીજાના હાથમા હાથ પરોવીને જતા હોય એમ નિશા અને રાજ એકબીજાના હાથમા હાથ પરોવીને ચાલી રહ્યા હતા
નિશા અને રાજની નજર એકબીજાને મળતી કયારેક રાજ ની નજર શરમથી નીચે નમી જતી તો કયારેક નીશાની નજર જુકી જતી
બગીચામા પહોચીને રાજ અને નિશા લોન મા બેસે છે નિશા રાજના એકદમ નજીક બેઠી હતી જાણે કે લવર જ હોય અને હતા પણ ખરા બસ ખાલી એકબીજાની મંજૂરી લેવાની બાકી હતી
નીશાએ રાજ નો હાથ હજુ પકડી રાખ્યો હતો અને ખભા પર પોતાનુ મસ્તક ઢાળી દીધુ હતુ નિશા ના ખુલ્લા વાળ કયારેક રાજના ચહેરા પર આવી જતા ને રાજના દિલમા ધબકાર વધી જતા હતા.
નિશા કયા સુધી આમ જ બેસી રહીશ કાંઇક તો બોલ પાગલ રાજે નિશાને કહ્યુ
ના રાજ બસ તારા જોડે આમ જ વળગીને બેસી રહવુ છે મારે તારો હાથ આમ જ પકડી રાખવો છે ને તારા ખભા પર માથુ રાખીને સુઇ જવુ છે મારે રાજ
ઓહહ મને અેવુ કેમ લાગે છે મેડમ ને પ્રેમ થઇ ગયો છે કોઇના જોડે રાજે મજાક કરતા કહ્યુ
હા તો થઇ જ ગયો છે પ્યાર બસ સામેથી ગ્રીન સિગ્નલની રાહ જોવ છુ નિશાએ કહ્યુ
ઓહહ કોણ છે એ ભાગ્યશાળી વ્યક્તિ જેના નસીબમા આ ચાંદ છુપાઇ રહ્યો છે
આવી જ પ્રેમની વાતો કરતા કરતા સાંજ પડી જાય છે બંને એકબીજાની વાતોનો મતલબ સમજી રહ્યા હતા પણ કોણ સામેથી સરેંડર કરે એની રાહ જોઇ રહ્યા હતા
નિશા હવે અહી જ બેસી રહીશ કે પછી મને પાર્ટી પણ આપીશ ? મે બપોરે કાઇ નહી જમ્યુ વિચાર્યુ તુ કે સાંજે બંને ટાઇમનુ ભેગુ જમી લઇશ રાજે મજાક કરતા કહ્યુ
હા ચલને તો એમા શુ કયા જવુ છે જમવા બોલ કઇ હોટેલમા જવુ છે રાજ ? હા પણ પછી મને મારી ગીફ્ટ જોવે હો તો જ લઇ જાવ જમવા ??
હા હો તને ગીફ્ટની ભારે ચિંતા થાય છે કા ચલ જઇએ હોટેલ મા મે પહેલાથી જ ટેબલ બુક કરાઇને રાખ્યુ છે પાગલ રાજે કહ્યુ
to be continued.......
વધારાનુ આવતા અંકે ( ભાગ ૫ ) મા
હવે આગળ શુ થશે તમે કલ્પના કરી શકો છો ?
તમારા પ્રતિભાવ જરુર થી જણાવજો
તમારા પ્રતિભાવ ની રાહ રહેશે
લી.
પરિમલ પરમાર
instagram :- parimal_1432
whatsapp :- 9558216815