e saune kaheto fare che in Gujarati Spiritual Stories by Kanha books and stories PDF | એ સૌ ને કહેતો ફરે છે

The Author
Featured Books
Categories
Share

એ સૌ ને કહેતો ફરે છે

"એ સૌ ને કહેતો ફરે છે"......

માધવ ની તો શું વાતો કરવી?કદાચ એનાં અસ્તિત્વ નું વર્ણન ખરેખર અશક્ય જ છે.અને,એની વાતો કરતાં તો આપણાં જીવનની પૂર્ણાહુતિ થઈ જાય પણ એની વાતો તો અનંત છે.એના વિશે કાયમ અસંમજસ અને શંકાઓ નાં તીર જ મનુષ્યો દ્વારા છૂટતાં આવ્યા છે પણ, આપણાં દરેક સવાલનો જવાબ એનું જીવન છે અને એની એક એક ઘટના છે.

માનવ નેં માનવતા નાં પાઠ ભણાવવા એણે જે સહન કર્યું છે એતો આપણી વિચારધારા થી પણ પરે છે.પણ આપણને માણસોને એનાં પર આરોપ મૂકી આપણાં કર્તવ્યો થી હટી જવાની આદત પડી ગઈ છે.

સૌનાં મોઢે ઘણીવાર સાંભળ્યું છે કે,

**************************
"કૃષ્ણ કાંઈ પણ કરે લીલા
અને આપણે કરીએ તે પાપ"
***************************

પણ, હકિકત માં એવું છે કે,

***************************
"કૃષ્ણ કરે લીલા,
અને આપણે કરીએ તે કર્મ."
****************************

કૃષ્ણ પરનાં અવનવાં આરોપો નું સમાધાન લઈ નેં કદાચ કૃષ્ણ પોતેજ આપણી સમક્ષ એમનાં પર નાં આરોપો નેં દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે અવનવાં અલૌકિક પ્રસંગો દ્વારા હું દર્શાવવા નો એક પ્રયાસ કરીશ.

એટલે આપણને એમ ક્યારેય નાં લાગે કે

"(મારો માધવ ) સૌને (અમથું)કહેતો ફરે છે...."

********************************************
"માધવના અસ્તિત્વ નેં દર્શાવવા કોઈ પ્રમાણ ની જરુર નથી,
કેમકે એની લીલાઓ ની ખરી સમજણ કદાચ કોઈનેય નથી."
*********************************************

પ્રસંગ-૧

રોજ કાનાને મળતી ગોપીઓ નેં કાના ની એવી આદત પડી હતી કે એને જોયા વગર ગોપીઓ ની એક એક પળ અધૂરી હતી.કાનાની વાંસળી નાં સૂર નેં સાંભળી ગોપીઓ ભાન ભૂલી જતી અને ઘરબાર , કામકાજ છોડી કાનાને મળવા દોડી જતી.

એકવાર કાનો ના દેખાવાથી બેબાકળી બનેલી ગોપીઓ સીધી યશોદા મૈયા પાસે કાનાની ભાળ કાઢવા ગઈ.ત્યારે માં યશોદાએ કહ્યું ,"કાના ના ગુરુજી યમુનાજી ની પેલે પાર એક કુટીર માં પધાર્યા છે,અને કાનો એમને દંડવત્ કરવા ગયો છે."

બીજા દિવસે ગોપીઓ જ્યારે કાનાને મળી ત્યારે,કાના ને પૂછ્યું, હેં કાના શું તારાં ગુરુજી નેં શું અમે દંડવત્ કરવા જઈ શકીએ?

કાનો કહે કેમ નહીં ચોક્કસ જાવ.બધી ગોપીઓ ભેગી મળી ગુરુજી પાસે જવાનું નક્કી કર્યું.પણ જવાનું હતું યમુનાજી ની પેલે પાર અને યમુનાજી એકદમ આવેગ માં બંને કાંઠે વહી રહ્યા હતા.ગોપીઓ કાના પાસે પાછી આવી અને કાના ને કહેવા લાગી "હે વ્હાલા અમને યમુનાજી પાર કરવા રસ્તો કરાવી આપને?"

ત્યારે કાનાને કીધું, યમુનાજી નેં જઈને વિનંતી કરો કે,

" અમારો લાલો‌ જો બાલ બ્રહ્મચારી હોય તો યમુનાજી માં આપોઆપ રસ્તો થઈ જાય."

ગોપીઓ મનમાં વિચારવા લાગી દિવસ-રાત અમારી સાથે હરતો ફરતો ,રાસ રમતો અને વળી શાનો બાલબ્રહ્મચારી?

છતાં પણ ગોપીઓ એ જઈ યમુનાજી નેં વિનંતી કરી,જો અમારો કાનો બાલ બ્રહ્મચારી હોય તો અમને સામે પાર જવાનો રસ્તો મળી જાય.અને ખરેખર યમુનાજી એ સામે પાર જવાનો રસ્તો કરી આપ્યો.

ગોપીઓ ગુરુજી સાંદીપનિ ઋષિ ને મળી દંડવત્ કરી ભોગ અને ફળફળાદી ધરાવ્યા.ગુરુજી એ ભોગ આરોગ્યો.પછી ગોપીઓ એ ગુરુજી નેં વિનંતી કરી, ગઈ વખતે તો કાનાએ અમને રસ્તો કરાવી આપ્યો હતો આ વખતે તમેં રસ્તો કરાવી આપો.

ત્યારે ગુરુજી એ કહ્યું યમુનાજી નેં જઈને કહો કે ,

"ગુરુજી જો આજીવન નિરાહારી હોય તો‌ યમુનાજી માં રસ્તો થઈ જાય."

ગોપીઓ મનમાં વિચારવા લાગી કે હમણાં તો ગુરુજી આટલો બધો ભોગ અમારી સામે આરોગ્યો ને શેનાં નિરાહારી?

અને ખરેખર ગોપીઓ એ યમુનાજી નેં વિનંતી કરી કે"ગુરુજી જો આજીવન નિરાહારી હોય તો યમુનાજી મા રસ્તો થઈ જાય".અને,ખરેખર રસ્તો થઈ ગયો.

આ ઘટના નું રહસ્ય જાણવા મનમાં બબડાટ કરતી બધી ગોપીઓ કાના પાસે આવી અને સવાલોની છડી વરસાવી.

શું હશે ગોપીઓ નાં સવાલો?
અને શું હશે કાના ના જવાબો?

લઈને જલ્દી મળીએ.
ત્યાં સુધી,

સ્વસ્થ રહો.
મસ્ત રહો.
વ્યસ્ત રહો.
હસતાં રહો.

અને સદાય ગાતાં રહો,

Krishna My Love
Krishna My Heart
Krishna s Flute my real life.

રાધે રાધે

જય શ્રી કૃષ્ણ

મીસ.મીરા.