Vaagovani in Gujarati Short Stories by Rajendra Solanki books and stories PDF | વાગોવણી

Featured Books
Categories
Share

વાગોવણી

"વગોવણી"

વગોવણી.
-------------------------
મહાદેવ ગેટ ની બહાર હમીસર તળાવની સામે નિવૃત્તિ ઓટલા તરીકે ઓળખાતી જગ્યાએ નિવૃત્ત વૃધ્ધઓની ટોળકી ગપસપ કરતી બેઠી હતી
હમીરસર લેકનું છલકાતું સૌંદર્ય અને તેમાંથી આવતી ઠંડી લહેરોએ વાતાવરણ ખુશનુમા બનાવ્યું હતું.પરંતુ આ ટોળકી ના નિવૃતો પર તેની કોઈ અસર જણાતી નહોતી.
એનું કારણ આજનો ચર્ચાનો વિષય જ એવો નીકળ્યો હતો.જેન્તીભાઈ કે જેની ઉંમર સિત્તેરની આસપાસ હશે એણે ચશ્માં ઉતારી પોતાની આંખો લૂછી.બાજુમાં બેઠેલા તેના મિત્રોએ સાંત્વના આપી.બધાયનો સુર એકજ હતો કે આપણું આપણાજ ઘરમાં કંઈ માનપાન જ નથી.
છોકરાઓ નોકરી ધંધામાં ડૂબેલા હોય,વહુઓના હાથમાં ઘરની જવાબદારીઓ હોય એમાં વડીલોની ક્યાં કોઈ સંભાળ રાખે!.
જેન્તીભાઈ તેમના દિકરાઓની વહુઓના તીખા તેવર વિષે વાત કરી રહ્યા હતા.
આપતા કહ્યું,"જેન્તી, આપણી ઉંમર થઈ, આપણને કોઈ વધારે અપેક્ષાઓ ન રાખવી જોઈએ.આ
આપણી અપેક્ષાઓ જ આપણને દુઃખી કરે છે."

પ્રાણલાલભાઈ વચમાં બોલ્યા,"અરે, રશ્મિ કોઈ અપેક્ષા નથી રાખતો પણ,સવારે ચા નાસ્તો
બપોરે જમવાનું અને રાત્રે વાળુ તો જોઈએ 'ને કે નહીં ? છો 'ને આપણી પસંદ નું ન પણ હોય."

રશ્મિભાઈ ને કાંઇ બોલવાનું સૂઝ્યું નહીં, તેને જોઈ જેન્તીભાઈએ કહ્યું,"છોકરાઓ વહુઓ સૌ પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય,આપણું તો કંઈ સાંભળે જ ક્યાં ! બિચાળા નાના પોત્રાઓ મારા રૂમમાં વાર્તા સાંભળવા આવે તો વહુ છણકો કરીને હોમવર્ક કરવા લઈ જાય,આવા હોમવર્ક હોય!"

રમણીકભાઈએ કહ્યું,"એતો ઠીક આ જમાના
પ્રમાણે હોમવર્ક હોય,પણ ચારેક વાગ્યે.ચા પીધી હોય અને આવા વરસાદી માહોલમાં બીજીવાર પીવાની ઈચ્છા થાય તો છણકા કરીને ચા આવે."

જેન્તીભાઈએ કહ્યું,"મારી તો રૂટીન દવા જ પંદરસોની થાય છે.તે પણ કકળાટ થી આવે.એવું નથી કે પૈસાની અછત છે,પણ દાનત જ ખોટી."

રશ્મિભાઈ મનમાં વિચારતા રહ્યા કે મને જો આવી તકલીફ હોય તો હું જીવી જ ન શકું. આ લોકો ખરેખર દુઃખી કહેવાય.આવું હોય,!
જેન્તીભાઈએ રશ્મિભાઈ સામે જોઈ કહ્યું,"એ હિસાબે તું લકી છો રશ્મિ.તને એક દીકરો વહુ બે પોત્રાઓ. અને દીકરા વહુ નો સ્વભાવ પણ કેવો સરસ ! તારે ઘેર આવીએ ત્યારે વહુ નિમુ તો ચા નાસ્તા વગર જવાજ ન 'દે
અને આવજો આવજો કરીને ઓછી થાય."

રમણિકભાઈએ વાત આગળ લઈ જતા કહ્યું,"અને તારો નિખિલ.! કાર લઈને જતો હોય અને જોઈ જાય તો તરત કાર ઉભી રાખી પૂછે.
રમુકાકા ઘેર જવું હોય તો મુકતો જઉં."

વાતો નો આખો વિષય જ બદલી ગયો.અને ત્રણે મિત્રો રશ્મિભાઈના છોકરા વહુના વખાણ કરવા લાગી ગયા.હવે રશ્મિભાઈને ઉચાટ થયો
આ લોકોને શું કહેવું.!અને બોલ્યા.
"એવું હોય તો ભયો ભયો પણ ડુંગર દૂરથી રળિયામણા ભાઈ, માંયલા ગુણ મહાદેવ જાણે."
ત્રણેય મિત્રો અવાક થઈ ગયા .હમેશા દીકરા વહુ ના વખાણ કરતા રશ્મિ ને શું દુઃખ હશે.!કંઇક તો ગરબડ છે જ .સૌ ને ચૂપ જોઈ ને રશ્મિભાઈએ આગળ કહ્યું,"આતો ગાલે થપડ મારી ને મોં લાલ રાખું છું, બાકી તો ઉપર વાળો
બધું જુવે છે જ."
અને આવીરીતે આઠેક દિવસ સુધી ચર્ચાઓ ચાલી. રશ્મિભાઈ ના ત્રણેય મિત્રો ને દુઃખ થયું કે, આ પણ આપણી જેમ સમદુખીઓ જ છે.
એને પણ હૂંફ ની જરૂર છે.
ત્રણેય મિત્રોનો સુર એક હતો,કે તું કહેતો હોય તો અમારામાંથી કોઈ એક નિખિલ અને નિમુવહુને સમજાવવા આવીએ કે,.....અને આમ બને ડાહ્યા છે .સમજી જશે.અને કહીએ કે આ રશ્મિએ તમારી પાછળ ઘણો ભોગ આપ્યો છે.જરૂર પડે તો અમે થોડા.કડક શબ્દો માં પણ કહી શકીએ.

પણ રશ્મિભાઈએ ચોખી ના પાડી કે" એવું કરશો તો પછી સાંભળવાનું મારે જ આવશે.
અને એના કરતાં નવ બોલ્યા માં નવ.ગુણ."

આમ છતાં રમણિકભાઈ અને તેમના પત્નિ સવિતાબેન બને બે ત્રણ 'દી પછી સવારે અગિયારેક વાગે રશ્મિભાઈને ઘેર પહોંચી જ
ગયા.નિખિલની વહુ નિમુએ બને ને મીઠો આવકાર આપ્યો."આવો આવો રમુકાકા ,આવો
કાકી."

બને સોફા પર ગોઠવાયા.નિમુ તરત પાણીના
ગ્લાસ લઈ આવી સસ્મિત સ્વરે કહ્યું,"બાપુજી
તો આજ જેન્તીકાકા જોડે મોર્નિંગ શો માં પિક્ચર જોવા ગયા છે.હું ચા નાસ્તો લઈ આવું."

બંનેએ હા ના કરતા ચા નાસ્તો કર્યો.અને બંનેએ કહ્યું,"બેટા માઠું ન લગાડે.તો એક વાત કહેવી છે."

બંનેએ સમજાવટ ના સુરમાં અને થોડો
ઠપકારૂપી અવાજ મા નિમુ ને સમજાવી.અને
કહ્યું,"આતો ઘરજેવી જ વાત છે એટલે કરી.
અને બેટા તું 'તો સમજુ છો .નિખિલને પણ
સમજાવજે.

નિમુ અચંબામાં પડી ગઈ પણ તે ઠરેલ સ્વભાવની સ્ત્રી હતી."હવેથી એવું નહીં થાય,
કોઈ ફરિયાદ નહીં રહે ,એવા મીઠા શબ્દો વાપરી બંનેને આવજો હો ,આવજો હો, હવે આવો તો ટાઈમ લઈને આવજો, જમવાનું અહીંજ રાખજો".એમ કહી બંનેને વિદાય આપી.
નિમુ વિચારે ચડી ,બાપુજી બહાર સૌને આવી વાતો કરે છે ! હું અને એ તો તેના પડ્યા બોલ ઝીલીએ છીએ.બને છોકરાઓ તો દાદા દાદા કહીને અડધા થઈ જાય છે.

મારી માં તુલ્ય સાસુમા ના અવસાન બાદ બાપુજીને થોડુકએ ઓછું નથી આવવા દીધું.
પાણી માંગે ત્યાં દૂધ આપવા જેવું રાખું છું.અને
તેમ છતાં ! મને તો લાગે છે આ રમુકાકા અને
કાકી ને કોઈ બીજાલોકોએ જ મોકલ્યા લાગે છે.બાપુજીતો.આવું બધું ન જ કહે.

અને આગળ વિચાર કર્યો કે આ બાબતે બાપુજીને તો કંઈ કહેવું જ નથી .નિખિલને
વાત કરું ? તે કંઈ નકી ન કરી શકી.પણ મનમાં
દુઃખી થઈ.તેણે વિચાર્યું જરૂર બાપુજીને કંઈક
તકલીફ પડતી હશે , હવેથી વધારે સંભાળ રાખીશ.

તેણે રસોડામાં જઈ રસોઈ બનાવવાની ચાલુ કરી.નિખિલ તો સવારે જાય તે મોડી સાંજે ઘેર આવે.બાપુજી પણ બને છોકરાઓ સ્કૂલેથી આવે પછી સાથે જ જમવા બેસે.

બાપુજી બપોરે ઘેર આવ્યા ત્યાં છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા.નિમુએ બને ને કહ્યું,
"ચાલો હાથ પગ મોઢું ધોઈ લો તો જમવાનું પીરશું. બાપુજી પણ આજ વહેલા બહાર ગયા
હતા તો તેમને પણ ભૂખ લાગી હશે."

અને ત્રણેય ને જમવાનું પીરસ્યું અને ગરમ
ગરમ રોટલી ઉતારવા માંડી. રશ્મિભાઈએ કહ્યું,
"નિમુબેટા તમે પણ સાથે બેસી જતા હો 'તો
પહેલા રોટલી કરી લેવાની જરૂર હતી."

"કંઈ વાંધો નહીં બાપુજી તમને ગરમ રોટલી ફાવે છે.અને હું પણ હમણાંજ બેસું છું."
"એતો ઠીક પણ તમે રોજ ખોટી તકલીફ લો છો." અને દિપુ સામે જોઈ કહ્યું,"દિપુ, આજ તો હું મારા ભાઈબંધ સાથે પિક્ચર જોવા ગયો હતો."
"એ દાદા ચિટિંગ કરી 'ને મારે પણ આવવું હતું."કહી મોઢું બગાડ્યું.મોટા એ કહ્યું,"દાદા તો
એના જમાનાની જૂની ફિલ્મ જોવા ગયા હશે નહીં !દાદા."

"હા બેટા"ઉપકાર" અમારા જમાનાનું બેસ્ટ
પિક્ચર હતું ." ત્યાં નિમુએ કહ્યું,"બાપુજી આજ
સવારે રમુકાકા અને કાકી આવ્યા હતા."
"ઓહો અને આજે જ મારે પિક્ચર જોવા જવાનું થયું.શું કહેતા હતા.કંઈ કામ હતું.!"
"કંઈ નહીં આ બાજુ નીકળ્યા હશે એટલે આવ્યા.મેં ચા નાસ્તો આપ્યો.થોડીવાર બેઠા પછી ગયા."
"સારું સારું."
નિમુ તીરછી નજરે બાપુજી સામે જોતી હતી.
પણ બાપુજી તો રોજની જેમ નોર્મલ દેખાયા.

સાંજે રશ્મિભાઈ ઓટલે બેસવા ગયા.અને મિત્રો સાથે ગપા મારતા હતા ત્યાં રમણિકભાઈ
બોલ્યા,"યાર રશ્મિ તું અને જેન્તી એકલા એકલા પિક્ચર જોઈ આવ્યા."

રશ્મિભાઈએ હસીને કહ્યું,"યાર મારે ઉપકાર
જોવું હતું ,અને જેન્તીનો ફોન આવ્યો ,અને સમય નહોતો કે તને બોલાવીએ.પણ તને કેમ ખબર પડી.!"

"અમે બે માણસ તારે ઘેર આવ્યા હતા."
"ઓહ હા નિમુ એ કહ્યું હશે."
"હા". અને કોઈ મોટું કામ કરી આવ્યા હોય એમ કહ્યું,"મૂળ તો તારા માટે ગયા હતા. નિમુવહુને થોડો ઠપકો આપ્યો.અને કહ્યું હવેથી
રશ્મિની કોઈ ફરિયાદ ન આવવી જોઈએ.એતો
બચાડી રોવા જેવી થઈ ગઈ.અને કહ્યું રમુકાકા
હવેથી ખ્યાલ રાખીશ."
અને એવીરીતે પોતે પતિ-પત્નીએ નિમુને કેમ સમજાવી ! એનું વર્ણન કર્યું. રશ્મિકાંતની
દશા તો એવી થઈ કે કાપો તો લોહી ન નીકળે.
તે હા હું કરતા રહ્યા પણ મન મુંજાતુ હતું.તે ઘેર
પહોંચી પોતાના રૂમમાં જ ભરાઈ બેઠા.

વિમુ બિચારી બે ત્રણ વાર આવી પુછા કરી
ગઈ કે," કંઈ જોઈએ બાપુજી."
દિપુ અને નાનો આવ્યા એમાં પણ રસ ન.લીધો.
સાંજે નિખિલ આવ્યો ત્યારે બાપુજીને ડ્રોઈંગ
રૂમમાં ન જોતા સીધો તેના રૂમમાં આવી પુછા
કરી ,"બાપુજી તબિયત તો સારી છે,'ને !
"હા બેટા સારી છે,તું આજ વહેલો આવ્યો."
"હા બાપુજી થોડો ફ્રેશ થઈ આવું." કહી તે બહાર ગયો.ફ્રેશ થઈ તે બેડરૂમમાં વાળ ઓળતો હતો ત્યાં નિમુ આવી.તે હસીને નજીક આવી.અને કહ્યું,"એક વાત કહું."

અને ધીમા અવાજમાં તેણે રમુકાકા અને સવિતા કાકી આવ્યા હતા અને શું શું કહી ગયા
તે વાત હળવેક થી કહી,અને વિસ્મય થી જોઈ
રહી.પણ સંસ્કારવશ બને ને લાગ્યું કે જરૂર આપણું વર્તન બાપુજીને નહીં ગમતું હોય.હવેથી
વિશેષ કાળજી લઈશું.

રાત્રે રશ્મિકાંતને જમવાની જરાય ઈચ્છા ન થઈ તોયે નિખિલ નિમુ ના પ્રેમાળ આગ્રહ ને લીધે થોડી દાળ ઢોકડી ખાઈ પોતાના રૂમમાં જતા રહ્યા.તેનું મન મુંજાતુ હતું.અપરાધ ભાવ
અને ગ્લાનિ થકી તેનું મન આડુ થઈ ગયું.

રોજ ડ્રોઈંગરૂમમાં બેસતા અને બાળકો સાથે
મસ્તી કરતા બાપુજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા
એ જોઈ નિમુ નિખિલને દુઃખ થયું.શું થયું હશે !
ના વિચારો સાથે બને બાપુજીના રૂમમાં આવ્યા.

આરામખુરશી પર બેઠેલા બાપુજીના પગ પાસે તે બેસી ગયો.અને તેના પગ દબાવવા લાગ્યો.તે ઘણીવાર આમ પગ દબાવતો.પણ
આજ .!
"અરે રહેવા 'દે બેટા."કહી રશ્મિકાંતે ચશ્માં
ઉતારી આંખો લૂછી.નિખિલ જોતો જ રહી ગયો
અને પૂછ્યું,"બાપુજી કેમ આજ ઉદાસ દેખાઓ
છો .તબિયત...?" ત્યાંતો રશ્મિકાંત ચશ્માં ઉતારી છૂટ થી રડી પડ્યા .નિમુ જે દરવાજે ઉભી હતી તે તરત પાણી નો ગ્લાસ ભરી લાવી.

"મને કંઈ નથી થયું , મારી મતિ ભમી ગઈ છે.નિમુવહુ તમે પણ બેસો."
નિમુ ત્યાંજ નિખીલની બાજુમાં બેસી પાણીનો
ગ્લાસ બાપુજીને આપ્યો.પાણી નો એક ઘૂંટ પી
કહ્યું,.

"આજ આઠ દસ દિવસથી મારા મિત્રો પાસે હું તમો બને ને ખૂબ ભાંડુ છું.મને તમે બને
માફ કરો, મારાથી બહુ મોટી ભૂલ થઈ."
બને બાપુજીની સામેજ જોતા રહ્યા.બંનેએ
કદી બાપુજીની આંખોમાં આંસુ જોયા નહોતા.
અને આમ ઢીલા થતા પણ નહોતા જોયા.
રશ્મિકાંતે આગળ ચલાવ્યું.

"દી માં દસવાર બાળકની જેમ મારી પુછા કરતી વિમુ ને મેં વગોવી.પાણી માંગુ ત્યાં દૂધ
આપે,પણ આતો વગર માંગે મારી જરૂરિયાતો
પુરી કરે.પોતે ઠંડુ ખાઈ મને ગરમ જમાડે.અને હમેશા મારી પસંદ ની જ રસોઈ બનાવે એને મેં
વગોવી.!"
"સાંજે બહાર જઉં ત્યારે પૂછી લે, "બાપુજી રાત્રે શું જમશો !શું બનાવું.. એવી અન્નપૂર્ણા વિશે હું કેવું વિચિત્ર બોલ્યો. "
"દીકરી ની જેમ મારા રૂમની સ્વચ્છતા રાખે
મારા કપડાં ચશ્માં મોબાઈલ કે મને જોઈતી વસ્તુઓ એવી સફાઈથી મૂકે કે રાત્રે અંધારામાં
પણ મને ગોતવી ન પડે.એવી દીકરી જેવી વહુ વિશે હું કેવું ખોટું બોલ્યો.!"

નિકીલ નિમુતો સ્તબ્ધ થઈ જોતા રહ્યા.

"અને નિખિલ તું ! રોજ જતી વખતે મારા
રૂમમાં આવીને પગે લાગી પૂછે છે કે બાપુજી
કંઈ કામ છે ? કંઈ લાવવું છે.એવા તને મેં મારા
મિત્રો પાસે ખોટો ચિતર્યો."

"મારા માટે મારી પસંદના પુસ્તકો લાવી આપે છે.તું મારુ કેટલું ધ્યાન રાખશ. એકવારતો
ચશ્માં તૂટી ગયા કે તરત બે જોડી બનાવી આપ્યા કે કોઈવાર તૂટી જાય તો તરત કામ લાગે. તમે બને મારી જરૂરિયાતો કરતા પણ વધારે ધ્યાન રાખો છો."

"અને આ નિમુ તો હું છોકરો હોઉં એવી સંભાળ રાખે. અને તમારા બને વિશે હું કેવું બોલ્યો.!આ વાતથી તારી મૃત બા ને કેવું દુઃખ
થયું હશે.!હું ક્યા ભવે છૂટીશ આ પાપથી.!"

વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ .નિખિલ
અને નિમુએ ભીની આંખે એકબીજા સામે જોયું.અને એઓને.થોડી રાહત પણ થઈ કે,
હકીકતમાં બાપુજીને કોઈ દુઃખ કે તકલીફ નથી.
પણ મનમાં ધૂમરાતો પ્રશ્ન એ હતો કે.'તો પછી
બાપુજીએ તેઓના મિત્રો પાસે કેમ આવું કહ્યું.

"તમને બંનેને નવાઈ લાગે છે 'ને કે મેં આવું કેમ કર્યું હશે."
"જવાદો 'ને બાપુજી અમારે કંઈ નથી સાંભળવું ,તમે સંતુષ્ટ હો તો અમારે મન બધું આવી ગયું."નિમુએ હળવેકથી કહયું.

"નિમુ, બેટા નિખિલ મારા દરેક મિત્રો સક્ષમ
હોવા છતાં ઘરના બહુ દુઃખી છે.કોઈને દીકરાની
તો કોઈને વહુની.રોજ છણકા ભણકા ,ખાવાના
સમયના કોઈ ઠેકાણા નહીં. નાની નાની વાતોમાં
સૌને બોલવાનું થાય.ઝગડાઓના પાર નહીં. અને એ વાતો અમારી વચ્ચે.રોજ ચર્ચાય.હું તો
તમારા બંનેના વખાણ જ કરું."

" પણ મને એક જાતનો ડર લાગ્યો કે,મારા સુખની વાતોથી અને તમારા બંનેના વખાણથી
તમારા બને પર કોઈની નઝર તો નહીં લાગી જાય.એટલે હું પણ તેઓની જેમ દીકરા વહુ ને
વગોવવા લાગ્યો. "

રશ્મિકાંતે ફરી આંખો લૂછી કહ્યું,"મારી તો
પ્રભુ પાસે એવી પ્રાર્થના છે કે સૌને તમારા જેવા
દીકરા વહુ મળે અને મને તો જન્મોજન્મ."
નિખિલે કહ્યું, "ઓહો બાપુજી ડોન્ટવરી ,તમે તો અમને આવી જુનવાણી વાતોમાં વિશ્વાસ ન રાખો એવું શીખવનારા અને તમે.!"

ત્યાં દિપુ એ અંદર આવી કહ્યું "પપ્પા ક્યારે
પિક્ચર ચાલુ કરો છો ! ચાલોને ,અને દાદા તમે
ચાલોને."એમ કહી તે બહાર દોડી ગયો.અને
રશ્મિકાંતે હસીને કહયું,"ચાલો બેટા દાદાનું પિક્ચર પૂરું થયું હવે પોત્રાઓનું પિક્ચર જુવો."

અને ત્રણેય હસી પડ્યા.નિખિલે કહ્યું,"બાપુજી
કાલે રજા છે ચાલો ટી વી માં પિક્ચર જોઈએ."
બાપુજીએ તેની સામે વિસ્મય થી જોયું.
નિખિલે હસતા કહ્યું "તમને અને છોકરાઓને
ગમે તેવું છે. થ્રિ ઈંડિયટ .

નિમુએ આનંદથી કહ્યું "બાપુજી હું તમારા માટે મસાલા વાળી ચા બનાવી લાવું છું ચાલો."
અને સૌ ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા.

--------------સમાપ્ત------------