ha tu j mari pasand in Gujarati Love Stories by Jainil Joshi books and stories PDF | હા તું જ મારી પસંદ

Featured Books
Categories
Share

હા તું જ મારી પસંદ

તું જ મારી પસંદ
- જૈનિલ કે.જોષી
( સમગ્ર ઘટના, પાત્રો કાલ્પનિક છે,તેનો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સંબંધ નથી.)

" રવિ,ચલ ને યાર પિઝ્ઝા,ને બર્ગર ખાઈએ. બહુ દિવસ પછી તું આવ્યો છે " આવો તેના મિત્ર નો અવાજ સાંભળતા રવિ થોડો સ્વસ્થ થઈને કહે છે," ના યાર,મને ડોકટરે આવું બધું ખાવાનું ઓછું કહ્યું છે,એના કરતાં આપણે ગુજરાતી થાળી ખાઈ લઈએ." ત્યારે તેના મિત્ર રાજે કહ્યું," અરે હા રવિ આપણે ગુજરાતી જ ખાઈએ.પણ તને કેમ ડોકટરે ના પાડી છે? શું થયું છે તને? કે પછી અમારા માટે તારે રૂપિયા કાઢવા પડે એટલે ના પડે છે?" આવું રાજ મજાક કરતા કહે છે.
ત્યારે રવિ તેને કહે છે," મિત્ર મારું ઓપરેશન થયું છે. ભગવાન અને તમારા જેવા મિત્રો ની કૃપા થી હું બચી ગયો.પણ ડોકટરે મને થોડા દિવસ આવું બધું ખાવાની ના પાડી છે.એટલે મિત્ર બાકી રવિ તો રવિ છે.ખાવાની ના પાડે ખરો?"
ત્યારે રાજ તેને પૂછે છે," અરે બધું બરાબર પણ તું આમ એકદમ જ ક્યાંક જતો રહેલો?તારા ફોન પણ બંધ આવતાં હતાં.. એક ક્ષણ માટે તો તારે અમને કહેવું હતું. તારે જીયા નો તો વિચાર કરવો હતો. બિચારી ગાંડા ની જેમ તને શોધ્યા કરતી હતી. તમે કેટલો પ્રેમ કરે છે, તને કદાચ ખબર નહીં હોય પણ તેણે આ એક મહિનો કેમ કેમ કાઢ્યો તે મને ખબર છે."
આટલું જ તો રાજ બોલે છે તે પહેલાં રવિ કહે છે, " હું જાણું છું કે તે મને ખૂબ પ્રેમ કરે છે પણ મારી પરિસ્થિતિ એવી હતી કે હું તેને કહેતો મારી પરિસ્થિતિ વિશે તો તે વધારે ચિંતા માં હોત. માટે મેં તેને જણાવ્યું ન હતું. પણ હવે હું આવી ગયો છું તેને હું સમગ્ર વાત કહી દેવાનો છું તેની માફી પણ માંગવાનો છું કે તેનાથી હું થોડા સમય માટે દૂર રહ્યો. બસ જીયા તો મારી પસંદ છે. માટે જ જ્યારે એની સાથે હું હોવ છું ત્યારે તેને કહું છું " હા તું જ મારી પસંદ."
બસ આ સાથે જ રવિ જીયા સાથેની પ્રત્યેક ભૂતકાળની ક્ષણોને જાણે સજીવન કરી ને જોતો હોય તેમ તેના વિચારોમાં ખોવાઈ જાય છે. એવામાં દોડતી દોડતી જીયા તેની પાસે આવી રહી છે. જીયાએ પગમાં ચંપલ પણ નથી પહેર્યા માટે પગ માં કાંકરા ખૂંચી ખૂંચી ને લોહી નીકળી રહ્યું છે. પણ પોતાના પ્રિયતમને મળવા માટે લોહીની પણ પરવા કર્યા વગર જીયા તેની પાસે આવે છે. રવિ ને તો એમ જ લાગે છે કે જીયા તેના પર ખૂબ ગુસ્સો કરશે. જેમ જેમ જીયા નજીક આવી રહી છે તેમ તેમ રવિ ને પણ પરસેવો શરૂ થઈ જાય છે.
પણ જ્યારે નજીક આવે છે ત્યારે ગુસ્સો કર્યા વગર જાણે તે પુરુષ ની પરિસ્થિતિ જાણતી હોય તેમ પ્રેમપૂર્વક રવિ ને કહે છે,
" રવિ, તારી જીયાને તે એકલી પાડી દીધી. જાનુ તે તારી જાન ને અલગ પાડી દીધી. ક્યાં જતો રહ્યો હતો તું? તને શું થયું હતું? મને જણાઈશ તું.?" આટલું કહી તે રવિ ની બાહોમાં સમાઈ જાય છે.
રવિ પણ પોતાને ખુશ નસીબ હોય તેમ સમજે છે. પોતાની પ્રિયતમાના વાળમાં હળવેથી હાથ ફેરવતા તે કહે છે," જાન, હું જાણતો હતો કે તું મારા વગર તડપીશ. પણ હું એવી પરિસ્થિતિમાં હતો કે તને જણાવી શકતો ન હતો. પણ હવે કહું છું તને સાંભળ," આટલા દિવસ થી હું હોસ્પિટલમાં હતો.મારી દવા ચાલતી હતી,પણ હવે હું સ્વસ્થ છું.પણ થોડો પ્રોબ્લેમ પણ છે."
આટલા થી આગળ રવિ બોલવા જાય છે ત્યારે જીયા કહે છે, જાનુ, શું પ્રોબ્લેમ છે મને નહિ કે? તારી જાનુ ને નહિ કે?"
ત્યારે રવિ પૂર્ણ આત્મવિશ્વાસ થી જીયા ના વાળની લટ ને ફેરવતા ફેરવતા કહે છે, " જાન, મારી એક કિડની કામ નહોતી કરતી,ડોકટરે ઇન્ફેક્શન ન થાય માટે એ કિડની ને કાઢી નાખી છે ને હું હવે એક કિડની પર જીવું છું.પણ તું ચિંતા ના કરે માટે મેં તને જણાયું નહોતું."
ત્યારે અચાનક રવિ ની બાહો માંથી જીયા અલગ થઈ જાય છે, ને કહે છે,", ઓય, ચિટર, શું તું આટલી મોટી વાત ને સામાન્ય સમજે છે,ને તે વિચારી પણ કેવી રીતે લીધું કે એક કિડની વાળા સાથે હું લગ્ન કરીશ.તારી સાથે લગ્ન કરીને હું વિધવા જલ્દી થી બનવા નથી માંગતી.ચલ ફૂટ,તારા જેવા તો ઘણા મળશે.અને હા,આજ પછી અરે અત્યાર થી જ મને કોલ કે મેસેજ ના કરતો."ત્યારે રવિ ખૂબ આઘાત માં જતો રહે છે,પણ કહેવાય છે ને કે ગુસ્સામાં વ્યક્તિ હંમેશા સાચું જ બોલતો હોય છે, તે જીયા ને કહે છે," જાનુ, ચીકુ,બેબી મારું બબુ આ શબ્દો બસ બોલવા માટે જ હતા? શું બોલવાનો પ્રેમ અને સાથ નિભાવવાનો પ્રેમ અલગ હોય છે?, જાન...અરે સોરી મિસ.જીયા હમણાં થોડી વાર પહેલા જ તો તું કહેતી હતી મને કે તને મેં એકલી પાડી દીધી હતી.તો મેં તો તને માત્ર એક જ મહિના માટે એકલી પાડી હતી પણ તું તો મને આખી જિંદગી સુધી એકલો પડવાનું કહે છે એનું શું? એક સ્ત્રી નું હદય આવું હશે તે મેં આજેજ જાણ્યું.અરે એક કિડની છે તેવું જો તને લગ્ન પછી ખબર પડી હોત તો શું તું મને ત્યારે પણ છોડી દેત? બોલો મિસ.જીયા. જવાબ આપો મને."
ત્યારે જીયા પણ ગુસ્સામાં કહી દે છે," અરે હા ત્યારે પણ તને છોડી દેત.ને હા, જાનુ,ચીકુ, બબુ આતો ખાલી બોલવા માટે છે,હું તો આવા શબ્દો નો ઉપયોગ રોજ કરું છું.ને હા એટલો ઈમોશનલ પણ ના થા. હું તારી જિંદગીમાં હવે રહેવા નથી માંગતી. તું બહુ શોખ થી એક વાક્ય કહે છે ને કે, " હા, તુ જ મારી પસંદ" તો કદાચ તારી પસંદ હું જ હોઈશ પણ મારી પસંદ કોઈ એક જ હોય તેવું નથી.તારા જેવા તો ઘણા મળશે.ને એમ પણ કોલેજ ક્વીન છું હું.પડી ખબર,મિસ્ટર.રવિ.ગેટ આઉટ ફ્રોમ માય લાઇફ." આટલું કહી તે ત્યાં થી જતી રહે છે.
રવિ તો આવા શબ્દો સાંભળી ને કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે.તે એક શબ્દ પણ જીયા ને કહેતો નથી.
થોડીક વાર પછી રવિ ઘરે જાય છે.આઘાત માં સરી પડેલ રવિ અત્યારે વિચાર કરે છે કે એક સ્ત્રી આવી હોઇ શકે ખરી? ને વળી એ સ્ત્રી કે જેના દેશ માં સ્ત્રીઓ નું સન્માન થતું હોય, ત્યાં આવું હોય શકે ખરું? ભગવાને નક્કી આની રચના કરવામાં દિલ મૂકવાનું ભૂલી ગયો હશે.હું જ ગાંડો હતો કે આખો દિવસ મારી પસંદ મારી પસંદ કરતો હતો.શું આવી હતી મારી પસંદ મિસ્ટર રવિ?, બહુ ખરાબ છે દુનિયા. પણ હા, મને જીયા ના મળી તો કઈ નહિ,પણ હું તેની યાદ માં મારી જિંદગી નહિ બગાડું.હું હવે મારી જિંદગી અલગ રીતે જીવીશ.જિંદગીમાં હું કોઈ છોકરી ને મારી પસંદ એવું તો નહિ કહું.
આ તરફ જીયા તેની બહેનપણી આગળ કહે છે," સારું થયું ભગવાને મને બચાઈ લીધી,નહિ તો મારે નાની ઉંમર માં સફેદ કપડાં પહેરવા પાડતા." આવું કહી તે તમામ હકીકત તેની બહેનપણી ને કહી દે છે. ત્યારે તેની બહેનપણી કહે છે કે તેણે જે કંઇ પણ કર્યું તે ખોટું કર્યું છે. ત્યારે જીયા કહે છે, મેં બધું બરાબર કર્યું છે ને હા, આવતા અઠવાડિયે મારી સગાઈ પણ છે,મારા ઘેર છોકરાનું મારા માટે માંગુ આવેલું છે.તે છોકરો એન્જિનિયર છે,તેના મમ્મી પપ્પા પણ નોકરી કરે છે,સુખી કુટુંબ છે.એટલે મેં હા, જ પાડી દીધી. મારી સગાઈ માં આવવાનું ના ભૂલતી. શહેર ની સૌથી મોટી હોટેલ માં સગાઈ રાખી છે.

જે દિવસ નો ઇંતજાર હતો તે દિવસ પણ સગાઈ નો આવી જાય છે, જીયા તો જાણે તેના મન ના ઓરતા પૂરા થવાના છે તેમ કરીને રાહ જોઈ રહી છે, એ ઘડી ની જ્યારે સ્મિત તેને એન્ગેજમેન્ટ રીંગ પહેરાવશે.
સ્વાભાવિક છે જેના માટે રૂપિયા મહત્વના હોય તે તો બહારનો નજારો જોઈને ખુશ થતા હોય છે.ભવ્ય હોટેલ નો નજારો જીયા એ પોતાને ક્યારેય સપનામાં પોતાને આ રીતે નહોતી જોઈ.જે પણ મળે તેને અને તેના ઘરના ને કહેતું કે " તમારી,જીયા તો બહુ નસીબદાર છે,તેને કેટલું સરસ સાસરું મળ્યું છે,જીયા પણ સુંદર છે જાણે પરી પરલોકની.દિલ થી પણ જીયા બહુ સારી છે,કામ પૂરતી જ વાત કરે છે," આ શબ્દો ને સાંભળીને જીયા ના માતા પિતા નું હૈયું ગદગદ ફૂલી જતું હતું.પણ જીયા ને આ વખતે રવિ યાદ આવે છે.રવિ સાથે વિતાવેલી યાદગાર પળો,અને રવિ ની તે વાત જ્યારે રવીએ તેને બાહોમાં સમાવીને કહ્યું હતું," જાન,આપની સગાઈ મોટી હોટેલ માં થશે હોટેલ કાલ્પનિક ફૂલો થી નહિ પણ વાસ્તવિક ફૂલો થી શણગારેલી હશે." અચાનક વિચારો માંથી પાછી મનમાં જ કહે છે," સારું થયું,પેલા રવિ સાથે લગ્ન કરવાનું માંડી વાળ્યું,નહિ તો આવી જાહોજલાલી મને ક્યાં મળતી તેની સાથે? રવિ ની ખાલી વાતો હતી.પણ જે સપનું મને રવિ એ મને દેખાડ્યું હતું તે સપનું સ્મિત દ્વારા પૂરું કરવામાં આવ્યું. હા, રવિ સ્મિત કરતા તો થોડો વધારે સારો હતો,પણ માત્ર એક કિડની પર થોડી જિંદગી જીવાય?"
આટલું વિચારી તે ફરી જીવંત બની જાય છે,બંને એકબીજાને રીંગ પહેરાવે છે,ને જાણે જીયા તો એટલી ખુશ થાય છે કે પોતે ડાંસ કરવા માંડે છે,બધા આ દ્રશ્ય જોઈને ખુશ થાય છે કારણ કે જે પરી જેવી હોય તેને દેખવાનું કોને ન ગમે?
બધો પોગ્રામ પૂર્ણ થાય છે.તે વખતે સ્મિત તેના મિત્ર સાથે આવે છે અને કહે છે," જીયા, આ મારો ખાસ મિત્ર છે.બહુ મુશ્કેલી થી સમય કાઢીને આવ્યો છે."
જેવી જીયા તેના મિત્ર પર નજર કરે છે તો તેના ચહેરા પરથી ખુશી ઝાકળ ની જેમ પળભરમાં અદ્રશ્ય થઈ જાય છે.કારણ કે સ્મિત નો મિત્ર બીજું કોઈ નહિ પણ રવિ હોય છે,એજ રવિ કે જેના પ્રેમ માં જીયા હતી.ના છૂટકે હાથ મિલાવવા જીયા જાય છે,ત્યારે રવિ તેને નમસ્કાર ની મુદ્રા બતાવે છે.પોતાના પ્રેમ ને બીજા ની થતા કેવી રીતે કોઈ દેખી શકે? માટે રવિ ભૂતકાળ ને યાદ કરે છે,પણ હદય મક્કમ હોવાના લીધે તે ભૂતકાળ ને પણ ભૂલી જાય છે.માત્ર અભિનંદન પાઠવીને તે ત્યાં થી જતો રહે છે.
થોડાક દિવસો પછી સ્મિત અને જીયા લોંગ ડ્રાઈવ પર જાય છે..અચાનક જીયા ને પેટમાં બહુ દુખાવો થાય છે. તે સ્મિત ને કહે છે," મને ગમેતે રીતે હોસ્પિટલ પહોંચાડો." સ્મિત તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે છે.જીયાં ના બધા રિપોર્ટ ડોકટર કરાવવાનું નું કહે છે..રિપોર્ટ આવી જાય છે.જીયા ની તબિયત સારી થતી જાય છે.સ્મિત પોતાની સાથે હોવાથી તે પોતાને ખુશ નસીબ સમજે છે.તેવામાં ડોકટર સ્મિત ને પોતાની ચેમ્બરમાં આવવાનું કહે છે...


જીયા ની તબિયત સારી થતી હોવાથી સ્મિત ખૂબ ખુશ છે.તે હસતા મોઢે ડોકટર ની ચેમ્બરમાં જાય છે, ત્યારે ડોકટર તેને જણાવે છે કે
" સ્મિત, જીયા ની તબિયત સુધારા પર છે,તેમને સારું થઈ જશે,પણ ખાલી એક જ મુશ્કેલી છે કે આવનારા ૪૮ કલાક માં તેમને કઈ તકલીફ થવી ના જોઈએ.કારણ કે તે માત્ર એક જ કિડની પર જીવે છે.ટુંકમાં તેમને એક જ કિડની છે, શું તમે મને કહી શકશો કે કિડની તેમની ક્યારે કાઢવામાં આવી હતી? તેનું કારણ શું હતું?"
ત્યારે સ્મિત કહે છે, "શું વાત કરો છો ડોકટર? સાચે જીયા ને એક કિડની નથી?"
ત્યારે ડોકટર કહે છે," હા મિસ્ટર સ્મિત, જીયા ને એક કિડની નથી.તમને તો ખ્યાલ હોવો જોઈએ.જોકે તેમને કોઈ તકલીફ નહિ હોય,પણ છતાં પણ ધ્યાન રાખવું જરૂરી છે."
ડોકટર તો હજુ વાત કરતા હોય છે તેવામાં નર્સ દોડતી દોડતી આવે છે ને કહે છે," ડોકટર જલ્દી આવો, જીયા નામની પેશન્ટ ની તબિયત એકદમ બગડી ગઈ છે.ડોકટર ફટાફટ આવે છે,ઓપરેશન થિયેટર માં જીયા ને લાવવામાં આવે છે,ડોકટર પણ જીયા જલ્દી સારી થઇ જાય,જલ્દી રિકવરી આવી જાય તે માટે બીજા ડોકટરને પણ બોલાવે છે, લગભગ ૧૦ કલાક ની મહેનત બાદ ૨ ડોકટરો ની મદદ થી જીયા ને બચાવી લેવામાં આવે છે.જીયા ખતરા માંથી બહાર હોવાથી ડોકટર દોડીને સ્મિત ને બહાર કહેવા આવે છે પણ સ્મિત ત્યાં હોતો નથી.પણ બહાર રહેલા જીયાના માતા પિતા ને આ સમાચાર કહી દે છે.તેઓ ખુશ થાય છે.
થોડાક સમય પછી જીયા ને ઓપરેશન થિયેટર માંથી બહાર લાવવામાં આવે છે.તેને તેના રૂમમાં લઈ જવામાં આવે છે.
જીયા આંખો ખોલતા તે સ્મિતને જોવે છે,પણ સ્મિત ક્યાંય દેખાતો નથી.પણ ત્યાં તેને રવિ દેખાય છે. રવિને દેખતા જ જીયા ખૂબ ગુસ્સે થાય છે, તે રવિ ને કહે છે," તારી હિંમત કઈ રીતે થઈ કે તું છેક આહિયા સુધી આવી ગયો? તારામાં કશું ઈજ્જત જેવું છે કે નઈ?"
તેવામાં જીયા ના પપ્પા કહે છે," બેટા, બસ બહુ થયું,તું રવિ સાહેબ ને કેમ આમ બોલે છે? આ રવિ સાહેબે જ તારી દવા કરી છે અને તને બચાવી છે,તું આમને ના ઓળખતી હોય તો હું તને કહી દવ,આ રવિ સાહેબ આખા ભારતમાં કિડની ની સારવાર માટે પ્રખ્યાત છે,આ ના હોત તો તું અત્યારે જીવિત પણ ના હોત,કારણ કે જીયા તારા શરીર માં માત્ર એકજ કિડની છે.ને તેમાં પણ પથરી હતી તેને કાઢવી ખૂબ જરૂરી હતી.માટે તેમને સ્પેશિયલ અંહિયાં બોલાવ્યા હતા.તારે તો તેમનો આભાર માનવો જોઈએ.પણ તું તો જાણે આમને પહેલા થી ઓળખતી હોય તેમ કરે છે.રહી વાત સ્મિત ની તો સ્મિત તને છોડી ને જતો રહ્યો છે,તેમ કહીને કે તેં એક કિડની વાળી છોકરી સાથે લગ્ન નહિ કરે."
જીયા પાસે બોલવા માટે એક શબ્દ નથી.
ત્યારે ડૉ.રવિ કહે છે," બધા બહાર જાઓ,મારે ડ્રેસિંગ કરવાનું છે. નર્સ ચાલો ડ્રેસિંગ કરી દઈએ."
જેમ જેમ ડ્રેસિંગ થતું હતું તેમ તેમ જીયા રવિના સ્પર્શ ને માણી રહી હતી.કારણ કે તેના સ્પર્શમાં પણ પ્રેમ છલકાતો હતો.
અચાનક જીયા કહે છે,' રવિ આઇ લવ યુ. સોરી મને માફ કરી દે.' ત્યારે રવિને ગુસ્સો આવી જાય છે પણ તે ડોકટર હોવાના લીધે અને જીયા પેશન્ટ હોવાના લીધે તે જીયા ને આરામ કરવાનું કહે છે અને ને કઈ કહેવું હોય તો તે આરામ થી થોડા દિવસો પછી કહેવાનું કહે છે.
એમ કરતાં એક અઠવાડિયું પૂર્ણ થાય છે.
જીયા ની તબિયત હવે સારી છે.એક દિવસ જીયા એકલી જ હોય છે ત્યારે ડોકટર રવિ ડ્રેસિંગ કરવા આવે છે.ત્યારે જીયા ફરી રવિ ને કહે છે,' આઇ લવ યુ રવિ,મારી સાથે લગ્ન કરીશ?' ત્યારે રવિ કહે છે,', જીયા તને મેં મારા કરતાં પણ વધારે ચાહી હતી.પણ તે એક કિડની ન હોવાના લીધે મને છોડ્યો હતો.મને વધારે દુઃખ ત્યારે થયું જ્યારે તું મને તારી સગાઈ માં મળી ત્યારે મારી સામે જાણે તું વધારે ખુશ હોય તેમ કરતી હતી.જિંદગીમાં રૂપિયા નું શું મહત્વ ? આજે હું ડોકટર છું.મારી પાસે ઘણા પૈસા છે.ને હા, જે હોટેલ માં તારી સગાઈ થઈ હતી ને તે હોટેલ મારી જ હતી.તે મારા પર સહેજ પણ વિશ્વાસ ના મૂક્યો.ને સ્મિતે પણ શું કર્યું? છોડી દીધી ને તને?"
જીયા કહે છે," ભૂલ થઈ ગઈ મારી.."
ત્યારે રવિ તેના હાથ માં એક ચિઠ્ઠી આપે છે અને ત્યાંથી તે જતો રહે છે, જીયા પણ ઉત્સાહ માં આવી જઇને આતુરતાપૂર્વક ચિઠ્ઠી ખોલે છે ને તેના લખેલું હોય છે,"

પાગલ તો પહેલા હતો એટલો જ અત્યારે છું,
બસ ફર્ક એટલો છે,પહેલા તારા પ્રેમ માં હતો અત્યારે હું મારા પ્રેમ માં છું,

ઘાયલ તો પહેલા હતો એટલોજ અત્યારે છું,
બસ ફર્ક એટલો છે, પહેલા તારી અદાઓનો હતો અત્યારે મારી અદાઓનો છું,

આશીક તો પહેલા હતો એટલો જ અત્યારે છું,
બસ ફર્ક માત્ર એટલો છે પહેલા તારા સ્મિત નો હતો,અત્યારે હું મારા સ્મિત નો છું,

નશીલો તો પહેલા હતો એટલો જ અત્યારે છું,
બસ ફર્ક એટલો છે,પહેલા તારી આંખો નો હતો,અત્યારે મારી આંખો નો છું.

દીવાનો તો પહેલા હતો એટલો જ અત્યારે છું,
બસ ફર્ક એટલો છે પહેલા તારો હતો અત્યારે હું મારો છું,
જીયા અત્યાર સુધી હા, તું જ મારી પસંદ હતી,ને રહીશ,પણ હું તારી સાથે લગ્ન નહિ કરું.અને બીજી કોઈ સાથે પણ લગ્ન નહિ કરું.
કારણ કે જિંદગીમાં પસંદ એ એક જ હોય છે.ને મારો પ્રેમ એવો નથી કે કોઈને દગો કરે.એટલો સસ્તો પણ નથી કે કોઈ મનફાવે તેમ ખરીદી શકે.
આટલું વાંચ્યા પછી જીયા ની આંખો માં આંસુ સિવાય બીજું કંઈ નહોતું.
આપના પ્રતિભાવ ચોક્કસ થી આપજો.
પણ હા સુગરકોટેડ કરેલા નહિ વાસ્તવિક આપજો.