Aryariddhi - 18 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૧૮

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૧૮

આગળ ના ભાગ માં જોયું કે આર્યવર્ધન ની માહિતી મળી ગયા પછી નિમેશ રિધ્ધી ને વિપુલ અને મૈત્રી ના મૃત્યુ વિશે જણાવે છે. પણ રિધ્ધી તેની વાત માનવા તૈયાર નથી હોતી. ત્યારે જ સ્મિથ બધા ને FBI ના હેડક્વાર્ટર જવાનું કહે છે. એટલે બધા નીકળી જાય છે. સ્મિથ ની કાર માં સ્મિથ એકલો જાય છે અને નિમેશ ની કાર માં નિમેશ, મીના, પાર્થ અને રિધ્ધી હોય છે. તેઓ સ્મિથ ની પાછળ જતાં હોય ત્યારે એક જગ્યા પર એક ટ્રક સાથે સ્મિથ ની કાર નો એક્સિડન્ટ થઈ જાય છે. તે એક્સિડન્ટ માં સ્મિથ નું મોત થઈ જાય છે. તેના થી નિમેશ ને આંચકો લાગે છે. પણ તે પોતાને સાંભળી લે છે અને FBI હેડક્વાર્ટર પર પહોંચે છે. ત્યાં રીસેપ્શન પર સ્મિથ નું નામ આપે છે ત્યારે તેને જાણવા મળે છે સ્મિથ નામ નો કોઈ ઓફિસર FBI માં નથી. આ વાત જાણી ને નિમેશ પાછો આવતો છે ત્યારે તે ગુનેગારો ના નામ સ્મિથ નું નામ જોઇને ચોંકી જાય છે. હવે આગળ...

નિમેશ સિક્યુરિટી ગાર્ડ સાથે વાત કરતો હોય છે ત્યારે જ તેના પર મીના નો કોલ આવે છે. મીના તેને જલ્દીથી તેની પાસે આવવા માટે કહે છે. મીના ના અવાજ પર થી નિમેશ કઈ અઘટિત થયું હોવા નો ખ્યાલ આવી જાય છે.

તે ઝડપથી તેની કાર પાસે જાય છે ત્યારે તે જુએ છે કે એક એમ્બ્યુલન્સ તેની કાર પાસે ઊભી હોય છે. તે નજીક જઈને જુએ છે કે રિધ્ધી ને એક સ્ટ્રેચર પર સુવડાવેલી હતી અને બે કપાઉન્ડર તેને એમ્બ્યુલન્સ માં મૂકતા હતા.

આ જોઈ નિમેશ ની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મીના ની પાસે જઈને તેને પૂછ્યું , રિધ્ધી ને શું થયું છે ? પણ મીના પાસે આંસુ સિવાય બીજું કંઈ હતું.

એટલે નિમેશે તેને વધારે કઈ કહેવા ને બદલે એમ્બ્યુલન્સ માં જવા માટે કહ્યું અને તે પાર્થ સાથે તેની કાર માં હોસ્પિટલ માં આવ્યો.

રિધ્ધી ને ડોક્ટર એક્સરે રૂમ માં લઇ ગયા હતા. ડોકટરે મીના ને વેઇટિંગ રૂમ માં બેસવા માટે કહ્યું હતું. એટલે નિમેશ પણ સીધો પાર્થ ની સાથે વેઇટિંગ રૂમ માં ગયો.

પછી મીના ને રિધ્ધી વિશે પૂછ્યું. ત્યારે મીના એ રડતાં રડતાં કહ્યું જ્યારે નિમેશ ગયો તેની થોડી વાર અચાનક રિધ્ધી ની છાતી દુખાવો થવા લાગ્યો એટલે મેં તેને પાણી પીવડાવ્યું. પણ તેનો દુખાવો વધવા લાગ્યો અને અચાનક તે ચીસ પાડી ને બેભાન થઈ ગઈ. મેં એને હોશમાં લાવવા માટે પ્રયત્ન કર્યો પણ હું નિષ્ફળ રહી એટલે મારે એમ્બ્યુલન્સ બોલાવવી પડી.

આટલું કહીને મીના ફરી થી રડવા લાગે છે એટલે નિમેશ તેને શાંત થવાનું કહીં ને પાર્થ ને પાણી લાવવા નું કહે છે. એ વખતે એક નર્સ આવી ને તેમને ડોક્ટર ની કેબિન માં જવા નું કહી જાય છે. પાર્થ મીના ને પાણી પીવડાવે છે. પછી બધા ડોકટર ની કેબિન માં જાય છે.

પણ ડોક્ટર પાર્થ ને બહાર બેસવા માટે કહે છે. એ વાત પર થી પાર્થ ખ્યાલ આવી જાય છે કે રિધ્ધી ને જરૂર કોઈ ગંભીર બીમારી છે એટલે ડોક્ટર તેની હાજરીમાં તેના કાકાકાકી સાથે વાત નહીં કરે એટલે પાર્થ એક્સક્યુંઝ મી કહી ને બહાર નીકળી જાય છે.

પાર્થ ના બહાર ગયા પછી ડૉક્ટરે નિમેશ ને પૂછ્યું કે પેશન્ટ સાથે તમારે શું સંબંધ છે ? એટલે નિમેશે ટેબલ પર મુકેલા ગ્લાસ માં થી પાણી પીધા પછી કહ્યું કે તે મારા ભાઈ ની દીકરી છે. પણ તેને શું થયું છે ડોકટર ?

એટલે ડોક્ટરે નિમેશ ને રિધ્ધી ના મમ્મી પપ્પા ને બોલાવવા માટે કહ્યું એટલે નિમેશે એક વખત મીના તરફ જોઈને ડોક્ટર ને કહ્યું તેમનું મૃત્યુ થઈ ગયું છે એટલે અમે જ રિધ્ધી માટે માતાપિતા છીએ એટલે તમે અમને જણાવી શકો છો.

ડોક્ટર એ કહેવા નું શરૂ કર્યું, રિધ્ધી ના મગજ માં ટ્યુમર છે અને તેને હાર્ટએટેક પણ આવ્યું હતું. આ સાંભળી ને મીના રડવા લાગી અને નિમેશ ની આંખોમાં પણ આંસુ આવી ગયા.

બીજી પાર્થે રૂમ માં થી બહાર જતી વખતે મીના ના ફોન માં થી તેનો નંબર ડાયલ કરી દીધો હતો જેથી તે ડોક્ટર અને નિમેશ-મીના ની વાતચીત સાંભળી શકે. આટલી નાની ઉંમરમાં આટલા ચાલક હોવાનુ એ સબૂત હતો તે જાસૂસ નો દીકરો હતો.

નિમેશે ડોક્ટર ને પૂછ્યું, હવે રિધ્ધી ની તબિયત કેવી છે? ત્યારે ડોક્ટરે જણાવ્યું અત્યારે તેની હાલત સ્ટેબલ છે થોડા સમય પછી બગડી શકે છે. પણ મને એક વાત સમજાતી નથી કે તેની આટલી ઓછી ઉંમર માં હાર્ટએટેક કઇ રીતે આવી શકે ?

ડોક્ટર ની વાત સાંભળી ને નિમેશ અને મીના ચુપ રહ્યા એટલે ડોક્ટર સમજી ગયા કે નિમેશ તેમને કઈ જણાવી નહીં શકે. એટલે તેમણે આગળ કહ્યું કે રિધ્ધી ની ઉંમર ઓછી હોવાથી તેનું હદય સ્વસ્થ છે પણ તેના મગજમાં જે ટ્યુમર છે તેના કારણે રિધ્ધી વધારે સમય જીવી નહિ શકે.

ડોક્ટર આગળ કહે તે નિમેશ બોલ્યો કે ડોક્ટર શું તેનો કઈ ઉપાય નથી ? નિમેશ ની વાત સાંભળી ને ડોક્ટર મુસ્કુરાઈ ને બોલ્યા કે તેનો ઉપાય છે. એ ટ્યુમર હજી શરૂઆત ના જ સ્ટેજ માં છે. તેના મગજ માં થી ઓપરેશન કરી ને ટ્યુમર ને દૂર કરી દઈશું.

ડોક્ટર ની વાત પૂરી થયા પછી એક નર્સ ડોક્ટર ને અમુક કાગળ આપી ગઇ. ડોક્ટરે એ પેપર જોયા પછી નિમેશ ને આપી ને સહી કરવા માટે કહ્યું એટલે નિમેશે પેપર જોયા વગર તેના પર સહી કરી દીધી.

નિમેશે એ પેપર ડોક્ટર ને પાછા આપ્યા એટલે ડોક્ટર ઝડપથી ઉભા થયા અને નિમેશ ને વેઈટીંગ રૂમ માં જવા માટે કહ્યું એટલે નિમેશ, મીના અને પાર્થ પાછા વેઈટીંગ રૂમ માં ગયા.

અને ડોક્ટર પોતે નર્સ ને રિધ્ધી ઓપરેશન થિએટર માં લાવવા નું કહી ને ઓપરેશન થિએટર માં ગયા. રિધ્ધી નું ઓપરેશન પુરા ત્રણ કલાક સુધી ચાલ્યું. પછી ડોક્ટર ઓપરેશન થિએટર માં થી બહાર આવ્યા.

એટલે તેમણે ફરીથી નિમેશ , મીના અને પાર્થ ત્રણેય ને બોલાવ્યા. આ વખતે ડોક્ટરે પાર્થ ને બહાર જવાનું કહ્યું નહિ. ડોકટરે કહ્યું કે રિધ્ધી નું ઓપરેશન સફળ રહ્યું છે. અને તેને હવે કોઈ પણ પ્રકાર નો પણ તે તેની પાછલી જિંદગી ને ભૂલી ચુકી છે. જો બીજા શબ્દો માં કહું તો તેની યાદશક્તિ જતી રહી છે.

આ સાંભળી લીધા પછી નિમેશ પોતાની ખુરશી પર બેસી ને રડવા લાગ્યો. અત્યાર સુધી બનેલી ઘટના ઓ એ તેને હચમચાવી દીધો હતો. વિપુલ અને મૈત્રી ની હત્યા, તેમની હત્યા વિપુલ ના સાથીમિત્ર આર્યવર્ધન દ્વારા થવી, સ્મિથ નું ફેક FBI ઓફિસર હોવું અને તેનો એક્સિડન્ટ થવો. આ બધા માં નિમેશે પોતાને સાંભળી લીધો પણ આ વાત તેની સહનશીલતા બહાર ની હતી.

પણ મીના એ તેને શાંત પાડી ને હિંમત આપી. એક અઠવાડિયા પછી રિધ્ધી જયારે નિમેશ, મીના અને પાર્થ ઓળખતી થઈ ગઈ ત્યારે હોસ્પિટલમાં તેને રજા આપી દેવામાં આવી.

નિમેશે શહેરના બીજા વિસ્તારમાં ઘર ખરીદી લીધું અને તે જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં થી નોકરી છોડી ને બીજી જગ્યાએ નોકરી કરવા લાગ્યો. એક મહિના પછી હવે રિધ્ધી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ પછી તેણે નવી કોલેજ જોઈન કરી લીધી.

નિમેશ અને મીના એ રિધ્ધી ના મનમાં એક વાત વારંવાર કહી ને ચોક્કસ કરી દીધી હતી કે તે તેના માતાપિતા સાથે ફરવા માટે ગઈ હતી ત્યારે તેના માતાપિતાનું અવસાન એક કાર એક્સિડન્ટ માં થયું હતું પરંતુ તે બચી ગઈ. પણ તેના માથા પર ઇજા થવા ના કારણે તેની યાદશક્તિ જતી રહી હતી.

જયારે રિધ્ધી તેના મમ્મીપપ્પા ને યાદ કરતી ત્યારે તે આ વાત યાદ કરી ને થોડો સમય રડીને શાંત થઈ જતી. પર્થ બધું જાણતો હતો પણ તે રિધ્ધી ને દુઃખી થતી જોવા માંગતો નહોતો એટલે તે પણ રિધ્ધી સાથે નોર્મલ રહેતો.

**************

નિમેશભાઈ એ તેમની વાત પૂર્ણ કરી ત્યારે પાર્થ અને એલીના ની આંખોમાં આંસુ આવી ગયા. મીનાબેન કઈ પણ બોલવા ની પરિસ્થિતિ માં જ નહોતા. પાર્થ તેના માતાપિતા ની હત્યા વિશે જાણતો હતો પણ તેમની હત્યા આર્યવર્ધને કરી છે તેની ખબર તેને નહોતી.

આ બધી વાતો થી બેખબર રિધ્ધી અત્યારે તેના રૂમ માં બેસી ને આર્યવર્ધન વિશે વિચારી રહી હતી કે તેને આર્યવર્ધન માટે અલગ લાગણી કેમ થઈ રહી હતી અને આર્યવર્ધન નો સ્પર્શ તેને પરિચિત હોવાનું કેમ લાગતું હતું.

મિત્રો અહીં રિધ્ધી ની બેકસ્ટોરી પૂર્ણ થાય છે અને તેની સાથે આ વાર્તા નો પ્રથમ ભાગ પૂર્ણ થાય છે. જ્યારે આ વાર્તા લખવાનું શરૂ કર્યું ત્યારે એવી ધારણા રાખી હતી કે દસ બાર ભાગમાં વાર્તા પૂર્ણ થઈ જશે પણ દર નવા ભાગ સાથે આપના પ્રતિભાવ મળતા ગયા અને વાર્તા નો રૂપરેખા એ પ્રમાણે ફરીથી લખી.

વાંચકમિત્રો આ વાર્તા અંગે આપના અંગત કિંમતી પ્રતિભાવ મારા whatsapp નંબર 8238332583 નંબર પર આપી શકો છો.

- અવિચલ પંચાલ ' આર્યવર્ધન'