નિયતિ તરફ રોહનની નજરમાં ચોખ્ખું દેખાતું હતું કે નિયતિ રૂપી ખજાનાની વાત કરે છે. નિયતિ શરમાઇ અને નજર નીચી ઝુકાવી. રોહને તરત ટેબલ પર ટેકવેલો નિયતિનો હાથ પોતાનાં હાથમાં એ રીતે ઉપાડ્યો જેમ એક પિતા પોતાનાં નવજાત શિશુને ઉપાડે. વાતાવરણ બદલાય રહ્યું અને એક પ્રેમની સુવાસથી મહેંકી ઉઠ્યું. નિયતિનું મન જોર જોરથી ધડકવા લાગ્યું. અને હોઠો પર નાની મુસ્કાન આવવા લાગી. ગાલનો રંગ ગુલાબી થયો અને રોહન તેની તરફ એકીટશે જોતો રહ્યો. મૌન વાતો કરવા લાગ્યું. રોહન અને નિયતિ માટે સમય અને શ્વાસ થંભી ગયા. થોડી ક્ષણો માણ્યા પછી ભાન આવ્યું.
"અ..આપણે હવે નિકળવું જોઈએ. બહુ મોડું થઇ ગયું છે. " નિયતિ એ ગભરાતાં કહ્યું. રોહને ડોક હકારમાં હલાવી. બન્ને ખુરસી પરથી ઉભા થયા અને બહાર તરફ ચાલવા માંડ્યા. "અરે હા...એક વાત તો ભૂલી ગઈ. " નિયતિ એ માથે હાથ મુકીને કહ્યું. "શું? " રોહન આતુર બની. નિયતિ એ પર્સમાંથી એક બ્રેસલેટ કાઢ્યું અને બતાવતા બોલી " આ બ્રેસલેટ... તારાં માટે લાવી હતી. ફેરવૅલ ગીફ્ટ. .. આશા છે કે તને ગમશે. " રોહને બ્રેસલેટ પર તરાપ મારી.
" wow... ગમશે નહીં ગમી ગયું. Thank you ... મસ્ત છે. તારી નિશાની રૂપે મારી સાથે હંમેશા રહેશે. " નિયતિ એ હસીને "ok તો ચલો હવે હું જઉં. ધ્યાન રાખજે અને કોઇક વાર મને યાદ પણ કરી લેજે. " "આજે તું મારી સાથે કૅફે માં આવી અને મારાં માટે ગીફ્ટ પણ લાવી. આપણી શરતો તૂટી રહી છે તો એક વધારે તોડી દે ને.... તારો ન.નંબર આપતી જા ને.... હું તને રોજ ફોન નહીં કરું પણ જ્યારે વધારે યાદ આવે ત્યાર માટે... પ્લીઝ..." રોહન બોલ્યો. " મને ખબર હતી તું માંગીશ. તારાં બ્રેસલેટની નીચે જો. પહેલાંથી જ આપ્યો છે મેં. " નિયતિ સ્વસ્થ થઈને વાત પૂરી કરી. રોહન ખુશ થઈ ગયો અને જતાં જતાં પણ ટકોર કરી ગયો " હવે તો મારો ખજાનો લેવાં જલદી આવવું પડશે. " બન્ને હસીને છૂટાં પડ્યાં. અને એક અજાણ્યો માણસ સાથે જાણીતા સંબંધનું એક પ્રકરણ પૂર્ણ થયું.....
રોહન તો નિયતિની જીવનમાંથી પવનવેગે ચાલ્યો ગયો. નિયતિને મનને સમજાવવાનો કોઇ સમય જ ના મળ્યો. રોહનનાં આવવાથી પહેલાં નિયતિ માટે પોતાનાં પરિવાર અને પોતાનાં સન્માનથી વધારે કોઈ વસ્તુ મહત્વ નહતું ધરાવતું. પણ રોહન જાણે જબરજસ્તીથી નિયતિની જીંદગીમાં પગ મુકી ગયો અને એટલી સહજતાથી દિલ મા ટકટકારો કર્યો કે નિયતિને ભાન જ ના રહ્યું કે કોઈ વ્યક્તિ તેની માટે આટલો મહત્વપૂર્ણ કેવી રીતે બની શકે!... છતાં જ્યારે રોહનનું અસ્તિત્વ નિયતિ સાથે જોડાયું હતું તો નિયતિએ પણ પોતાની જવાબદારી છોડી નહીં. રોહનનું પાસે હોવું કે ના હોવું તેની પ્રામાણિકતા પર કોઇ અસર નહતી કરી રહી. નિયતિ રોજ સવારે એક નવી આશા સાથે પોતાનાં કામમાં મન પરોવતી. હા રોહનની યાદ હંમેશા રહેતી પણ નિયતિનો જવાબ એક સ્મિત માત્ર રહેતો. ઘણી કપરી પરિસ્થિતિ સર્જાતી જ્યારે ભાન થતું કે રોહનનાં આવવાનાં કોઈ ચાન્સીસ નથી. છતાં મનમાં એક અતુટ વિશ્વાસ સાથે નિયતિ તેની રાહ જોતી. સ્વર્ણરંગી અને અત્યંત માધુર્ય વરસાવતી નિયતીની કાયા અને તેથી પણ વધારે સાફ તેનું મન જોઈ કોઇપણ છોકરો તેનાં પ્રેમમાં પડી શકે. જ્યારે કૉલેજમાં વાત ફેલાયી કે રોહન નિયતિ સાથે નથી તો ઘણાં લોકોનાં મનમાં એક આશા આવી ગઈ અને તે લોકો નિયતિને પામવાની કોશિશમાં લાગી ચુક્યાં.
ઘણાં છોકરાઓની હજારો કોશિશ પછી પણ નિયતિનું મન બદલાયું નહીં. પોતે તો રોહનની થઈ ચુકી છું હવે કોઈ બીજાં છોકરાં તરફ નજર કરવી પણ મારાં માટે પાપ સમાન છે તેવાં વિચાર આવ્યા કરતાં. અને દરેકને ઠોકર મારી રોહનની તરફ એક પગલું આગળ વધારતી. પોતાનાં પ્રેમમાં દ્રઢ નિષ્ઠા સાથે નિયતિ એક એક દિવસને એક એક મહિના અને મહિનાઓને વર્ષ માં ફેરવતી ચાલી ગઈ.
ક્રમશઃ
હવે પછીના ભાગમાં 3 વર્ષ પછીની વાત શરૂ થશે એટલે કે જ્યાંથી વાતની શરૂઆત થઈ હતી ભાગ 1 માં....
તો જોડાયેલા રહો જાણે-અજાણે સાથે અને વાંચતાં રહો બંન્નેના લાંબા સમયે મળવા પછીનાં જીવનનાં વળાંકો....