(આગળના ભાગમાં જોયું કે પ્રીતિ ની બર્થડે પાર્ટી મા શૌર્ય મિસ્ટર દેસાઈ ને જોઈ ને ત્યાં થી નીકળી જાય છે અને તેને ઘરના પાછળ ના ભાગમાં પ્રીતિ જોઈ જાય છે, બીજી તરફ દિગ્વિજય સિંહ રઘુ ને સન્નો બાઈ ના કોઠા બહાર પકડી લે છે દિગ્વિજય સિંહ ના મતે હવે બધા રહસ્યો નો અંત આવશે અને અત્યાર સુધી જે પહેલી તેની સામે આવી હતી તેનો જવાબ તેને મળશે)
પ્રીતિ આખી રાત શૌર્ય વિશે વિચારતી રહે છે, તેને કૉલ પણ કરે છે પણ શૌર્ય કોઈ જવાબ આપતો નથી. શ્રેયા અને અક્ષય સવારે પ્રીતિ ના ઘરે જાય છે, તે નીચે હોલમાં ન હતી એટલે તે બંને તેના રૂમમાં જાય છે.
“ગુડ મોર્નિંગ બેબ ” શ્રેયા એ રૂમમાં આવી ને પ્રીતિ ને હગ કરતાં કહ્યું
“ગુડ મોર્નિંગ ” પ્રીતિ એ મંદ અવાજ સાથે કહ્યું
“શું થયું કેમ આવી રીતે બોલે છે? ” શ્રેયા એ કહ્યું
“કંઈ નહીં ” પ્રીતિ એ કહ્યું
“જો પ્રીતિ અમે તને સારી રીતે જાણીએ છે, બોલ શું પ્રોબ્લેમ છે ” શ્રેયા એ કહ્યું
“શૌર્ય ” પ્રીતિ એ કહ્યું
“અરે યાર કાલ એ કહ્યાં વગર પાર્ટી માંથી જતો રહ્યો એટલા માટે દુઃખી છો એમને ” શ્રેયા એ હસતાં કહ્યું
“ એવું નથી શ્રેયા ” પ્રીતિ એ ગુસ્સે થતાં કહ્યું
“શું થયું તને આજ કેમ આવી રીતે.... ” શ્રેયા એ કહ્યું
પ્રીતિ એ કાલ રાત્રે બનેલી ઘટના કહી, “તો આ વાત મા આટલું વિચારવા જેવું શું છે ” શ્રેયા એ કહ્યું
“એ કાલ કહ્યાં વગર જતો રહ્યો અને ઘરની પાછળ બે વેઈટર સાથે ઉભો હતો અને પાછો કારમાં જતો રહ્યો ” પ્રીતિ એ કહ્યું
“હા તો શું થયું ” અક્ષય એ કહ્યું
“એની પાસે એક બાઈક છે એ પણ જુનુ અને ઘણીવાર તો રીક્ષામાં આવે છે અને પેલા બંને તો વેઈટર હતા અને કાર હતી AUDI RS 7 અને તને ખબર છે ને એ કાર ની પ્રાઈઝ 1.70 કરોડ છે ” પ્રીતિ એ કહ્યું
“હા વિચારવા જેવું તો છે આટલી મોંઘી કાર શૌર્ય પાસે કંઈ રીતે ” શ્રેયા એ કહ્યું
“એક મિનિટ પ્રીતિ કાલ શૌર્ય સાથે કેટલા વેઈટર હતા? ” અક્ષય એ કંઈક યાદ આવતા કહ્યું
“બે હતા કેમ? ” પ્રીતિ એ કહ્યું
અક્ષય એ તરત પોતાનો મોબાઈલ કાઢી ને ઈન્સટાગ્રામ ખોલ્યું અને એક વિડિયો ક્લિપ ચાલુ કરી અને પ્રીતિ ને આપી, “આ બંને હતા? ”
પ્રીતિ અને શ્રેયા એ જોયું અને પ્રીતિ તરત જ બોલી, “હા આ બંને જ હતા ”
“આ ક્લિપ તારી પાસે કયાં થી આવી? ” શ્રેયા એ કહ્યું
“અરે કાલ હું ઈન્સટાગ્રામ મા સ્ટોરી મૂકતો હતો એટલે પાર્ટી નો વીડિયો બનાવતો હતો એમાં આ બંને વેઈટર શૌર્ય ની પાસે જ ઉભા હતા ” અક્ષય એ કહ્યું
પ્રીતિ એ તરત પોતાનો કબાટ ખોલ્યો અને અંદરથી DSLR કાઢયો, તેમાં રહેલી મેમરી કાર્ડ તેણે કાઢયું અને લેપટોપ મા લગાવ્યું, “કાલ રાત ની પાર્ટી નો આખો વિડીયો મારી પાસે છે હમણાં ખબર પડી જશે ” પ્રીતિ એ કહ્યું
તેમણે વિડીયો ચાલુ કર્યો ધીમે ધીમે તે વિડીયો જોતા ગયા, તેણે જોયું તો એ બંને વેઈટર શૌર્ય ની આજુબાજુ જ ફરતા હતાં, શૌર્ય અચાનક પાર્ટી માંથી નીકળી ગયો અને ત્યારબાદ એ બંને વેઈટર ને એક ફોન આવ્યો અને તે પણ ત્યાં થી નીકળી ગયાં.
“એક કામ કર શૌર્ય ને કૉલ કર ” શ્રેયા એ કહ્યું
“કાલ રાત ની કૉલ લગાવી રહી છું પણ એ જવાબ જ નથી આપી રહ્યો ” પ્રીતિ એ કહ્યું
“હું કૉલ કરું છું ” શ્રેયા એ ફોન હાથમાં લેતાં કહ્યું
તેણે ચાર થી પાંચ વાર કૉલ કર્યો પણ શૌર્ય એ રિસીવ જ ન કર્યો, પ્રીતિ એ અદપ વાળીને આંખ ના નેણ ઉંચા કરી ને ઈશારો કર્યો.
“એ રિસીવ જ નથી કરી રહ્યાં ” શ્રેયા એ કહ્યું
“ હું ટ્રાય કરું છું ” એમ કહી ને અક્ષય એ પણ કૉલ કર્યો પણ શૌર્ય એ રિસીવ ન કર્યો
“એક કામ કરીએ આપણે તેના ઘરે જઈએ ” શ્રેયા એ કહ્યું
“કયાં જશું? આપણા માંથી કોઈને એના ઘરનું એડ્રેસ ખબર છે? ” પ્રીતિ એ ગુસ્સે થતાં કહ્યું
“હા એ પણ છે ” અક્ષય એ કહ્યું
“એ આપણા બધા વિશે બધું જાણે છે પણ આપણે એના વિશે કંઈ પણ નથી જાણતા એના નામ સિવાય ” પ્રીતિ એ ગુસ્સે થતાં કહ્યું
“આપણે કયારેય આ વિશે વિચાર્યું પણ નથી ” શ્રેયા એ કહ્યું
“કારણ કે આજ સુધી કોઈ આપણી આટલી નજીક નથી આવ્યો પણ શૌર્ય તો આટલી જલ્દી નજીક આવી ગયો કે.... ” પ્રીતિ એ પગ પછાડતા કહ્યું
“પ્રીતિ પ્લીઝ શાંત થઈ જા ” અક્ષય એ કહ્યું
પ્રીતિ એ પોતાનો મોબાઈલ લઈ ને નંબર ડાયલ કર્યો, “કોને ફોન લગાવી રહી છે? ” શ્રેયા એ પ્રીતિ ને નંબર ડાયલ કરતા જોઈ ને બોલી.
“કૉલેજમાં ફોન કરી રહી છું, શૌર્ય એ એડમિશન વખતે તો ફોર્મ સબમીટ કર્યું હશે જ એમાં બધી માહિતી મળી જશે ” પ્રીતિ એ કૉલ કરતા કહ્યું
પ્રીતિ એ કૉલેજમાં ફોન કરીને શૌર્ય ના ડોકયુમેન્ટ ની ફાઈલ ના ફોટો મંગાવ્યા, તે ત્રણેય ના મનમાં ટેન્શન હતું આખરે શૌર્ય બધા થી છુપાવી શું રહ્યો છે.
થોડીવારમાં પ્રીતિ ના ફોન મા કેટલાક ફોટો આવ્યા, તેણે તરત મોબાઈલ લેપટોપ સાથે કનેકટ કરી ને ફોટા ઓપન કર્યો, શૌર્ય નું એડમીશન ફોન જોઈ ને તે બધા આશ્ચર્ય મા પડી ગયા. કારણ કે ફોર્મ મા ખાલી શૌર્ય લખ્યું હતું ન તો તેના પપ્પા નું નામ હતું કે ન તો તેની સરનેમ લખી હતી.
“યાર આમા તો ખાલી શૌર્ય લખ્યું છે આગળ પાછળ તો કંઈ નથી ” અક્ષય એ કહ્યું
“અહીં એડ્રેસ મા તો સુરત ના કોઈ અનાથ આશ્રમ નું નામ છે ” શ્રેયા એ કહ્યું
પ્રીતિ એ એડ્રેસ જોયું અને થોડીવાર વિચાર મા પડી ગઈ અને કંઈક યાદ આવ્યું હોય તેમ બોલી પડી, “આ તો એ જ અનાથ આશ્રમ છે જયાં દર વર્ષે દાદાજી પૈસા ડોનેટ કરે છે ”
“મતલબ શૌર્ય આ અનાથ આશ્રમ માંથી આવ્યો છે? ” અક્ષય એ કહ્યું
“મને હજી આ વાત પર વિશ્વાસ નથી ” પ્રીતિ એ કહ્યું
“કેમ? ” શ્રેયા એ કહ્યું
“અત્યાર સુધી આ વ્યક્તિ એ એક પણ વાત સાચી નથી કહી ” પ્રીતિ એ કહ્યું
“પણ એવું પણ હોઈ શકે તે કોઈ પ્રોબ્લેમ મા હોઈ ” શ્રેયા એ કહ્યું
“તું એની સાઈડ ના બોલ શ્રેયા, એટલું જ સાચું લાગી રહ્યું છે તો ઠીક છે અનાથ આશ્રમ ના સુપરવાઇઝર ભારતી આન્ટી ને હું આેળખું છું હમણાં કૉલ કરી ને ક્રોસ ચેક કરીએ ” પ્રીતિ એ ફોન હાથમાં લેતાં કહ્યું
તેણે ભારતી બેન ને કૉલ લગાવ્યો, સામે છેડે થી થોડીવારમાં કૉલ રિસીવ થઈ ગયો અને એક વ્યક્તિ નો અવાજ આવ્યો, “હેલ્લો ”
“હેલ્લો ભારતી આન્ટી ” પ્રીતિ એ કહ્યું
“હા તમે કોણ બોલી રહ્યાં છો ” ભારતીબેન એ કહ્યું
“હું પ્રીતિ બોલી રહી છું મુંબઈ થી ” પ્રીતિ એ કહ્યું
“ઓહ પ્રીતિ બેટા તું ” ભારતીબેન એ ખુશ થતાં કહ્યું
“હા આન્ટી મારે એક કામ હતું ” પ્રીતિ એ કહ્યું
“હા બોલ ને બેટા ” ભારતી બેન એ કહ્યું
“તમારા અનાથ આશ્રમ મા કોઈ શૌર્ય નામનો છોકરો હતો જે અત્યારે મુંબઈ અભ્યાસ કરવા આવ્યો હોય ” પ્રીતિ એ કહ્યું
“શૌર્ય....? મને યાદ છે ત્યાં સુધી આ નામનો કોઈ પણ છોકરો અનાથ આશ્રમ નથી અને અત્યાર સુધી આ નામ નો કોઈ વ્યક્તિ અનાથ આશ્રમ મા નથી આવ્યો ” ભારતી બેન એ યાદ કરતાં કહ્યું
“ઓકે આન્ટી, હું તમને એક ફોટો મોકલું છું તમે તેને જોઈ ને કહી શકશો કે આવો કોઈ વ્યક્તિ અનાથ આશ્રમ મા હતો ” પ્રીતિ એ કહ્યું
“ઓકે બેટા ” ભારતી બેન કહ્યું
પ્રીતિ એ શૌર્ય નો ફોટો ભારતી બેન ને મોકલ્યો, થોડીવારમાં જ ભારતી બેન નો ફોન આવ્યો, “હેલ્લો પ્રીતિ બેટા ” ભારતી બેન એ કહ્યું
“હા આન્ટી ” પ્રીતિ એ કહ્યું ખ
“બેટા જે વ્યક્તિ નો ફોટો તે મોકલ્યો એવો તો કોઈ પણ આજ સુધી આ અનાથ આશ્રમ મા નથી આવ્યો ” ભારતી બેન એ કહ્યું
“ઓકે આન્ટી ” પ્રીતિ એ કહ્યું
“કેમ શું થયું બેટા? ” ભારતી બેન એ કહ્યું
“કંઈ નહીં આન્ટી ” પ્રીતિ એ કહ્યું
“બીજું કોઈ કામ હોય તો કહેજે ” ભારતી બેન એ કહ્યું
“ઓકે આન્ટી શ્યોર ” પ્રીતિ એ કહ્યું
પ્રીતિ એ ફોન કટ કર્યો અને કહ્યું, “મને ખબર જ હતી ”
“શું થયું ” શ્રેયા એ કહ્યું
“શૌર્ય એ અનાથ આશ્રમ મા હતો જ નહીં એની કહેલી દરેક વાત જૂઠી છે ” પ્રીતિ એ ગુસ્સામાં આવીને ટેબલ પર પડેલ ફલાવર પોટ જમીન પર ફેંકતા કહ્યું
“પ્રીતિ શાંત થઈ જા આજ નહીં તો કાલે એ આપણ ને મળવાનો છે ત્યારે બધું ખબર પડી જશે ” અક્ષય એ કહ્યું
“તું આખી રાત સુઈ પણ નથી શકી તો અત્યારે થોડો આરામ કર આપણે પછી વાત કરીશું ” શ્રેયા એ કહ્યું
“ઓકે ” પ્રીતિ એ કહ્યું
શ્રેયા અને અક્ષય બંને જતાં રહ્યાં, પ્રીતિ એ રૂમ ની લાઈટ ઓફ કરી અને બેડ જઈ ને સુઈ ગઈ પણ તેને ઉંઘ જ આવતી નથી, તેના મનમાં વારંવાર શૌર્ય નો ખ્યાલ આવી રહ્યો હતો. તે આમ થી તેમ પડખા ફરી રહી હતી, અચાનક તેનો હાથ તેના ગળા પર ગયો અને શૌર્ય એ આપેલી ચેઈન તેનાં હાથ મા આવી, તે તરત જ બેઠી થઈ અને ગળામાંથી ચેઈન કાઢી અને પોતાના હાથ માંથી બેર્સલેટ કાઢયું અને બંને ને સરખાવ્યા, બંને મા રહેલા પિંક કલરના હાર્ટ શેપ ના સ્ટોન એકદમ સરખા હતાં. પણ એના મનમાં વિચાર આવ્યો કે આવી રીતે સરખા શેપ ના સ્ટોન તો કોઈ પણ બનાવી શકે છે પણ તેને કંઈક યાદ આવ્યું અને તે ઉભી થઈ.
પ્રીતિ એ લાઈટ ઓફ રહેવા દીધી અને બારી પાસે જઈ ને પડદા સહેજ ખોલ્યો, ત્યાં થી સૂર્યની કિરણો અંદર આવી અને પ્રીતિ એ તેનાં બેર્સલેટ મા રહેલ સ્ટોન ને એ કિરણો સામે રાખ્યું અને સૂર્યના કિરણો પડતાં જ સ્ટોન ચમકયો અને બીજી તરફ જમીન પર તેનો પડછાયો પડયો પણ સૌથી મજેદાર એ હતું કે એ હાર્ટ શેપ ના પડછાયા મા એક આલ્ફાબેટ નો શેપ દેખાઈ રહ્યો હતો અને એ આલ્ફાબેટ હતો “S”, હવે પ્રીતિ એ શૌર્ય એ આપેલા ચેઈન મા રહેલ હાર્ટ શેપ ના સ્ટોન ને સૂર્યની કિરણો સામે રાખ્યો અને એ પણ ચમકયો અને પ્રીતિ એ જયારે તેના સ્ટોન ના પડછાયા તરફ જોયું ,તેના હાથમાંથી ચેઈન નીચે પડી ગયો અને તે ત્યાં જ ઘૂંટણ વાળી જમીન પર બેસી ગઈ, કારણ કે એ પડછાયા મા હાર્ટ શેપ ની અંદર આલ્ફાબેટ હતો અને એ આલ્ફાબેટ હતો “P”
પ્રીતિ ની આંખો મા આંસુ આવી ગયા અને તેણે કહ્યું, “મતલબ શૌર્ય જ.... એક નંબર નો ડફર છે આટલા દિવસો સુધી મારા થી આ વાત છુપાવી એક વાર હાથમાં આવ તને તો હું છોડીશ નહીં મે આજ સુધી જેટલો હેરાન નથી કર્યો એના થી વધુ તો તે આટલા દિવસો મા મને હેરાન કરી છે” પ્રીતિ ની આંખો મા આંસું હતા અને સાથે સાથે ચહેરા પર ખુશી હતી તે ચેઈન અને બેર્સલેટ બંને ને ગળા સરસા ચાંપી દીધા.
આખરે પ્રીતિ ને શૌર્ય ની હકીકત ની ખબર પડી ગઈ, શૌર્ય એના અતિત નો એક એક એવો ભાગ છે જેને તે કયારેય ભૂલાવી શકે તેમ નથી, શું તે કાનજી પટેલ ને આ વિશે વાત કરશે ?, શું શૌર્ય ને આ વિશે જાણ થશે કે પ્રીતિ તેની હકીકત જાણી ગઈ છે? હવે ધીમે ધીમે રહસ્યો ઉજાગર થશે.
હજી તો દિગ્વિજય સિંહ રઘુ પાસેથી એ વ્યક્તિ વિશે જાણકારી મેળવવાનો છે જે આ બધા મર્ડર પાછળ છે, પણ અત્યારે એક રહસ્ય ની વાત તમને જણાવી જ દવ કે રઘુ એ વ્યક્તિ નું નામ આપતા પહેલાં જ તેને કોઈક મારી નાખશે પણ કોણ મારી નાખશે એ તો આગળ ના ભાગમાં જ ખબર પડશે, જો રઘુ મરી ગયો તો પછી આ રહસ્યો ઉજાગર કંઈ રીતે થશે?
તમને યાદ હોય તો આ સ્ટોરી ની શરૂઆત મા જ એક વાકય હતું અને એ છે, “ અંત જ આરંભ છે ” આ એક વાકય પર જ મે આ આખી નવલકથા તૈયાર કરી છે, દુનિયામાં કોઈ પણ વસ્તુ નો અંત થાય તો ત્યાં થી જ એક નવો આરંભ થાય છે, સ્ટોરી ની શરૂઆત એક સામ્રાજય ના અંત થી થઈ હતી અને ત્યાં થી એક નવા સામ્રાજય નો આરંભ થયો હતો અને હવે રઘુ ના અંત થી આ સ્ટોરી ના સૌથી મોટા રહસ્ય નો આરંભ થશે, આ સ્ટોરી ના ખલનાયક ની એન્ટ્રી આ અંત થી જ થશે, કારણ કે “અંત જ આરંભ છે ” બસ આ અંત અને આરંભ વચ્ચે રહેલા રહસ્યો ને જાણવા વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”