આજે નિહાર અને કૃતિ નો હનીમુન નો છેલ્લો દિવસ છે. આજે રાત્રે બંનેને રાતની ફ્લાઈટ મા ઘરે જવા નીકળવાનુ હોય છે. નિહાર કૃતિ સાથેની એક એક પળ યાદગાર બનાવવા માગે છે. તે કૃતિ ને તેમના પાડેલા એક એક મેમોરેબલ ફોટોસ કેમેરામાં બતાવી રહ્યો છે.
કૃતિ પણ નિહાર સાથે એક અનોખા બંધનમા બંધાઈ ગઈ છે પણ તેના મનમાં આજે સવારથી એક ભાર લાગી રહ્યો છે. કારણકે હવે ઘરે જઈને તેના પ્લાન ને અંજામ આપવાની તૈયારી કરવી પડશે. ઘરે તો તેના એ મમ્મીની એ સુચનાઓ મુજબ કામ કરવુ પડશે.
પણ આ વખતે તો તે નિહારને દિલથી પોતાનો પતિ માની ચુકી છે. હવે તેનું મન બદલાઈ ગયું છે. હવે ઘરે જઈને પોતાના ઘરેથી બધુ લઈ જવાનો વિચાર પણ કેવી રીતે કરી શકશે એ વિચાર માત્ર થી તેના શરીરમાં એક કંપારી આવી જાય છે...કોણ જાણે આટલા વર્ષો પછી તેને કેમ કોઈના માટે આવી લાગણી અને પ્રેમ છલકાઈ રહ્યો છે.
આજે કૃતિને ઉદાસ જોઈને નિહાર પુછે છે, શુ થયું કેમ ઉદાસ છે ??
તે પોતાના હોઠ સુધી આવેલી વાત ને ફરીથી નિહાર ને કહેતા અટકી જાય છે અને કહે છે બસ એમ જ આટલા દિવસ આપણે એકબીજા સાથે કેટલુ સરસ રહ્યા અને બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જઈશું. ફરી આવો સમય મળશે પણ નહીં કે કોને ખબર ??
નિહાર : તુ શુ કામ ચિંતા કરે છે.આપણે જ્યાં પણ હોઈશુ હુ તારી સાથે જ છુ કહીને તેને મસ્ત ઉચકી લે છે....અને કહે છે...આ આપણો ગોલ્ડન સમય આપણે ક્યારેય નહી ભુલી શકીએ..........
* * * * *
બધા આજે નિહાર ને ફરીને પાછા આવ્યા છે એટલે બહુ ખુશ છે. આજે આખો પરિવાર સાથે છે. કૃતિ પણ પરિવાર સાથેની એક એક પળ દિલથી માણી રહી છે.
નીર્વી ને લોકોએ કૃતિ માટે બધું જ ઘરમાં સેફ કરી દીધું છે. બધા તેને બહુ જ સરસ રાખે છે .
સાચી : નીર્વી તને નથી લાગતુ કે ફરીને આવ્યા પછી કૃતિ એકદમ બદલાઈ ગઈ છે. તે બધા સાથે આમ ખુશ થઈને રહે છે.
પરી : અને મે એ પણ જોયુ કે તે તેના મમ્મી પપ્પા ના ઘરે દાદીએ જવાનું કહ્યું તો એ વાત ટાળી રહી હતી.
સાચી : કદાચ તે પ્લાન મા પકડાય નહી માટે આ બધુ કરતી હોય ??
નીર્વી : એતો નથી ખબર પણ મે એને તેની મમ્મી સાથે ફોન પર વાત કરતાં પણ સાભળી હતી પણ તે વાત ન કરવા ઈચ્છતી હોય તેમ પરાણે બહાનુ બતાવી ફોન મુકવાની કોશિષ કરી રહી હોય એવુ લાગી રહ્યું હતું જ્યારે એવુ તો કોઈ કામ હતું જ નહી.
સાચી: , શાશ્વત એક માઇક્રો ચીપ લાવ્યો છે એ આપણે તેના મોબાઈલમા કોઈ પણ રીતે નાખવી પડશે જેથી તે કોઈ પણ સાથે ફોનમાં શુ વાત કરે છે તે આપણને ખબર પડે. હા પણ હવે જ આપણે તેનુ બરાબર ધ્યાન રાખવાનુ છે.
ત્રણેય જણા ??? કરીને છુટા પડે છે....
* * * * *
આજે પરી અને નીર્વી નો શ્રીમંત રાખેલો છે. આખુ ઘર શણગારેલુ છે. ચારેતરફ બલુન્સ અને બેબીના ફોટોસ છે. એમાં પણ પરીને ટ્વીન્સ આવવાના છે એવુ ખબર છે એટલે તો બધા ની ખુશી બમણી થઈ ગઈ છે.
અને આ બધુ જ ડેકોરેશન કૃતિના આઈડિયા પ્રમાણે છે અને તે ખરેખર બહુ સુંદર છે એટલે બધા તેના બહુ વખાણ કરે છે અને ખુશ થઈને કહે છે તારે તો આના ઓર્ડર લેવા જોઈએ.
આખુ ફંક્શન સરસ થાય છે. બધા કહે છે ત્રણેય વહુઓ સાથે કૃતિ પણ એકદમ હળીમળી ગઈ છે. અને ખરેખર એવુ જ હતુ. કૃતિ ખરેખર આ લોકોની ધારણા મુજબ કંઈ કરતી જ નથી.
તે નોર્મલ બધાની સાથે જ રહેતી. તે હંમેશાં હવે બધા સાથે જ રહેવા ઈચ્છતી હતી . આ લોકો ખરેખર હવે મુઝાઈ ગયા છે કે કૃતિ ખરેખરમાં બદલાઈ ગઈ છે કે તે કોઈ મોટા ઉઠામણા માટે બધાને ઉધા રસ્તે લઈ જઈ રહી છે કે જેથી તેના પર કોઈને શંકા ન થાય.
* * * * *
કૃતિ ચિંતા મા તેના રૂમમાં આટા મારી રહી છે. તેને તેની મમ્મીએ કહેલા શબ્દો યાદ આવી રહ્યા છે , "હવે જે કરવાનુ હોય તે જલ્દી કરજે. આ વખતે તો મોટા ઘરનો નબીરો છે એટલે માલમા કોઈ કમી ના રહે ના રહેવી જોઈએ. તારી પાસે ફક્ત પંદર દિવસ છે તેને અંજામ આપવા માટે. નવુ મિશન આવી ગયુ છે રાજસ્થાન માટેનુ ત્યાં જવાનું છે. "
કૃતિ ફોન મા સામે " હા " સિવાય કંઈ બોલતી નથી એટલે તેની મમ્મી કહે છે તારો ઈરાદો બદલાઈ નથી ગયો ને ?? તુ પેલા નિહાર મા સાચી ફસાવા નથી લાગીને ??
કૃતિ એ કંઈ પણ તેની મમ્મીને નથી જણાવા દીધુ કે તે તો નિહાર સાથે ખરેખર એક પતિ પત્ની ના સંબંધોમાં બંધાઈ ચુકી છે .તે ફક્ત એવુ કહે છે ના એવુ કંઈ નથી એ તો થોડી તબિયત સારી નથી એટલે.
અને છેલ્લે કહેલા શબ્દો વારંવાર તેના મગજમાં ગુમરાઈ રહ્યા છે, " જો જરા પણ ચાલાકી કરવાની કોશિષ ના કરતી નહી તો તારી બહુ ખરાબ હાલત થઈ જશે,તારા આ ઘરવાળા અને એ નિહાર જ તને ઘરમાંથી બહાર કાઢશે એવી બાજી પલટાવી દઈશ. "
તેની આંખોમાંથી આસુ વહી રહ્યા છે શુ કરવુ કંઈ જ સમજાતુ નથી......
શુ કરશે કૃતિ ?? આ પરિવારને સાચુ જણાવી શકશે તેની ઓળખ વિશે ?? કે તેની મમ્મી એ આપેલી ધમકી મુજબ ફરી એકવાર નવા ચક્રવ્યુહમા ફસાઈ જશે ???
જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -23
next part .............. publish soon........................