(આગળના ભાગમાં આપણે જોયું કે મિહીકા અને આદિત્ય એક જ કૉલેજમાં હોય છે પણ તેઓ એકબીજાને બિલકુલ ઓળખતાં નથી. પણ એક પ્રોજેક્ટમા તેઓ સાથે હોય છે. અને તેના માટે બીજા બે મિત્રો ધરા અને સમીર સાથે આહવા ડાંગના જંગલમાં જવાનું નકકી કરે છે. હવે આગળ.)
સવારે મિહીકાના પપ્પા એને કૉલેજ પર મૂકી જાય છે મિહીકા ગેટ પાસે ઊભી એના બીજા ગૃપ મેમ્બર્સની રાહ જુએ છે. એટલી વારમાં ધરા પણ ત્યાં આવી પહુંચે છે. બંને એક બીજાને ગુડ મોર્નિંગ વિશ કરે છે. થોડીવાર પછી મિહીકા મોબાઈલમાં ટાઈમ જુએ છે એને ધરાને કહે છે, " ધરા, સમીરને ફોન તો કર ! ક્યાં પહોંચ્યો એ.
ધરા : હા યાર સાડા છ થઈ ગયા, પણ હજુ આ સમીર અને આદિત્ય બંનેમાથી કોઈપણ દેખાતુ નથી. અને સમીરને ફોન કરે છે. સમીર ફોન રિસીવ કરે છે અને કહે છે કે એ આદિત્ય સાથે જ છે બસ પાંચ મીનિટમાં ત્યાં પહોંચીએ છીએ.
ધરા મિહીકાને કહે છે કે તેઓ સાથે જ છે અને હમણાં આવે જ છે. થોડીવારમાં આદિત્ય અને સમીર પણ આવી જાય છે. તેઓના આવતા જ મિહીકા એ લોકોને ખીજાય છે. " શું તમે પણ આટલું લેટ તો કરવાનું હોય ? છ વાગ્યાનો સમય આપેલો હતો અને અત્યારે પોણા સાત થઈ ગયા છે. તમને કંઈ ટાઈમની વેલ્યુ છે કે નહી !!
આદિત્ય : બસ હો મિહીકા, હવે થોડું મોડું તો ચાલે તુ તો જાણે અમારી બોસ હોય એવી રીતે ખીજાય છે.
મિહીકા : જો હું કોઈની બોસ નથી બનતી પણ આ એક ટીમ વર્ક છે આપણે બધાએ જ કાલે નક્કી કરેલું કે છ વાગ્યે અહીં મળીશું. અમે બંને છોકરીઓ ટાઈમ પર આવી ગઈ. પણ તમારા બંનેનો તો કોઈ અતો - પતો જ નહોતો. તું એકલો હોય તો તારી મરજી મુજબ કર, તને ક્યાં અમે કંઈ કહીશું !! પણ જ્યાં સુધી આપણે ટીમમાં છે ત્યાં સુધી બધાંએ નક્કી કર્યા મુજબ કરવુ જોઈએ અને આ જ વાત મારી પર પણ લાગું પડે છે.
સમીર : હા, sorry મિહીકા તારી વાત સાચી છે. આદિત્ય, હવે આપણે ટાઈમનુ ખાસ ધ્યાન રાખવું પડશે.
મિહીકા : it's ok..પણ મારી એક વાત યાદ રાખજો જે સમયની વેલ્યુ નથી કરતાં સમય પણ એની વેલ્યુ નથી કરતો. છેલ્લું વાક્ય મિહીકા આદિત્ય તરફ જોઈને કહે છે.
ધરા : સારુ ચાલો છોડો હવે આ બધી વાત. સમીર પહેલા એ કહે તું આદિત્ય સાથે કેવી રીતે આવ્યો ?
સમીર : અરે, તમે બંનેના ગયા પછી હું અને આદિત્ય કૉફી પીવા રોકાયા હતાં. ત્યારે જ અમને ખબર પડી કે અમે બંને આજુબાજુની સોસાયટીમાં જ રહીએ છીએ. એટલે પછી અમે નક્કી કર્યું કે, સવારે હુ અને આદિત્ય સાથે જ આવીશું. હું તો સવા છ નો તૈયાર જ હતો પણ આ ભાઈ જ મોડો આવ્યો.
આદિત્ય : હા ભાઈ, હવે તું પણ મને જ સંભાળવ. જરા લેટ શું થયું બધા તો મારી પર જ ચઢી બેઠાં.
પહેલાં તો બધાંને લાગ્યું કે આદિત્ય સિરીયસલી કહે છે પણ પછી જ્યારે તે પાછળ ફરીને હસવા લાગ્યો ત્યારે બધાંને સમજાયું કે એ મજાક કરે છે અને તેઓ પણ ખડખડાટ હસવા લાગ્યા.
મિહીકા : પણ મને એ સમજમાં ના આવ્યું કે તમે બંને નજીકમાં જ રહો છો તો તમને ખબર કેમ ના પડી !!
સમીર : એ એટલા માટે કે હું હજી છ મહિના થયા જ અહીં આવ્યો છું. અને આ ભાઈ કૉલેજમાં આવે તો એને ઓળખીએ ને !! સમીર આદિત્યના બરડા પર ધબ્બો મારતાં કહે છે.
આદિત્ય : હવે તમને મોડું નથી થતું ? ચાલો હવે જઈએ કે, હજુ મારી ફીરકી લેવાની છે.
મિહીકા : હા, હા, ચાલો હવે જઈએ.
અને બધાં ગાડીમાં ગોઠવાઈ છે. ધરા અને મિહીકા પાછળ બેસે છે અને સમીર આદિત્યની બાજુમાં બેસે છે. બધાં મસ્તી કરતાં કરતાં આગળ વધે છે. થોડા સમય પછી સમીર કહે છે કે,
સમીર : અરે યાર બહુ ભૂખ લાગી છે ક્યાંક ચા નાસ્તાના સ્ટોલ પર ગાડી ઊભી રાખજે. આપણે થોડો નાસ્તો કરી લઈએ.
આદિત્ય થોડી આગળ એક નાસ્તાના સ્ટોલ પાસે ગાડી ઊભી રાખે છે અને બધાં નીચે ઉતરે છે. અને પોતપોતાની પસંદ પ્રમાણે નાસ્તો મંગાવે છે. આદિત્ય બાજુના સ્ટોલ પરથી એના માટે કોફી અને બીજા માટે ચા લઈ આવે છે.
મિહીકા : sorry આદિત્ય, હું ચા નથી પીતી.
આદિત્ય : અરે યાર, મારે પૂછવું જોઈતું હતું sorry મિહીકા. પણ હું મારા માટે કૉફી લાવ્યો છું તો આપણે share કરી લઈશું.
મિહીકા : no, no,it's ok હું સવારે કૉફી પી ને જ નીકળી હતી. તું પી લે.
આદિત્ય : કૉફી તો હું પણ પી ને આવ્યો છું તો આપણે અડધી અડધી પી લઈએ. એમ કહી તે એક એક એકસ્ટ્રા પેપર કપમાં અડધી કૉફી નાખી દે છે.
મિહીકા સ્માઈલ આપીને ફૉફીનો કપ લઈ લે છે અને બધાં નાસ્તો કરી પાછા ગાડીમાં ગોઠવાઈ જાય છે. અને આદિત્ય ગાડી ડાંગ તરફ દોડાવે છે.
ધરા : frnds મને એ સમજમાં નથી આવતું કે, સરે આપણને રેર ઔષધિ વિશે માહિતી એકઠી કરવાનો પ્રોજેક્ટ આપ્યો છે તો આપણે વઘઈ બોટાનીકલ ગાર્ડન જ ચાલ્યા જાત તો સારું થાત.
મિહીકા : ના ધરા, તે કહ્યું તે મુજબ આપણો પ્રોજેક્ટ રેર ઔષધિ વિશે રિસર્ચ કરવાનો છે જેના વિશે બધાંને માહિતી ના હોય. અને વઘઈ બોટાનીકલ ગાર્ડનમાં તો ઘણું પબ્લિક આવતું હોય છે તો એના વિશે બધાને ખબર જ હોય. હું પોતે પણ ચાર વખત ત્યાં જઈ આવી છું હવે ત્યાં આપણાં કામનું કંઈ નથી. અને આ જંગલોમાં તો વધારે કોઈ જાય નહિ અને જંગલ છે તો કેટલીક ઔષધિ નવી પણ ઊગી નીકળે. મને લાગે છે ત્યાં આપણને જરૂરથી કંઈક મળશે.
ધરા : હા, યાર તારી વાત તો સાચી છે.
સમીર : એટલે જ એ ટૉપર છે ને આપણે તો માંડ માંડ પાસ થઈએ છીએ.
મિહીકા : please guy's આ વારંવાર ટૉપર કહીને મને તમારાથી અલગ ના કરો. હું પણ તમારા જેવી જ છું. અને અહીં આપણે બધાં એક જ પ્રોજેક્ટમાં છીએ અને એક સરખાં જ છીએ. તો હવેથી કોઈ ટૉપર નહી કે કોઈ એવરેજ નહીં.ત્રણેય એક સાથે હા બોલે છે.
ધરા : યાર આપણાંમાથી કોઈએ પણ વિચારેલું કે આપણે એક દિવસ એક સાથે આ રીતે જઈશું. અને એકબીજા સાથે આટલા સેટ થઈ જઈશું. ખાસ કરીને મિહીકા અને આદિત્ય તમે અમારી સાથે આટલાં મીક્સ થઈ જશો એવું મે ક્યારેય વિચાર્યું ન્હોતું.
આદિત્ય : કેમ મેડમ, અમે શું બીજા ગ્રહ પરથી આવ્યાં છે ? કે અમે તમારી સાથે મિક્સ ના થઈએ.
મિહીકા : હા, અમે પણ આ પૃથ્વી પર જ રહીએ છીએ હો.
ધરા : ના એવું નથી. Don't mind પર તમે લોકો એકદમ અલગ છો. આદિત્ય, તું તો કોઈ દિવસ કોઈને બોલાવે નહી. અને આ મિહીકા તો બુક્સમાંથી જ ઊંચી નઈ આવે. Seriosly guys I can't think about u like this.
મિહીકા : એટલે જ કોઈને પર્સનલી જાણ્યા વગર એના વિશે કંઈ પણ assume નહી કરવું જોઈએ.
સમીર : yes, u r absoulatly right. જ્યા સુધી આપણે એકબીજાને ઓળખીએ નહી ત્યાં સુધી એના nature વિશે ખબર ન પડે.
આદિત્ય : યાર હવે તમારું આ જ્ઞાનપુરાણ પુરું થયું કે નહી મને હવે કંટાળો આવે છે. અને બધાં હસવા લાગે છે.
આદિત્ય મ્યુઝિક પ્લેયર ચાલું કરે છે. બધા પોત - પતાની મસ્તીમાં હોય છે. અડધો રસ્તો તો કપાઈ ગયો છે બસ હવે થોડો જ રસ્તો બાકી છે.
વધું આગળના ભાગમાં...
મિત્રો સ્ટોરી પસંદ આવે તો રેટીંગ અને કોમેન્ટ જરુર આપજો.
Tinu Rathod ' Tamanna '