Dil ka rishta - 14 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 14

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 14

ભાગ - 14


રોહન એ ફૂલ ની ટોપલી લઇ અને જાય છે ત્યાં જોર થી પવન ફૂંકાઈ છે ગુલાબ ની પાંદડીઓ ઉડવા લાગે છે રોહન પાંદડીઓ ઉડી ના જાય માટે પવન થી બચાવવા ની કોશિશ કરે છે ત્યાં અચાનક કોઈ આવી એની સાથે અથડાઈ છે એના અથડાવા થી ટોપલી નો ઉપર ઘા થાય છે અને પાંદડીયો બધી ઉડી એ બન્ને પર પડે છે ત્યાં જ પૂજા ખુશી થી ઉછળી પડી બોલે છે યસ આવી ગયું મારુ વાવાજોડું

રોહન એ જોવા માટે એની સામે જુવે છે કે આખરે કોણ છે આ પૂજા નું વાવાજોડું પણ એ છોકરી રોહન સાથે અથડાવા થી એની હાથ માં રહેલ વસ્તુ ઓ પડી ગઈ એ ભેગી કરે છે એના વાળ થી એનો ચહેરો ઢંકાયેલો હોઈ છે તો રોહન ને એનો ચહેરો નથી દેખાતો એને બધી વસ્તુ ભેગી કરી લીધી પણ હજી એ કૈક શોધી રહી હતી ત્યાં એક હાર્ટ આકાર નું ગિફ્ટ બોક્સ રોહન ના પગ પાસે પડ્યું હોઈ છે રોહન સમજી ગયો કે એ આ ગિફ્ટ જ શોધી રહી છે રોહન એ ઉઠાવી અને એ એને આપવા જાય છે રોહન એ કહ્યું "મેડમ આપનું દિલ મારી પાસે છે" ત્યાં એ વાળ રૂપી પડદા ને એક ઝટકા સાથે પાછળ ની સાઈડ કરતા એ રોહન તરફ વળે છે રોહન તો એને જોતા જ અવાચક થઈ ગયો લાલ કલર નું ડિઝાઈનર બેકલેસ ટોપ અને ફિશકટ ચણીયો અને ડિઝાઈનર રીતે ફિક્સ કરેલો દુપટો અને સાથે જ મેચિંગ જ્વેલરી લાલ કલર ના જ મેચિંગ સેન્ડલ લાલ લિપસ્ટિક કાળા કલર થી કપાળ પર કરેલો સર્પ આકાર નો ચાંદલો કામણગારી આંખો મનમોહક અને મારકણું સ્મિત અને હોઠ નીચે એ કાળો તલ.....

રોહન ના હોશ ઉડી ગયા કારણ કે પૂજા નું વાવાજોડું એ બીજું કોઈ નહિ પણ રોહન નો એ વરસાદી રાત માં થયેલો પ્રથમ નજર નો પ્રેમ હતો જેને એને ક્યાં ક્યાં શોધી પણ ના મળી અને કદાચ એને ક્યારેય મળશે પણ નહીં એવું વિચારેલું એ આ રીતે અચાનક મળી જશે એનો રોહન ને સપને પણ ખ્યાલ નહોતો રોહન નો ચેહરો ખુશી થી ખીલી ઉઠ્યો પેલી છોકરી બાજુ મા આવી એને પૂછ્યું??શુ મારુ દિલ?? આટલું બોલતા જાણે રોહન ના કાન માં કોઈ એ મધ રેડયું હોઈ એવો એનો અવાજ એને મીઠો લાગ્યો રોહન ને તો જાણે કાઈ ભાન જ ના રહ્યું એતો બસ એને જોતો જ રહ્યો એ બોલવા મથી રહ્યો હતો પણ શબ્દો જાણે સંતાકુકડી રમતા હોઈ એમ સંતાઈ ગયા હતા એને કાઈ જવાબ ના આપતા એની નજર રોહન ના હાથ માં રહેલા એ હાર્ટ આકાર ના ગિફ્ટ બોક્સ પર પડી ગિફ્ટ બોક્સ ને જોઈ એ બોલી " ઓહ આપ આ દિલ ની વાત કરી રહ્યા છો" એમ કહી એના હાથ માંથી એ લઈ લે છે અને કહે છે " થેન્ક યુ અને સોરી પણ " હજી રોહન કાઈ પ્રતિસાદ આપે પેલા એનું ધ્યાન પૂજા તરફ ગયું અને એ દોડી અને પૂજા ને વળગી પડે છે પૂજા કહે "ઓહ મારુ વાવાજોડું મારુ નટખટ તોફાની બારકસ ક્યાં હતી આટલા દિવસ સો મચ મિસ યુ માય જીવ " હુ એ બધું પછી જણાવીશ અત્યારે મારી દુલ્હન તૈયાર છે તો ચાલ બધા તારી રાહ જોવે છે" પેલી છોકરી એ કહ્યું રોહન ની નજર ને તો જાણે લોહચુંબક થી ખેંચી હોઈ એમ આપમેળે ખેંચાઈ ગઈ અને એના ચહેરા પર થી હટતી ના હતી એને હજી એની આંખો પર વિશ્વાસ આવતો નથી કે આ સાચું છે કે હજી પણ સપનું?? રશ્મિ એને આ રીતે જોઈ એની પાસે ગઈ

રશ્મિ:- રોહન એ રોહન શુ થયું કેમ આમ પૂતળું બની ને ઉભો છે

રોહન ની તંદ્રા તૂટી :- હમ્મ ઓહ ના કાઈ નહિ બસ એમ જ અ આ ફૂલો ની ટોપલી તો અહીંયા જ ઢોળાઈ ગઈ હ હવે શું કરીશું

રોહન ને આમ બોલતા જોઈ પૂજા હસી પડી અને એની ફીરકી લેતા બોલી " અરે રોહન તારા શબ્દો કેમ થોથવાવા મનડયા કે મારા વાવાજોડા ને જોઈ તારા પણ હોશ ઉડી ગયા " રશ્મિ ને પૂજા એ આમ કહ્યું એ ના ગમ્યું પણ એને એ ચેહરા પર દેખાવ ના દીધું રશ્મિ અને રોહન બન્ને પૂજા પાસે આવ્યા પૂજા એ એની મિત્ર ને ઓળખાણ આપતા કહ્યું " બાય ધ વે આ છે મારા ફઈ નો દીકરો રોહન અને આ છે એની મિત્ર રશ્મિ અને આ છે મારી જીગર જાન મારો જીવ મારી દોસ્ત તેજલ ઉર્ફ મારુ વાવાજોડું.." રશ્મિ એ તેજલ જોડે હાથ મિલાવી શેકહેન્ડ કર્યા તેજલ એ રોહન તરફ હાથ લંબાવ્યો અને કહ્યું "હાય"
રોહન એ શેકહેન્ડ કર્યા ત્યાં પૂજા ના મોબાઈલ ની રિંગટોન વાગી

मेरे हाथ मे तेरा हाथ हो
सारी जन्नते मेरे साथ हो
तू जो पास हो फिर क्या ये जहाँ
तेरे प्यार में हो जाऊं फ़ना...

ગીત જાણે રોહન ના દિલ ના હાલ જણાવતું હોઈ એવું લાગ્યું રોહન હજી તેજલ નો હાથ પકડી અને એની સામે જોઈ રહ્યોં હતો પૂજા એ કહ્યું આમ બાઘા ની જેમ જ જોયા રાખીશ કે હાય પણ કરીશ
રોહન ની ફરી તંદ્રા તૂટી એને હડબડાતા કહ્યું " હાય "

ત્યાં અજય આવ્યો અને કહ્યું પૂજા ક્યાં છે તારો મોબાઈલ ફોન કેમ નથી ઉપાડતી પ્લીઝ જલ્દી કરો હવે તમારી જ રાહ જોવાઇ રહી છે જલ્દી કરો બ્રાઇડલ એન્ટ્રી ની તૈયારી થઈ ગઈ છે રશ્મિ એ કહ્યું હા ચલો ચલો જલ્દી કરો અને રશ્મિ અજય રોહન અને તેજલ એને લઈ મંડપ તરફ જાય છે રશ્મિ પણ એના સ્વાભાવ પ્રમાણે તેજલ સાથે જાણે જૂની મિત્ર હોઈ એ રીતે ભળી ગઈ પણ રશ્મિ એ વાત થી બિલકુલ અજાણ હતી કે પૂજા નું આ તેજલ નામ નું વાવાજોડું એની જિંદગી માં ખબર નહિ કેટલા ઝંઝાવાત લાવશે...




to be continue.....




( તેજલ અને રોહન ની મુલાકાત પછી પણ રોહન રશ્મિ સાથે લગ્ન કરવાના નિર્ણય પર કાયમ રહેશે??? તેજલ ના આવવા થી રશ્મિ ની જિંદગી પર શુ અસર થશે ??? તેજલ ના આવવા થી એ ત્રણેય ની જિંદગી કયો નવો વળાંક લેશે ??? શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા નો નવો ભાગ ..


* આ નોવેલ દર બુધવાર એ પ્રસારિત થાય છે

એક બીજી વાત કે હું કોઈ પ્રોફેશનલ લેખક નથી બસ શોખ માટે લખવા ની શરૂવાત કરી અને આપ સૌ નો પ્રેમ મળતો ગયો આ નોવેલ માટે મેં કોઈ પણ પ્લોટ નથી લખ્યો આગળ ના ભાગ માં શુ આવશે એ મને પોતાને પણ નથી ખબર હોતી બસ લખવાનું ચાલુ કરું અને જે મને ગમે એ બસ લખી નાખું તો પણ આપ સૌ નો આટલો પ્રેમ મળે છે એ મારા માટે બહુ મોટી વાત છે તો મારા બધા વાચકો નો ખુબ ખુબ આભાર અને સાથે એક વિનંતી કે આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં આભાર???