આગળ આપણે જોયું કે ધનરાજ દિવાન અદિતિ ને સત્ય થી માહિતગાર કરે છે કે અદિતિ એમની પોતાની પુત્રી નહિ પણ ચંદનગઢ ના રાજપરિવાર ની પુત્રી છે અને એ પરિવાર પર શ્રાપ છે કે એ પરિવાર માં જન્મેલી કોઇ પણ પુત્રી ના તો પ્રેમ કરી શકે ના તો લગ્ન .અને જો એણે એવી ભુલ કરી તો સાત દિવસ માં બંને ભયાનક રીતે મોત ને ઘાટ ઉતરશે.એ શ્રાપ ના લીધે જ અદિતિ ને અાજીવન કુંવારી રાખવા માટે મજબુર છે.એ અદિતિ ને વિનતિ કરે છે કે જો એ પ્રત્યુષને પ્રેમ કરતી હોય તો પ્રત્યુષ ને ભુલી જાય.જેને લીધે શરૂઆતમાં તો અદિતિ પ્રત્યુષ ને ભુલી જવાનુ નક્કી કરે છે પણ કદાચ પ્રત્યુષ પાસે એ સમસ્યા નો કોઇ ઉકેલ હોય એ આશાએ એ પ્રત્યુષ ને બધી વાત કરે છે એ સાંભળીને પ્રત્યુષ પહેલા તો કંઇક વિચાર માં પડી જાય છે અને અદિતિ ને મહત્વ નું કામ છે એમ કહી જતો રહે છે .અમુક દિવસ પછી અદિતિ ને જાણ થાય છે પ્રત્યુષે બિલ્ડર અગ્રવાલની બહેન શ્વેતા સાથે સગાઇ કરી લીધી છે ત્યારે એ ટુટી જાય છે.
*****************************
બેંગલોર એરપોર્ટ પર સવારના સાત વાગ્યે ચેકઇન માટેનું એનાઉન્સમેન્ટ થાય છે.એટલે વિક્રમ પણ ચેકઇન માટે જાય છે અને અડધા કલાકના ચેકઇન પછી તે ફલાઇટ માં પોતાની સીટ પર બેઠો એ સાથે જ એક છોકરી ને જોતા એ એને અદિતિ જેવી લાગતા એ એને બોલાવે છે પણ ચહેરો જોયા પછી ખબર પડે છે કે એ બીજી જ કોઇ છોકરી છે એ અદિતિ ના વિચારો માં ખોવાઇ ગયો,"એક મહિના ઉપર થઇ ગયુ અદિતિ પુજા કે પ્રત્યુષને મળ્યે.પુજા સાથે તો તો ય સમય કાઢીને વાત થઈ જતી પણ અદિતિ નો અવાજ સાંભળે તો જાણે કેટલો સમય થઈ ગયો હોય.કેટલી ભોળી, માસુમ છે એ.એનો અવાજ જાણે પહાડ ના પથ્થર માંથી આવતા ઝરણા ના પાણીનો અવાજ.શરુઆત માં કોલેજ આવી ત્યારે તો છોકરાઓ થી ખાસ કરીને મારાથી દુર ભાગતી.પણ ખબર નહિ મને પણ જાણે એની સાથે વાત કરવાની એને ચીડવવાની મજા આવતી.પણ પેલા દિવસે જ્યારે હોલ ટિકિટ માટે રડતી જોઇ ત્યારે એમ થયુ કે એ આંખ માં આંસુ લાવનાર વ્યક્તિ કે એ કારણ ને અત્યારે જ ખતમ કરી દઉં.અને એટલે જ જ્યાં એનું પર્સ ખોવાયુ તાબડતોબ જઇ ને એ પર્સ લઇ આવ્યો.એ પછી એને હસતી જોઇને મન ને જે ખુશી મળી હજુ ય એ ખુશી ની ક્ષણ યાદ છે.અને એટલે જ તો ટ્રુથ એન્ડ ડેર ગેમ માં પ્રત્યુષ સામે એવી શરત મુકી.કેમ કે કોલેજ પત્યા પછી અદિતિ ના હિટલર પપ્પા અદિતિ ના લગ્ન બીજે કરાવવાની ગોઠવણ જરુર કરત.પણ પ્રત્યુષ સામે એવી શરત મુકી એટલે હવે એવું નહિ થાય .મારે તો રવિવાર પહેલા જ બેંગલોર કામ થી નીકળી જવુ પડ્યુ .પણ પ્રત્યુષ સારા ઘર નો છોકરો છે એટલે અદિતિ ના પપ્પા પાસે માની જવા સિવાય બીજો કયો રસ્તો હોય.અત્યારે તો સગાઇની તૈયારી ચાલી રહી હશે એટલે બંને એકબીજામાંથી ઉંચા આવે તો મને ફોન કે મેસેજ કરે ને.પહોંચવા દે મને ખબર લઇ નાખું બંનેની."એમ વિચારતો એ કાનમાં ઇયર ફોન લગાવીને એમાંથી જગજિતસિંહ ના સોન્ગ ની પ્લેલિસ્ટ ઓન કરી ને આંખો પર પટ્ટી લગાવી ગીત સાંભળવા લાગ્યો
વડોદરા ફ્લાઇટ માં થી ઉતર્યો એરપોર્ટ પર પુજા રિસિવ કરવા આવી હતી.પુજા ને જોતા જ વિક્રમે સ્માઇલ કરીને વેવ કર્યુ .અને પુજા પાસે જતા જ બોલ્યો,"હાય,પુજા ,કેમ પાતળી થઈ ગઇ લાગે છે.મારો અાટલો વિરહ પણ સહન ના થયો?"
"તારા વિરહ માં માય ફુટ .આ તો ડાયેટિંગ કરીને વજન ઉતાર્યુ છે .પુજાએ પણ મજાક ના ટોનમા કહ્યું .બંને કોફી પીવા કાફે માં બેઠા અને કોફી ઓર્ડર કરીને રાહ જોવા લાગ્યા.
"અદિતિ અને પ્રત્યુષ .એ બંને શું કરે છે?હવે તો સગાઇની તૈયારી માં વ્યસ્ત હશે એટલે ફોન
કરવા નો પણ ક્યાંથી સમય હોય? કઇ તારીખ નક્કી કરી સગાઇ માટે ?"
પુજાએ ઉદાસ ભાવે કહ્યું ,"સગાઇ તો થઈ છે પણ પ્રત્યુષની થઈ ગઇ છે એ પણ અદિતિ સાથે નહિ મિ.અગરવાલ ની બહેન શ્વેતા અગરવાલ સાથે?
"વ્હોટ ?"વિક્રમ ચોંકી ગયો," શું વાત કરે છે તુ? પણ આવુ કઇ રીતે થયું ?પ્રત્યુષે એનું પ્રોમિસ ના પાળ્યુ? એના મમ્મી પપ્પા સાથે જઇ અદિતિ ના પપ્પા ને મળ્યો નહિ?"
"મળવા ગયો હતો એ એના માતાપિતા સાથે . અદિતિ સાથે લગ્ન ની વાત પણ કરી હતી.પણ અદિતિ ના પપ્પાએ ના પાડી દીધી .!"
વેઇટર આવીને કોફી ના બે મગ અને ચીઝ સેન્ડવીચ મુકી ગયો એટલે વિક્રમ કોફી પીતા બોલ્યો, "એમને ના પાડી એટલે એણે શ્વેતા સાથે સગાઇ કરી લીધી? .પોતાના પ્રેમ મેળવવા પ્રયત્ન પણ ના કર્યો.?એમ ય ના વિચાર્યું કે જ્યારે એણે અદિતને પ્રપોઝ કર્યુ ત્યારે મારા જ કહેવાથી પ્રત્યુષ પર ભરોસો કરીને હા પાડી હતી."
"ખબર નહિ કેમ પણ અદિતિ ના પપ્પા માન્યા નહિ .ખબર નહિ એમને પ્રત્યુષમાં શું ખરાબી જોઇ?સારા ખાનદાન નો સંસ્કારી છોકરો છે.તો પછી ના પાડવાનું કારણ કયું હોઇ શકે.કોઇ ને નથી ખબર?"
"એમનો ઇગો.બીજુ કયુ હોઇ શકે.આપણે એમને વાત કરી એ.કદાચ એમનેઅહેસાસ થાય કે પોતાના ઇગો ને સંતોષવા બે જણ ની જિંદગી બરબાદ કરી રહ્યા છે.""
"હા આપણે બંને એમને સમજાવીશું.પણ પહેલા તો પ્રત્યુષને સમજાવવો પડશે.એક કામ કરીએ હું પ્રત્યુષને મળીને એને સમજાવું છુ.તુ અદિતિ ના પપ્પા ને મળીને કન્વીન્સ કરવાનો ટ્રાય કર.એ પહેલા તું ઘરે જઇને ફ્રેશ તો થઈ આવ.તારા ઘરમાં બધા તારી રાહ જોતા હશે.કાલે મળી લેજે ને એમને."પુજાએ કહ્યું .
"ના પુજા ,તે કહ્યું નહિ પ્રત્યુષ ની સગાઇ થઈ ગઇ છે આમાં એક દિવસનું પણ મોડુ નહિ ચાલે.અદિતિ ની લાઇફ નો સવાલ છે.હું સાંજે જ એમને મળવા જઇશ."એમ કહીને વિક્રમે પુજા ને હગ કર્યુ અને પછી કોફીનું બિલ પે કરીને છુટા પડ્યા.
***************************
સાંજના સાડા છ વાગ્યે અદિતિ સુર્યાસ્ત થતા જોઇ રહી હતી અને પોતા ની કમનસીબી વિશે વિચારતી હતી.ગઇકાલની રાતે ફરીથી એ જ જુના પુરાણા સ્વપ્ન એ સવાર ના ચાર વાગ્યે એની ઉંઘ ઉડાડી હતી.એટલે એ સ્વપ્ન ના દ્રશ્ય હજુ ય માનસપટ પર છવાયેલા હતા.એ વિચારતી હતી કે,"કેમ વારે ઘડીએ એક નું એક સ્વપ્ન આવ્યા કરે છે.કહેવાય છેકે સવાર ના સપના સાચા પડતા હોય છે આ સ્વપ્ન પણ હંમેશા સવાર થવા આવે ત્યારે જ આવતુ હોય છે.પણ એકવીસમી સદીમાં આવા સ્વપ્ન થોડી સાચા પડે.ખબર નહિ આ સ્વપ્ન નો મારા જીવન પર લાગેલા કાળમુખા શ્રાપ સાથે કોઇ સંબંધ હશે ખરો?એવું લાગે છે કે જાણે કોઇ સદીઓ થી બહુ દર્દ માં છે અને મને મદદ માટે પોકાર કરે છે. આ બધી શું પહેલી છે ગમે એટલુ વિચારુ પણ કોઇ ઉકેલ નથી મળતો માથુ ફાટી જાય છે વિચારી વિચારીને.હે ક્રિષ્ન વાસુદેવ , કંઇક તો માર્ગ બતાવ.કે આ કોયડો શું છે?"
ત્યાં દરવાજાની બેલ વાગવાથી .કમલા દરવાજો ખોલે છે સામે વિક્રમ હતો એણે પુછ્યું ,"અદિતિ છે?"હા માં જવાબ આપતા કમલા એ ઉપર જવાનું કહ્યું એટલે એ અદિતિ ના રુમ તરફ ઉપર જવા વળ્યો.અદિતિ બાલ્કની માં ઉભી સુર્યાસ્ત નિહાળી રહી હતી.વિક્રમે અદિતિ ના ખબા પર હાથ મુકતા ચોંકી ગઇ વિક્રમ ને જોઇ ને એની આંખો ભરાઇ ગઇ ને વિક્રમ ને હગ કરીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી."ક્યાં હતો તું અત્યાર સુધી .મને તારી કેટલી જરુર હતી?તું તો પ્રત્યુષ સામે શરત મુકીને જતો રહ્યો પણ એ શરત ના લીધે મારા પર શું વીતી છે તને ખબર છે?પ્રત્યુષે પણ મને મારા હાલ પર છોડી દઇ ને બીજે સગાઇ કરી લીધી .અને હું એક એવા તોફાન માં ફસાઇ ગઇ છું કે જેનો ક્યારેય કોઇ કિનારો મળવાનો નથી ."એમ બોલતા બોલતા રડતી જ રહી."
" રિલેક્ષ ,તુ રડ નહિ .જો હું હવે અાવી ગયો છું ને.હું તારા પપ્પાને સમજાવીશ.એમને સમજાવીશ કે જે કંઇ કરે છે ખોટુ છે."
"પપ્પા ખોટુ નથી કરી રહ્યા એ કંઇ કરે છે એ મારા ભલા માટે જ કરે છે. એમને ના પાડી એ પાછળનું કારણ એવું છે કે એનો કોઇ જવાબ કોઇ ઉકેલ નથી .અામાં કંઇ જ થઈ શકે એમ નથી .અામાં કંઇ જ થઈ શકે એમ નથી .તું જા અહિંથી અત્યારે એમના અાવવા નો સમય થઈ ગયો છે .જો એ તને અા રીતે મારા રુમ માં મારી સાથે જોશે તો નાહક ના ગુસ્સે થશે."
"સારુ તારા રુમ માં થી જઉં છું પણ તારા પપ્પા સાથે વાત કર્યા વગર નહિ જઉં.હું હોલ માં એમની રાહ જોઉં છું."એમ કહીને રુમ માંથી નીકળી દિવાનખંડમાં વેઇટ કરવા લાગ્યો.ટાઇમપાસ કરવા વોટ્સઅપ પર પુજા સાથે ચેટ કરવાનું ચાલુ કર્યુ .
સાત વાગ્યે ધનરાજ દિવાન અાવ્યા.એમણે વિક્રમ ને જોયો .એટલે વિક્રમ ને એનો પરિચય પુછ્યો,"નમસ્તે અંકલ,હું વિક્રમ સહાય.સન ઓફ ડો.રિષભ સહાય.મારા ડેડ 'ધનવન્તરી ચેરિટેબલ ટ્રસ્ટ 'ના ફાઉન્ડર અને ચેરમેન છે"
"ઓહ , મિ.રિષભ સહાય .આઇ નો ધેટ.પણ તમને અમારું શું કામ આવી પડ્યુ."
"તમે ફ્રેશ થઈ આવો .પછી વાત કરીએ."
"ઓકે.હુ વીસ મિનિટમાં ફ્રેશ થઇ ને આવું પછી વાત કરીએ.તમે ચા નાસ્તા ને ન્યાય આપો .આઇ વીલ કમ બેક સુન."
થોડી વાર પછી ધનરાજ દિવાન ફોર્મલ કપડા પહેરીને અાવ્યા.હવે એ પહેલા કરતા વધુ ફ્રેશ લાગતા હતા.
"બોલો શું કામ છે અમારુ .?"
"એક્ચુલી વાત એમ હતી કે ,હું તમને ખાસ વાત કરવા આવ્યો છુ.અને એ અદિતિ વિશે છે.હું અને અદિતિ બંને સાથે કોલેજ કરતા હતા.પ્રત્યુષ અને અદિતિ બંને એકબીજાને પ્રેમ કરે છે એ વાત ની અમને ખબર હતી.કોલેજ પતી ત્યારે પ્રત્યુષે અમને કહ્યું હતુ કે એ જરુર થી અદિતિ સાથે લગ્ન કરશે.મારે એક કામથી બેંગલોર જવાનુ થયુ હતુ .પણ જ્યારે પાછો અાવ્યો ત્યારે મને જાણ થઇ કે તમે પ્રત્યુષ અને અદિતિ ના લગ્ન માટે ના પાડી દીધી .મને એ ના સમજાયુ કે પ્રત્યુષ અને અદિતિ ના લગ્ન થવા દેવામાં તમને શું વાંધો છે?પ્રત્યુષ સારા અમીર ઘરનો ખાનદાની છોકરો છે.અમે પ્રત્યુષને ઓળખીએ છીએ .એનામાં કોઇ જાતનું વ્યસન નથી કે કોઇ રોમિયો ટાઇપનો નથી.ભણવામાં પણ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે.તો પછી કેમ અંકલ તમે બે ય ને અલગ કરીને બે ય ની જીંદગી બરબાદ કરો છો?"
"મિ.વિક્રમ ,અા અમારા ઘરની પર્સનલ મેટર છે અને તમે એમાં ના પડો તો સારુ રહેશે.અદિતિ ને ના પાડી હતી કે છોકરાઓ થી દુર રહેજે તો ય એણે મારુ માન્યુ નહિ .અને અાજે એના માટે સિફારિશ કરવા માટે ગમે તે દોડ્યા અાવે છે.મહેરબાની કરીને તમે અહિથી જતા રહો.."ધનરાજ દિવાન ગુસ્સામાં બોલવા લાગ્યા.અને ગુસ્સામાં એમનું શરીર કાંપી રહ્યુ હતુ.
" જતો રહીશ.પણ પહેલા એ કારણ કહો કે તમને કેમ પ્રત્યુષ નથી ગમતો?"
"મારે કોઇ પણ બહાર ની વ્યક્તિ ને કારણ જણાવવાની કોઈ જરુરત નથી ."
"એટલે કે તમે પોતાના ખોટા અભિમાન ના લીધે પોતાની પુત્રી ની જિંદગી પણ બરબાદ કરી દેશો ?"
"હા કરી દઇશ.એ મારી દિકરી છે અને એના જીવન માં હું કહીશ એમ જ થશે.હવે તમે જાઓ નહિતર ધક્કા મારી ને ઘરની બહાર તગેડી મુકીશ."
ત્યાં જ અદિતિ જે ઉપર થી બધું જોતી હતી એ નીચે આવી અને બોલી , "વિક્રમ ,તું જેવું વિચારે છે એવું કંઇ જ નથી .એ સ્વાર્થી કે અભિમાની નથી .એ તો બસ પ્રયત્ન કરે છે કે મારા પર લાગેલા શ્રાપ થી મને અને પ્રત્યુષ બંને ને બચાવી શકે.હું તો એમની સગી દિકરી પણ નથી તો પણ એમને જે મારા માટે કર્યુ છે એ કોઇ બીજુ ના કરી શકે."
" અદિતિ ,તમારે વચ્ચે પડવાની કોઇ જ જરુર નથી .તમે ઉપર ચાલ્યા જાઓ."
વિક્રમ ને એ સાંભળીને આશ્ચર્ય થયુ કે એ અદિતિ ના પિતાજી અદિતિ ને આટલા બહુમાનથી કેમ બોલાવે છે અને અદિતિ કયા શ્રાપની વાત કરે છે?એણે કહ્યું ,"અદિતિ ,તુ કયા શ્રાપની વાત કરે છે?"અને તારા પપ્પા તને કેમ બહુમાનથી બોલાવે છે.કંઇક તો મોટી વાત છે જે હોય એ મને કહો તો કોઇ ઉપાય નીકળે .આમ કંઇ જ નહિ કરવાથી તો સમસ્યાઓ વધી જશે પ્લીઝ મને કહો શું વાત છે.અંકલ, મે હમણા તમારા માટે જે કંઇ કહ્યું એ બદલ મને માફ કરી દો અને મને કહો કે આ આખી શું વાત છે.હું વચન આપુ છું કે અદિતિ ના દુખ દુર કરવા જે કંઇ પણ કરવું પડશે હું પાછો નહિ પડું."
"અમારા બંને ના દુખ નો કોઇ જ ઉપાય નથી બેટા."ધનરાજ દિવાન અત્યંત નિરાશાજનક ભાવથી બોલ્યા.એ સમયે એમનુ મો જોઇ ને લાગતુ હતુ કે એમનાથી વધારે ગરીબ આ દુનિયામાં બીજુ કોઇ નથી .
"હવે તો તમે મને પુત્ર તરીકે પણ ગણી લીધો .તો પછી મને તમારા દુખ થી દુર રાખી આ સંબોધન નું અપમાન ના કરશો.પ્લીઝ ,હવે તો કહો કે કયુ દુખ છે જે શેઠ ધનરાજ દિવાન ને અત્યંત ગરીબ બનાવી દે છે."
"ઠીક છે .કહુ છું . આ સત્ય અદિતિ ને મે જણાવી ને એમના પર દુખો નો એવો પહાડ તોડ્યો કે એમની જિંદગી વેરણછેરણ કરી નાખી અને એમને પોતાના બધાજ અરમાન બધા જ સપનાઓ સળગાવી દીધા. આ સત્ય જાણ્યા પછી મને ખાતરી છે કે તારી પાસે પણ કોઇ જવાબ નહિ હોય."
ધનરાજ દિવાને એ બધુ જ વિક્રમ ને શરુઆત થી અંત સુધી જણાવ્યુ જે જણાવીને એમણે અદિતિ ને સપનાઓ તોડી ને મજબુત થઇને પોતાના દુખ સાથે સમાધાન કરવા તૈયાર કરી હતી .ધનરાજ દિવાન ની વાત સાંભળતા સાંભળતા વિક્રમ ના મો પર આશ્ચર્ય ઓછુ થવાને બદલે વધતુ જગયુ.અને છેલ્લે જ્યારે એમણે વાત પુરી કરી ત્યારે એ પણ વિચાર માં પડી ગયો કે આ સમસ્યાનું સમાધાન કઇ રીતે લાવી શકાય?
********************************************** અદિતિ ને પ્રેમ કરવાનો દાવો કરતા પ્રત્યુષે તો અદિતિ થી મો ફેરવી લઇ ને પોતાના હાથ ઉંચા કરી દીધા પણ શું એનો બેસ્ટ ફ્રેન્ડ વિક્રમ કંઇ કરી શકશે?કે પછી એ પણ પ્રત્યુષ ની જેમ અદિતિ થી દુર ભાગશે?જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.
???????????????
આ વખતે આ એપિસોડ બહુ જ લેટ આપવા બાબત દિલગીર છુ.પણ ઘરના લગ્નપ્રસંગ ની વ્યસ્તતા અને સમય ની ભાગદોડ ના લીધે નિયમિતતા જળવાઇ નહિ .એ બદલ માફ કરશો .અને આટલી અનિયમિતતા પછી પણ મારી વાર્તા ના નવા એપિસોડ ની રાહ જોવા બદલ તમારા સહુ વાચક વર્ગ નો ખુબ ખુબ આભાર.હવે થી જરુર થી પ્રયત્ન કરીશ નિયમિત એપિસોડ આપવા માટે.
.
"