પ્રેમકુંજ-(ભાગ-૧૪)
જા જલ્દી સમોસા બનાવ હું દુકાન સાફ કરું છું ત્યાં સુધીમાંનો બનીયા તો આ તેલમાં તને બોળી દશ.
તને મેં અહીં કામ પર રાખી છે.ઉપર રૂમમાં જયને આરામ કરવા નહિ...
સાહેબ ભૂલ થઈ ગઈ...!!!બસ થોડી જ વારમાં સમોસા બનાવું છું.
જા જલ્દી અંદર અને સમોસા બનાવ..!રિયા રડતી રડતી અંદર ગઈ.બીજું તો શું કરી શકે તે કોને કેહેવા જાય.રિયા એ જલ્દી જલ્દી સમોસા બનાવાનું શરૂ કરું.
થોડીવારમાં જ પાછળનો દરવાજો કોઈ ખટખટાવ્યો
રિયા એ જોઈયુ તો કુંજ હતો.રિયા એ જલ્દી તેના ચહેરા પરના ભાવ બદલી નાખીયા.કુંજ તું અત્યારમાં દુકાન પર તારે કોલેજ નથી જવાનું.
નહીં આજે ગુલી આજે મારે તારી પાસે જ રહેવું છે.
મને કંઈ જવાનું મન જ નથી થાતું.ચાલ આજ ફરી મને તારા હાથના ગરમાં ગરમ સમોસા ખવરાવ રિયા.
નહીં કુંજ આજ લાલજીનો મૂડ નથી સવારથી મારી પર રાડો નાખે છે.તને જોઈ જશે તો મને અહીં રહેવા પણ નહીં દે.તું આજે જતો રહે પ્લીઝ કુંજ..
નહીં એવું તો તને શું કહ્યું લાલજીએ...?હું લાલજી પાસે જશ..!!!
નહીં કુંજ મારા સમ છે તું જશ તો...!
જો ફરી વાર લાલજી એ તને કઈ કહ્યું તો હું તેને જીવતો નહીં છોડું.કુંજ અંદર આવીયો રિયા પાસે
રિયા તું ડર નહીં હું તારી સાથે છું.
કુંજ પ્લીઝ તું રસોડામાંથી બહાર જા નહીં તો મારું આવી બનશે.અને મારે સમોસા બનાવવા છે.કોઈ દુકાન પર આવશે તો એક પણ સમોસા નથી એમ પણ આજ મોડું થઈ ગયું છે.એક કામ કર કુંજ તું લાલજી જાય પછી સાંજે આવજે ઉપર આપણે બંને વાતો કરીશું.પણ પ્લીઝ અત્યારે મને કામ કરવા દે.
ઓકે હું જાવ છું રિયા.સાંજે તને મળીશ.
ઓકે...!!!!
થોડી જ વારમાં રિયા એ સમોસા ત્યાર કરી નાખીયા
પણ આજ કુંજને સવારમાં જ ના પાડી એ સારું ના કર્યું એ તને મળવા આવીયો હતો.અને તે એની સાથે વાત પણ ન કરી.જે થયું એ પણ હું બીજી વાર કુંજને મારાથી આ રીતે દૂર નહીં કરું..
મારે પણ કુંજ સાથે વાત કરવી હતી.હું પણ તેની સાથે
મીઠી મીઠી વાતો કરવા માંગતી હતી.પણ અફસોસ કે હું બંધનમાં હતી.જો હું થોડી પણ આઝાદ હોતને તો આજ હું કુંજને જવાનો દેત.
હું રસોડું સાફ કરી રહી હતી ત્યાં જ લાલજી મારી પાસે આવીયો.આ એક મહિનાનો પગાર આજે તારા લીધે પાંચ ગ્રાહકને સોમસા લીધા વગર દુકાન પરથી જવું પડીયું તારો બે દિવસનો પગાર નહીં મળે.
મેં લાલજી સામે જોયું પણ નહીં.એ બે દિવસનો પગાર કાપે કે એક મહિનાનો મને કંઈ ફરક પડતો નહીં એ પગાર આપતો એ પગારને હું મારી બાજુમાં રહેતા એક ગરીબ બા ને હું આપી દે તી.એને જોઇને હું ખુશ થતી.એ બા જાજુ બોલી નોહતા શકતા પણ મને આશીર્વાદ આપતા.મને ગમતું.
આજ એ બાના આશીર્વાદ સફળ થયા હતા. અને મને કુંજ જેવા સારા છોકરા સાથે મિત્રતા થઈ મને ખબર નથી એ મારી સાથે લગ્ન કરશે કે નહીં પણ મને એટલો તો ખ્યાલ છે કે તે મારો હમેશા ખ્યાલ રાખશે.
તે મને કંઈ દુઃખ નહીં આવવા દે.દુઃખ આવતા પહેલા જ તે મને તેમાંથી બહાર નીકાળશે.
સાંજ પડવાને થોડી જ વાર હતી.હું કુંજની રાહ જોઇ રહી હતી.મેં તેને કહ્યું હતું કે આજ સાંજે તું આવજે આપણે બંને વાતો કરીશું રૂમ પર.ઘણી વાર થઈ પણ કુંજ આવીયો નહિ.રિયાને ચિંતા થવા લાગી કેમ કુંજ આવીયો નહીં.કોઈ કારણ તો હશે નહીં તો એ આવિયા વિના રહે નહીં.રિયા ઉભી થઈને બારીની બહાર કુંજની રાહ જોઈ રહી હતી.રાત્રીના દસ વાગી ગયા પણ કુંજ આવીયો નહીં.
ત્યાં જ નીચેના દરવાજા પર કોઈનો અવાજ આવીયો.
રિયા ઝબકી ગઈ તે જલ્દી જલ્દી નીચે ગઈ અને દરવાજો ખોલ્યો સામે કુંજ હતો.કુંજને જોઈ ને રિયાને થોડી શાંતિ થઈ.
કેમ આજ મોડું થયું..?
રસ્તામાં કઈ ટ્રાફિક તો નોહતી ને?
કુંજ તને કઈ થયું તો નથી ને?
બસ.. બસ.. બસ.. રિયા મને કંઈ થયું નથી કે નથી મને ટ્રાફિક નડી રિયા હું દરરોજ રાત્રે મારા પપ્પાની મીઠાઈની દુકાનમાં તેને મદદ કરવા જાવ છુ.આજ હું નો જાવ તો એ મને પૂછે કે તું ક્યાં જાય છે.હું શું જવાબ દવ.
કહેવાય ને કુંજ કે હું મારી ગિર્લફ્રેંડને મળવા જાવ છું..
બંને હસી પડીયા.ચાલ ઉપર અહીં મારી રૂમ નથી ઉપર છે...
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)