Tryshanku - 1 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | ત્રિશંકુ - 1

Featured Books
Categories
Share

ત્રિશંકુ - 1

?આરતીસોની?

પ્રકરણ : 1

                     ?ત્રિશંકુ?


અષાઢ મહિનાની પૂર્ણિમા હતી. વરસાદી માહોલ જામી રહ્યો હતો. ત્રણ દિવસથી ક્યાંક ધીમો ધીમો ને ક્યારેક ધમધોકાર મેઘ ખાબકી રહ્યો હતો. આસિત વરસાદી માહોલમાં રિયા અને વિવેકના વિચારો કરતો કરતો બંગલા બહાર ઝરમર વરસાદે મ્હાલી રહ્યો હતો.


રિયા એની કૉલેજમાં જ ભણતી હતી. એ આસિતથી એક વર્ષ પાછળના વર્ષમાં હતી. આસિતને રિયા બહુ ગમતી. એ રિયાને બોલાવવા ઘણાં પ્રયત્નો કર્યા કરતો પણ, એ ક્યારેય આસિતને બિલકુલ ભાવ નહોતી આપતી.. વાત તો ઠીક છે, પણ એની સામે નજર સુદ્ધાં કરતી નહીં..


કૉલેજમાં આવવું અને ક્લાસ એટેન્ડ કરી ઘરે જવા નીકળી જતી. એના કામથી કામ રાખતી. કોઈ ફ્રેન્ડ પણ એ બનાવતી નહીં. કોઈ એની નૉટ્સ કૉપી કરવા માંગે તો ઘસીને ચોખ્ખી મોંઢે ના પાડી દેતી. એટલે કોઈ છોકરી પણ એની બાજુ ફરકતી નહીં. પરંતુ આસિત એને મનોમન ચાહવા લાગ્યો હતો.


આસિત અને વિવેક ખાસ મિત્ર.. એક જ એરિયામાં રહેતા હોવાથી કૉલેજ રોજ સાથે જતાં હતાં. વિવેકનું ઘર કૉલેજ જતાં રસ્તામાં જ આવતું હતું. એટલે આસિત એને રસ્તામાંથી લઈને જતો. અને આવતાં ઉતારીને પાછો ઘરે આવતો. આ નિત્યક્રમ હતો એમનો.


એમને એકબીજાને મળ્યાં વિના એક દિવસ પણ ખાલી જતો નહીં. ક્યાંય પણ જાય સાથે જ હોય. હોટેલમાં જમવા જાય કે પછી મૂવી જોવા જાય કે પછી આસિતને એના કોઈ સગાં સંબંધીને ત્યાં કોઈ પ્રસંગે જવાનું થાય તો પણ વિવેકને કહેતો, 'ચાલને યાર તું પણ સાથે, મને કંપની રહેશે.' આમ એમની ગાઢ મિત્રતા હતી.


એક દિવસ આસિતે વિવેકને રિયાની વાત કરી કે,

"તું કંઈક સેટિંગ કરાવી આપ યાર, રિયા મને ખૂબ ગમે છે."


એણે ફક્ત મોઢું હલાવી હા કહ્યું,

"હમમમ.."


"હું એને બોલાવવાનો પ્રયત્ન કરું છું, પણ એતો સામે પણ નથી જોતી. કરવું તો શું કરવું કંઈ સમજાતું નથી."


"એ તો હવે છે જ એવી. જવા દે એની વાત. છોકરીઓ સાથે નથી બોલતી તો આપણને તો ક્યાંયથી હાથ જ મૂકવા દે એવી નથી. એટલે એના માટે તું વિચાર પડતો જ મૂક."


"ના યાર કંઈક તો કરવું જ છે, એ મારી સાથે બોલતી થાય ત્યારે વાત કંઈક આગળ વધે."


પણ વિવેકે આગળ કંઈજ બોલ્યા વગર વાત પડતી મૂકી. કેમકે એ પોતે જ એને પસંદ કરતો હતો અને એક બે વખત રિયાને બોલાવવા પ્રયત્ન પણ કરેલો, પરંતુ આ તો રિયા હતી એમ કોઈને મચક આપે એવી નહોતી.


આમ સમય નીકળતો ગયો, વિવેક અને આસિતનું ગ્રેજ્યુએશન પૂરું થવા આવ્યું હતું. રિયાને એક વર્ષ હજુ બાકી હતું. બે વર્ષ નીકળી ગયાં પણ આસિતથી રિયા પટાવી શકખલો નહીં કે બે શબ્દો વાત પણ કરી શકેલો નહીં.


ફરીથી આસિતે વિવેકને રિયાની વાત ખોલતાં કહ્યું,

"આ રિયા ખરેખર કઈ માટીની ઘડાયેલી છે એજ સમજાતું નથી. તું પણ કંઈ કરતો નથી..?"


"આમાં હું શું કરી શકવાનો હતો.. તારાથી વાત નથી બનતી તો મારાથી શું થવાનું હતું.."


કૉલેજની એક્ઝામ પછી એમને રોજ મળવાનું ઓછું થઈ ગયું હતું. કોઈ કોઈ વખત આસિત એના ઘરે વિવેકને બોલાવતો ત્યારે મળવાનું થતું. પણ વિવેકે બહુ જ ઓછું કરી નાખ્યું હતું બોલવાનું. એને મળતો તો પણ કામ પૂરતી વાત કરી નીકળી જતો.


એકવાર આસિત એની ફેમિલી સાથે કોઈ રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયો હતો, ત્યાં પુષ્કળ વેઇટીગ હોવાથી બહાર બધાં ગપસપ કરતાં બેઠાં હતાં, ત્યારે આસિતની નજર અંદર ટેબલ પર વિવેક બેઠો હોય એવો ભાસ થયો. એણે ધ્યાનથી જોયું અને એકવાર અંદર આંટો મારી ઝડપથી પાછો બહાર આવી ગયો.


'આ‌ શું આસિત છોકરી સાથે.? એ પણ રિયા.?' એના ધબકારા તેજ બોત્તેરની સ્પીડે વધી ગયાં હતાં. એ શૂન્ય થઈ ગયો. એ માની શકતો નહોતો કે વિવેકે એનાથી વાત છુપાવી.


ક્રમશઃ આગળના બીજા પ્રકરણમાં