પ્રકરણ - 1
પ્રેમ વાસના
વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ્ન પૂછી લીધો. વૈભવ કંઇ બોલ્યો નહીં, વૈભવી થોડી અકળાઇ "વિભુ જ્યારથી આપણે બાઇક લઇને નીકળ્યા છીએ એક શબ્દ તારાં મોઢેથી નથી સાંભળ્યો આ શેનું મૌનવ્રત લીધું છે મને અકળામણ થાય છે બોલને... વૈભવે બાઇક થોડી ધીમી કરી અને કહ્યું" વૈભુ મને આજે કંઇ ગમી નથી રહ્યું મને જ નથી ખબર પડી રહી કે મને શું થાય છે ? સાચું કહું તો ગઇકાલ રાત્રીથી મને કોઇ અગમ્ય એહસાસ થાય છે પીડા થાય છે.
બાઇક પરતું પાછળ આવીને બેઠી પછી બાઇક ચલાવુ સામાં પવને જાણે વધુને વધુ ગૂંચવાઇ રહ્યો છું કંઇ બોલવાનું મન જ નથી થતું. વૈભવીએ કહ્યું કેમ આજે આમ છે ? વિભુ આપણે મળ્યાને પ્રેમ થયે એક વરસ પુરુ થયું આજે તો આપણે આપણા પ્રેમની તિથી રંગેચંગે મનાવવી જોઇએ એની જગ્યાએ તું તો સાવ.... વૈભવે કહ્યું "સોરી ડાર્લીંગ મારો આશય તને કોઇ રીતે નિરાશ કરવાનો નહોતો જ મને પણ કેટલાય દિવસથી આ દિવસ મનભરીને માણવા રાહ જોઇ રહ્યો હતો. પણ અચાનક દીલમાં કોણ જાણે શું થયું ? છોડ જવાદે વાત બધી હું એ અગમ્ય એહસાસ અને પીડા જમીનમાં દાટી દઊં છું. મને જોરથી કસીને પકડી લે ચાલ બાઇક હવામાં ઉડાઉં છું. એમ કહીને હસતો હસતો વૈભવીનાં સ્પર્શનો આનંદ માણી રહ્યો.
વૈભવી પણ ખૂબ જ ખુશ થઇને બધી વાતો પીડા અને અકળામણ ભૂલીને વૈભવને ચૂસ્ત વળગી ગઇ અને વારે વારે વૈભવનાં કાન કરડી ચૂમીઓ ભરીને વ્હાલ કરવા લાગી વૈભવે કહ્યું એય જંગલી બિલ્લી વધારે પરેશાન ના કરીશ મને જો કોઇ બીજો મૂડ બની ગયો તો મારો વાંકના કાઢીશ એક વરસ સુધી બ્રાહ્મચર્ય પાળ્યું છે અવે ચલાયમાન થઇ જઊં તો હું જવાબદાર નથી.
વૈભવીએ કહ્યું "અરે મારાં વિભુ તારાં ઉપરનાં વિશ્વાસે તારાં સ્વભાવ સંસ્કારને કારણે તો તારાં ઉપર મરું છું તને મારી કઝીન નીપાનાં લગ્નમાં સૌ પ્રથમવાર જોયેલો તું જીજુની બરાબર બાજુમાં અણવર થઇ બેઢેલો. પ્રથમ નજરે જ તને જોઇ પસંદ કરેલો પરંતુ તું તો, તે ક્યાંય સુધી મારાં તરફ નજર સુધ્ધાં ના કરી અને જ્યારે નીપા અને જીજાનાં છેડાછેડી બાંધવાં સમયે માસીએ મને કહ્યું "ત્યારે તેં કોમેન્ટ કરેલી અને મને દીલમાં ઉતરી ગયેલી તે એવી રીતે મારી સામે જોયેલું કે બસ એ ક્ષણે તારી જ થઇ ગઇ. તે કહ્યું હતું "પરોક્ષ રહીને એવા છેડાછેડીનાં બંધન બાંધજે કે એ લોકો પ્રત્યક્ષ સંબંધમાં ખૂબ એકમેકનાં રહે તમે નસીબદાર છો કે તમને આવો મોકો મળ્યો છે."
વૈભવે કહ્યું "હાં મને યાદ છે તારો જવાબ પણ" તે કહેલું આતો એક રીવાજ એક વ્યવહાર છે પણ હું સંબંધ અને તેની ગરીમાંને ખૂબ સમજુ છું એકવાર એવો બાંધુ કે જે જન્મો સુધી અકબંધ રહે. આપણાં આ સંવાદ પછી આપણે એકબીજા પરથી નજરના હટાવી નાં શક્યાં અને નીપાની વિદાય સમયે હું એની સાથે એનાં સાસરે આવી હતી અને આપણે જીજુનાં ઘરે પ્રથમવાર અનુભવેલુ કે આપણી વચ્ચે કોઇ સંબંધનો સેતૂ રચાઇ રહ્યો છે. નીપાને પણ અંદેશો આવી ગયો કે આપણી વચ્ચે કંઇક રંધાઇ રહ્યું છે. અને એનાં આંખના ઇશારો મને સમજાવી ગયો કે આગળ વધ વાંધો નથી. હું હસી પડેલી પછી એણે સ્પષ્ટ કહ્યું "ખૂબ સારો સંસ્કારી છોકરો છે હાથમાંથી જવા ના દેતી એમ હસતી હસતી એ એનાં રૂમમાં જતી રહી હતી.
વૈભવે કહ્યું "હાં વૈભવી તું મને ખૂબ ગમી ગયેલી તારાં જવાબમાં પ્રેમનો એહસાસ અને તારી પાત્રતાની ખુશ્બુ હતી મને તારાં માટે આકર્ષણ થયું હતું અને મેં તક ઝડપીને તારો હાથ પકડીને તારી હથેળીમાં ચૂમી ભરેલી. તું થોડી ગભરાયેલી મેં કહ્યું "ચિંતાના કર આતો મારાં પ્રેમનું કબૂલાતનામું છે બાકી હું પણ ખૂબ સંયમી અને સ્વમાની છું પૂરી પાત્રતા હક અધિકાર જ્યારે હું જતાવીશ જયારે ફરજ કર્તવ્યને કાબીલ હોઇશ હાં પ્રેમ કરતાં તુ પણ મને રોકી નહીં શકે પણ મારાં પ્રેમમાં ક્યાંય વાસના નહીં હોય. પ્રેમ.....પ્રેમ જ હશે.
વૈભવીએ કહ્યું "હાં તારાં આ શબ્દોથી હું ખૂબ જ સંતોષ પામેલી અને એક સારાં વ્યક્તિ સાથે જોડાઇ રહી છું એનો સંતોષ હતો આજે પુરુવાર થઇ ગયું છે. અને એવું પણ કહું છું વિભુ સામે ચાલીને બધી શરમ છોડીને કે આપણી આજે પ્રેમ મિલન તિથી છે આપણી પુરી પાત્રતા છે આજે આપણે આપણો દિવસ બધોજ પ્રેમ કરીને મનાવીશું બેસુમાર પ્રેમ કરીશું ના કોઇ સીમા ના કોઇ સંકોચ. વૈભવે કહ્યું "એય મીઠડી તેં તો મારાં મનની વાત કહી દીધી. અત્યાર સુધી પ્રેમની આપણે બસ આલીંગન-ચુંબન સુધી જ સીમિત હતી પણ આજે....
વૈભવીએ વૈભવને ફરી ચૂસ્ત વળગીને કહ્યું "જાને લૂચ્ચા ચાલ ઝડપથી બાઇક ચલાવ આપણી જગ્યાએ પહોંચી જઇએ. વૈભવે કહ્યું" આપણી જગ્યાએ નહીં વૈભુ આપણે આજે કોઇ નવી જ જગ્યાએ જઇએ છીએ આજનો દિવસની યાદ રહી જાય અને કાયમી સ્મરણમાં કોતરાઇ જાય એમ જ.
વૈભવીએ કહ્યું "ઓહો એમ વાત છે હું કહીને લૂચી સાબિત થઇ ગઇ અને મારાં વાલુડાએ તો બધો પ્રોગ્રામ નક્કી કરી દીધો છે વાહ કહેવું પડે. મરજાવા મારાં લુચ્ચુડા લવ યું. હાં વિભુ મેં પણ આજે મંમીને કહી દીધું છે કે મને આજે મોડું થશે ચિંતા ના કરીશ હું આજે નીપાનાં ઘરે પણ જવાની છું ઘણાં દિવસ થયાં એને મળી નથી. નીપાનું નામ સાંભળીને મંમી કંઇ બોલી જ નહીં અને કહ્યું એમ તેમ એનાં સાસરે ના જતી કંઇક મીઠાઇ લઇને જજે. એટલે મે આપણી, નીપાની મીઠાઇ લીધી છે સાથે આપણી ઉજવણી અને નીપાની બહાનાની હાજરી. પણ પછી આપણે એનાં ઘરે મીઠાઇ આપવાંતો જવું જ પડશે એને કહી દઇશ તારાં બહાને હું વૈભવ સાથે નીકળી છું એ પણ સમજી જ જશે.
વૈભવે કહ્યું "તો પહેલાં કહેવું જોઇને તો હું નીલને ફોન કરી દેતને કે હું અને વૈભવી તારાં ઘરે જ અડ્ડો જમાવીશું અને ત્યાંજ આજની ઉજવણી કરી દેત. વૈભવીએ કહ્યું જાને લૂચ્ચા એવું કાંઇ નથી કરવાનું. બાઇક ચલાવ. આપણી તિથિ તો આપણી રીતે આપણાં પ્રેમથી સાક્ષી કુદરત બને એવી રીતે ઉજવવાની છે નહીં કે કોઇનાં પારકા ઘરમાં કોઇનાં બેડરૂમમાં મને ના ગમે.
વૈભવે કહ્યું "અરે હું મસ્તી કરું છું તું પણ.... ચાલ આપણાં મૂડમાં આપણાં પ્રેમમાં કુદરત સાક્ષી બને એવી જગ્યાએ આપણે આજે પ્રેમ તિથિ મનાવીએ.
વૈભવી વૈભવને વધુ વીંગળાઇને બેસી રહી સાગરની પીઠ પર માથુ મૂકીને પ્રેમ વિચારોમાં ખોવાઇ ગઇ સાગરે કહ્યું "એય મીઠુ જો સામે શું દેખાય છે ? વૈભવી કહે મને તો બધે તું જ દેખાય છે. મને હવે તું ક્યાં લઇ જાય શું કરે કોઇ ફરક નથી પડતો. હું સંપૂર્ણ તને જ સમર્પિત છું તન મન ઓરાથી બસ તુંજ હવે તારાં વિશ્વાસમાં જ મારા શ્વાસ ચાલે છે તું જ છે જે છે હવે વૈભવ બસ મને તુંજ જોવે હું તને જ તરસું....
વૈભવે બાઇક ધીમી કરી અને સાઇડમાં દબાવીને ઉભી રાખી એણે વૈભવી તરફ પાછું વળીને જોયું વૈભવીની આંખમાં એણે પોતાની છબી જોઇ. પ્રેમભીની આંખો ઘણું કહી ગઇ. વૈભવ ખૂબ લાગણીશીલ થઇ ગયો એણે બાઇક સ્ટેન્ડ પર કરીને વૈભવીને વળગી ગયો એણે કહ્યું "એય વૈભવી આ તારો વૈભવ ફક્ત તને જ જીવે છે જીવશે. બીલીવ મી. હવે આપણને કોઇ શક્તિ-તાકાત-સમાજ જુદા નહીં કરી શકે નેવર.... ક્યારેય નહીં... લવ યું અને બંન્ને પ્રેમીજીવ એકમેકને વળગીને પરોવાઇ રહ્યાં....
પ્રકરણ-1 સમાપ્ત
વૈભવ-વૈભવી અમાપ પ્રેમ કરે છે બન્નેનાં પ્રેમને એક વર્ષ થયું છે એની ઉજવણી માટે પંખીડા વિહાર કરતાં નીકળ્યાં છે ક્યાં પહોંચે છે. શું થાય છે ? કેવો પ્રેમ કેવી પરાકાષ્ઠા……..વાંચો પ્રકરણ-2 પ્રેમવાસના એક બદલો અધૂરી તૃપ્તિનો
********