ચારુબેન એ ગૌરીબા ની માસિયાય બહેન થાય. એ દેવગઢ માં પોતાના પરિવાર સાથે રહે છે. નાનપણ થી બન્ને સાથે મોટા થયેલા. બન્ને વચ્ચે નો સબંધ એટલો મજબૂત અને સુલેહભર્યો હતો કે તે બન્ને બહેનો નહિ પણ બહેનપણી લાગતા હતા. બન્ને હંમેશા એકબીજા ની પૂરક બની રહેતી. ગૌરીબા થોડા નરમ અને શલુકાઈ વાળા હતા. જયારે ચારુબેન નાનપણ થી જ બહાદુર અને હોશિયાર હતા. એમનો સ્વભાવ થોડો કડક હતો. કોઈ ની હિંમત ના થાય કે ચારુબેન ને કઈ કહે.
ગૌરીબા ના લગ્ન એમના કરતા વહેલા થયેલા. ગૌરીબા ના લગ્ન ના થાય એટલે ચારુબેન એમને અનાજ ના ગોદામમાં બંધ કરી દીધા હતા. ને પોતે બહાર પહેરેદારી કરતા હતા. જ્યારે એમના દાદીએ એમને સમજાવ્યા ત્યારે એમણે ગૌરીબા ને બહાર કાઢ્યા. ગૌરીબા ના લગ્ન વખતે સૌથી વધારે જો કોઈ રડયું હોય તો એ ચારુબેન હતા. પછી એમના પણ લગ્ન થઈ ગયા અને બન્ને બેનો પોત પોતાના સંસારમાં પરોવાઈ ગઈ. પણ છતાં એકબીજા ને હંમેશા યાદ કરતી અને પ્રસંગોપાત મળતી પણ ખરી. આજે પાંચ વર્ષ પછી ફરી બન્ને બેનો ભેગી થઈ હતી. ચારુબેન જ્યારે પણ આવતા ત્યારે રમાબેન અને રાઘવભાઈ એમની ખૂબ સંભાળ રાખતા. રમાબેન તો એમનો પડ્યો બોલ ઝીલતા હતા. ને એટલે રમાબેન ચારુમાસી ના પ્રિય પણ હતા. પ્રસંગ પૂરો થતા બધા મહેમાનો વેરાય ગયા. ને ચારુબેન ગૌરીબા જોડે રોકાય ગયા.
સારું થયું ચારુ તું રોકાય ગઈ. મને ખૂબ ગમ્યું.
અરે ગૌરી હું તો આ વખતે વિચારી ને જ આવી હતી કે રમાવહુ ના બાળકને રમાડી ને જ પાછી આવીશ. ભોળાનાથે કેટલા વર્ષે આ સુખ આપ્યું છે.
હા ચારુ ભોળાનાથે મારી ઇચ્છા પુરી કરી. હું એની ખૂબ આભારી છું. આટલું બોલતા બોલતા ગૌરીબા ની આંખમાં આંસુ આવી ગયા.
ગૌરી તને એવું નથી લાગતું કે તું વધારે ઠીલી થઈ ગઈ હોય? તું પહેલા તો આવી નહોતી?
હા ચારુ, પણ સમય અને બાળકો મા ને નબળી બનાવી જ દે છે.
એટલે તું કહેવા શુ માંગે છે? મને લાગે છે કે તારા મનમાં કઈ છે પણ તું કહેતી નથી. શુ થયું છે? બધું બરાબર તો છે ને? રમાવહુ ની સુવાવડ માં...
ના ના ચારુ. રમાવહુ ને કોઈ તકલીફ નથી. એ અને એનું બાળક બન્ને બરાબર છે. પણ હા મારે તને કઈ કહેવાનું તો છે જ. ને સાચું કહું તો ભોળાનાથે જ તને મારી મદદ કરવા મોકલી છે.
ગૌરી શુ થયું? તું કઈ મુંઝવણમાં છે?
હા ચારુ હું મુંઝવણમાં છું કે હું શુ કરું? પણ હવે તું આવી છે ને એટલે મને મારી મુંઝવણ નો જવાબ ચોક્કસ થી મળી જશે.
હા ગૌરી આપણે બન્ને જવાબ જરૂર થી શોધી લઈશું. તું બોલ મુંઝવણ શુ છે?
ને ગૌરીબા એ એ બધી જ વાત ચારુબેન ને કરી જે રમાવહુ ને સારા દિવસો રહ્યા ત્યાર થી થઈ હતી. ને એ ફકીર ની વાત પણ કરી.
વાત સાંભળી ને ચારુબેન તો અવાક જ થઈ ગયા.
ચારુ આ જ વાતો એ મને મુંઝવણમાં મૂકી છે. આજે ભાઈ ભાઈ નો વેરી બન્યો છે.
કઈ નહિ ગૌરી તું ચિંતા ના કર. હમણાં તો બધું બરાબર છે ને?
હા ચારુ જ્યાર થી પેલા ફકીરે આપેલું તાવીજ રમાવહુ એ પહેર્યું છે ત્યાર થી બધું બરાબર છે. કોઈ અજુગતો બનાવ બન્યો નથી.
ચલ એટલું તો સારું છે. પણ આ બધું જાણ્યા પછી પણ તું આમ ચૂપ કેમ છે? તે જનક અને ભરત ને કેમ જવા દીધા?
ચારુ હજુ એ લોકો નથી જાણતા કે હું એમના વિશે બધું જાણી ગઈ છું. ને બીજું કે ભાઈ ભાઈ વચ્ચે ઝગડા થાય તે હું નહોતી ઇચ્છતી.
પણ ગૌરી આ તો તું રાઘવ અને રમાવહુ ને અન્યાય કરી રહી છે. ને જનક અને ભરત ના પાપ ને જાણવા છતાં કઈ ના બોલી ને તું પાપ કરી રહી છે.
જાણું છું. બધું જ જાણું છું અને સમજુ છું. પણ ચારુ પરિસ્થિતિ ત્યારે એટલી સારી નહિ હતી જેટલી આજે છે. ને હું બધી ચોકસાઈ કરવા માંગતી હતી.
તો હવે તે બધી ચોકસાઈ કરી લીધી છે ને? તો બોલ હવે તે શુ નિર્ણય લીધો છે?
હા હવે હું બધી જ પરિસ્થિતિ થી બરાબર વાકેફ થઈ ગઈ છું. ને મેં શુ કરવું તેનો નિર્ણય પણ લઈ લીધો છે. બસ એ નિર્ણય યોગ્ય છે કે નહિ તે હું વિચારતી હતી. પણ હવે તું આવી ગઈ છે એટલે મને તું કહે કે એ યોગ્ય છે કે નહિ?
હા કેમ નહિ. તું કહે શુ નિર્ણય લીધો છે તે?
ચારુ મેં વિચાર્યું છે કે હું બધી મિલકત ચારે ભાઈ બેન માં સરખા ભાગે વહેંચી દઈશ. ને આ હવેલી હું જીવીશ ત્યાં સુધી હું રહીશ અને મારા મૃત્યુ પછી આ હવેલી રાઘવ ના આવનાર બાળક ને મળશે. કેમકે બીજા બધા ના બાળકો ને મેં અત્યાર સુધી ખૂબ આપ્યું છે. પણ રાઘવ નું બાળક તો હતું જ નહિ. એટલે હું આ હવેલી એ બાળક ને આપી જઈશ.
એકદમ યોગ્ય નિર્ણય છે ગૌરી. તારા નિર્ણય માં કોઈ જ ખોટ નથી.
આભાર તારો ચારુ હું રોજ ભોળાનાથ ને વિનંતી કરતી હતી કે મારો નિર્ણય યોગ્ય તે કે નહિ તું મને કહે. પણ આજે ભોળાનાથે તારા રૂપે મને જવાબ આપી દીધો છે.
ગૌરી જીવન પણ અજીબ છે નહીં કેવી કેવી પરીક્ષાઓ લે છે? ઘણીવાર તો રસ્તો શોધવો પણ મુશ્કેલ બની જાય છે.
હા ચારુ ઘણીવાર તો થાકી જવાય છે. બન્ને બેનો જીવન ની લીલાઓ ના વિચાર માં ખોવાય ગઈ.
ચાલ હવે સુઈ જઈએ ગૌરીબા બોલ્યા.
હા ચાલ ભોળાનાથ સૌ સારાવાના કરશે.
બીજા દિવસે સવાર માં જ ગૌરીબા એ બધા ને ભેગા કર્યા. બધાના આવી ગયા પછી ગૌરીબા બોલ્યા,
રાઘવ મેં એક નિર્ણય કર્યો છે? ને હું ઈચ્છું કે તમે બધા મારા એ નિર્ણય ને સ્વીકારી લો.
બા તમારો કોઈ પણ નિર્ણય અમારે સ્વીકારવા નો જ હોય. તમે બોલો શુ નિર્ણય છે?
હા બા મોટાભાઈ બરાબર કહે છે તમારો નિર્ણય અમારે માનવાનો જ હોય તમે બોલો, જનકભાઈ બોલ્યા.
રાઘવ તું, જનક અને ભરત ભેગા થઈ ને આપણી જેટલી પણ મિલકત છે તેની નામાવલી બનાવી મને આપો. એમાં કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ. પછી તે સ્થાવર મિલકત હોય કે રોકડ કે પછી ઘરેણાં.
હા બા. અમે એ કરી દઈશું, રાઘવભાઈ બોલ્યા.
ત્યાં ભરતભાઇ બોલ્યા, બા તમે કેમ આવું કહ્યું? કઈ થયું છે?
ના ભરત કઈ થયું નથી. હું મારા મરતા પહેલા તમને બધાને મિલકત વહેંચી આપવા માંગુ છું. જેથી ભવિષ્યમાં કોઈ ને મન દુઃખ ના થાય.
બા તમે આવું કેમ બોલો છો, અમારા થી કઈ ભૂલ થઈ ગઈ છે, રમાબેન બોલ્યા.
ના ના રમાવહુ કોઈ ભૂલ નથી થઈ. પણ હું તમને બધા ને ખુશ જોવા માંગુ છું. ને હું ઈચ્છું કે મારા ગયા પછી પણ તમારા બધા નો પ્રેમ આવોજ રહે. તમે બધા એકબીજા ને સાચવતા રહો.
બા તમેં ચિંતા ના કરો હું મારી ફરજ ક્યારેય નહિ ચુકુ, રાઘવભાઈ બોલ્યા.
હા રાઘવ મને તારા પર પૂરો ભરોસો છે. પણ દીકરા મારી ઈચ્છા તું પુરી કર.
હા બા અમે આજે થી જ કામ ચાલુ કરી દઈશું, રાઘવભાઈ એ કહ્યું.
વાત અહીં પુરી થઈ ગઈ પણ બધા ના મનમાં કેમ બા એ આવો નિર્ણય લીધો તે વિચાર રમવા લાગ્યો.
રમાવહુ તમારી તબિયત કેમ છે?
માસી એકદમ સારી છે. આવો બેસો માસી.
હા હું તારી પાસે બેસવા માટે જ આવી છું. મને થયું થોડીવાર તારી સાથે વાત કરું.
અરે ખૂબ સારું કર્યું માસી. હું પણ તમારી સાથે વાત કરવા માંગતી હતી.
કેમ કઈ ખાસ છે દીકરા?
માસી તમે તો જાણો છો ને બા એ મિલકત વહેંચવાની વાત કરી? માસી તમે તો બા ના બેન પણ છો અને બેનપણી પણ. માસી સાચું કહેજો બા એ કેમ આવું કીધું? બા અમારા બધા થી નારાજ છે? અમારા થી કોઈ ભૂલ થઈ ગઈ છે?
અરે અરે ધીરા પડો રમાવહુ. કેટલા પ્રશ્નો પૂછશો એક સાથે?
માસી જ્યાર થી બા એ મિલકત ની વાત કરી છે ત્યાર થી તમારો દીકરો પણ ચિંતામાં આવી ગયો છે. એમને કઈ ચેન પડતું નથી. બસ એક જ વાત બા એ કેમ આવું કીધું?
રમાવહુ તમે અને રાઘવ બન્ને ખૂબ ભોળા છો. ને હંમેશા બીજા ના સુખ ની જ ચિંતા કરો છો. તમારા વિશે વિચારો. તમારા આવનાર બાળક વિશે વિચારો.
માસી એ બધું વિચારવા માટે તમે લોકો છો ને. અત્યારે તો બા ની ચિંતા છે. માસી બોલો ને બા એ કેમ આવો નિર્ણય લીધો?
રમાવહુ જીવન હંમેશા સરળ નથી રહેતું. આજ સારી છે તો કાલ પણ સારી જ હશે એવું આપણે વિચારી શકીએ પણ સારી હશે જ એ તો આપણા ભાગ્ય પર આધારિત છે. ને માણસે હંમેશા પોતાની આવનારી કાલ માટે તૈયાર રહેવું જોઈએ. આજ કદાચ બધા આપણા હોય પણ કાલે કદાચ ના પણ હોય. એટલે ગૌરી એ જે પણ કર્યું છે તે સારું છે, સમજ્યા?
માસી જીંદગી ભલે ગમે તેવી હોય પણ આવનારી કાલ નો વિચાર કરી આજના સબંધો તો ના તોળાય ને? ને શુ ખબર કાલ સારી પણ હોય?
હા રમાવહુ તમને તો હંમેશા સારા ની જ વાતો આવડશે. તમે પોતે જો સારા છો.
ના માસી એવું નથી પણ બા એ જે કહ્યું એ મને સમજ ના પડી. મેં જોયું બા જ્યારે બોલતા હતા ત્યારે એમના ચહેરા પર કોઈ ભાવ નહિ હતા. જાણે કે એમણે પોતાના ભાવો પર કાબુ કર્યો હોય.
રમા આવી પરિસ્થિતિમાં તારે આવા વિચારો ના કરવાના હોય. સારું સારું વિચાર જેથી તારું બાળક પણ સારા વિચારો સાથે જન્મે. ને ગૌરી ની તું ચિંતા ના કર એ જે કરશે તે સમજીને કરશે. ચાલ હવે હું જાવ.
હા માસી.
જેવા ચારુબેન રમાબેનના રૂમમાં થી બહાર નીકળ્યા કે રેવતીબેને તેમને પકડી લીધા.
માસી તમારું કામ છે આવશો.
હા કેમ નહિ બોલો શુ કામ છે?
અહીં નહિ માસી ચાલો બેસી ને વાત કરીએ.
હા હા ચાલો. બન્ને શારદાબેન ના રૂમમાં જાય છે જ્યાં જનકભાઈ, શારદાબેન અને ભરતભાઇ પણ હોય છે.
અરે શુ વાત છે બધાં એકસાથે? કઈ થયું છે કે શુ?
માસી તમે તો જાણે કઈ જાણતા જ નથી કે શુ થયું છે? શારદાબેન બોલ્યા.
હા, માસી તમે સાંભળ્યું નહીં બા એ શુ કહ્યું? ભરતભાઇ બોલ્યા.
મેં તો સાંભળ્યું. પણ એમાં શુ થયું? એતો આજે નહિ તો કાલે થવાનું જ હતું.
પણ માસી આમ અચાનક બા ને શુ થઈ ગયું? બા એ આવો નિર્ણય કેમ લીધો? જનકભાઈ એ પૂછ્યું.
જનક કોઈ પણ નિર્ણય ક્યારેય અચાનક નથી હોતો. એની પાછળ કોઈ ને કોઈ કારણ તો હોય જ છે.
એટલે બા ના નિર્ણય પાછળ પણ કોઈ કારણ તો છે જ એમ ને માસી? રેવતીબેન બોલ્યા.
રેવતી ગૌરી ના નિર્ણય પાછળ કોઈ કારણ છે કે નહિ એતો મને નથી ખબર પણ તમારા બધાના મનમાં ઘણા બધા પ્રશ્નો છે એમ લાગે છે.
હા માસી પ્રશ્નો તો છે જ પણ એના જવાબ નથી મળતા, જનકભાઈ બોલ્યા.
જનક જીંદગી માં એવા ઘણા પ્રશ્નો હોય છે જેના કોઈ જવાબ હોતા નથી અથવા તો મળતા નથી. ને ઘણીવાર જવાબ શોધવા થી કઈ ફાયદો થતો નથી. એટલે એવી પરિસ્થિતિમાં જે થતું હોય તેને સ્વીકારી ને ચાલવામાં જ શાણપણ છે. નહિ તો પરિણામ અણધાર્યું હોય શકે. આ બોલતી વખતે ચારુબેન બધાના ચહેરા પર ના ભાવ નોંધી રહ્યા હતા.
પણ માસી બા એ તમને તો કીધું હશે ને કારણ? શારદાબેન બોલ્યા.
શારદાવહુ કારણ જાણવા થી શુ ફર્ક પડે છે? તમે લોકો તો તમારો ભાગ લેવા તૈયાર થઈ જાવ.
ચારુબેન ના આ શબ્દો બધા ના મનને હલાવી ગયા. પણ કોઈ કઈ બોલ્યું નહીં. હું જાવ ગૌરી રાહ જોતી હશે.
ચારુબેન રૂમની બહાર નીકળી ગયા.
ચારુબેનના ગયા પછી જનકભાઈ બોલ્યા, ભરત મેં કહ્યું તું ને કે બા ને શંકા થઈ લાગે છે? આ બધું એનું જ પરિણામ લાગે છે.
હા તો કોઈ વાંધો નહિ. આપણા માટે તો સારું છે ને? શારદાબેન બોલ્યા.
સારું તો મિલકત ની વહેંચણી કેવી રીતે થાય છે તેના પછી ખબર પડશે, ભરતભાઇ બોલ્યા.
આ વાત સાંભળી બધાના મન ખાટા થઈ ગયા પણ કોઈ કઈ કરી શકે તેમ નહિ હતું.
રાઘવભાઈ એ મિલકત ની નામાવલી બનાવવાનું શરૂ કરી દીધું. ને જનકભાઈ અને ભરતભાઇ ને પણ એમાં જોડી દીધા.
બા આલો તમે જે નામાવલી માંગી હતી તે તૈયાર થઈ ગઈ છે, રાઘવભાઈ નામાવલી આપતા બોલ્યા.
બહુ સરસ રાઘવ લાવ. ગૌરીબા એ નામાવલી લઈ લીધી. રાઘવ તારી બેન અને જમાઈ ને બોલાવી લે હું આ મિલકત બે દિવસ પછી વહેંચી દઈશ.
હા બા બોલાવી લઉં છું.
બે દિવસ પછી ગૌરીબા એ બધા ને પોતાના રૂમમાં બોલાવ્યા.
જનક, ભરત રાઘવે મને મિલકત ની નામાવલી આપી છે એ તમે જોઈ છે?
હા બા અમને જાણ છે.
એમાં કઈ રહી તો નથી જતું ને જનક?
ના બા બધું બરાબર છે.
સારું, મુનિમજી મેં જે નામાવલી તમને બનાવડાવી તે દરેક ને આપી દો.
હા બા. મુનિમજી એ બધા ને નવી બનાવેલી નામાવલી આપી.
આ મેં મિલકત ની વહેંચણી કરી છે. તમે જોઈ લો અને કોઈ ને પણ કોઈ પ્રશ્ન કે તકલીફ હોય તો બોલો. આજે જ આનો નિકાલ થઈ જશે. ને આજ પછી આ બાબતે કોઈ ચર્ચા નહિ કરે.
બધા પોતાના ભાગમાં શુ આવ્યું તે જોવા લાગ્યા. ગૌરીબા એ બધીજ મિલકત સરખે ભાગે વહેંચી હતી. કોઈ ને કઈ બોલવાનો વારો આવે તેમ નહિ હતું. એ નામાવલી માં ગૌરીબા એ દરેકના બાળકો ને અત્યાર સુધી શુ આપ્યું તેની પણ માહિતી લખવી હતી. એટલે રાઘવભાઈ કરતા બીજા ને વધારે મળ્યું હતું.
જનક બધું બરાબર છે? કોઈ ભૂલ તો નથી ને?
હા બા બધું બરાબર છે.
ભરત બધું બરાબર છે ને?
હા બા બરાબર છે.
શારદાવહુ, રેવતીવહુ તમારે કઈ કહેવું છે?
ના બા કઈ નથી કહેવું. અત્યારે કોઈ કઈ બોલી શકે તેમ હતું જ નહિ. કેમકે બધા ને પોતાની ઇચ્છા થી વધારે જ મળ્યું હતું.
રાઘવ રમાવહુ તમને કોઈ સમસ્યા.....
ના બા અમને કોઈ સમસ્યા નથી.
સાંભળો આ મિલકતમાં મેં ક્યાંય આ હવેલી અને મારા પિયરના ઘરેણાં ની વાત નથી કરી. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ હવેલી માં રહીશ. તમે પણ બધા ઈચ્છો તો અહીં રહી શકો છો. મારા મૃત્યુ પછી આ હવેલી રાઘવ ના આવનાર બાળકને મળશે અને મારા જે ઘરેણાં છે તે પણ મારા પછી રાઘવ ના બાળક ના રહેશે. આ મિલકત તમારા નામે થઈ જાય પછી તમે તેનું જે ઈચ્છો તે કરી શકો છો. તમે આજ થી જ આ કામ ચાલુ કરી દો. ને કોઈ ને કઈ પણ તકલીફ હોય તો બોલો?
ગૌરી કોઈ ને કઈ તકલીફ પડે તેવું તે રહેવા ક્યાં દીધું છે? તે બધા ને તેમની જરૂરિયાત કરતા વધારે જ આપ્યું છે. સાચું ને શારદાવહુ?
હા માસી. ને બા તમારી સામે અમને શુ તકલીફ હોય?
બસ તો. પછી આજ પછી આ વિષય પર કોઈ ચર્ચા નહિ થાય. તમે તમારું જીવન તમારી રીતે જીવવા માટે છુટા છો હવે.
બધા પોતાને જે મળ્યું તેના થી ખુશ હતા. ગૌરીબા ને આજે જાણે એક મોટો બોજ ઉતરી ગયો હોય તેમ લાગ્યું. તે હળવા ફૂલ થઈ ગયા.
ક્રમશ................