Anokhi yatra - 14 in Gujarati Love Stories by Kinjal Sonachhatra books and stories PDF | અનોખી યાત્રા (ભાગ - ૧૪)

Featured Books
Categories
Share

અનોખી યાત્રા (ભાગ - ૧૪)

ગતાંક થી શરુ...

"ઠીક છે... (મન માં) શું હશે કામ વળી દેવ ને? એ પણ અહીં...? હશે ચાલ હું બેસું બહાર... આવશે... પણ... મમ્મી પપ્પા શું કરતા હશે? ઠીક તો હશે ને... દેવ તો કહે છે બધું ઠીક છે પણ... સાચે બધું ઠીક હશે? એ મને કંઈક તો કહેશે જ... હા વાંક છે મારો... કહે જ ને... હક છે એમનો... મારાં વાંક માટે એમણે મને કહેવું જ જોઈ એ... "

આ જ વિચાર સાથે ખુશી કાર પાસે પહોંચી ને કાર માં બેસે છે...

ફરી પછી ખુશી પોતાના વિચારો માં ખોવાય જાય છે...

"(મન માં) મેં કેટલું ખોટું કર્યું ને દેવ સાથે... છતાં પણ દેવ મારી સાથે છે... હોપ બધું એણે ઘરે સરખું કરી જ નાખ્યું હશે... અમે કેટલા ખુશ હતા બંને એક બીજા સાથે... જો મેં આ ખોટું પગલું ભર્યું ના હોત તો..."

આ જ વિચાર માં ખુશી ખોવાયેલ હોય છે... ત્યાં દેવ આવે છે... અને કાર માં એના બાજુ માં બેસે છે છતાં ખુશી નું ધ્યાન હોતું નથી...

"ખુશી... ખુશી..."

બે ત્રણ વખત દેવ બોલાવે છે... છતાં ખુશી પોતાના માં જ ખોવાયેલી છે... અને તેને ધ્યાન જ નથી હોતું કે, દેવ તેને બોલાવી રહ્યો હોય છે...

"મેડમ... બસ હવે... બહુ ખોવાય ના જાવ... અહીં અમારા સાથે રહો..."

"ઓહહ... દેવ... સૉરી મારું ધ્યાન નહતું... હું થોડા મારાં વિચારો... માં... સૉરી..."

"ઇટ્સ ઓકે.... આ લે... તારા માટે... "

"ઓહહહ... થેન્ક્સ દેવ... માય ફેવરિટ ચોકલેટ... અલ્સો વેફર્સ..."

"હા, એ હોટેલ પહોંચી ત્યાં સુધી માં થોડો નાસ્તો થઇ જાય... કાલ ની તું ભૂખી હસો... "

"હા... પણ હમણાં હોટેલ આવી જ જશે... "

"હા, મેં ટેબલ બુક પણ કરી દીધું છે... બટ એ લોકો એ કહ્યું કે થોડી વાર લાગી જશે... એટલે પછી..."

"થેન્ક્સ દેવ... તું કેટલું વિચારે છે મારાં વિશે અને હું છું કે... તને સમજી જ ના શકી..."

"બસ ખુશી... હું બધું ભૂલી જવા માંગુ છું... તું પણ ભૂલી જા પ્લીઝ... બંને માટે સારુ રહેશે... "

"હા દેવ... થેન્ક્સ..."

બંને હોટેલ તરફ આગળ વધે છે... અને ખુશી અને દેવ પોતાના વિચારો માં ખોવાય જાય છે...

"(દેવ પોતાના વિચાર માં) હું આજે બહુ ખુશ છું કે, ખુશી મારાં પાસે પાછી આવી ગઈ છે... હું તેને ક્યાય નહિ જવા દવ... હવે હું તેને સાથે જ રાખીશ... હું એને ક્યારેય પણ દુઃખી નહિ થવા દવ... મારી પુરી જિંદગી ખુશી સાથે જ વિતાવવા માંગુ છું..."

"(ખુશી પોતાના વિચારોમાં) દેવ કેટલું કરે છે મારાં માટે... અને મેં તેના સાથે બહુ ખોટું કર્યું છે... પણ હવે હું દેવ સાથે ખોટું નહિ થવા દવ... હું દેવ ની જિંદગી માંથી જતી રહીશ... હું તેના પર બોજ થવા નથી માંગતી... મેં જે ભૂલ કરી છે તેના માટે હું જવાબદાર છું... હું દેવ ને એના માટે ના ફસાવી શકું... મેં તેની સાથે ખોટું કર્યું છતાં એ મારાં સાથે આજે પણ છે ... દેવ ને પોતાની જિંદગી કોઈ સારા વ્યક્તિ સાથે જીવવી જોઈ એ કે જે તેને સમજી શકે... નહિ કે મારી જેમ તેને છોડી ને જતી રહેશે... ઘરે જઈ ને હું બધું દેવ ને કહી દઈશ અને હું રિલેશન સાવ ખતમ કરી નાખીસ... દેવ માટે હું બોજારૂપ બનવા નથી માંગતી... એ બહુ સારો વ્યક્તિ છે... તેને સારા વ્યક્તિ ની જરૂર છે નહિ કે મારાં જેવા..."

આ જ વિચાર સાથે બંને હોટેલ પહોંચી જાય છે...

વધુ આવતા અંકે...