Rahashy - ek pustak nu in Gujarati Short Stories by Khyati Lakhani books and stories PDF | રહસ્ય - એક પુસ્તક નું

Featured Books
Categories
Share

રહસ્ય - એક પુસ્તક નું

આરોહી પોતાના રોજ ના સમય પ્રમાણે મંદિરે જઈ રહી હતી.આજે તો ખાસ તે ભગવાન ને ફરીયાદ કરવા જઈ રહી હતી.કારણકે અનુભવ હોવા છતાં પણ આજે ફરી નોકરી ન મળી.1 મહિના 6-7 કંપની માં ઇન્ટરવ્યુ આપ્યા હતા પણ દરેક જગ્યાએ થી ના જ સાંભળવા મળતી.થોડા જ મહીના ઓ માં પોતે જાણે બધું જ ગુમાવી દિધું એવું લાગી રહ્યું હતું.પોતાનો પતિ,સારી એવી નોકરી બધું જ ગુમાવી બેઠી હતી.હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો કારણકે આ બધાં માટે જવાબદાર તે પોતે જ હતી.પતિ સાથે ઝગડો થયો તેનું કારણ તેનો ઘમંડી સ્વભાવ અને લાલચ ના કારણે કંપની ના બોસ સાથે રાખેલાં આડાં સંબંધ હતાં..પરંતુ બોસ અે તો ખાલી આરોહી નો ઉપયોગ જ કર્યો પોતાને જરૂર હતી ત્યાં સુધી,પછી તેને બહાર રસ્તો બતાવી દીધો.તે આજે પોતાની જ જીંદગી થી થાકી ગઇ હતી.

આરોહી મંદિરમાં દર્શન કરી,પોતાના દોષ નો ટોપલો ભગવાન પર ઢોળી બહાર આવી રહી હતી ત્યાં મંદિર ના પગથીયા પર તેને એક પુસ્તક જૉયું.તેણે ત્યાં આજુબાજુ લોકો ને પૂછ્યું કોઈ નું પુસ્તક હોય તો,પણ બધાં એ ના પાડી.. વાંચન નો શોખ હોવાથી તેણે પુસ્તક પોતે જ રાખી લીધું..

રાત્રે જમીને આરોહી ને અચાનક પેલું પુસ્તક યાદ આવી ગયું. તેણે જોયું તો તેમાં કોઈ લેખક નું નામ ન હતું. તેણે પુસ્તક વાંચવાની શરૂઆત કરી,થોડું વાંચ્યું ત્યાં એને ઊંઘ આવી ગઈ.સવારે તેને એક કંપની માંથી ઇન્ટરવ્યુ માટે કૉલ આવે છે.આરોહી તૈયાર થઈ ને ઇન્ટરવ્યુ આપવા જાય છે.
તેનું ઇન્ટરવ્યુ સારું રહ્યું હતું,તે ખુશ હતી.સાંજે તે કામ થી બહાર ગઈ હતી,ત્યારે જે કંપની માં ઇન્ટરવ્યુ આપ્યું હતું ત્યાંથી કૉલ આવે છે કે તેને નોકરી માટે પસંદ કરવામાં આવી છે...આ સાંભળી તેની ખુશી નો પાર ન રહ્યો..પણ તેને લાગતું હતું આ બધું તો જાણે તેને પહેલાથી જ ખબર હતી.તેને યાદ આવ્યું કે ગઇકાલે રાત્રે તેણે પેલા પુસ્તક માં જે વાંચ્યું હતું તે જ આજે તેની સાથે થયું...તેને તો માનવામાં નહોતુ આવતું કે આવું થઈ શકે.તે ફટાફટ ઘરે ગઈ અને તેણે ફરીથી પુસ્તક લીધું,જાણવા કે ખરેખર હકીકત શું છે?જ્યાંથી બાકી હતું ત્યાંથી વાંચવાનું ચાલું કર્યું,થોડું વાંચ્યા પછી તેણે અચાનક ગભરાઈ ને પુસ્તક બંધ કરી દીધું..હવે આગળ વાંચવાની તેની હીંમત પણ નહોતી થતી.તે નહોતી ઇચ્છતી કે પુસ્તક માં છે એ સાચું ન પડે.તેની રાત ની ઊંઘ પણ ઉડી ગઈ હતી...

સવારે આરોહી એ ઘર ની બહાર ન નીકળવા નું નક્કી કર્યું.પુસ્તક માં લખેલાં વાકયો તેની નજર સામે તરી રહ્યા હતાં.આરોહી ને થયું કે તે બહાર જ નહીં નીકળે એટલે પુસ્તક માં લખેલું સાચું નહિ થાય.પરંતુ સાંજે તેને નોકરી મળી ત્યાંથી કૉલ આવ્યો કે આરોહી ના અમુક ડોક્યુમેન્ટસ આજે જ આપવા પડશે નહીતો નોકરી નહીં મળી શકે.બહાર જવાની હિંમત તો નહોતી થતી પણ આરોહી ને જવું પડે તેમ જ હતું..આરોહી નીકળી ત્યારે તેને વિચાર આવ્યો કે મારે ડરવાની શું જરૂર એમ કંઈ થોડી બધું સાચું પડે..એ પુસ્તક માં લખેલ કાંઈ જ સાચું નહિ પડે.તે ડોક્યુમેન્ટસ આપી પાછી આવી રહી હતી ત્યારે થોડું મોડું થઈ ગયું હતું અને એ રસ્તો થોડો ખરાબ હતો.રસ્તા પર બહુ માણસો ની અવર જવર પણ નહોતી.ત્યાં રસ્તામાં જ તેની ગાડી અચાનક બંધ પડી ગઈ. ઘણી ટ્રાય કરી પણ ગાડી ચાલું ન થઈ.આરોહી ગભરાઈ ગઈ હવે તે શું કરશે??આજુબાજુ માં કોઈ મદદ કરી શકે એવું પણ નહતું,અને રિક્ષા પણ નહોતી મળી રહી.. તેણે ગાડી ત્યાં જ મૂકી ડરતાં ડરતાં ચાલવાનું નક્કી કર્યું.

આરોહી (મનમાં જ) આરોહી ડરવાની જરૂર નથી કંઈ જ નહિ થાય,અને થશે તો આ મારી જીંદગી નો છેલ્લો દિવસ બીજું શું....

આરોહી ચાલી ને જઈ રહી હતી ત્યાં જ તેની નજર દૂરથી આવતી રેડ કલર ની સ્કોર્પિયો ગાડી પર પડી.આરોહી ડરી ગઈ તે જાણે એક પળ માટે તો શ્વાસ લેવાનું જ ચૂંકી ગઈ..ગાડી નું જાણે હમણાં જ તેની સાથે એક્સીડન્ટ થઈ જાશે એવું તેને લાગ્યું..પુસ્તક માં લખેલું સાચું પડી રહ્યું હતું.પુસ્તક માં નાયિકા નું પણ આવી જ રીતે પોતાની ગાડી બાંધ થઈ જાય પછી રેડ સ્કોર્પિયો સાથે એક્સીડન્ટ થાય છે.ગાડી સાવ નજીક આવી જાય છે,જાણે હમણાં જ એક્સીડન્ટ થઈ જશે.આરોહી ના મોઢામાંથી ચીસ નીકળી જાય છે... પણ ત્યાં જ કોઈકે તેને સાઈડ માં ખેંચી લીધી.આરોહી થોડીવાર તો ગભરાઈ ગઈ હતી.તેણે આંખ ખોલી ને જોયું કે કોણે તેને બચાવી પણ ત્યાં કોઈ દેખાણું નહીં.. આરોહી ને તેને બચાવનાર નો સ્પર્શ જાણીતો લાગ્યો,આ સ્પર્શ નો જાણે તેને પહેલાં અનુભવ થયેલો છે એવું તેને લાગ્યું..આરોહી ને થયું કે જો તેણે પુસ્તક માં આગળ વાચ્યું હોત તો સારું હતું પણ તેણે તો એક્સીડન્ટ સુધી નું જ વાચ્યું હતું.તે વિચાર જ કરી રહી હતી ત્યાં એને અચાનક ચમકારો થયો,તે તરત જ ઘરે ગઈ અને પેલું પુસ્તક ખોલ્યું તેને થયું આ વિચાર મને પહેલાં કેમ ન આવ્યો??પુસ્તકમાં નાયિકા નું નામ રુહી હતું અને આ જ નામથી તેનો પતિ અભિ તેને પ્રેમ થી બોલાવતો હતો..આરોહી ને થયું, અભિ એક લેખક છે અને તેના માટે આમ પુસ્તક લખવું કાંઈ અઘરું નહોતું,પણ અભિ‌ એ આ બધું કંઈ રીતે કર્યું??

આરોહી તરત જ અભિ ને મળવા તેના ઘરે ગઈ.તેણે જઈ ને તરત જ અભિ ને હગ કર્યું અને માફી માંગી..


‌આરોહી : અભિ,"મને માફ કરી દે મે બહુ મોટી ભૂલ કરે છે.. મારી ભૂલ હોવા છતાં પણ તું કંઈ જ નો બોલ્યો અને દૂર રહી ને પણ મારી મદદ કરી..બસ હવે મને પાછી તારી બનાવી દે પ્લીઝ.."

અભિ : આરોહી, "મે તને ક્યારેય મારાથી અલગ જ નથી કરી.બસ ખાલી તને તારી ભૂલ નો અહેસાસ થાય એટલે થોડો દૂર થયો હતો."

આરોહી : પણ અભિ તે આ બધું કર્યું કેમ??અને કઈ રીતે??

અભિ : લગ્ન સમયે તને વચન આપ્યું તું કે બધાં સુખ:દુઃખ‌ માં તારો સાથ આપીશ,બસ એ જ કર્યું.. હું હંમેશા તારા પર નજર રાખતો,પણ આ બધું પેલા ન કર્યું કારણકે મારે તારું અભિમાન ઉતારવું હતું અને તને તારી ભૂલ સમજાવવી હતી. મને ખબર હતી કે તારો બોસ બસ તારો ઉપયોગ જ કરે છે. તેણે જ બધી કંપની તારા વિશે ખરાબ વાતો ફેલાવી હતી એટલે જ તને નોકરી નહોતી મળી રહી..મેં તારા માટે જ આ પુસ્તક લખ્યું અને તને જ મળે એવું કર્યું..તને અત્યારે જ્યાં નોકરી મળી એ મારા ફ્રેન્ડ ની જ કંપની છે અને મે જ તને એમાં નોકરી અપાવી હતી.તને ખુશી મળે એટલે અને પેલું એક્સીડન્ટ પણ મારો જ પ્લાન હતો.તને થોડી ડરાવવા અને તું મને ઓળખી શકશ કે નહિ એ જાણવા.. મને ખબર હતી તું પુસ્તક માં એક્સીડન્ટ સુધી નું જ વાંચીશ અને એ વાંચી ને તું ડરી જઈશ અને આગળ નું વાંચીશ જ નહિ, અને એવું જ થયું.બસ મારો પ્લાન સફળ થઈ ગયો અને તું મારી પાસે આવી ગઈ..

આરોહી : અભિ તું મને કેટલી સારી રીતે ઓળખશ.હું શું કરીશ એ બધી તને ખબર હતી.. થેંક્યું સો મચ અભિ... આઇ લવ યુ....

અભિ : આઇ લવ યુ ટુ મારી રુહી...